________________
તા. ૧–૯–૭૩
પ્રબુદ્ધ જીવન
પ્રાર્થના અને ધ્યાન માટે આજે સેકોને ખૂબ રસ હોવાનું દેખાય છે. આ વિશે જે શિબિર, પરિસંવાદ, વિવાદ વગેરે થતાં રહે છે, એ અંગેના માલ પણ બજારમાં હવે મળતો થયો છે. આ . સારા માલ સાથે જો કે નકલી માલ પણ હવે જૉઈએ.
વળી પ્રાર્થના અને ધ્યાન અંગે પ્રવચનોની જ આજે મહત્ત્વતા રહી નથી. હવે અનુભવ પર આધાર મુકાય છે. શાઓમાં પ્રાર્થના અને ધ્યાન વિશે ખૂબ કહેવાયું છે, પણ આજે શાઓનું નહીં, વ્યકિતનું પ્રમાણ જોઈએ છે. એનું મહત્ત્વ વધારે છે. આના દાખલાઓ રામકૃષ્ણવિવેકાનંદના દાંતમાં જોવા મળે છે. શ્રી અરવિંદ તે કહેતા કે એ મારા જીવનની ધૂન છે.
થોડા વખત પહેમાં મારા એક મિત્રના મારા પર પત્ર આવ્યા હતા. એણે એ પત્રમાં એક ખુશખબર લખી હતી. એણે શું લખ્યું હતું જાણેા છે!? “ભગવાન છે, ખરેખર છે.”! માણસને ભગવાન છે એની પ્રતીતિ થઈ અને એતેને માટે સમાાર બની ય છે. આવા દિવસ આપણે માટે ઉત્કટ બની જાય છે.
ગયા વર્ષે યુરોપ ગયા હતા ત્યાં મેં એક નાટક જોયું હતું. એક પાદરીએ આ નાટક લખ્યું હતું અને એમાં એક પાદરીની વાત આવે છે. એ બ્રહ્મચારી હોય છે. એને જંપેા રહે છે. પરણે છે, પણ સુખસંતોષ નથી. આ નાટકમાં પાદરી કહે છે એક જગ્યાએ: સાધુની કસેાટી એ દિવસે જ શરૂ થાય છે કે જયારે એ વિચારે છે કે આટલું બધું છેડયું, આ બધું કર્યું એ ખરેખર કરવા જેવું હતું?
આ વાકય મને ખૂબ ગમ્યું. એમાં અનુભવની અનુભૂતિ હતી. આમાં કસાટી વર્તાય છે. હવે, આવું ન હોય તે પછી જીવન શુષ્ક
લાગે છે.
પ્રાર્થના
અને ધ્યાન
[સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૫-૮-૭૩ ના રોજ અમદા વાદની સેન્ટ ઝેવિયર્સ પ્લેજના પ્રિન્સિપાલ ફાધર વાલેસે આપેલ વ્યાખ્યાન
ગુજરાતીમાં એક કહેવત છે: “બાવાના બેઉ બગડયા'. એ જયારે સાંભળી ત્યારે સાંકયા હતા અને વિચારે ડી ગયા હતા. આ બાવાને સંસારના અને બ્રહ્મનો આનંદ મળતો નથી. આ પાદરીનું પણ એવું થયું હતું.
સાધુની ખરી વ્યાખ્યા એ છે કે તેને બંનેનો ખરો આનંદ થયો છે. બંનેની એને પ્રતીતિ થવી જોઈએ. એને સંસારના આનંદની સાથે બ્રહ્મના આનંદ પણ પ્રાપ્ત થવા જોઈએ.
‘મુખડાની માયા’ લાગવી જોઈએ. શ્રદ્ધા, વિશ્વાસ, આત્મીય સંબંધ, દર્શન થવાં જોઈએ. જેને લઈને જીવન ધન્ય થાય એન અનુભવ ન મળે ત્યાં સુધી આપણું જીવન પૂર્ણ કહેવાય.
બે-ત્રણ વર્ષથી મારા જીવનમાં વળાંક આવ્યો છે. એક વખત મને એક સંતપુરુષને ભેટો થઈ ગયો. મેટા માનવીઓ માટે જીવનનાં કેટલાંક પાસાંઓ! છે, એ જ લોકો એ આંબી શકે એવું હું માનતા હતા. એ કહે: એવું નથી. જેઅનુભવ લેવા ઈચ્છે, તેને એ પ્રાપ્ત થાય છે. એ થઈ શકે છે. એ માટે પ્રયાસ થવા જોઈએ. અને આ ખરી વાત છે.
યુરોપયાત્રા દરમિયાન અમે વીસેક જેટલા મિત્રોએ એક મહિનાના એક ધ્યાન શિબિર ગેલેા, 1 શિબિરમાં બહુ જ જૂજ વાત કરવાની હતી. ધ્યાન ધરવાનું જ હતું. મને પ્રાર્થના વિશે થોડુંક બેલવા જણાવ્યું હતું. મેં બાઈબલમાંથી ઈસુનું એક વાકય ટાંકયું હતું. એ પહેલું વાકય છે. ઈસુ કહે છે કે શ્રાદ્ધા જમાવવા માટે પ્રયાસ કરવા જોઈએ અને પેતેિ પ્રાર્થના કરવી જોઈએ. બીજી વાત મે એ કરી કે બાઈબલમાં બીજે એક ઠેકાણે બે-ત્રણ માણસેએ એકત્ર થઈને સમૂહમાં પ્રાર્થના-ધ્યાન કરવાનું સૂચવ્યું છે. આર્થી
ક્ષે
૫
ધ્યાન—પ્રાર્થના માટેની ઉત્કટતા વધે છે. ઈસુ વધસ્થાને જાય છે એને આગલે દિવસે એ પેાતાના શિષ્યોને ઠપકો આપે છે એ પ્રરાંગ પણ મે' ટાંકયા હતા. ઈસુ પેાતાના શિષ્યોને કહે છે: આજ સુધી તમે મારું કામ કર્યું પણ કશું માગ્યું નથી. તમે માગે, જે માગે તે તમને મળશે.
આ શિબિરમાં એક પાદરી હતા. ફોઈ શૈક્ષણિક સંસ્થામાં આચાર્યપદે હતા, કામ ખૂબ કરે પણ કામથી સંતે થશે નહીં. એણે શિબિરમાં ધ્યાન ધરતી વખતે જણાવ્યું કે હું ઈશ્વર ! હું આપને મેળવવા ઝંખું છું. મને તમારાં દર્શન થવાં જૅઈો. અને આ માટે એમણે સમયમર્યાદા પણ બાંધી, એમણે ઈશ્વરને શિબિરના સમય જેટલી એક મહિનાની મર્યાદા બાંધી આપી!
ભગવાનના સ્વભાવ એવા નથી કે એ સહેલાઈથી બંધાઈ જાય. એને યોગ્ય લાગે ત્યારે એ કામ કરે છે. હું આ સમયમર્યાદાથી ગભરાઈ ઊઠ્યો. મને થયું કે આ! મર્યાદામાં એને ઈશ્વરનાં દર્શન ન થયાં તો? એ ભાઈ દરરોજ અમને જેરથી પ્રાર્થના કરવાનું કહેતા કે જેથી એમને ઈશ્વર-દર્શન થાય.
તમે માનશે!? અને દસ દિવસમાં એ પાદરીને ઈશ્વરનાં દર્શન થયાં. રોને ઈશ્વરની પ્રતીતિ થઈ. ઈશ્વર એની સાથે ગપસપ કરવા ના’તા આવ્યા. એ ગપસપ માટે આવે જ નહીં. ઈશ્વર એ પાદરીને આજ્ઞા આપી ગયા હતા.
બસ, હાથી એનું આખું જીવન બદલાઈ ગયું છે. એ હવે પોતાનું કામ સહજ ભાવે કરે છે. એને એના કામમાં આનંદ મળે છે. એને એમાં સંતાપ મળે છે.
આ જૅઈને ભગવાન માટે મારી -ાદ્વાદઢ બની ચૂકી છે. આવા અનુભવ છે. ભગવાનને કહું છું કે હું તારો એજન્ટ બનીને પ્રાર્થના કરું છું અને સેલ્સમેન બનીને તારો માલ વેચું છું.
અમારી કા લેજને એક પ્રસંગ છે. અમારી એક અરજી સિન્ડિકેટે નામંજૂર રાખી. પરિણામ આથી એવું આવેોવું હતું કે કદાચ કૉલેજ પણ બંધ કરવી પડે. આ પ્રાણપ્રશ્ન હતો. અમે ઈશ્વર પર છેડયાં. પ્રાર્થના કરી ચાને અમારી માગણી એની સમક્ષ મૂકી, બીજે દિવસે મને ધ્યાનમાં ઈશ્વરની અનુભૂતિ પણ થઈ.
બીજે દિવસે જોયું તે ખબર પડી કે સિન્ડિકેટની બીજી બેઠકમાં અમારી તરફેણમાં નિર્ણય લેવાયાનું જાણવા મળ્યું.આ એક વધુ અનુભવ
હતા.
સાવિત્રીનો પ્રસંગ આટલા માટે જ મને ગમે છે. એમાં શ્રાદ્ધા છે, પ્રેમ છે. એ યમને ભકિતપૂર્વક વિનંતી કરે છે, નમ્રતાપૂર્વક દલીલ કરે છે; અને છેવટે પેાતાના પિતને પાછા મેળવે છે,
ધ્યાન અને પ્રાર્થના માટે વિશ્વાસ, શ્રદ્ધા જોઈએ. એક વા બીજા પ્રકારનું ધ્યાન આપણે સૌએ રાજ કરીએ જ છીએ. વેપારી એના ચાપડા, વેપાર, પૈસા વિશેનું ધ્યાન કરે છે. વિદ્યાર્થી પરીક્ષા અંગે પુસ્તકોનું ધ્યાન ધરે છે. ગૃહિણી પણ સારા દિવસની યોજનાનું ધ્યાન કરે છે. રાજકારણીએ ખુરશી-સત્તા વગેરે માટેનું ધ્યાન ધરે છે. આમ બધા ધ્યાન ધરતા હોય છે; પરંતુ બધાના ઈષ્ટદેવતા જુદા જુદા હોય છે.
પરંતુ આપણે ખરા ઈષ્ટદેવનું ધ્યાન ધરીએ, તેની પ્રાર્થના કરીએ તેા ભગવાન જરૂર મળે. એ માટે શ્રાદ્ધા, ભકિત, પ્રેમ જોઈએ. એ માટે દિલની વાત જોઈએ.
ગયા જૂનમાં નક્કી કર્યું કે આઠેક દિવસ ચઢ જઈને