SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. પ્રબુદ્ધ જીવન મધ બનાવતી મધમાખી અને મધમાં ફસાઈ જતી માખીઆ બંને વચ્ચે ઘણા મોટો ફરક છે. મોટા ભાગના લેકે મધમાં ફસાઈ જતા હોય છે, બહુ ઓછા લોકો મધ ચાખતા હોય છે અને એથી યે ઓછી સંખ્યાના લોકો મધ બનાવી શકતા હોય છે. આપણે આ ત્રણમાંથી પ્રથમ કક્ષામાં જ ટી પડતા હાઈએ છીએ; જિંદગીને મૂકી પણ નથી શકતા સ્વીકારી પણ નથી શકતા. જિંદગીની મીઠાશ આપણને આકર્ષે છે, પણ એ પાીએ એ પહેલાં એના અકળાવનારા, ગૂંગળાવનારા માહાલમાં ફસાઈ જતા હોઈએછીએ, બીજી કક્ષા પર પહોંપી શકે – માણસ જીવનના મધુને પાર્મી શકે, એના સ્વાદને માણી શકે તે પણ એ સદ્ભાગી ગણાય. આ ઘણું વિકટ છે. જીવનના મધુના સ્વાદ હમેશાં મીઠો નથી હોતો. એ કડવા – મીઠા હોય છે. એનાં થોડાંક કડવાં બિંદુએ। ચાખવા મળે કે જીવનથી પૂંઠ ફેરવી જનાર માણસ ભાગ્યે જ જિંદગીના મધુના સાચા સ્વાદ સુધી પહોંચી શકે છે. આટલે સુધી પણ જે માણસ પહોંચે એને જીવતાં આવડે છે એમ કહી શકાય. કારણ કે એ જિંદગીને ઓળખે છે, એજિદગીના સ્વાદને જાણે છે અને એની તમામ કડવાશ અને મીઠાશ સાથે તેને માણે પણ છે. જીવનના કડવા – મીઠા અનુભવા વચ્ચે આ માણસ ઉઘાડી આંખે જીવી શકતા હોય છે. એ જીવનને સમગ્રપણે જોતા હોય છે એટલે જ જ્યારે વિષાદની વસ્થા આવે છે ત્યારે તેને પાર પ્રસન્નતાની ક્ષણ છે એ પણ જાણી શકે છે અને જયારે પ્રસન્નતાની ક્ષણ આવે ત્યારે એ સાચા આનંદ છે કે પછી માત્ર નંદના આભાસ છે એ પણ જાણી શકે છે. થોડાક માણો। એથી યે આગળ જાય છે – એ છે જીવનનું મધુ સર્જનારાએ. આ પયગમ્બરો, સંતો અને મહાપુરુષોના પ્રદેશ છે ત્યાં ઈસુ, બુદ્ધ કે ગાંધીને પ્રવેશ મળતો હોય છે, રામકૃષ્ણ, વિવેકાનંદ અને અરવિંદ એમાં સ્થાન પામે છે, તેઓ જીવનને અર્થ આપે છે, જેને માટે જીવી શકાય એવી ક્ષણા રચે છે. જીવન વિશે આમ જ મનન કરીએ તે એ તે નિરવધિ છે અને જેની વિવિધ નથી એના વિશેના મનનો અંત કર્યો આવે? એટલે જ સમગ્રપણે જીવાતી અને જોવાતી જિંદગી જે જીવી શકાય તો ‘અંધારી ’ કે ‘ડાબલા ' વિના ગાળી શકીએ એવી થોડી ક્ષણા પણ આપણને મળે ખરી. આપણે આગળ ને પાછળ ગતિ કરતાં વાહનોને બદલે ઉપર અને નીચે ગતિ કરતાં વ્રુક્ષા બની શકીએ. -હરીન્દ્ર દવે મહાવીરનું પ્રતીક સિંહ શા માટે? મહાવીર અહિંસાના પૂજારી હતા છતાં તેમનું પ્રતીક હિંસક પ્રાણી સિંહ માનવામાં આવે છે. શાક અહિંસાના ઉપાસક હતા એમ છતાં તેના સ્થંભા પર સિંહની મૂતિઓ અંકિત થયેલી છે. ભારત સરકારનું પ્રતીક પણ અશાક સ્તંભ છે. શાન્તિ અને સહઅસ્તિત્વ આપણું ધ્યેય છે, એમ છતાં આપણુ રાજકીય ચિહન સિંહ છે. આ સ્થિતિમાં વિરોધાભાસ હોય તેવું લાગે છે. એનું કારણ શું? નહેરુ, શાન્તિના પ્રતીક તરીકે કબૂતરને માનતા હતા, તેમણે કબૂતર ઉડાડીને શાન્તિની ભાવના વ્યકત કરી . કબૂતર હિંસક નથી, પરંતુ શું તે અહિંસક છે? કબૂતર કોઈને મારતું નથી માટે તેને અહિંસક માનવામાં આવે છે. તે કોઈને વ્યથિત નથી કરતું તથા પોતે વ્યથિત થાય છે ત્યારે પણ લાચાર સ્થિતિમાં મરી જાય છે. YO તા. ૧-૯-૦૩ કબૂતરની અહિંસા અનાક્રમક, શાંત અહિંસા છે. શકિતહીન કબૂતરની અનાક્રમકતામાં કોઈ સિદ્ધાન્ત નથી, પરંતુ તેની દુર્બળતા વિરકિત જ હેતુરૂપ છે, એના દર્શન ૧૯૬૨ માં થયા, જ્યારે નહેરુજીની કબૂતરના ચિહ્નવાળી અહિંસાની પાંખો ચીની આક્રમણખારોએ તેાડી નાંખી. અહિંસા હારતી નથી અને જો હારે તે તે અહિંસા નથી, કંઈક બીજું જ છે. અનાક્રમણ એ અહિંસા નથી, અને આક્રમણ માત્ર હિંસા નથી. કોઈને મારવાી હિંસા નથી થતી અને કોઈના ન મરવાથી અહિંસા નથી થતી. મરવું એ એક ઘટના છે. અને નહિ રવું તે ઘટનાનું નહિ બનવું છે. અહિંસા એટલે કંઈક કરવું કે કંઈક ન કરવું એમ નથી, તે ક્રિયા તેમ જ અક્રિયા નથી. અહિંસાના અર્થ છે, દ્ર ષ, ધૃણા, ઈર્ષ્યા, શાષણ, દમન, પીંડનની ભાવનાના ત્યાગ. એ અહિંસા નથી, એ અહિંસાનું નકારાત્મક પાસું માત્ર છે. ક્રિયાત્મક હિંસા છે . પ્રેમ. સર્જનના હાથે કોઈ મરી જાય છે, પણ તે હિંસક નથી કહેવાતું ડાકુના હાથે ઘાયલ થયેલ કોઈ બચી જાય છે તો પણ તેને હિંસક કહેવામાં આવે છે. ઘટના એક છે, પરંતુ અન્ત:સ્થિતિ બે છે. પ્રથમ અન્ત:સ્થિતિમાં અહિંસા છે, બીજીમાં હિંસા છે. આલિંગન પુત્રી સાથે પણ કરવામાં આવે છે અને પત્ની સાથે પણ. પ્રથમમાં વાત્સલ્ય છે, બીજામાં વાસના છે. બીજામાં પણ કાયમ એક જ અંત:સ્થિતિ નથી હોતી. કયારેક સહાનુભૂતિ, કયારેક કરુણા, કયારેક સાંત્વન, કયારેક સૌંદર્યનુરાગ અને કયારેક કામાકર્ષણ હોય છે. આપણે ઘટનાઓને પ્રમાણ માની લઈએ છીએ, એ વાત ખોટી છે. જેમ કબૂતરની શાન્તિ દુર્બળતાની શાન્તિ છે, વિરકિતની શાન્તિ છે. એ અવાંચ્છિત છે, ગલત છે. સિંહ આક્રમણ કરે છે, મારે છે, ખાઈ જાય છે. મારવું, ખાવું, એ ઘટના છે. ઘટના, હિંસા નથી, અહિંસા પણ નથી, એ માત્ર ઘટના છે. ને મારે છે એટલા માટે કે તેને ભૂખ લાગી હોય છે. તેના આહાર સામે હોય છે. તે એ હારને ખાય છે, જેમ આપણે શાકભાજી કાપીને ખાઈએ છીએ: શાકભાજીમાં પણ જીવ છે, તે પણ તે આપણા ખોરાક છે. એ શાકભાજી પર આપણને ધૃણા નથી, દ્વેષ નથી, એની જીવનસત્તાનું આપણને દર્શન પણ નથી. એની પ્રતિ આપણી કોઈ એવી અન્ત સ્થિતિ નથી જેમાં અહિંસાહિંસા જેવું કંઈ હેઈ શકે. આપણે એનાથી બચી શકતા નથી. માંસ છેડવાવાળા ફળ અને શાકભાજી ખાય છે. એમાં પ્રત્યઃ પ્રાણસત્તા છે. એને કોઈ છેાડી દે,તો જેને આપણે નિર્જીવ માનીએ છીએ, એ ખનિજોમાં પણ જીવસત્તા છે. લેાઢ અથવા કાચના ટુકડામાં પણ જીવસત્તા છે. પાણીમાં દરેક પરમાણુમાં પણ જીવસત્તા છે. પ્રણ સત્તા અને દ્રવ્ય, અનન્ત કાળથી એકમેક છે. આ દષ્ટિથી પૂર્ણ અહિંસાના અર્થ પૂર્ણ જીવન રહિત સ્થિતિ થાય. પાપણ હલાવવા સાથે, શ્વાસ લેવા સાથે ગણિત અદ્રશ્ય જીવાણુઓ મરતા હે.ય છે. જો મરવું એ હિસ.ોય તે રોકી શકાશે નહિ. અને જો મરવામાં કારણ બનયું એ હિંસા હોય તે તે પણ રોકી શકાશે નહિ.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy