SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ કોંગ્રેસને ટેકો આપી રહ્યો છે તેનું વલણ કદાચ બદલાય. જનસંઘ, સ્વતંત્ર પક્ષ, હંસદના સ્વતંત્ર સભ્યો, આ બધાં જમણેરી બળેા છે. ઈન્દિરા ગાંધી ચાખાનો વેપાર હસ્તગત કરવાના નિર્ણય છેાડી દે તો તેમના ટેકા રહેશે. તેથી જ આ નિર્ણય કૉંગ્રેસ માટે દિશાસૂચક બનશે. કોંગ્રેસ મધ્યમમાર્ગી રહેવા ઈચ્છે છે કે ડાબેરી આગેકૂચ કરવા ઈચ્છે છે? વાતા તા બધી ડાબેરી જ કરવી પડશે, નહિ તો લોકોમાં ખળભળાટ થાય. કોંગ્રેસે આવી ઘણી મોટી મોટી વાતો કરી છે. ૨ાને કાર્યમાં શૂન્ય રહ્યું છે. ગરીબી હટાવો નારો ધીમા પડાય તેમ નથી. પ્રજાને ભ્રમમાં રાખવી જ પડશે. જો ચેાખાના વેપાર હસ્તગત કરવાના નિર્ણય કરે તેા વાત એટલેથી ટકશે નહિ, ઘણું આગળ જવું પડશે. કોંગ્રેસની એટલી તૈયારી છે? લેાકશાહી ઢબે એ બધું કેટલું થઈ શકે તેમાં શંકા છે. ઘણાં સખત પગલાં લેવાં પડે. The Congress is at the Cross-Roads. બન્ને બાજુ ખતરા છે. સરકાર જેટલું પેાતાના હસ્તક લે તે સેાનું હાયતા ય. કથીર થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે છે. વેપાર, ઉદ્યોગ, અંતે ખેતી—એ બધાંનું સરકારીકરણ ભગીરથ પુરુષાર્થ, ભાગ અને હાડમારી સહન કરવાની તૈયારી માગે છે. પ્રજા તેને માટે તૈયાર છે? સરકારની શકિત છે? ઔદ્યોગિક ક્ષેત્રે ઈજારાશાહી નાબૂદ કરવાની અને મોટાં ઉદ્યોગગૃહોનું વિસર્જન કરવાની ઘણી વાતો કરી. મેાનાપાલી મિશન નીમ્યું. લાઈસન્સિડેંગ પૉલિસી બદલી. પરિણામે ઉત્પાદન ઘટયું. સરકાર ગભરાઈ અને હવે ખુલ્લી રીતે નહિ પણ આડકતરી રીતે નમતું મૂકી રહી છે. સરકારની અણઆવડત અને મૂર્ખાઈથી અને વ્યાપક લોંગરુશવતને કારણે વેપારીા અને ઉદ્યોગવાળા ખૂબ કમાણી કરે છે, કાળાં બજાર વધે છે અને પાઘડીનો વળ છેડે આવે તેમ, આના બધા બાજો અંતે પ્રજાને માથે પડે છે. The consumer suffers. મોંઘવારી વધતી જાય છે. સરકારે ખૂબ અનિશ્ચિતતા ઊભી કરી છે. પરિણામે કોઈ વર્ગને સલામતી લાગતી નથી. ઔદ્યોગિક મજૂરો, સંગઠિત કામદાર સંધા, પેાતાનો જ સ્વાર્થ જુએ છે. ગામડાઓ અને ગરીબ પીલાય છે. સરકારે ચોક્કસ ચાર્થિક નીતિ અખત્યાર કરવી પડશે. There is no half-way house, Drift is ruinous. કર્યાં સુધી ઘસડાશું? દઢ નિર્ણયથી પ્રજાના વિશ્વાસ પ્રાપ્ત કરવા પડશે. બધા વર્ગોને રાજી નહિ રાખી શકાય. ૯-૯-’૭૩ ચીમનલાલ ચકુભાઈ પ્રકી નોંધ પ્રેસિડન્ટ નિક્સનના મહેલા ૧૯૬૮માં નિક્સન પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા ત્યાર પછીનાં ચાર વર્ષોં તેની ચડતીનાં હતાં, એટલે તેનાં અંગત ( અપ) કૃત્યો પ્રત્યે કોઈએ લક્ષ્ ન આપ્યું. ૧૯૭૨ માં મેટી બહુમતીથી ચૂંટાઈ આવ્યા અને એમ લાગતું હતું કે ચઢતીનાં સેાપાન વધતાં જશે. વેટરગેટે બધું ધૂળધાણી કર્યું અને નિક્સન તેના સાચા સ્વરૂપમાં બહાર કળ્યા. હવે બહાર આવે છે કે ૧૯૬૯માં, પ્રમુખ ચૂંટાયા પછી સુરત, એમણે બે મેી મિલકતા, એક કેલિફોર્નિયામાં અને બીજી ફ્લારિડામાં, ખરીદ કરી. આ ખરીદીની વિગતેા બહાર આવતી ગઈ અને ખૂબ આક્ષેપો થયા, એટલે ઘેાડા દિવસ પહેલાં નિક્સને નિવેદન બહાર પાડ], જેમાં સાચી હકીકતા આપવાના દાવા કર્યો છે. આ વિગતે પૂરી હાય કે નહિ, પણ જેટલું કબૂલ કર્યું છે તે પણ ચાંકાવનારું છે. કેલિફોર્નિયાની મિલકત ૧૫ લાખŽાલરમાં ખરીદ કરી. નિક્સન પાસે એટલા પૈસા હતા નહિ. એટલે ચાર લાખ ડૉલર રોકડા P તા. ૧૬-૯૭૩ પ્રબુદ્ધ જીવન આપ્યા અને ૧૦ લાખની પ્રામિસરી નોટ લખી આપી. ચાર લાખ આપવાના પણ ન હતા. એટલે એક કરોડપતિ “મિત્ર” પાસેથી જા લાખ ડૉલરની ૮ ટકાના વ્યાજે લેાન લીધી. ૧૦ લાખની રકમના પહેલા હપ્તે એક લાખ ડૉલર તથા ૧૦ લાખ ઉપરનું ૭૫ હજાર ડૉલર વ્યાજ ભરવાનો વખત આવ્યો. તે પણ ન હતા એટલે ફરીથી આ મિત્ર પાસેથી બીજી લેાન લીધી. આ બધી લેાને ભરપાઈ કરવાનું નિક્સનનું ગજું ન હતું. મકાન એક ભવ્ય મહેલ છે, જૂની સ્પેનિશ સ્ટાઈલનું. તેની ૩૦ એકર જમીન છે. તેમાંથી ૨૪ એકર જમીન ૧૨૫ લાખ ડૅલરમાં “વેચી’'. કોણ ખરીદ કરે? એ જ કરોડપતિ મિત્ર વહારે ધાયા. એટલે નિક્સનને ૨૫ લાખ ડાલમાં ૬ એકર જમીન અને ભવ્ય મકાન રહ્યાં. પણ આ મિત્ર બહુ પરગજુ છે. પોતે ખરીદેલ ૨૪ એકર જમીનને વિકસાવવાને કોઈ ઈરાદા નથી, પરિણામે નિક્સન તેને ભાગવટો કરી શકશે. આ મકાન ઉપર હજી ૨૬૫,૦૦૦ ડૉલરનું મેરગેજ છે, જે હપ્તાથી ભરાય છે. કોઈક પરગજુ મિત્ર કદાચ મળી રહેશે! કાંઈક આવી લેારિડાનું મકાન પ્રમાણમાં નાનું છે. તેની પણ જ કથા છે. તેના ઉપર ૧,૬૧,૦૦૦ૐલરનું મારગેજ છે, જે માસિક ૧,૩૯૯ ડાલરથી ભરપાઈ થાય છે. પણ આશ્ચર્યજનક વાત તો એ છેકે આ મકાનોમાં પ્રમુખ તરીકે નિક્સન સુખસાધનથી રહી શકે અને પ્રમુખ તરીકેની તેની સલામતી જળવાય તે માટે સરકાર તરફથી તે બન્ને મકાનમાં સુધારાવધાગ કરવા એક કરોડ ડૅારથી વધારે ખર્ચ કર્યુ છે, જેના લાભ અંતે નિક્સન કુટુમ્બને મગશે. ગરીબ બિચારા નિક્સન— વાર્ષિક બે લાખ ડૉલરના જ પગાર મળે છે—પ્રમુખપદ દરમિયાન બને તેટલું ભેગું કરી લે. આમાં બીજા ગાઢાળા કેટલા હશે એ તે કોણ જાણે? બધું અમેરિકામાં બની શકે, કારણ તેની અઢળક સમૃદ્ધિ છે. આ કરોડપતિ મિત્રની મહેમાનગીરી નિક્સન વારંવાર માણે છે. આ મિત્રે સરકારમાંથી કેટલા લાભ ઉઠાવ્યો હશે તે તે! ભગવાન જાણે. નિક્સન એટલા નગુણા નહિ હેાય કે મિત્રના ઉપકાર ભૂલી જાય. મિત્ર એટલા બધા પરોપકારી નહિ હોય કે તેમને બધા પરોપકાર નિક્સન ઉપર જ ઊતરે. કોઈ પણ નૈતિક મૂલ્યો જેને નથી એવી વ્યકિત આટલા શકિતાળીદેશના પ્રમુખ હાય તે દુનિયાનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ. નિક્સન અમેરિકન પ્રમુખ તરીકે ચાલુ રહે તેમાં માત્ર અમેરિકન પ્રજાના હિતાહિતના રાવાલ જ નથી, દુનિયાને તેની મેાટી અસર છે. લાંચરુશવત આમ અટકશે? પંજાબમાં શરણાર્થીઓ, હરિજનો અને જમીનવિહાણા ખેતમજૂરોને જમીન આપવાની હતી તેમાંના મોટા ભાગ રાજદ્વારી વ્યકિતઓ અને અમલદારો કેવી રીતે હજમ કરી ગયા તેની ચાંકાવનારી વિગતા પંજાબના ગર્વનર નીમેલ કમિટીના અહેવાલમાં બહાર આવી છે. ઘણી વ્યકિતઓ સંડોવાયેલી છે, તેમાં એક છે પંજાબ ધારાસભાના સ્પીકર દરબારાસિંગ. તેમની સામે થયેલ આક્ષેપોનો તેમણે સાફ ઈન્કાર કર્યો અને પેાતાના હાદ્દો છેાડવાની ના પાડી. આ પ્રશ્ન પંજાબ સરકારે હલ કરવાના છે, પણ શાસક કોંગ્રેસની આગેવાન વ્યકિતઓ સારી પેઠે સંડોવાયેલ હાઈ. વાત કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચી. સરકાર અને કૉંગ્રેસ પક્ષ બન્ને એક જ હોય તેમ ચાલે છે. કેન્દ્રના કાયદાપ્રધાનની સલાહ લેવામાં આવી. એમ કહેવાય છે કે શ્રી ગોખલેએ બધા કાગળા તપાસી દરબારાસિંગ દોષિત છે એવા અભિપ્રાય આપ્યો. પણ દરબારાસિંગ લાગવગવાળી વ્યકિત છે. પંજાબની કૉંગ્રેસ સરકારને અને ઘણા ધારાસભ્યોને ઉંઘાડા પાડવાંની ધમકી આપી. 2
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy