SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૭૩ પ્રબુદ્ધ જીવન આપણે સ્વચ્છ થઈએ છીએ તે રોગના જીવાણુઓ મરી જાય છે, જો રોગના જીવાણુઓને બચવીએ તે આપણે પોતે મરી જઈએ છીએ. અહિંસાનો અર્થ આપણે ઘટના પર લઈએ છીએ, જે ખોટું છે. હિંસાની વ્યાખ્યા પણ ઘટનાઓના સંદર્ભમાં કરીએ છીએ, એ પણ ખોટું છે. અહિંસા અત: ચેતનાની રમેક સ્થિતિ છે, અન્ત:ચેતનાની બીજી સ્થિતિ હિંસા છે. ૨ ધોરણે કબૂતર, નહિ મારવાને કારણે અહિંસક નથી, એ ધોરણે સિંહ મારવાના કારણે હિંસક નથી. - સિંહ વીરત્વનું પ્રતીક છે. અહિંસા વીરત્વની ચરમ સ્થિતિ છે. ક્રાધ, ધૃણા, ઈર્ષા, દ્રવને જીતવા માટે આપણે આપણી જાત સાથે ભારે સંઘર્ષ કરવો પડે છે - સાધક આ વાત બરાબર સમજે છે. પોતાનામાં રહેલા પશુન્યને પરાભવ કરવા માટે અમર્યાદિત પરાક્રમની, જરૂર પડે છે. • કાયર તે બે ક્ષણમાં મેદાન છોડીને ભાગી છૂટે છે. મહાવીર વિશ્વના પ્રતીક હતા. તેઓ મહાવીર (મહાન વીર) હતા, એમનું પ્રતીક સિંહ જ બની શકે. . - ભારે પરાક્રમ, જેની અભિવ્યકિત અહિંસામાં થઈ. જંગતના આ એક અભિનવ પ્રયોગની નિષ્પત્તિ પણ અભૂતપૂર્વ રહી, એના જ સંકેતરૂપે સિહ મહાવીરના વીરત્વનું પ્રતીક બન્યું . મૂળ હિંદી : ભાનીરામ વર્મા. (તી કર’ માંથી ) અનુ: શાંતિલાલ ટી. શેઠ 7 આરંભે શૂરા! , ઘણા લોકો આરંભે શૂરા હોય છે. શરૂઆત તેઓ ધમધડાકા સાથે કરે છે, પણ પછી થેડે ચાલીને અટકી જાય છે. પ્રારંભમાં એમને પોતાના કામમાં સફળતા મળે, પોતે જે કંઈ વિચાર્યું હેય એનો તે બરાબર અમલ કરી શકે, ધાર્યા નિશાન લઈ શકે અને એ સાથે પોતાના જીવનને જે દિશા આપવા માગતા હોય એ દિશામાં લઈ જઈ શકે, એવું થયા પછી એમનામાં એક જાતને આત્મસંતોષ આવી જાય એવું બને છે અને ત્યારથી ધીમે ધીમે એમની પ્રવૃત્તિને અને એમના જીવનને વિકાસ અટકી પડે એવું બને છે. ત્યાર બાદ જાણે કે જીવનમાં કશું નવું કરવાની એમનામાં તમન્ના રહેતી નથી, કોઈ નવું કામ પણ તેએા કરવાની બહુ ઈચ્છા કરતા નથી. એમનામાં એક પ્રકારની સ્થગિતતા અપાવી જાય છે. આ સ્થિતિ બરાબર નથી. માણસ પોતે જે સ્થાને પહોંચ્યું હોય ત્યાં ટકી રહેવા માગ હોય કે એ સ્થાનેથી આગળ વધવાની એની ઈચછા અને તમન્ના હોય તે એણે એક દકિત તરીકે વિકાસ સાધવાનું ચાલુ જ રાખવું જોઈએ. એ જ રીતે પોતાની પાસે આવતાં કામે કરવામાં પણ એણે સવિશેષ કાર્યદક્ષતા સાધવી અને કેળવવી જોઈએ. માણસના વિકાસમાં એવું કોઈ બિંદુ નથી કે જયાં આવીને એ અટકી જઈ શકે. જો એને માનસિક અને બીજો વિકાસ અટકી જાય તે પછી ધીરે ધીરે એનાં વળતાં પાણી જ થવાનાં એ નિશ્ચિત છે. ખાને અર્થ એ થયો કે હવે એ જ્યાં પહોંચે છે ત્યાં એને સંતોષ છે. એથી વિશેષ કંઈ કરવાનું એને જરૂરનું લાગતું નથી. આવા માણસને માટે પછી નીચે ઊતરવાને જ વાર આવે છે, પછી એનાથી કંઈ પણ નવી સિદ્ધિ સાધી શકાતી નથી. આપણને એવા ઘણા લોકો મળી આવશે, જેઓ પોતાનાં જીવનના શરૂઆતનાં વર્ષોમાં એક પછી એક શિખર સર કરતાં આગળ વધ્યા હોય છે અને પછી અટકી ગયા હોય છે. કેમકે એમણે પિતાને દકિતગત કે યાવસાયિક વિકાસ સાધવાની દિશામાં કંઈ - જ કરવા યોગ્ય માર્યું હોતું નથી. આ રીતે અમુક હદ સુધી વિકાસ પામીને આગળ વધીને, અટકી ગયેલાઓમાં એવા દાણા હોય છે, જેમનામાં પોતાની શકિત અને ક્ષમતાને વિકાસ સાધવાની તાકાત તો હોય જ છે. પણ આમાંનાં કોઈએ પિતાની શકિતને સંપૂર્ણપણે ખીલવી નથી હોતી. જો તેઓ પિતાની અંદર પડી રહેલી શકિતનો પૂરેપૂરો વિકાસ સાધવા માટે અવશ્યક પુરુષાર્થ કરે તે એમને જીવનમાં આગળ વધવાની, પ્રગતિ સાધવાની ઘણી તકો મળી રહે છે. માણસ જો ધારે તે પિતાને સતત 'વિકાસ સાધી શકે એવું એ કરી શકે છે. વિકાસની અને પ્રગતિની તકો અને માર્ગ અને મળી જ આવે નહિ, એવું બનવાને સંભવ ઘણે ઓછો છે.. : માણસને આંતરિક, માનસિક કે વ્યાવસાયિક વિકાસ અટકી પડે છે એની પાછળ વ્યકિતગત કારણે જ મોટેભાગે હોય છે. કેટલીક વાર માણસ એમ માનવા લાગે છે કે “પતાને જાણવું જ ઇએ એ બધું જ એ જાણે છે, આ માટે એને વધારે પુરુષાર્થ કરવાની જરૂર નથી. એને હવે પોતાની શકિતને વધુ ખીલવવાની જરૂર નથી.” આ રીતે વિચારવા લાગતો માણસ પછી પોતે નિક્રિય બની જાય છે અને એક પ્રકારના હાનિકારક એવા આત્મસંતેમાં રા ય ! કરે છે અને ક્રમશ: સભાનપણે જ એનું જીવન એકધારુ સ્થગિત અને ઉમંગ-ઉત્સાહ વિનાનું તેમ જ નીરાશ થવા લાગે છે. એવા પણ કેટલાક લોકો હોય છે કે એમને એમનો વિકાર: અટકી પડે છે એને ખ્યાલ નથી હોતો. અમુક સ્થાને પહોંચીને તેઓ ત્યાં એવી રીતે ચીટકી જાય છે કે પછી એમને જાણે કે જીવનમાં વિશેષ કંઇક કરવા જેવું લાગતું નથી. આ ઉષ્ણત, એવા પણ ઘણા લેફ હોય છે કે જેઓ જીવનમાં આગળ વધવા માટે, એમની પોતાની શકિતને સતત વિકાસશીલ રાખવા માટે આવશ્યક પુર્ણ અને પરિશ્રમ કરવા માટે તૈયાર નથી હોતા. માણસને આગળ વધવાની તક ન હોય એને લીધે એ નિષ્ક્રિય બની જાય અને એને વિકાસ રૂંધાઇ જાય એવું બની શકે છે, પણ - તત્કાલીન કેઇ. તક ન હોય એટલે જે માણસ પોતાનો વિકાસ અટકાવી દે તે એથી એ જે કામ કરતો હોય એ કામમાં પણ એ કયારેક પાછા પડી જવાનો સંભવ છે. અત્યારે જે ગતિએ પરિ. વન થઈ રહ્યાં છે, એમાં માર્ગ અને હંમેશનાં કામમાં પણ નવા નવા પડકારો ઊભા થયા હોય છે અને માસે પિતાને વિકાસ : અટકાવી દીધો હોય તે એ આવા પડકારોને યોગ્ય ઉત્તર આપી શકતા નથી, એ રીતે પણ એની પ્રગતિ અટકી જાય છે. એટલે આગળ વધવાની તક નથી, એમ કહીને નિષ્ક્રિય બની જવું કે પ્રમાદ સેવ એ હાનિકારક છે. માણસ છે. પોતે વિકાણ રાધવા માગત હોય તો એ ઘણું કરી શકે છે. દાખલા તરીકે, આપણે અત્યાર સુધી જે કામ ન ક હય, જેમાં રસ નહી હોય, એવા કામમાં કે પ્રવૃત્તિમાં રસ લઇ શકીએ છીએ. આપણી પર વધુ જવાબદારી લઈને પણ આપણી વિકાયાના ચાલુ રાખી શકીએ છીએ. આપણે બીજાના અનુભવમાંથી, બીજાના જીવનમાંથી પાક ઘણું ઘણું શીખી શકીએ છીએ. અમુક ચેકસ હેતુપૂર્વકના વાચન અને અભ્યાસ દ્વારા પણ આપણી સમક્ષ નવી ક્ષિતિજો ખૂલે એવું કરી શકીએ છીએ. આપણા રેજ-બ-રોજના અનુભવે આપણને આપણે વિકાસ સાધવાના નવા માર્ગો સાંપડી શકે તેમ છે. ' આપણે જીવનમાં કંઇક મેળવવા માગતા હોઇએ, આપણે આપણે આંતરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ સાધવા માગતા હોઈએ તે આપણે અટકી શકીએ નહિ, આપણા વિકાસની યાત્રા રડતત વાણશંભી ચાલી રહેવી જોઇએ. આ એક કામ એવું છે જે આપણે જ કરી શકીએ તેમ છીએ. આપણી વતી બીજો કોઇ આ કામ કરી શકે નહિ. આપણે છે. આ પુરુષાર્થ કરવા તૈયાર નહિ હોઇએ તો આપણે ધીમે ધીમે કટાઇ જઈશું અને આપણું જીવન નિરર્થક બની જશે. આપણે સતત વિકાસશીલ રહીને જ જીવનના સત્ત્વને અને જીવનના રસને જાળવી શકીશું. અનિલ શેઠ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy