SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૯-૭૩ * વૃદ્ધ જીવન લાકશાહી, રાજકીય પક્ષે અને નાગરિકે [ સંઘ સંચાલિત વ્યાખ્યાનમાળામાં સંસદસભ્ય શ્રી પુરુષોત્તમ માવળંકરે આપેલા વ્યાખ્યાનને સારભાગ અહીં પ્રગટ કરવામાં આવ્યા છે. પક્ષોએ જાણે કે આ રસમ જ લીધી છે. જુદા પ્રવાહમાં હિમ્મતપૂર્વક ચાલતા રહેવાની કોઈ પક્ષમાં તૈયારી દેખાતી જ નથી. પરિણામે આમાં એટલી સેળભેળ થઈ ગઈ છે કે નિર્ભેળ પક્ષ જોવા મળતા નથી. લોકશાહીમાં હારજીત કંઈ મેાટી વાત નથી, પરંતુ લોકશાહીની નિષ્ઠામાં આપણે કેટલા પ્રયાસ કર્યો એ મહત્ત્વનું છે. જોકે લાકશાહીની પરંપરાને જિતાડવાના પ્રયાસ કરવાને બદલે અને કોઈ આચારસંહિતા પાળ્યા વગર તમામ પક્ષે આજે અટ્ટહાસ્ય કરે છે એ યોગ્ય નથી. લાકશાહી કેવળ ચૂંટણી લડવા કે હારવાની પ્રક્રિયા જ નથી, એ જીવન માટેની રસમ, પદ્ધતિ, ફિલસૂફી, આદર્શ છે. એમાં અધ્યાત્મનાં તત્ત્વ પણ છે. વ્યકિતમાં કશુંક સારું છે તે તે સમાજન લાભ માટે વિકસવા દેવું જોઈએ. સમાજમાં એની ફોરમ આવે એ લોકશાહી માટે સ્વાભાવિક છે. લોકશાહીના અંતિમ નિષ્કર્ષ તેના આદર્શ વગેરેમાં છે. લેાકશાહીના વિચારને સ્વરૂપમાં લાવવાનું એકમાત્ર પાસું ચૂંટણી છે. ચૂંટણી અનિવાર્ય હોવા છતાં પણ માત્ર ચૂંટણી થવાથી લોકશાહી આવી જાય છે તેવું નથી. લેાકશાહીનું વર્ણન કરવું સહેલું છે પણ તેની વ્યાખ્યા બાંધવી ગુશ્કેલ છે; કેમકે પ્રજાજીવનને કોઈ જડબેસલાખ ચોકઠામાં નાખી ન શકાય. લોકશાહીનો બીજો ઉપયોગ એ છે કે પ્રજા ગુસ્સા પણ ઠાલવી શકે છે. ચૂંટણીઓ વખતે આપણને આના ખ્યાલ આવે છે. એથી એની પ્રક્રિયા ચાલુ રહે છે. જો કે આજે એ લાકશાહીને આપણે સંકુચિત બનાવી દીધી છે. લોકશાહીનો અર્થ છે સંવાદ, વાતચીત, સુમેળ, વિરોધી, વિવિધ, વિચાર, શુદ્ર એને: ગ્રહ છે છતાં એમાં સુમેળ વવે જૉઈએ. આ લાકશાહી છે. સંઘર્ષમાંથી સહકાર આવે અને સહકારમાંથી સુમેળ ઊભા કરવા એ અનિવાર્ય છે. આ કુદરતી ક્રમ છે. લેાકશાહીનો મિજાજ, મસ્તી, આસ્વાદની ગેરહાજરી આજે આપણને વિવિધ ક્ષેત્રે સાલે છે. એ માટે પ્રયાસ થવા જોઈએ કે જેથી આ ગેરહાજરી દૂર કરી શકીએ. જો કે લોકશાહી વિચારના ભાવ આજે કુટુંબ વગેરેમાં પણ છે જ, રાજય એટલે સમાજ એ સમીકરણ લોકશાહીમાં ૨ાશકય અને ખતરનાક છે. સમાજ રાજ્ય કરતાં મોટો છે, વ્યાપક છે. લાકશાહીના આ વિચાર છે. લોકશાહી એ સમાજરીતિ છે અને રાજ્યતંત્ર પણ છે. રાજયતંત્રમાં રાજય, ધારાસભા, સંસદ, રાજકારણીઓ પણ છે. લોકશાહીનું હાર્દ સમજવા માટે દરેક નાગરિકે પેાતાના અંગત વ્યકિતગત જીવનના વિકાસ માટે કામ કરવું જોઈએ. સમાજના નાનામાં નાના માણસ શું માને છે, એને શું સ્પર્શે છે, ડંખે છે, શેને ટેકો આપે છે અને એમાંથી એને જે અભિપ્રાય આવે છે એમાં લાકશાહીનું હાર્દ છે એમ હેરોલ્ડ લાસ્કીએ કહ્યું છે. ‘ ન લિબર્ટી’ પુસ્તકમાં જહાન સ્ટુઅર્ટ મિલનું એક મઝાનું વાકય છે. કહેવાતા ૯૯ ડાહ્યા લોકો કરતાં પેલા કહેવાતા એક ગાંડો માણસ સારો, કેમકે એ વિચારે છે, એને સ્પંદન છે. એટલે જ માણસ સાથે એનું કેટલું ઉત્કટ અનુસંધાન છે એ લેાકશાહીમાં મહત્ત્વનું છે. લેકર્ડ એટલીએ કહ્યું હતું તેમ, “ steel voice of conscious ”. અંદરનાં અવાજને સાચી રીતે, સરળ રીતે મોકળાશ મળે એમાં લાકશાહીનું હાર્દ છે. ( લાકશાહીમાં રાજકીય પક્ષો અનિવાર્ય છે. પણ પ્રા. મેકીવર કહે છે કે લોકશાહી બીજી વ્યવસ્થાથી નાખી એટલા માટે પડે છે કે તેમાં જુદા જુદા ધ્રુવાહાને સાથે રાખવાની પ્રક્રિયા છે. લોકશાહીમાં અનેક પક્ષેા છે. જો કે આપણા દેશની લાકશાહીમાં આપણા રાજકીય પક્ષે! સ્વસ્થપણે વિકાસ પામ્યા જ નથી. 7 આ પક્ષોના કાર્યક્રમમાં આમૂલાગ્ર ફેરફાર દેખાતે જ નથી. આશરે દાયકામાં જ “સમાજવાદ જોઈએ છે.” લોકોને આર્જાવાની ૧૯૭ પક્ષ શા માટે? લેાકશાહીમાં લેાકોના વિચારોને વાચા આપવા માટે એની આવશ્યકતા ખરી. પક્ષમાં શિસ્ત જોઈએ પણ એને અતિરેક ન થવા જોઈએ. આજે તે! આવી શિસ્તના તિરેક થયા છે. આજે તે શિસ્તને નામે ખૂબ ચાલ્યું છે, ચાલુ છે, ચાલી રહ્યું છે. લેકશાહીને નામે રાજકીય પક્ષોએ બિનલેાકશાહી રીતરસમે અને જોગવાઈઓ ઘુસાડી દીધી છે. કોઈ પણ પક્ષ સમગ્ર નથી. તે માત્ર સમગ્રને જ એક શ છે. જો કે આપણે ત્યાં સમગ્ર રાષ્ટ્રને વિચાર પણ પક્ષીય રીતે જ થાય છે. આવું થાય છે તે લેાકશાહી માટે જોખમકારક નીવડે છે. માત્ર પક્ષને જ વિચાર કરવાથી એ પક્ષોમાં નિષ્પ્રાણત્વ આવી જાય છે. સા પર આવવું એ દરેક પક્ષનું લક્ષ્ય છે, પરંતુ સઘની સીડી દુષ્કર છે, મેટી છે. એ માર્ગે જતાં હાંફ પણ આવે છે. લેાકો સાથે રાજકીય પક્ષેાની કેટલી જીવાદોરી છે એ જોવું જોઈએ. રાજકીય પક્ષોમાં આજે ક્ષય પેદા થયા છે, કેમકે રાજકીય પક્ષો કાર્યકરોને અભ્યાસ નથી કરાવતા, લેાકોને સમજાવતા નથી. પક્ષના કાર્યક્રમાનું પ્રતિબિંબ પડવું જોઈએ, પણ તે થતું નથી. પક્ષોએ મતને વાચા આપવાની છે અને બીજી પાસથી મતને ઘડવાનું કામ કરવું જોઈએ. આજે વૈકલ્પ્ય પક્ષની ઝાંખી સુદ્ધાં થતી નથી, રાજકીય પક્ષોએ લોકોમાં વિશ્વાસ પણ ઊભા કર્યા નથી. એ બધાંને કારણે આજે ચામેર અંધારું દેખાય છે. નાગરિકતા બે પ્રકારની છે—બંધારણીય નાગરિકતા અને લેાકશાહી નાગરિકતા. બંધારણમાં જે અર્થ આપ્યો છે એ ઉપરાંત ડેનિસ થેમસને “ડેમેક્રટિક સિટીઝન” પુસ્તકમાં લખ્યું છે તેમ લેાકશાહી નાગરિકતા પણ એક મહત્ત્વના પ્રકાર છે. પણ આજે આપણે સર્વત્ર જોઈશું તે! આપણે બધા લોકો છીએ. આપણામાંના નાગરિક કેટલા? નાગરિકતાની સભાનતા આજે કયાં છે? આપણી ચાપાસ જે કંઈ બની રહ્યું છે એ અંગેની સભાનતા જોઈએ, કેમકે એ સભાનતા પર આપણેા આધાર છે. લેાકશાહી નાગરિકતા માટે ત્રણ શરતા છે: (૧) રાજયના કે નગરના પ્રશ્નોમાં એની સામેલગીરી કેટલી છે. લેાકેાનું સાર્વભૌમત્વ આજે ચૂંટણી ટાણે માત્ર પાંચ વર્ષ જ આવે છે! આ નહીં, પણ રોજ-બ-રોજના પ્રશ્નામાં ભાગીદારી જરૂરી છે. (૨) આ પ્રશ્ન અંગેની ચર્ચાવિચારણામાં ભાગ લેવાવા જોઈએ. આ બીજી ફરજ છે. સહિષ્ણુતા, સમજણશકિત આથી આવશે. શિકાગોમાં એક બેનરમાં લખ્યાનું યાદ આવે છે: “Bad men are elected by good men who do not vote ( ખરાબ લેાકો ચૂંટણીમાં સારા માણસેાથી જ ચૂંટાતા રહે છે કે જેઓ મતદાન કરતા નથી). (૩) તે તેણે મતદાનમાં ભાગ લેવે। રહ્યો જ. રશિયાના ખ્યાતનામ લેખક એલેકઝાન્ડર સેક્ઝેનિસ્તિન કહે છે તેમ માણસ જંગલી અવસ્થામાં હતા તેવે। જ આજે રહ્યો છે અને છતાં ઢાંકપિછાડો કરવા એણે નિતનવાં અનેકવિધ વસ્ત્રો પરિધાન કર્યા છે. આ સંદર્ભમાં એટલું ચૅક્કસ છે કે એક માણસ પણ નાગરિકતા માટે સતત કામ કરતા રહે તે ય તેણે લેાકશાહી માટે કામ કર્યું પુરુષોત્તમ માવળંકર કહેવાશે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy