________________
પ્રબુદ્ધ જીવન
કુટુંબ તો રાજા જનકની પેઠે આસકિત વગર જ પેાતાની જીવનચર્યા ચલાવવાનું. અને હિંસા વગેરેના વિશેષ કારણરૂપ ધનસંપદા વગેરેની સામગ્રીમાં આસકિત નહીં રાખવાનું. આમ મારા વિચાર પ્રમાણે તો સદાચારનું ફળ પ્રત્યક્ષ જીવનમાં જ અનુભવાય છે. અને જન્માંતરમાં બે પુરિપુષ્ટ સંસ્કારનું ફળ સર્વહિતાવહરૂપે સર્વજનકલ્યાણરૂપે વા સર્વ સૃષ્ટિના કલ્યાણરૂપે જ દેખાતું રહે છે.
આ પ્રમાણે જ દુરાચારનું પ્રત્યક્ષા ફળ પણ દેખાયા વિના રહેતું નથી. કદાચ કોઈ સંયોગે દુરાચારી ધનવૈભવ વગેરેની સામગ્રીવાળા હોય તો પણ દુરાચારીનું ચિત્ત અશાંત, ભયભીત અને સદાસાશંક રહે છે. તેની અસર તેનાં સંતાન વગેરે સમગ્ર કુટુંબ ઉપર ચાને એ રીતે સમગ્ર સમાજ ઉપર પણ એવી જ થાય છે. એનું કોઈ મિત્ર નથી હોતું, એનામાં કોઈને વિશ્વાસ નથી હોતો, એની પ્રતિષ્ઠા પણ રહેતી નથી, માત્ર સ્થૂળ રીતે તે ધન વગેરે સંપતિવાળા હાવાથી ખુશામતિયા લોકો તેની ચાપલૂસી કરતા હોય છે અને તે દુરચારી તે લેકની ચાપલૂસીને પણ બરાબર સમજતો હોય છે. આ રીતે દુરાચારીને નિરાંતે ઊંઘ નથી, હોતી રોગોથી પણ ઘેરાયેલા હાય છે અને માનસિક તરફડાટ તે તેને નિરંતર સતાવતા રહે છે. તે કદી શાંતિ, પ્રસન્નતા ૨ાનુભવી શકતા નથી. ગામ, દુરાચારનું વ્યકિતગત ફળ વા સમૂહગત ફળ પ્રત્યક્ષ જ હાય છે. રાને જન્માંતરમાં પણ તે દુરાચારોનું શેાધન કર્યા વગર મરે તો દુરાચાર તેના પીછા છેાડતા જ નથી. પરિણામે તે નિરંતર પળેપળ અશાંત, અસંતુષ્ટ અને ક્રોધ વગેરે કાયાને લીધે ધમધમત રહે છે. હવે એ પ્રશ્ન થાય એમ છે કે સદાચારી ઘણેભાગે સ્થૂળરીતે ધનસંપત્તિ વિનાના કેમ હોય છે? અને દુરાચારી ઘણે ભાગે બહારની બધી સગવડતા ધરાવનારો કેમ હોય છે?
તી. ૧૬-૯-૭૩
કોઈ જાતની ફરિયાદ જ નથી. હવે જે કોઈ આવા ઉત્તમોત્તમ સદાચાર આચરી શકે એવા નથી તે પેાતાની શકિતની મર્યાદા પ્રમાણે સદાચાર નિશ્ચિતપણે આચરે છે, તે પણ ધનવૈભવ વગે૨ે બાહ્ય સુખસામગ્રીવાળા હોય જ એવા નિયમ નથી, પણ મર્યાદિત સદાચાર આચરનારનું ચિત્ત પ્રસન્ન, શાંત અને સમાધાનવાળું રહે છે. તેને આપત્તિ ન આવે એમ નથી, પણ એ આપિત્તને આપિા માનતો જ નથી. પૂ. ગાંધીજી જ્યારે નોઆખલીમાં પધારેલા ત્યારે તે પ્રવૃત્તિ! તેમને કષ્ટરૂપ લાગેલી વા તેઓએ તે પ્રવૃત્તિને પેતન અંતરના - સતના - વાજ્રરૂપે જ નહીં સ્વીકારેલી ? બીજા ધનવૈભવી લેકા કહેશે કે, જુઓ બિચારા ગાંધીને કેટલું બધું કષ્ટ ભાગવવું પડે છે? શું આ કષ્ટ તેમના પૂર્વના પાપના ઉદયથી આવી પડેલું એમ કોઈ કહી શકશે ખરો? હું ચોક્કસ માનું છું કે ગાંધીજી
ખલીમાં પોતાના મનમાં શાંત, સમ,ધિયુકત અને પ્રસન્ન જ હતા. પણ જે લોકો ગાંધીજીને નોઆખલીમાં રખડવું પડે એવી સ્થિતિને ઊભી કરનારા છે તેવા શ્રીમંત વૈભવી કે સામાન્ય લોકોને ગાંધીજી બિચારા દુ:ખી થાય છે એમ જ લાગવાનું, છતાં ગાંધીજી સદાચારનું ફળ નથી ભાગવતા? જરૂર ભેાગવે છે જ, અને તે પણ ધનવૈભવાદિરૂપે નહીં પણ મનના પ્રસાદ, કરુણાને ઉત્તમ રસ અને ઉત્તમ માનસિક સમાધાન, એ જ સદાચારનાં ઉત્તમ ફળ તેઓ માણતા હતા. અને એમના એ સદાચારની પ્રવૃત્તિની અસર પણ નોઆખલી વગેરેમાં લોકોનાં મન ઉપર પણ તેમની (લાકોની) ભૂમિકા પ્રમાણે થયેલી જ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સદાચારનો માનસિક સંસ્કાર જેના જીવનમાં છેક નાનપણથી પડેલા છે તે સંસ્કાર જ્યારે પરિપુષ્ટ થાય છે ત્યારે તેનું ફળ મન:પ્રસાદ, સમાધાન, શાંતિ વગેરે હોય છે, પણ ધનવૈભવ વા ઈષ્ટકાંતા વગે૨ે હાતા નથી, અને પુષ્ટ થયેલા સદાચારના સંસ્કાર કદી નિષ્ફળ જતા નથી, એટલે જ્યારે એ સંસ્કાર પાકે છે ત્યારે પ્રસન્નતા વગેરે વીતરાગતાયુકત સાત્ત્વિક સ્થિતિએ માણસને લઈ જાય છે. એક બ્રાહ્મણ કુટુંબના દાખલા મહાભારતમાં આવે છે. એમાં એમ જણાવેલ છે કે એક બ્રાહ્મણ કુટુંબ જમવા બેઠેલ છે, એવામાં બેત્રણ દિવસનો એક ભૂખ્યો દુર્બળ માનવી તેની પાસે આવે છે અને કહે છે કે, ત્રણ દિવસની લાંઘણ છે. એટલું સાંભળતાં જ તે કુટુંબના ચિત્તમાં કરુણા ઊભરાય છે અને બ્રાહ્મણના એક છેકરો પાતાના ભાગે આવેલ ભાજન તે દુર્બળ ભૂખ્યાને આપી દે છે, પણ તે ધરાતો નથી ત્યારે બ્રાહ્મણના બધા પુત્રો પોતપાતાના ભાગ પેલા ભૂખ્યાને આપી દે છે, છતાં તે તૃપ્ત થતા નથી, ત્યારે બ્રાહ્મણ પોતે જ પોતાની થાળી તેને આપી દે છે. આમ એ કુટુંબ તદ્ન વપવાસી રહીને પેલા ભૂખ્યાને સંતોષ આપે છે અને આ રાંતોષ આપતાં જે જાતની પ્રસન્નતા, સમતા, આમવત ્ સર્વભૂતેષુનો અનુભવ, તે બ્રાહ્મણકુટુંબ અનુભવે છે તે જ તેના આ સદાવરણનું ફળ છે. આ અંગે સ્થૂલદર્શીજડ મનુષ્ય કહેશે કે ભલે સકુટુંબ બ્રાહ્મણને ઉપવાસી રહેવું પડયું, પણ બીજા જનમમાં તે તે એક મોટા શેઠ શાહુકાર થશે યા રાજા થશે, એટલે ભલે આ જનમમાં તેને સદાચારનું ફળ દુ:ખરૂપે મળ્યું, પણ બીજા જન્મમાં તો તેને ખૂબ સાહ્યબી મળવાની છે અને તેવી ઉત્તમ સાહ્યબીને તે માણવાનો છે જ, અને જ્ઞાની કહેશે કે તે બ્રાહ્મણ પરિવારના, બીજા જન્મમાં ૨ પુષ્ટ સંસ્કાર વિશેષ પુષ્ટ થવાનો અને એ સંસ્કારદ્નારા તેઓ કરુણામય બની, સર્વત્ર સમતાને અનુભવ કરી, જે રીતે તેઓ પેાતાના બ્રાહ્મણના જન્મમાં વર્ત્યા હતા તેમ જ વર્તવાના અને તેમ કરીને સર્વાત્મભાવને અનુભવીને પ્રસનતા અનુભવવાના, અને કદાચ પ્રકૃતિની લીલાના કોઈ યોગે તેમની પાસે ધનસંપદા વગેરેની સામગ્રી આવી તે પણ તે બ્રાહ્મણ
૧૦૫
આ પ્રશ્ન જરૂર વિચારણીય છે, અને આ અંગે વિશેષ વિચારીને જણાવવા પ્રયત્ન કરીશ, પણ મારા વિચાર પ્રમાણે સદાચારનું ફળ ધનસંપત્તિ વગેરે તે નથી, અને દુરાચારનું ફળ ધનસંપત્તિ રહિત હાવાપણ' પણ નથી, જે ફળ છે તે બને વૃત્તિઓનું માનસિક પ્રસન્નતારૂપે ચાને માનસિક અપ્રસન્નતા રૂપે છે એમ મને લાગે છે. એટલે એમ તે કેમ કહેવાય કે સદાચારનું ફળ આ લોકમાં ન મળે તો જન્માંતરમાં મળશે અને દુરાચારનું ફળ પણ ! જન્મમાં ન દેખાય તો જન્માંતરમાં દેખાવાનું. આ લખાણ વાંચી વિચારી તમે તમારી પ્રત્યાઘાત અને જરૂર લખશે.
પંડિત બેચરદાસ સંઘ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના વકતાઓની * સ્વ. પરમાનંદુભાઇને અંજલિ પરમાનંદભાઈની યાદ સહેજે આવ્યા વિના રહેતી નથી. ફાધર વાલેસ પરમાનંદભાઈએ. જેનામાં સ્વસ્થ સમાજ નિમિત કરવાની આ પ્રવૃત્તિ શરૂ કરી હતી.
-ભંવરમલ સિધી. પેાતે જનધર્મના વર્તુળમાં રહ્યા, પણ લોકોને બીજા ધર્મના પરિચય કરાવવાનું મેટું કામ પરમાનંદભાઈએ કર્યું.
-મનુભાઈ પંચાળી પરમાનંદભાઈ આજે સ્થૂળ દેહે ભલે અહીં હાજર નથી, પણ પર્યુષણ વ્યાખ્યાનમાળાદ્રારા એ સૂક્ષ્મ રીતે જીવંત છે. સંયોજકોને હું હાર્દિક અભિનંદન આપું છું.
–રોહિત મહેતા આજે હું ઘણાં વરસે આવ્યાનમાળામાં આવ્યો છું તેનું કારણ યે!જકોના પ્રેમભર્યા નિયંત્રણ કરતાં પણ વધારે તે
પરમાનંદભાઈ છે.
-નારાયણ દેસાઈ