SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૦-૭૩ - પ્રકીર્ણ નેંધ - તાત્કાલિક ન આવે તો પણ નિરાશ થવાની જરૂર નથી. નિર્બળતામાંથી પણ આ વિચાર જન્મે છે. મોટા ભાગના માણસો માટે બધું છોડી એકાંતમાં ચિત્તન-મનન શક્ય નથી. હિતાવહ પણ નથી. વળી ચિનોનમનનથી પ્રાપ્ત કર્યું હોય તે આચરણમાં ન પરિણમે તે વાંઝિયું છે. પછી માત્ર સુફિયાણી વાતો રહે છે. સામાન્ય માણસ માટે સેવાનાં કાર્યો, સ્વાર્થવૃત્તિ (Self-centredness) ઓછી કરવાને રાજમાર્ગ છે. તેથી અહંભાવ ઘટે છે, પ્રેમ, કરુણા, મૈત્રીની ભાવના જાગ્રત થાય છે. બીજાને લાભ થાય કે નહિ, નિરભિમાનપણે કર્યું હોય તે વ્યકિતને પિતાને લાભ છે જ. કીતિ, સત્તા અથવા બીજા કોઈ પ્રલોભનથી કામ કર્યું હોય તે નિરાશા સાંપડે. હું એમ કલ્પી શકું છું કે વિરલ વ્યકિત માટે જીવનમાં એક સમય એવો આવે કે જ્યારે એ એમ કહે કે મારા કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે, લોકકલ્યાણ માટે મેં મારાથી બનતું બધું કર્યું છે. હવે મારી આત્મસાધનામાં લીન રહીશ, આ સ્થિતિ બધાને આવતી નથી. દી સાધનાનું પરિણામ છે. કેટલાક મહાપુરુષોને શરૂઆતથી આવી સ્થિતિ હોય છે. ત્યારે બધી બાહ્ય પ્રવૃત્તિ સાધનામાં બાધક લાગે છે. આ વિચારનું એક ત્રીજું પાસું કાકાસાહેબ કાલેલકરે ‘મંગળ પ્રભાતના તા૦ ૯-૯-૯૭૩ના અંકમાં શ્રીમદ્ રાજચંદ્ર અને તેમની સાધના વિશે લેખ લખ્યા છે તેમાં રજૂ થાય છે. તેમાં તેમણે કહ્યું છે: “પરંતુ આપણી આ યુગની ધર્મસાધનાની કલ્પના વિશેષ વ્યાપક છે. ધા, ચિન્તન અને આત્મવિજય માટે તપસ્યા, એટલાથી આપણું અધ્યાત્મ સંપૂર્ણ નથી થતું. આપણે સારા સમાજને આધ્યાત્મભાવથી અ૫નાવીએ છીએ. પ્રત્યક્ષ સમાજસેવા વિના આપણી તપસ્યા પૂર્ણ નથી થતી. માનવજાતિની ઉન્નતિ માટે જેટલા વિશાળ પ્રયોગ ચાલે છે તેમાં સંમિલિત થયા વિના આત્મસાક્ષાત્કાર થયો છે એ સંતોષ આપણને મળતું નથી. સારી માનવજાતિએ ધર્મસિદ્ધિ માટે જે અનેક પ્રકારની સાધનાઓ ચલાવી છે તેને પરિચય કર્યા વિના આપણી સાધનામાં ઉત્કટતા અથવા સંતોષ આવતે નથી. તેજસ્વિતા, ઉદારતા અને વિશ્વમૈકય ભાવનાને પ્રત્યક્ષ અનુભવ વિના આપણે કોઈને સંત, મહાત્મા, નબી, પયગબર અથવા મુકતપુરુષ તરીકે સ્વીકારી શકતા નથી. તેથી શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનું પઠન કર્યા પછી, તેમની આધ્યાત્મિક સાધના જાણ્યા પછી, મને એમ લાગે છે કે ૩૩ વર્ષની ઉંમરમાં તેમનું આયુષ્ય પૂર્ણ થયું, તેથી તેમને યુગાનુકૂલ પૂર્ણ સાધના કરવાનો મોકો મળ્યો નહિ. મહાત્માજી અને તેમની ઉમર લગભગ સરખી હતી. જે તેમને પૂર્ણ આયુષ્ય ભેગવવાનું મળ્યું હતું અને મહાત્માજીનું ભારતમાં ચલાવેલ જીવનકાર્ય દેખ્યું હોત તે તેમના (શ્રીમદ્ના) તરફથી આપણને આધ્યાત્મિક સાધનાના નવા નવા પ્રયોગો જોવા મળત. મહાત્માજી માનતા હતા કે રાજચંદ્રજીને પોતાની જીવનસાધના પૂર્ણ કરવા માટે એકાદ વધારે જન્મ પૂરત છે. રાજચંદ્રજીની જીવન'સાધના માટલી ઉત્કટ હતી.” - કાકાસાહેબ એમ માનતા લાગે છે કે સમાજસેવા વિના ધર્મસાધના અપૂર્ણ રહે છે. એમ પણ માનતા લાગે છે કે શ્રીમની ધર્મસાધના આ કારણે રાપૂર્ણ રહી. છેલ્લાં બે વાકયોને આ માન્યતા સાથે મેળ બેસતો નથી. આ બહુ નમ્રતાપૂર્વક હું સૂચવું છું કે, મને સાહિત્યને ઊંડૅ અાસ કરવાની કાકાસાહેબને તક મળી હતી તે સીમની ધર્મસાધના અને તેમની આધ્યાત્મિક કોટિને કાકાસાહેબને ખરા ખ્યાલ આવત. સમાજસેવા ધસાધનાનું એક અંગ છે, પણ બધી વયકિત માટે અનિવાર્ય નથી. રામકૃષ્ણ પરમહંરા, રમણ મહધિ, કે શ્રીમદ્ રાજચંદ્ર સમાજસેવાનું પ્રત્યક્ષા કાર્ય કર્યું ન હોય તેથી તેમની સાધના અધુરી રહેતી નથી. સમાજસેવા અપૂર્ણ સાધના છે, તેથી ઘણ રબાગળ જવાનું છે. શ્રીમદ્ ઘણા આગળ વધી ગયા હતા. ઉદારતા, તેજાવતા કે વિશ્વાત્મક ભાવનાના પ્રત્યક્ષ અનુભવ મટે તેમને સમાજસેવાનાં કાર્યો કરવાની જરૂર ન હતી. કોઈ વ્યકિત ધસાધના માટે ક માર્ગ લેશે તેનો આધાર તેની પ્રકૃતિ અને આધ્યાત્મિક વિકાસ ઉપર અવલંબે છે. ૨૩-૯-૭૩. --ગીમનલાલ ચકુભાઈ શાસક કેંગ્રેસ દિશા બદલે છે? કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં છેવટ ચોખાને વેપાર રારકાર હસ્તક લેવાનું છોડી દીધું. ઈન્દિરા ગાંધીએ કહ્યું કે આ નિર્ણયથી સરકારની નીતિમાં કાંઈ ફેર થતું નથી. માત્ર આ વાત હાલ મુલતવી રાખીએ છીએ. આમ કહેવું પડે. આ નિર્ણયને વાસ્તવિક અને વ્યાવહારિક કહેવામાં આવ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઠરાવમાં કેઈને વિરોધ નોંધાયો નહિ, પાર્લામેન્ટના ૧૦૦ સભ્યએ મુળ 'નિર્ણયને મક્કમપણે વળગી રહેવા લેખિત નિવેદન આપ્યું હતું. મુંબઈની કેંગ્રેસ સમિતિ અને તેના પ્રમુખ શ્રી રજની પટેલે તેને આગ્રહ રાખ્યો હતો. બધા મૌન રહ્યા. ખરી રીતે કોંગ્રેસમાં જે સામ્યવાદી અને ઉદ્દામવાદી તત્ત્વો છે તેની આ હાર છે. અનાજનો વેપાર સરકાર હસ્તક કરો તે શ્રી ધરની પેજના હતી. અત્યારે આ મુલતવી. રાખવું તે પ્રસ્તાવ જમણેરી તત્ત્વોના આગેવાન ગણાતા જગજીવનરામે રજૂ કર્યો. ધર પાછળ બેસી રહ્યા, કાંઈ બોલ્યા નહિ. ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસને ઉદ્દામવાદમાંથી મધ્યમ માર્ગે લાવવાનો નિર્ણય કર્યો છે એમ લાગે અને તેમાં પિતાનું ધાર્યું કરી શકયા છે. વિરોધને ડામવા એક પગલું ભર્યું હતું – તેમના અંતરંગ મંડળના એક વખતની આગેવાન સભ્ય દિનેશસિંગની સામે શિસ્તનાં પગલાં લઈને. આથી ધાક બેસાડી દીધી અને વિરોધ શમી ગયે કે તત્કાલપૂરતે શાન્ત રહ્યો. કોંગ્રેસના દિશાપલટાનું બીજું સૂચક પગલું કામરાજ સાથેની વાટાઘાટનું છે. કામરાજ અને સંસ્થા કોંગ્રેસના બીજા કેટલાક આગેવાને શાસક કેંગ્રેસમાં દાખલ થશે તે લગભગ નિશ્ચિત મનાય છે. આ પણ કોંગ્રેસને મધ્યમમાર્ગી બનાવશે. આ બન્ને પગલાથી ઈન્દિરા ગાંધી રાજકીય ક્ષેત્રે ઘણાં નિશાન સર કરે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવી રહી છે. બીજાં રાજ્યો – આશ્વ પ્રદેશ, એરિસામાં – પણ ચૂંટણી કરવાની છે. ઉત્તર પ્રદેશમાં ચન્દ્રભાણ ગુપ્તાને વિરોધ શમાવવાનું આ પગલું છે. ગુપ્તા કદાચ શાસક કોંગ્રેસમાં દાખલ પણ થાય. શેખ અબ્દુલ્લા પણ શાસક કેંગ્રેસમાં દાખલ થશે એવાં એધાણ છે. મુસ્લિમ લીગનું જોર ઓછું કરવાને આ માર્ગ છે. મધ્યમ વર્ગ, વેપારીઓ, પૈસાદાર, બીજાં સ્થાપિત હિતેને આ પગલાથી કંઈક હૈયાધારણ મળે છે, તેથી શાસક કેંગ્રેસને તેને ટેકે રહેશે. સમાજવાદ અને ગરીબી હટાવના નારા રાજકીય સત્તા પ્રાપ્ત કરવાના નુસખા હતી એમ લાગે. રાજકીય સત્તા હવે જોખમમાં આવી લાગે છે ત્યારે તે જાળવી રાખવા દિશાપલટે કરવાને ઈન્દિરા ગાંધીને વાંધો નથી. રાજકીય ખેલાડી તરીકે તેમને પૂરા માર્ક મળે તેમ છે. આર્થિક ક્ષેત્રે વણસતી સ્થિતિ કરતાં રાજકીય સત્તાની પકડ રાખવાની તેઓ વધારે ચિત્તા સેવે છે. ચીલીમાં બળવે અને લોકશાહી સમાજવાદનું ભાવિ ચીલીમાં બળવો થશે અને લશ્કરે પ્રેસિડેન્ટ એલેન્ડને પદભ્રષ્ટ કરી સત્તા કબજે કરી. પ્રેસિડેન્ટ એલેન્ડેનું ખૂન થયું. (આપઘાતની વાત ખેાટી લાગે છે. આ બનાવ પ્રત્યે ઈન્દિરા ગાંધીએ અને બીજા કેટલાક દેશેારને ખેદ પ્રકટ ર્યો તેનું ખાસ કારણ છે. લેટિન (દક્ષિણ ) અમેરિકામાં આવા બળવા થવા અને લશ્કરી સરમુખત્યારી થવી એ આશ્ચર્યજનક નથી. પણ ચીલીમાં લોકશાહી પરંપરા હતી, લશ્કર એકંદરે તટસ્થ રહેવું અને વિશેષમાં ડૅ. એલેન્ડે સામ્યવાદી હોવા છતાં, ગૂંટણીથી, એટલે કે તેની સંમતિથી, પ્રમુખ થયા હતા અને તેમનું સ્વપ્ન હતું કે લોકશાહી માર્ગે – શાન્તિમય રીતે – સમાજવાદ સ્થાપી શકાય અને સામાજિક અને આર્થિક ક્રાન્તિ કરી શકાય. આપણે પણ લેકશાહી સમાજવાદને પ્રયોગ કરી રહ્યા છીએ – ખરેખર ? – ત્યારે આ પ્રયોગ નિષ્ફળ ગયા તેમાં બોધપાઠ લેવા જેવું છે. . એલેન્ડે ૧૯૭૦માં પ્રમુખ થયા. ત્રણ વરસના ગાળામાં સમાજવાદી દિશામાં જવા તેમણે ઘણાં પગલાં
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy