________________
તા. ૧૬-૯૭૩
૧૯૭૧ની સંસદની ચૂંટણીમાં દરબારાસિંગે સરદાર સ્વર્ણશિંગને સારી પેઠે મદદ કરી હતી. તેથી સ્વર્ણસિંગ વચ્ચે પડયા. પરિણામે જે તેડ કાઢ્યો તે વિચિત્ર છે. કોંગ્રેસ હાઇકમાન્ડે દરબારાસિંગને નિર્દોષ જાહેર કર્યા, પછી તેમણે પેાતાના હોદ્દાનું રાજીનામું આપ્યું. નિર્દોષ હાય તો રાજીનામું શા માટે? પંજાબ સરકારે સરકારી Ùારણે કામ લેવાનું હતું તેમાં કૉંગ્રેસ હાઇકમાન્ડ વચ્ચે કેમ આવે? તેવી જ રીતે પંજાબના રેવન્ધુ મિનિસ્ટર અને કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ સંડોવાયેલ હતા. બન્નેએ પાતાના હાદ્દાનું રાજીનામું આપ્યું. હવે પંજાબના મુખ્યમંત્રીએ બન્નેને નિર્દોષ જાહેર કર્યા છે અને કહેવાય છે કે બન્ને પેાતાના હાદ્દા ઉપર ફરી પાછા આવશે.
પ્રબુદ્ધ જીવન
કેન્દ્રના રેલવેપ્રધાન લલિતનારાયણ મિશ્રા નામી વ્યકિત છે. બિહારની ધારાસભાની એક કમિટીએ પોતાના અહેવાલમાં મિશ્રા કુટુમ્બની ઘણી વ્યકિતએ - રેલવેપ્રધાન હિતકાસી પ્રોજેક્ટના ઘણા કોન્ટ્રેકટોમાં ઊંડી રીતે સંડોવાયેલી જાહેર કરી છે. આોપા ઘણા ગંભીર છે. લલિતનારાયણ મિશ્રાના ભાઇ જગન્નાથ મિશ્રા જે બિહારમાં પ્રધાન છે તે પણ સંડોવાયેલ છે. લલિતનારાય મિશ્રો એક નિવેદનમાં કહ્યું કે તેઓ બધા ભાઇઓ જુદા છે અને તેમના ભાઇઓ અથવા અન્ય કુટુંબીજનોના કામકાજ સાથે તેમને સંબંધ નથી. લલિતનારાયણ મિશ્રા સામે બીજા પણ ઘણા ગંભીર આક્ષેપેા છે. પણ અગત્યની વ્યકિત છે. વિદેશવ્યાપારના મંત્રી તરીકે જે હદ્દો તે ધરાવતા હતા તે કારણે ચૂંટણી ફંડમાં મેગેટી રકમે ભેગી કરી શકતા. બિહારમાં પાડે મંત્રીમંડળને ઉડાવવામાં તેમણે આગેવાનીભર્યો ભાગ લીધેા છે. એટલે તેમને કોઇ આંચ નહિ આવે એમ લાગે છે. ઇંદિરા ગાંધીએ આ સંબંધે કાંઈ પગલાં લેવાં ધાર્યા હોય તેવું જણાતું નથી.
આવા ભ્રષ્ટાચારો ઉપર ઢાંકપછેડો થતા રહેશે તે! કેંગ્રેસ પક્ષને ભારે પડી જશે.
ભગવાનો અને યોગીઓ
થોડા દિવસ પહેલાં ટેલિવિઝન ઉપર ‘ઈલસ્ટ્રેટેડ વીકલી'ના મંત્રી શ્રી ખુશવંતસિંગના વાર્તાલાપ હતા. તેમને એક સવાલ એમ પૂછવામાં આવ્યો કે વર્તમાનમાં જેને રાફડો ફાટી નીકળ્યો છે એવા ભગવાના અને યોગીઓ વિશે તેમને શું અભિપ્રાય છે?થાડા મહિના પહેલો વીકલીમાં ‘ઝેડમેન ઓફ ઈન્ડિયા’ ઉપર લખાણા આવ્યાં હતાં, જેમાં આવી વ્યકિતાની સારી પેઠે ટીકા હતી. ટેલિવિઝન ઉપર ખુશવંતસિંગે કહ્યું કે તેમને પેાતાને આવી વ્યકિતઓ પ્રત્યે કોઈ આકર્ષણ નથી. પણ એક સામાજિક ઘટન! (Sociological Phenomenon) તરીકે આ વસ્તુની નોંધ લેવી પડે. તેમણે વિશેષમાં કહ્યું કે આમાંની કેટલીક વ્યકિતઓએ-ખાસ કરી સત્ય સાંઈબાબા ચાને સ્વામી મુકતાનંદના તેમણે ઉલ્લેખ કર્યો–કેટલાય લાડાને માનસિક શાન્તિ આપી છે અને રોગથી પીડાતા હતા તેમને સાજા કર્યા છે એ હકીકતની નોંધ લેવી ઘટે.
૧૦૩
ખૂબ કુશળ છે,અને યુરોપ-અમેરિકાની વિશિષ્ટ પરિસ્થિતિના લાભ લે છે એટલું જ કહેવાય. આવા યોગીઓથી આપણા દેશની સંસ્કૃતિને ગૌરવ મળે છે અથવા પ્રતિષ્ઠા વધે છે એવું હું માનતા નથી. આપણા દેશમાં જે વર્ગ છે તેમાં સ્વામી મુકતાનંદ, સત્ય સાંઈબાબા, દાદાજી જેવી વ્યકિતએ કેટલાક લોકોને માનકિ શાન્તિનું નિમિત્ત બન્યા છે તે ખરુ છે. મારા એક મિત્ર છે. આગેવાન વકીલ છે. ઘણા બુદ્ધિશાળી, તેજ સ્વભાવના. તેમનાં પત્ની એમ. એ. કે. તેમની તબિયત સારી ન રહેતી. બન્ને સ્વામી શુકતાનંદનાં ભકત બન્યાં છે. તેમના કહેવા પ્રમાણે તેમને સારી એવી માનસિક શાન્તિ અને સ્વારથ્ય મળ્યાં છે. મુનશી સત્ય સાંઈબાબાથી પ્રભાવિત થયા હતા. તેવી જ રીતે કમાણી કુટુંબ. આવી વ્યકિતઓ વિશે બે નોંધપાત્ર હકીકત છે. એક, તેમના અનુયાયી વર્ગ મોટે ભાગે પૈસે ટકે સુખી અને કેટલાક ઘણાં ધનાઢય. આ વર્ગની માનસિક સ્થિતિ – અશાન્તિની-શાન્તિ શાધતી હોય અને તેમાં આવી વ્યકિતએ નિમિત્ત બની. આને માટેની સાધના – જો કોઈ હોય તે – જરા પણ કઠિન નહિ. સુખી માણસને બધું પોસાય તેવું. આ મહાપુરુષો પોતે પણ એકંદરે સુખશીલ જીવન જીવવાવાળા,
રાવા ભગવાન અને યોગીએના બે પ્રકાર દેખાય છે. એક જેમણે વિદેશે।માં સ્થાન જમાવ્યું છે. હરેકૃષ્ણવાળા, મહેશ યોગી, બાલ ગુરુજી અને બીજા એવા ઘણા અમેરિકા - યુરોપમાં જામી પડયા છે. આ બધાએ મોટો આંતરરાષ્ટ્રીય વ્યાપાર શરૂ કર્યો હોય તેમ લાગે, લાખાના કુંડ ભેગાં કરાને ભાતભાતની જમાવટ કરે. આમાંના કેટલાને વિદેશી સહાય મળે છે અને શા હેતુથી તે કહેવું ગુશ્કેલ છે. ૧૬ વર્ષના એક યુવાન પાછળ હજારો માણસા ઘેલાં થાય અને ચાર્ટર વિમાના કરી મેટી સંખ્યામાં ભારત આવે તે આશ્ચર્યજનક છે. આ બધામાં સચી સાધુતા કયાંય દેખાતી નથી. પ્રચારમાં
બીજું, કુતૂહલ સિવાય, ખરેખર ગરીબોને આ મહાપુરુષો પ્રત્યે આકર્ષણ થયું હોય અથવા તેમણે ગરીબાની કાંઈ સેવા કરી હાય એવું નથી. જે કાંઈદેખાય છે તે નામની. સેવા એમના કાર્યક્રમનું અંગ નથી. મારા એક મિત્ર છે. બહુ સારા સામાજિક કાર્યકર્તા. થોડા મહિના પહેલાં શ્રી સત્યનારાયનું ગોએન્કાની શિબિરમાં ગયા. તેમના કહેવા પ્રમાણે ખૂબ માનસકિ શાન્તિ ન્લી, પરિણામે સેવાનાં બધાં કાર્યો છેડી દીધાં. હવે ધ્યાનમાં અને સ્વાધ્યાયમાં સય વ્યતીત કરે છે. મેં પૂછયું, આમ કેમ ? મને કહ્યું, સેવાકાર્યમાં બહુ શાન્તિ રહે છે. ખરી રીતે મનનું સ્વાસ્થ્ય અને શાન્તિ મળ્યાં હોય તો વધારે કુશળતાથી અને દઢતાથી સેવાકાર્યમાં લગની લાગવી જોઈએ. એ ખરું છે કે આવા કાર્યમાં ઘણી વખત અશાન્તિ થાય છે, મનને ઉર્દૂ ગ અથવા કલેશ પણ થાય છે. સાથીઓ સાથે મતભેદ થાય, ખોટા વિવાદ કે વિતંડાવાદ જાગે, ધાર્યું કામ થાય નહિ, અનેક વિના આવે અને સૌથી વધારે, જે વિરાટ દુ:ખસાગર ભર્યો છે તેમાં પેાતાનું કાર્ય બિન્દુ જેવું લાગે અનેકોઈ વખત નિરાશા થાય. તેથી જ કહ્યું છે : ‘સેવા ધર્મો, પરમનો પોશીનામવ્યયમ્ય: ' સેવાધર્મ પરમ ગહન છે, યોગીઓને પણ અગમ્ય છે. પણ આ ભગવાના અને યાગીઓની “સાધના”માં સેવાધર્મને સ્થાન નથી.
આામાંના કેટલાક ચમત્કારોનો આશ્રય પણ લે છે. સત્ય સાંઈબાબા, દાદાજી વગેરે આવા ચમત્કારો કરે છે. કંકુ નીકળે, કેટલીયે વસ્તુઓ આવી પડે, સાદું પાણી સુગંધી થઈ જાય કે નાળિયેરનું પાણી ખીર બની જાય. લાીલા મેાટા યોગી ગણાય છે. તેમની પાસે જાવ અને કોઈ લેખની માગણી કરો તા હાથની એક ઝપટ મારેં અને ટાઈપ થયેલ લેખ નુરત તેમન! હાથમાંથી સરી પડે. સાચી સાધુતા હોય ત્યાં આવા ચમત્કારાને સ્થાન નથી. રજનીશના શકિતપાત ગાંડપણના મેળા છે. ગેાઠવી રાખેલ વ્યકિતઓ ધૂણતી હોય તેમ લાગે.
એકંદરે મારો નમ્ર મત છે કે આ ભગવાનો અને યોગીઓ પાસેથી સાચું આંતરિક બળ કે પ્રકાશ મવાનાં નથી. કદાચ થોડો વખત મ્નને મનાવવાનું એક નિમિત્ત બને.
૮-૯-’૭૩.
ચીમનલાલ ચકુભાઈ