________________
તા. ૧–૯૭૩
પ્રબુદ્ધ જીવન
જીવનની ગતિનું પરિમાણુ
હવે ‘ઘાણીના બળદ ’નો મહાવરો કદાચ શહેરના લોકો ભૂલી જવા આવ્યા છે, ‘ઘોડાના ડાબલા ' એ પ્રયોગ થોડીઘણી ધોડાગાડીઓ ચાલે છે ત્યાં સુધી શહેરના લોકોને યાદ તા રહેશે. પણ એકાએક જ જો કોઈ કહે કે આ બળદ અને ઘેાડાએ પાતાની અંધારી અને ડાબલા માણસને વારસામાં આપ્યા છે તે કદાચ આપણે એ ન પણ માનીએ
કારણ કે આપણે ખુલ્લી આંખે ચાલીએ છીએ, જવું હાય ત્યાં જઈએ છીએ, જોવું હાય તે જોઈએ છીએ. હવે તકલીફ હીં જ છે; જવું હોય ત્યાં જ આપણે જઈએ છીએ અને જોવું હાય તે જ આપણે જોઈએ છીએ.
સવારે ઘેરથી નીકળીએ ત્યારે અણજાણતાં જ આપણા પગ નિર્ધારિત વળાંકે વળે, ચોક્કસ સ્ટેશને કે ચે!ક્કસ બસસ્ટોપ પર આવીને ઊભા રહે, એવું નથી બનતું? આપણે ગમે તેટલા વિચારમાં હાઈએ તે પણ જોઈતા નંબરની બસ આવે ત્યારે કતાર સાથે આગળ ચાલતા જ હોઈએ છીએ.
પણ ક્યારેક આપણે આ સવાલ આપણી જાતને પૂછવા જોઈએ: ઘેરથી સ્ટેશન સુધી રસ્તામાં પરિચિત અને અપરિચિત કોઙ્ગ કોણ માણસા સામે મળ્યા, એ આપણને યાદ છે ખરું? આપણી પાસે ટ્રેનમાં કોણ ઊભું હતું અથવા સામે કોણ બેઠું હતું એની સાંભરણ છે ખરી? બસના કંડકટરનું માં આપણે જોયું હતું? – આ તા એક તરફ ગયું, આપણે ત્યાં આવતા દૂધવાળા ભૈયા, છાપું આપી જતા છોકરો કે ફૂલ આપી જતા માળી, એ આવતી કાલે ઉત્સવનાં વસ્ત્રોમાં જ તમને સામા મળી જાય તો તમે એને ઓળખી શકો ખરા? કદાચ તમે એમને દીઠે ઓળખી શકો તો પણ ખરેખર એને ઓળખો છે? તમારી સાથે રોજ બેસી બજારના ખબર છનાર, રાજકારણની ચર્ચા કરનાર પડોશી કે ટ્રેનના મુસાફરનું નામઠામ તમે જાણતા હા, છતાં ખરેખર તમે કશું જાણે છે ખરા?
આ પ્રશ્નાના ઉત્તર બે રીતના મળશે.
એક કહેશે, હા, આ ‘ક’તે અમારા ખાસ દોસ્ત; ગુલાબી માણસ છે...
બીજો કહેશે કોણ ?‘ક’? હા, એ મને અવારનવાર ટ્રેનમાં મળી જાય છે, પણ એ કર્યાં રહે છે, શું કરે છે, એની મને ખબર નથી.
આમાં પ્રથમ ઉત્તર આપનાર ધાણીના બળદની માફક ગાળગાળ—પોતાના એકમાત્ર ચક્કરમાં ફરનારા માણસના છે; પાતે ચાલે છે એ ચૌલાની આજુબાજુ પણ કયાંક પગ સૂકી શકાય છે એના એને ખ્યાલ નથી હોતા.
બીજો ઉત્તર આપનારાની ગતિ ઘેાડાના ડાબલાઓની યાદ અપાવે છે. એ સીધે રસ્તે ચાલ્યા જાય છે; કશું જ આડુંઅવળું જોયા વિના એ આગળ કે પાછળ ગતિ કરે છે.
પરંતુ કયારેક કોઈ પાસેથી આપણને ત્રીજો ઉત્તર પણ મળશે. એ કહેશે
‘હું સવારે ઓફિસ જવા નીકળ્યા ત્યારે આકાશમાં કેટલાંક વાદળાં કંઈક એવી મઝાની આકૃતિ રચતાં હતાં કે હું એક ક્ષણ રોકાઈ ગયા! અરે, રસ્તામાં એક માણસ કંઈક વિચારમાં ને વિચારમાં જતા હતા, આંગળીના વેઢા ણતો હતા અને મનમાં ને મનમાં બબડતા હતા... બે બાળકો નિશાળે જતાં હતાં ત્યારે ટીચર આજે છેલ્લા ત્રણ દિવસી પહેરે છે એ જ બુશશર્ટ લાવશે કે બદલશે એ વિશે શરત લગાવતાં હતાં; પાડોશીના બગીચામાં લાલ કરેણ ઘણી બધી ઊગી છે પણ ગુલાબ હમણાં સારાં દેખાતાં નથી!'
២
૯૭
આવા જવાબ આપનાર માણસ પોતે ઉઘાડી આંખે ચાલે છે એવા દાવા કરી શકે.
ડોકટરો તેમના વ્યવસાયમાં પડયા હોય, પણ એની બહાર પણ કોઈ જીવન વસે છે તેનાથી અજાણ હાય! સાહિત્યકારો પોતાના ચાકાને લક્ષ્મણરેખા ગણી એની બહાર પગલું મૂકવા હિંમત કરતા ન હાય, વકીલે કોર્ટકચેરીની દુનિયામાં જ મશગૂલ હોય !
જ્યારે આવું બને છે ત્યારે માણસ નિત્યક્રમ જીવતા હોય છે, જિંદગી નથી જીવતા હોતા!
આ જિંદગી કઈ રીતે જીવી શકાય? અથવા આપણને ઘાણીના બળદ કે ડાબલાવાળા ઘેાડાની પંગતમાંથી ત્રીજી પંગતમાં મૂકી શકે એવા ઉત્તર આપણે કઈ રીતે આપી શકીએ?
જિંદગી જીવવાની કે જીતવાની કોઈ જડીબુટ્ટી નથી. શ્વાસ લેવાના કોઈ ઈમ નથી; નજરને વિસ્તારવાનો કોઈ કસબ નથી. એટલે જ ઉપરના પ્રશ્નાના સ્પષ્ટ ઉત્તરો તમને ભાગ્યે કયાંયથી મળી. શકે !
સેન્ટ એંગસ્ટિનને કોઈએ પૂછ્યું: ‘સમય શું છે?' તેમણે કહ્યું: ‘આમ તો મને ખબર છે, પણ તમે પૂછે છે ત્યારે જાણે કશું · જ નથી જાણતા એમ લાગે છે!'
જિંદગીનું પણ કંઈ આવું છે. ‘જીવવું શું ’ એની વ્યાખ્યા બાંધવા બેસે અને એ કાં ચંચળ બની સરી જાય, અથવા મૃત બની પડી રહે. એ બેમાંની કોઈ પણ લાગણી જીવવાની વ્યાખ્યા બની શકે નહિ.
પશ્ચિમમાં કેટલાક લોકો એક ક્રૂર રમત રમે છે. એ છે પતંગિયાને પકડી આલ્બમ બનાવવાની. તેઓ રંગબેરંગી પતંગિયાને મહામુસીબતે પકડે છે અને પછી આલ્બમનાં પાનાં પર તેઓને પીન વતી જકડી દે છે.
આલ્બમનાં પાનાં પર જે પીન વતી જડાઈ જાય છે એ પતંગિયું હોય છે? ના, પતંગિયું તો એના જીવનમાં છે, એની ચંચળતામાં છે, આમથી તેમ ઊડતી તેની ગતિમાં છે. પીન સાથે જે જડાય છે તે માત્ર રંગો છે. હા, માણસ પેાતાના હાથે ક્યારેય પૂરી ન શકે એવા કુદરતના ગંગાની લીલા અદ્ભુત અવશ્ય હોય છે, પણ એને તમે આલ્બમનાં પાનાં પર મઢો ત્યારે એમાંનું જીવન બાદ થઈ જતું હાય છે.
જિંદગીનું પણ આવું જ છે.
જિંદગીને તમે વ્યાખ્યામાં જકડવા જાએ! એટલે માત્ર રંગા જ રહે છે, ગિત નથી રહેતી.
જિંદગીને યથેચ્છ વિહરતી જોવામાં જે મઝા છે, એ જિંદગીને વ્યાખ્યામાં પૂરવામાં મળતી નથી. તમે ઊડતા પતંગિયાને જોઈ પ્રસન્નતા અનુભવી શકો, પણ આલ્બમ પર જડેલા પતંગિયાને જોઈને તો ઉદાસ જ થઈ જવાય.
ઉઘાડી આંખે ફરનારા માણસ પાસે જિંદગી કોઈ રહસ્યમય પુસ્તકનાં એક પછી એક ઊઘડી રહેલાં પાનાં જેવી બની જાય છે. તમારો રસ એમાં વધતો જ રહે છે. એક પછી એક પાનું કયારે ખૂલશે એની ઈન્તેજારી વધે છે અને પ્રત્યેક નવી ઘટના –સારી કે નરસી – જીવનના કોઈક નવા અર્થ આપી જાય છે.
એક લેખકે કહ્યું હતું: મોટા ભાગના લેખકો મધમાં ખૂંપી ગયેલી માખી જેવા હાય છે. જીવનનું મધ ઘણું મીઠું હોય છે, પણ તેને પીવાના પ્રયત્ન કરીએ ત્યારે આપણે અંદર ને અંદર ખૂંપતા જતા હોઈએ છીએ. એની મીઠાશને આપણે રાહતા હોઈએ છીએ, પણ એ મીઠાશ પામવા માટે ગૂંગળાવું પડે છે, ફસાઈ જવું પડે છે, અને પછી એમાંથી મુકિત હોતી નથી.