________________
૧૦૬
પ્રબુદ્ધ જીવન
પર્યુષણ વ્યાખ્યાનમાળા
પર્યુષણ વ્યાખ્યાનમાળા આવી અને ગઇ. ચિત્ત પર અનેક પ્રકારનાં સંવેદના મૂકતી ગઈ. નવ દિવસ સુધી સતત શાનગંગામાં ડૂબવાનું, અનેક મિત્રને મળવાનું, સાથીએ સાથે રાજૅરાજ વિચાર વિનિમય કરવાને, બીજા દિવશ્વની વ્યવસ્થાને વિચાર કરવાના, કયારેક બપેારે કે સાંજે પણ ફરી મળવાનું - એમ કરતાં નવ દિવસ તા કર્યાય જલદીથી પસાર થઇ ગયા.
શ્રી નારાયણ દેખ઼ાઇએ પેાતાના પ્રવચનમાં ત્રણ ઢીંગલીની વાત કહી હતી. ત્રણે ઢીંગલી દેખાવમાં તથા બીજી બધી રીતે એક સરખી હતી છતાં એકની કિંમત એક પૈસા હતી, બીજીની કિંમત એક આના હતી, જયારે ત્રીજીની કિંમત એક રૂપિયા હતી. કોઇકે વેચનારને પૂછ્યું કે ભાઇ, આમ કેમ? તો એણે એક સળી લઇને ત્રણે ઢીંગલીના કાનમાં ખેસી બતાવી. પહેલીના કાનમાં સળી જંઇ જ ન! શકી. બીજીા કાનમાં એક બાજુથી ખાસી તે બીજી બાજુ આરપાર નીકળી ગઇ. જ્યારે ત્રીજીના કાનમાં નાખી તો પેટમાં ઊતરી ગઇ. માટે એની કિંમત વધારે હતી, કથા”નું તાત્પર્ય એમ હતું કે આવું જ્ઞાનસત્ર આપણને પ્રાપ્ત થાય એની સફળતાના આંક આપણા જીવનમાં કેવું પરિવર્તન લાવે છે; આપણા સ્વભાવમાં, આપણા બીજાએ પ્રત્યેના વ્યવહારમાં કેટલા ફેરફાર થાય છે, તેના પર આધાર રાખે છે. અમને લાગે છે કે આ પ્રવૃત્તિદ્રારા લેકીને સાચી દિશામાં વિચાર કરતાં કરવાનું કામ થઇ રહ્યું જ છે, અને અમારે મન એટલું પણ ઓછું નથી; એ જ એની ફળશ્રુતિ છે.
નવે દિવ૧ શ્રોતાઓના મુખ પર પ્રસન્નતાની ઝલક અમે જોઇ, બધા જ વકતાઓએ પણ આ પ્રવૃત્તિને બિરદાવી. સ્વાભાવિક રીતે જ . ઘણાખરા વક્તાઓએ સ્વ. પરમાનંદમાઇની યાદ પણ તાજી કરી. કેટલાક વકતાઓ સાથે મળવાના અને વિધવિધ વિષયો પર ચર્ચા—વિચારણા કરવાના અવસર પણ પ્રાપ્ત થયો.
વ્યાખ્યાનમાળાના આયોજનની વિચારણા ત્રણેક માસ પૂર્વે શરૂ કરી હતી. પ્રાધ્યાપક ડૉ. રમણલાલ શાહના વડપણ નીચે એક નાનકડી પેટા- સમિતિ બનાવી હતી. ઉત્સાહી સભ્યશ્રી પ્રવીણભાઇ, શ્રી કે. પી. શાહ, કામર જરીવાળા વગેરે, કોને કોને નિમંત્રણા મેકલવાં તેની યાદીએ બનાવીને લાવ્યા હતા. શ્રી ઉમાશંકર જોષીથી માંડીને અનેક નામેાની વિચારણા કર્યા બાદ, આશરે વીશેક નામેાની પસંદગી કરીને દરેકને નિમંત્રણા મેકલ્યા હતાં. જવાબા આવતા ગયા, તારીખા ગેાઠવાતી ગઇ, વિષયો નક્કી થતા ગયા અને વ્યાખ્યાનમાળાનો ઘાટ ગેઠવાતા ગયા.
રોજેરોજ સભાની શરૂઆતમાં પ્રાર્થના અને ભજન માટે જુદી જુદી વ્યકિતઓને નિમંત્રવાનું કામ શ્રીમતી રમાબહેન ઝવેરીને સોંપવામાં આવ્યું હતું અને તે આયોજન તેમણે સરસ રીતે કર્યું. વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન લેવાની અમે ડૉ. રમણલાલ શાહને વિનંતી કરી હતી અને તેઓ નવે દિવસ બરાબર સમયસર ઉપસ્થિત ૨હ્યા અને દરેક વકતાને પરિચય કરાવવાનું તથા સાંઘવતી આવકાર આપવાનું તેમ જ થયાં. જરૂર જણાય ત્યાં સમાલેાચના કરવાનું કામ તેમણે સરસ રીતે બજાવ્યું. પ્રથમ દિવસે તેમણે શરૂઆતમાં જ સ્વ. ઝાલાસાહેબને યાદ કરીને સ્મરણાંજલિ આપ્યા બાદ જ પ્રમુખ તરીકે સ્થાન લીધું હતું .
આ વખતે પ્રવચનના વિષયેામાં ઘણી વિવિધતા હતી. વકતાઓ પણ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાંથી આવ્યા હતા. ધૈર્યબાળા વેરાની નમ્રતા અને મૃદુતાએ શ્રોતાઓ પર સુંદર છાપ પાડી, ફાધર
તા. ૧૬-૯૭૩
વાલેસે તે પેાતાને ભગવાનના સેલ્સમેન તરીકે ગણાવ્યા. એમની મીઠી ગુજરાતી અને નિતાંત ભકિતભર્યા હૃદયનું શ્રોતાઓમાં અનેરું આકર્ષણ રહ્યું. પ્રાધ્યાપક રમેશ ભટ્ટ આપણે ત્યાં પહેલી જ વાર આવ્યા હતા. એમણે બે વાર કહ્યું કે, હું જે કહું છું તેને મને સ્વ – અનુભવ નથી થયા; તેમ છતાં એમણે ‘જીવનમાં શ્રાદ્ધાનું સ્થાન' એ વિષયની એકદમ સરળ શૈલીમાં જે છણાવટ કરી, તેથી શ્રોતાઓના દિલમાં તેઓ જરૂર શ્રાદ્ધાભર્યુ સ્થાન પામી ગયા. પ્રા. કાન્તિલાલ કાલાણી પણ પહેલીજ વાર આવ્યા હતા, ને ‘કુરળ’ એટલે શું એનું કુતૂહલ શ્રોતાઓમાં પહેલેથી જ રહ્યું હતું. પણ તેમના પ્રવચન પછી ‘કુરળ’ પુસ્તકની માગ એટલી વધી પડી કે અમારે અમદાવાદથી તાત્કાલિક ૫૦ નકલે મંગાવવી પડી. પ્રા. ૐ. રમણલાલ શાહે કર્મસિદ્ધાંતની સૂક્ષ્મ છણાવટ કરી અને છેલ્લે કહ્યું કે “બંધ સમયે ચિત ચેતીએજી, શે ઉદયે સંતાપ ?” શ્રી માવળંકરે લૅકશાહી, રાજકીય પક્ષો (પ્રશ્ન છપાયેલું તે છાપ- ભૂલ હતી.) અને નાગરિકા, પર પેાતાની લાક્ષણિક શૈલીમાં સુંદર પ્રવચન આપ્યું અને આજે દેશમાં આપણી લેાકશાહી ધ્યે ત્રિભટે ઊભી છે તે તાદશ કરી બતાવ્યું. શ્રીમતી મૃણાલિની દેસાઈએ તે મીરાંને મૂતિમંત કરી. મીરાં પર બેસતાં બેલતાં પેતે એવા તે એકાકાર થઈ ગયાં કે શ્રોતાઓ તે જાણે સદેહે મીરાંને જ જોઈ રહ્યા. વૈદરાજ પ્રાગજીભાઈએ ઘણી બધી ઉપયોગી વાતે સ્વાસ્થ્યને લગતી કરી. તેઓશીએ પેાતાના વકતવ્યમાં ચારપાંચ વાર સગૃહસ્થાને ઉદ્ધધન કર્યુ. સન્નારીઓની હાજરી તેએક્ષી કેમ ભૂલી ગયા હશે? શ્રીમનુભાઈ પંચાળી આપણે ત્યાં ચારપાંચ વર્ષના ગાળે આવ્યાં હતાં, તેમણે પણ યહૂદીઓ વિષે ઘણી માહિતીસભર વાતે તેમની આગવી રોચક શૈલીમાં કહી. શ્રીમતી શ્રીદેવી મહેતાએ ભજગોવિદમૈં ના એકત્રીસ પૈકી ઘણા શ્ર્લોકો પોતાનાસૂરીલા કંઠે ગાઈ બતાવ્યાં અને શ્રીી રોહિતભાઈએ તેનીચર્ચા કરીને બતાવ્યું કે શંકરાચાર્યના ભજગાવિંદમ્ માં આજના યુગને માટે ઉપયોગી એવું કેટલું બધું ભાણું ભરેલું છે. છેલ્લા દિવસના પ્રવચનમાં સંઘના પ્રમુખ શ્રી ચીમનભાઈએ આચારધર્મ પર પ્રવચન કરતાં ઘણી અંતરંગની વાર્તા કરી અને છેવટે એ નિષ્કર્ષ પર આવ્યા કે સમાજસેવા સામાન્ય વ્યકિત માટે આધ્યાત્મિક વિકાસના રાજમાર્ગ છે.
આ બધું આવું સુંદર રીતે ચાલ્યા કરતું હેય ત્યારે પણ અર્થપ્રાપ્તિની મારી ચિંતા ચાલ્યા જ કરતી હેાય છે. વધતા જતાખર્ચને પહેાંચીવળવા માટે આ વરસે ૨૫ હજારની ટહેલ નાખવી પડી હતી. અમને અંતેષ છે કે લગભગ ૧૯ હજાર સુધી પહોંચી ગયા છીએ. આ વખતે ઝાળીમાં નવે દિવસના થઈને લગભગ પાંચ હજારની પ્રાપ્તિ થઈ છે. પેપ્તના અમૂલ્ય સમયને ભેગ આપીને શ્રી બાબુભાઈ જી. શાહ અને શ્રીમતી નીર બહેન શાહ નવે દિવસ બે-અઢી કલાક સુધી ઊભાં રહે છે. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમ્યાન નવા ચાલીસ આજીવન સભ્યો બન્યા છે એ પણ અમારે માટે અત્યંત સંતેને વિષય છે.
છેલ્લા દિવસે ‘જન મન ગણ...' સાથે આખી વ્યાખ્યાનમાળા સાંગેાપાંગ કથા પણ ફેરફાર વિના પર પડી, ત્યારે અમે કૃતકૃત્યતા અનુભવી.
તા. ૬-૯-૭૩
ચીમનલાલ જે. શાહ સુબાધભાઈ એમ. શાહ
મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ