SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૭૩ (3 સર્વક્ષેત્રી વ્યકિતત્વ -3 કોઈ વ્યકિત શેરબજારમાં દલાલી કરતી હોય અને કવિતા પણ લખતી હોય તે જાણીને આપણને નવાઈ લાગે છે. | શ્રી. રોબર્ટ મેકનામારાને યુદ્ધને રચેથી ઉપાડીને સીધા વિશ્વબેંકની આર્થિક કડાકૂટ કરવા માટે મૂકી દેવામાં આવ્યા હતા અને તેમણે એ કામગીરી સુંદર રીતે બજાવી છે. આંતરરાષ્ટ્રીય નાણાભંડળના નવા મેનેજિંગ ડિરેકટર તરીકે તાજેતરમાં નિમાયેલા . એચ. જે. વિટ્ટવીન હોલાન્ડના નાણાપ્રધાન હતા, પરંતુ એક જમાનામાં તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કરવા તૈયારી બતાવી હતી અને તે પછી સૂફીવાદમાં માનનારા ર્ડો. વિક્વીન જગતના સર્વ ધર્મો સમાન છે તેવી ચળવળમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા છે તે વાત ઘણા જાણતા નથી. ડે, વિટ્ટ વીન ગૂઢ જ્ઞાનમાં માનનારા છે. લેકમાન્ય ટિળક જયારે નવરા પડતા ત્યારે ગીતાનું ભાષ્ય લખવા ઉપરાંત બાળકેનાં રમકડાંનું ઈજનેરી જ્ઞાન પણ મેળવતા હતા. મહાત્મા ગાંધીજીએ રાજકારણ ઉપરાંત આરોગ્યને કોત્રે નિસર્ગોપચાર અને કેળવણીને ક્ષેત્રે બુનિયાદી તાલીમના વિચારો વહેતા મૂક્યા હતા. રશિયામાં એવા ઘણા નેતાઓ થઈ ગયા જે સર્વક્ષેત્રી જ્ઞાન ધરાવતા હતા. કાર્લ માકર્સ અને લેનિન વિશે કહેવાય છે કે તે બન્ને અર્થશાસ્ત્રી, લશ્કરી નેતા, ફિલોસેફર, રાજકારણી અને સમાજશાસ્ત્રી હતા. રશિયન સામ્યવાદી પક્ષને ઈતિહાસ લખનારા એક રશિયન અર્થશાસ્ત્રી ઈતિહાસકાર તે હતા જ, પણ સાથે ખેતીવાડીનું ઉત્તમ જ્ઞાન ધરાવતા હતા. નવાઈની વાત એ છે કે રશિયામાં આ પ્રકારે સર્વોત્રી જ્ઞાન ધરાવનારા ઘણા નરબંકડા પાકી ગયા છતાં મેના નૃવંશશાસ્ત્રી અને જીવશાસ્ત્રી ડૉ. ઝેર્સ એ. મેડવેડેવને પાગલ ગણીને રશિયાની એક માનસચિકિત્રાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના ઉપર આરોપ હતો કે “તેઓ સ્કીઝોફ્રેનિયાથી પીડાય છે અને તેમની પ્લીટ પર્સનાલિટી રશિયા માટે ભયરૂપ છે.” માનવી અસંગત વાતો અને વર્તન કરે ત્યારે તેને સ્કીઝોફેનિયાને રોગ થયો છે તેમ માનચિકિત્સાની ભાષામાં કહેવાય છે. પિતાનું જે પ્રચલિત વ્યકિતત્વ હોય તેનાથી વિપરીત પ્રકારનું કે તેનાથી વેગળા પ્રકારનું વર્તન કરનાર વ્યકિતને સપ્લીટ પર્સનાલિટીવાળી વ્યકિત કહેવામાં આવે છે. એક જ ક્ષેત્રમાં એક માનવીનું વ્યકિતત્વ ઝળકી શકે અને બીજા ક્ષેત્રમાં તે વ્યકિતત્વ ન ઝળકે તેમ માની લેવાની જરૂર નથી. અગર તેમ કરવાથી તેની શકિત છિન્નભિન્ન થાય છે તેમ પણ માની શકાય નહિ. ઘણા ડોકટરો કવિ હોય છે અને વેંકટરીના વ્યવસાયમાંથી વિસામે લેવા તે કવિતાના સર્જનમાંથી નવી શકિત મેળવતા હોય છે. પરંતુ અનેકક્ષેત્રી વ્યકિતત્વ ધરાવતી વ્યકિત તેના જ ક્ષેત્રના લોકોને ગમતી નથી. રશિયામાં વી. આઈ. દહાલ કરીને એક ડૉકટર થઈ ગયું હતો. તેણે સજર્મન તરીકે તાલીમ લીધી હતી, પરંતુ કૉલેજમાંથી બહાર આવ્યા પછી તેને રશિયાના ગૃહખાતામાં નેકરી મળી હતી અને નવરાશના વખતમાં તે વ્યાકરણ ઉપર પુસ્તકો લખતો હતો. તેણે ડોકટરી વિદ્યા ઉપર પુસ્તક લખવાને બદલે રશિયન ભાષા 1 ઉપર જ આખું પુસ્તક લખીને ભાષાશાસ્ત્રી તરીકે નામના મેળવી હતી. માત્ર આટલાથી જ તેને સંતોષ ન થયો. તેણે “પિરગેવ” એવું ઉપનામ ધારણ કરીને વાર્તાઓ પણ લખી અને રાજકારણ ઉપર લેખે લખવા માંડયા હતા. તેનું આ બહુકોત્રી વ્યકિતત્વ જોઈને કેટલાક - રાજકારણીઓને ઈર્ષ્યા આવી અને તે સમયના રશિયાના શાસક રાજા ઝારે તેને બેલાવીને કહ્યું: “મિ દહાલ, તમે લેખ લખવાનું છોડી દે અગર તો રશિયાના ગૃહખાતાની નોકરી છોડી દે. તમારી અનેકક્ષેત્રી પ્રવૃત્તિ અમને ગમતી નથી!” : લૂઈસ કેરોલ નામના યુરોપિયન લેખકે “એલિસ ઈન વન્ડરલેન્ડ” નામનું બાળકો માટેનું વાર્તાનું પુસ્તક લખ્યું હતું. હકીકતમાં તેમાં શ્રી સૂઈસ કેરાલ એક ગણિતશાસ્ત્રી હતા અને તેમનું ખરું નામ ચાર્લ્સ ઓજસન હતું તે હજી ઘણાને ખબર નહિ હોય. એવી જ રીતે બાળકો માટે સાત ગ્રંથોમાં પરીકથાઓ લખનારા લેખક શ્રી વેગનર હકીકતમાં પ્રાણશ'સ્ત્રના પ્રેફેસર હતા! વિખ્યાત બ્રિટિશ બાયોકેમિસ્ટ (જીવ-રસાયણશાસ્ત્રી) અને નૃવંશશાસ્ત્રી પ્રોફેસર જે. બી. એસ. હોલ્ડન નવરાશની પળોમાં ડિટેકિટવ નવલકથાઓ લખતા હતા. એ માટે તેમણે ઉપનામ ધારણ કર્યું હતું, એટલું જ નહિ પણ એક સમયે છે. હોલ્ટેને “ડેઈલી વર્કર” નામના સામ્યવાદી મુખપત્રનું તંત્રીપદ પણ સંભાળ્યું હતું! પ્રે. હોÖને સમાજશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રે પછી ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતે. બ્રિટનના એક પાદરી શ્રી ગ્રેગર મેન્ડલને ઈસુ ખ્રિસ્તનો ઉપદેશ આપતાં આપતાં એકાએક વનસ્પતિશાસ્ત્રમાં રસ જાગ્રત થયો હતો અને તેમણે કઠોળનાં સંકર બિયારણ તૈયાર કર્યા હતાં ! સ્પિનેઝા ફિલસૂફ હો છતાં એને કલાકારીગીરીમાં રસ હતો. રશિયાના વિદેશ ખાતાના પ્રધાન શ્રી એન્ડ્રી ગ્રમિકોએ પશુના ડૉક્ટરની તાલીમ લીધી હતી અને પછી વિદેશી બાબતોના નિષ્ણાત બન્યા હતા! બેલ પારિતોષિક જીતનારા ડો. લિનસ પાઉલિંગને રસાયણશાસ્ત્રમાં શોધ કરવા માટે આપારિતેષક મળ્યું હતું, પણ પછીથી તેઓ રાજકીય ચળવળમાં પડયા હતા અને તેમને વિશ્વશાંતિમાં સહકાર માપવા માટે લેનિન શાંતિ પારિતોષિક અને ફરીથી નોબેલ શાંતિ પારિતોષિક મળ્યાં હતાં. - એરિસ્ટોટલ અને લીઓનાર્ડો દ વિન્ચી એ બન્ને ગ્રીક વિદ્વાન કલાકાર, ચિત્રકાર, ઈજનેર અને ફિલોસેફર હતા તે વાત તે સર્વવિદિત છે. બહું જ તેજોમય બુદ્ધિ હોય અને એક ક્ષેત્રમાં આત્મસંતોષ થાય તેવી સિદ્ધિ મેળવ્યા પછી તે ક્ષેત્રમાં કોઈ પડકાર ઝીલ- ! વાને રહેતા નથી ત્યારે પડકાર ઝીલવાથી ટેવાઈ ગયેલી વ્યકિતઓ બીજા નવા કોત્રમાં પડે છે. તેમને આ “ચલેજ” ઝીલવાને સ્વભાવ તેઓ ગમે તે ક્ષેત્ર પકડે તેમાં તેમને સફળતા બક્ષે છે. . કાંતિ ભટ્ટ સારું-ખોટું કોણ કરે છે? આ જગતનું સારું-ખોટું કોણ કરે છે? ભગવાન કરે છે ? ભગવાન તો સદાયે કલ્યાણકારક જ છે. ભયંકર ધરતીકંપ, અકસ્માતો વગેરે તો એકશનનું રિએકશન છે; કર્મને બદલે છે. ભગવાન તો કયારેય સારું બેટું કરતો હોતો નથી. મનુષ્યમાં પોતાનામાં જ રોટલા દુર્ગુણ અને દોષ છે કે અને બીજાના દોષ જોવાને સમય મળે છે એ જ નવાઈ. આપણી પાસે જે છે તેને એક કણ પણ આપ્યો નથી, અને વળી જે આપ્યું છે તેને તમે હિસાબ કરો છો? ! હુ તે માગું છું તમારું હૃદય, હૃદય મળ્યું હોય ને બીજ, ન મળ્યું હોય તો તે ચાલી શકે છે. - શ્રી મોટા માલિક: શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪. ટે નં. ૩૫૦૨૯૬ શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ–૧.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy