SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રબુદ્ધ જીવન “મેઘાણીભાઈનુ જીવન અને વન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાયે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં તા. ૩-૯-’૭૩ ના રોજ સાંજના શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે “મેઘાણીભાઈનું જીવન અને કવન” એ વિષય ઉપર શ્રી મનુભાઈ પંચાળી ( દર્શક )નું એક જાહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. શરૂમાં સંઘના ઉપપ્રમુખ શ્રી રતિલાલ ચી. કોઠારીએ શ્રી મનુભાઈને આવકાર આપ્યા હતા અને સુખડના હારથી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ વ્યાખ્યાન શરૂ કરતાં શ્રી મનુભાઈએ જણાવ્યું કે શેકસપિયર જેમ સમગ્ર ઈંગ્લેન્ડની સંપત્તિ ગણાય છે તેમ મેઘાણીભાઈઓ સૌરાષ્ટ્રમાં પડેલા હીરનું ભાન આપણને કરાવ્યું. આપણા દેશમાં શબ્દની શકિતથી આટલી પ્રતિષ્ઠા અને આબરૂ મેઘાણીભાઈ સિવાય કોઈને મળેલ નથી, આપણે એમ કહેતા હોઈએ છીએ કે “મેઘાણીને ગાંધી યુગના લાભ મળ્યો.” પરંતુ એના બદલે એમ કહેવું સાચું ગણાશે કે ‘ગુજરાતના ગાંધીયુગને મેધાણીને લાભ મળ્યો.” જો મેઘાણીનાં ગીતા ન મળ્યાં હાત તો આઝાદીની લતમાં ઝંપલાવનારા ઝિંદાદિલીથી ન લડયા હોત. " મેઘાણીના શબ્દો, ઉપમાઓ, અલંકારો-એ સારટી જીવનના તાણાવાણાની માફ્ક વણાયેલું હતું. તેના કારણે આખા સમાજમાં સમૂહચેતનાની પ્રચંડ શકિત ઊભી થઈ. સૌરાષ્ટ્રની પરંપરાઓને એમણે સાહિત્યમાં ઉતારી. ગાંધીજી કહેતા હતા કે લોકો પાસે જાવ – દરિદ્રનારાયણની સેવા કરો. બીજી બાજુ, ત્યારે એમ કહેવાતું હતું કે લેાકાની બાલીમાં સાહિત્ય લખાય નહિ. ભણેલા વર્ગના લોકોને, ગ્રામ્ય લોકો સામે તુચ્છકાર હતા. આ રીતે લોકો પાસે પહોંચવાની ગાંધીઆશાન અમલ શકય નહોતા. પરંતુ મેઘાણીએ તેમના લેાક્સાહિત્ય દ્વારા ચારણા - કાઠીઓ - પછાત વગેર્ડ જેવા લોકોને આપણી પાસે રજૂ કર્યા અને તેમની વર્ષોની સાધનાથી સાબિત કરી બતાવ્યું કે કોની બાલીમાં પણ લેક્સાહિત્ય ઉત્તમ રીતે રજૂ કરી શકાય છે અને એ રીતે ઉપલા અને નીચલા વર્ગના સમન્વય સાધવાનું ભગીરથ કામ તેમણે કર્યું. તેમણે લેસાહિત્ય દ્વારા સાબિત કર્યું કે તમે જેને ચાહી શકી છે. તેની સાથે જ ભળી શકી છે, જેને તમે ચાહતા નથી તેની સાચી સેવા તમે કરી શકતા નથી. આ રીતે લોકોમાં તેમણે આદર અને મમતા ઊભાં કર્યાં. શાસ્ત્રો અને કાયદાને એક બાજુ મૂકીને જીવનસિદ્ધાંત રજૂ કરનારાં અનેક પાત્રા પણ તેમણે પેાતાના સાહિત્ય દ્વારા રજૂ કર્યાં છે. જે કોઈ જાતિ, વર્ણ કે ધર્મ જોતા નહાતા, પણ ગુણ જ જોતા હતા અને ફરજ માટે પેાતાની જાત ન્યોછાવર કરી નાખતા. જીવનનું સાચું રહસ્ય પામવું હોય તો તેને દરેક પાસાથી તપાસવું જોઈએ. શેરડીની દરેક કાતળીમાં મીઠાશ હેાય છે તેમ, સમાજનું દરેક અંગ તંદુરસ્ત હાવું જોઈએ. મેઘાણીભાઈએ ભણેલા વિદ્રાન પંડિતાને ભાન કરાવ્યું કે તમારી શબ્દોપાસનાથી લોકોની શબ્દોપાસના જરા પણ ઊતરતી નથી. તમે સુપિરિયર છે, એ ભાવના જ્યાં સુધી તમારામાં છે ત્યાં સુધી સ્વરાજ લાવી શકશે નહિ. લેાસાહિત્યના આદરથી બે વર્ગો નજીક • એ રીતે આવી શકયા. L તા. ૧૬–૯–૭૩ મેઘાણી સાહિત્યમાં ચાર વાર્તા હિરજનાને લગતી છે, તેમાં તેઓ ઉત્તમાત્તમ સવર્ણની સાથે તેને મૂકે છે. એવી રીતે, મુસ્લિમાની પણ બેચાર વાર્તાએ તેમણે લખી છે. તેમાં તેમણે એવું પ્રતિપાદિત કર્યું છે કે જયાં ધર્મ જતા હોય, ધરણી જતી હાય, સ્ત્રી પર ઘા પડતા હોય, ત્યારે લડે તે રાજા અને ભાગે તે રાંક. ત્યારે અસહાય માણસને જીવના જોખમે આશા અપાતા અને તેમાં શાતિ કે ધર્મના વાડા આડે આવી શકતા નહિ ત્યારે આ રકોલરશિપ અમુક નાતનાઓ માટે” એવી ભાવના નહેાતી. ત્યારના સંતે પણ પ્રામાણિકતાથી જીવન વ્યતીત કરતા હતા, કોઈ પણ પ્રભને તેમને લલચાવી કે ડગાવી શકતા નહીં અને તેઓ ભારે સાત્ત્વિક પુરુષો હતા અને ધર્મ તેમના અણુએ અણુમાં પ્રસરેલા હતા. લેાકેાના હ્રદયના મહેરામણની, કે એને કાંઠે પડેલાં રત્નોની આપણને જાણ નહોતી, તેની જાણકારી આપણને મેઘાણીભાઈએ કરાવી. કવિ ઈસરદાનને દાખલેો ટાંકતાં, ઈસરદાન કહે છે કે, “જેનું દિલ ચાખ્યું છે તેના વર્ણ વિચારવાનેા ન હોય, વર્ણની મહત્તા નથી. પ્રહ્લાદ દાનવના – રાક્ષસના “પુત્ર હતા, પરંતુ આજે તેને બધા ભકત તરીકે ભારે છે.” આજની દુનિયાના માનવીને સેટો પ્રશ્ન એ છે કે આજના માનવી પોતાની જાતથી પણ એકલા પડી ગયા છે. તે ખૂબ જ મૂંઝાયેલા છે, તે હરાયા ઢોરની માફક ચારે બાજુ મે છે. આ રીતે આજે પશ્ચિમની દુનિયાના માનવીની મૂંઝવણની કોઈ સીમા નથી રહી. જ્યારે લેકસાહિત્યની દુનિયામાં “હું” ના ખ્યાલ જ નથી. તે પેાતાની અંદર પુરાઈ રહેતા નથી. મેઘાણીભાઈના સમયમાં બીજા પણ સારા કવિઓ હાવા છતાં, ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય કવિનું બિરુદ શા માટે આપ્યું? ત્યારે ભણેલા અને અશિક્ષિત લોકો વચ્ચે ખાઈ પડી ગઈ હતી. મેઘાણીનાં કાવ્યોથી બધા પોતીકા લાગવા માંડયા. રાષ્ટ્રનાં બે મહત્ત્વનાં અલગ પડી ગયેલાં અંગેને સાંધવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું, માટે તેમને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર” કહ્યા. ત્યારે ગાંધીજી અને સરદારને બાદ કરતાં, લેાકેા માટે વધારે જાણીતા મેઘાણી હતા. ત્યારે લેાકા કહેતા, જેણે અમને અમારા સ્વરૂપનું ભાન કરાવ્યું છે, જેણે અમને નવા અવતાર આપ્યો છે, તે અમને પ્રિય જ હોય ને! શ્રી મનુભાઈના પ્રવચન બાદ શ્રોતાવર્ગમાંથી એક - બે પ્રશ્ન પુછાયા હતા. એક પ્રશ્નના જવાબમાં તેમણે આશા વ્યકત કરી હતી કે ગુજરાતી સાહિત્યમાં મેઘાણીનું સાહિત્ય ચિરંજીવ રહેશે. એમનાં પુસ્તકાના બંગાળી કે હિંદી વગેરે ભાષાઓમાં અનુવાદ થયા નથી કારણ કે મેઘાણીભાઈની ભાષા લોકભાગ્ય ભાષા હતી. એથી એનું રૂપાંતર કરી શકાય નહિ. રૂપાંતર કરીએ તે મૂળ ભાષાની જે ખૂબી હોય તે નષ્ટ થઈ જાય. જે ત્યાર બાદ ખ્યાનમાળાના પ્રમુખ ડૉ. રમણલાલ શાહે, શ્રી મનુભાઈ પંચેાળીએ મેઘાણીભાઈના લેકસાહિત્યને વિશદ રીતના પરિચય આપ્યો. તે માટે સંઘ વતી તેમને આભાર માન્યો હતો. સંકલન : શાન્તિલાલ ટી. શેઠ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy