________________
તા. ૧-૧૦૩૩
પ્રબુધ્ધ જીવન
લીધાં, પણ મુસીબતોની આંધીએ તેમને ઘેરી લીધા - ઉદ્યોગે!નું અને બ ન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું, જમીનનું વિતરણ કર્યું, વગેરે. તેમની મુશ્કેલીએ બે પ્રકારની – સ્થાપિત હિતોને અસહકાર અને વિરોધ અને ઝડપી પરિણામ માટે લોકોની અધીરાઈ, સામંતશાહી અને મૂડીવાદી સમાજનું સમાજવાદી રચનામાં પરિવર્તન કરવું તે ભગીરથ કાર્ય છે અને ટૂંક સમયમાં શકય નથી. ઉત્પાદનનાં સાધનાની માલિકી નાના વર્ગની હાય છે અને તે વર્ગમાં એકંદરે આવડત હોય છે. ઝડપી પગલાં લેવાય ત્યારે કેટલીક વ્યવસ્થા અને હાડમારીઓ ઊભી થાય છે. તે સહન કરવા અને ભાગવવા પ્રજાની તૈયારી જોઈએ. ઉત્પાદન ઘટી જાય, ચીજવસ્તુની અછત થાય, ભાવે વધી જાય, નવા માણસે વહીવટ પ્યા હોય તેમની અણઆવડતથી શરૂઆતમાં કામ બગડે, કાયદા અને વ્યવસ્થા કથળી જાય, એવું ઘણું બને – આ બધાને કાબૂમાં લેવા સખત પગલાં લેવાં પડે. રશિયામાં ૧૯૧૭માં ક્રાન્તિ થઈ ત્યાર પછી આંતરવિગ્રહ યે, બીજા બધા દેશએ બહિષ્કાર અને નાકાબંધી કરી અને કેટલાંય વર્ષો સુધી અકથ્ય યાતનાએ પ્રજાને ભેગવવી પડી, લેનિન અને ખાસ કરી ત્યાર પછી સ્ટેલિને નિર્દયપણે કામ લીધું, લાખે! માણસે મરી ગયા (મારી નાંખ્યા), ભૂખમરો વેઠયો, અત્યાચાર થયા.
ચીલીમાં મોંઘવારી, ફ્ગાશ વગેરે ખૂબ વધી ગયાં. તેને કાબૂમાં લાવવાના ડૉ. એલેન્ડને અવકાશ મળે તે પહેલાં પ્રજાની અધીરાઈ પણ વધી ગઈ. અમેરિકાએ આ પરિસ્થિતિને વણસાવવામાં ભાગ ભજવ્યો. ચીલીની મુખ્ય પેદાશ ત્રાંબું—તેની ખાણાની માલેકી અમેરિકન કંપનીઓની હતી તેનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. અમેરિકન મૂડીવાદીઓનું ચીલીના ઉદ્યોગમાં મોટું હિત છે. અમેરિકાનું જાસૂસી ખાતુ – સી. આઈ. એ. - તે પડતંત્ર અબજો ડૅલર ખરચી દુનિયાના કેટલાય દેશેમાં અમેરિકન મૂડીવાદીઓનુ હિત જાળવવાનું કામ કરે છે. અમેરિકા લેાકશાહી દેશ કહેવાય પણ મૂડીવાદી હાવાને કારણે, દુનિયાના દેશમાં તેણે પ્રત્યાઘાતી બળાને જ ટેકો આપ્યો છે. ચીલીના બળવામાં પેાતાના હાથ હોવાના અમેરિકાએ ઈનકાર કર્યો છે પણ એટલું સ્વીકાર્યું છે કે બળવાની ૪૮ કલાક પહેલાં અમેરિકન સરકારને ખબર હતી.
ડૉ. એલેન્ડઓ કેટલુંય કરવા જેવું ન કર્યું અથવા ભૂલા કરી એવું કહી શકાય, પણ પાયાનો પ્રશ્ન એ છે કે લેાકશાહી રીતે, શાન્તિમય માર્ગે આવી ક્રાન્તિ શકય છે? કોઈ પણ દેશમાં હજી આવો પ્રયોગ સફળ થયા નથી.સ્થાપિત હિતો અને પ્રત્યાઘાતી બળા આવો પ્રયોગ નિષ્ફળ બનાવવા બધા માર્ગો – અસહકાર, વિરોધ, હિંસક સામના -- અપનાવે, સ્વેચ્છાએ, સમજણથી અથવા કાયદાના આધારે આવી ક્રાન્તિ શકય છે? જો શાન્તિમય માર્ગે આવી કાન્તિ શકય ન હોય અને સરમુખત્યારી અને સ્વતંત્રતાને ભાગે જ શકય હોય તો એવી કિંમત ચૂકવવી જરૂરી અથવા વાજબી છે? એક વખત સરમુખત્યારી આવ્યા પછી કોઈ દિવસ લેાકશાહી દાખલ કરી શકાય ? રશિયાના ૫૬ વર્ષના ઇતિહાસ આનો જવાબ આપે છે. હેરલ્ડ લાસ્કીએ ૪૦ વર્ષ પહેલાં તેના પુસ્તક – ડેમોક્રેસી ઈન ક્રાઈસિસ – માં કહ્યું છે કે સંસદીય લેાકશાહી સામાજિક અને સાર્થિક કાન્તિ માટે કાર્યક્ષામ ન નીવડે, કારણ કે જમણેરી બળે તેમના પર સીધું આક્રમણ થાય ત્યારે લાકશાહીના અંચળા ફગાવી દેશે અને હિંસક સામનો કરશે. સમાજવાદ લાવવા પ્રયત્ન કરતા દેશે સામે આ કોયડો ઊભા છે.
વિરોધમાં પણ વિવેકની જરૂર
વર્તમાનપત્રાના અહેવાલ મુજબ અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં શ્રી મોરારજીભાઈએ કહ્યું:
“છેલ્લા દુષ્કાળ વખતે ગુજરાતમાં પાંચસા કરોડથી વધુ રકમ ખર્ચાઈ છે અને તેમાંની અરધીથી વધુ રકમ ચવાઈ ગઈ છે.
હું જાણું છું ત્યાં સુધી આ બન્ને હકીકતો સત્યથી વેગળી
d)
૧૧૫
છે. ૫૦૦ કરોડ ખરચાયા નથી અને અરધીથી વધુ રકમ ચવાઈ ગઈ હાય તે બન્યું નથી, શકય નથી. એકંદરે આ દુષ્કાળમાં ગુજરાત સરકારે પ્રશંસનીય કામગીરી કરી છે અને તેમાં ભ્રષ્ટાચારની બહુ ફરિયાદ થઈ નથી. પ્રજાકીય ધોરણે સારા પ્રમાણમાં કામ થયું છે. એવી બે સંસ્થાઓ તરફથી મને કામ કરવાની તક મળી તેમાં ગુજરાત સરકારનો પૂરો સહકાર મળ્યો છે. મેરારજીભાઈએ આવા પ્રજાકીય કામની આગેવાની લઈ, રાહતનું કામ ઉપાડી લીધું હોત તે દીપી ઊઠત. સરકાર સામે વિરોધ હોય ત્યારે પણ પ્રજામાં ભ્રમ પેદા થાય એવે પ્રચાર આવા સંકટના સમયે વાજબી ન ગણાય. હવે રેલની આફતમાં ગુજરાત સપડાયું છે. તેમાં પણ, સરદારે કર્યું હતું તેમ, મેરારજીભાઈએ પ્રજાકીય ધોરણે રાહતકાર્ય ઉપાડી લીધું હોત તો તેઓ ઘણું કરી શકત. આવા સમયે સરકારને સાથ અને સહકાર આપવાથી રાજકીય વિરોધને ઊણપ આવતી નથી. રશિયામાં બુદ્ધિવાનાનું દમન
સરમુખત્યારો વિચાર અને વાણીસ્વાતંય સહન કરી શકતા નથી. તેમની સત્તાને 'પાયો ધાક અને દમન છે. સ્ટૅનિમાં આ તત્ત્વ પરાકાષ્ઠાએ હતું. ક્રુશ્ર્વવે સ્ટેલિનની પ્રતિમાનું ખંડન કર્યું (Destalinisation ). સ્ટેલિનના અયાચારો ઉઘાડા પાયા. રશિયામાં કાંઈક મુકત વાતાવરણ થવા દીધું. લેખકો અને વિચારકોને મોકળાશ મળી. તેના પ્રતીકરૂપે પ્રખ્યાત લેખક સેાલ્ઝેનિસ્તિનનું પુસ્તક – સાઈબીરિયાના કારાગૃહમાં એક દિન – જેમાં સ્ટૅલિનના પાશવી દમનનું ચિત્ર આપ્યું છે તેને પ્રકટ થવા દીધું. કુવને પદભ્રષ્ટ કર્યો અને બ્રેઅનેવ અને કૉસિજીને સત્તા પર આવ્યા પછી હવા બદલાઈ. ખાસ કરી ચેકોસ્લોવેકિયામાં ડુબશેક રાગેવાન થયા અને તેમણે ઉદાર વલણ અપનાવ્યું અને શિરોરી સામે બળવા થયે તેને રશિયાએ ભારે દમનથી દબાવી દીધા. ડુબચેકને લેખકોના પૂરા સાથ હતા. ત્યાર પછી, રશિયાના સાધીશાનું વલણ લેખકો પ્રત્યે વધારે સખત થયું. પરિણામે, સાલ્ઝેનિસ્તિનને નોબેલ પારિતોષિક મળ્યું, પણ તે લેવા તેમને જવા ન દીધા. હવે રશિયાએ વિદેશનીતિ બદલાવી છે અને પશ્ચિમના દેશેા, ખાસ કરી જર્મની અને અમેરિકા સાથે સુમેળ સાધવાનો માર્ગ અપનાવ્યો છે ત્યારે રશિયન લેખકોને પશ્ચિમના વિચારકો સાથે વિચારવિનિમયની વધારે તક રહેશે એમ માનવામાં આવતું હતું. પણ વિદેશનીતિ એક અને ઘર આંગણેની નીતિ બીજી, એવું વલણ અપનાવ્યું છે. સંખ્યાબંધ લેખકો ઉપર દમનના કોરડો વીંઝાય છે અને કેટલાકને જેલમાં ધકેલ્યા છે. માન્ચેસ્ટર ગાર્ડિયન' લખે છે:
The most spectacular repression in recent years has been directed at writers and the literary intelligentia in a long line from Pasternak to Solzenitsyn..
બે સમર્થ વ્યકિતઓ, મહાન લેખક સાલ્ઝેનિતિન અને મહાન વૈજ્ઞાનિક સાખારોવે આ દમન સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવ્ય છે. તેમની સામે જાનના જોખમને ભય તોળાઈ રહ્યો છે છતાં બંને આ ભયની પરવા કર્યા વિના વિદેશી પત્રકારોને મુલાકાતો આપે છે અને નિવેદન બહાર પાડે છે અને રશિયાની પરિસ્થિતિથી દુનિયાને વાકેફ કરે છે અને વાણીસ્વાતંત્ર્યના રક્ષણ માટે પડકાર ફેંકયો છે. સાખારાવના સમર્થનમાં ઘણા દેશના વૈજ્ઞાનિકોએ અને આગેવાનોએ અવાજ ઉઠાવ્યા અને રશિયન સત્તાધીશે વિચારમાં પડી ગયા છે. વૈજ્ઞાનિક પ્રગતિમાં, ખાસ કરી અવિજ્ઞાન અને અવકાશી વિજ્ઞાનમાં રશિયન વૈજ્ઞાનિક અમેરિકાની બરોબરી કરે છે એટલું જ નહિ, કેટલાક ક્ષેત્રે આગળ વધ્યા છે.
ગમે તેટલું દમન હોય તો પણ માનવઆત્મા છેવટે જાગી ઊઠે છે અને સ્વતંત્રતા માટે પ્રાણનું બલિદાન આપવા પણ તૈયાર થાય છે. ૨૪-૯-’૭૩. -ચીમનલાલ ચકુભાઈ