SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ પ્રમુખ જીવન મુકિત યા માત? * શાહાબાદ, મુંગેર, સહરસા—બિહારના આ ત્રણ જિલ્લાનું નામ છેલ્લા દિવસેમાં અખબારોનાં પાને ચમકયું છે. પટણાની વિધાનસભાથી માંડીને તે દિલ્હીની સંસદ સુધી એનું નામ લેવામાં આવ્યું છે અને કાનૂની કારવાઈની માગણી કરવામાં આવી છે. આ માગણી શા કારણે કરવામાં આવી છે? આ માગણી એટલા માટે કરવામાં આવી છે કે આ જિલ્લાનાં કેટલાંક ગામામાં જુલમનીદર્દનાક ઘટનાઓ બની છે. આ જુલમ કોણે કર્યો? આપણી પેાલીસ અને જમીનના માલિકોએ આ જુલમ કર્યો છે. આ જુલમ કોના પર કરવામાંઆવ્યા? નિ:શસ્ત્ર, અસહાય હરિજન પર. શાહાબાદ અને મુંગેરનાં ત્રણ ગામામાં પોલીસ અને એના દલાલેા દ્રારા લૂંટફાટ કરવામાં આવી, લેપ્કોને માર મારવામાં આવ્યા અને સ્રીઓ પર બળાત્કાર કરવામાં આવ્યા. એક સ્ત્રીની સાથે તે પેાલીસના સાત ‘જવાના’એ બળાત્કાર કર્યો. એક ગર્ભવતી હતી, એને પણ છેડી નહિ. સહરસાના એક ગામમાં માલિકોએ હરિજન સ્રીઓનાં ગુપ્તાંગા પર ગરમ લેઢાથી ડામ દીધા. પેાલીરાનું કહેલું છે કે આ હરિજન મજૂરો નકસલવાદી થઈ ગયા છે; માલિક કહે છે કે તેઓ મથે ગડી વાગ્યા છે, વધુ મજૂરી માગે છે. ખરેખર, કેવડો મેટ્રો અપરાધ છે. આ સી આ દષ્ટાંતે। નિર્ભેળ જુલમના છે. કાનૂન અને દંડાની સંમિલિત શકિતથી ગરીબાનીઆજીવિકાનું સાધન છીનવી લેવામાં આવે એ વળી બીજા પ્રકારના જલમ હોય છે. મુંગેર જિલ્લામાં ખાદીગ્રામની પાસે પચ્ચીસ મુસહર પરિવારોને ભૂદાનની જમીન પર વસાવવામાં આવ્યા છે. ભૂદાનની આ જમીન ૧૯૫૩માં સ્વયં વિનેબાજીને દાનમાં આપવામાં આવી હતી. ૧૯૭માં રેવન્યુ ખાતાના અધિકારીએ એ દાનને સંમતિ આપી હતી. એ જ સાલમાં આ જમીનને વહેચી દેવામાં આવી હતી. જે અઢાર વર્ષ પછી કેટલાક માલિકોએ આ ભૂદાન–કિસાનોને આ જમીન પરથી દૂર કરવા માટેનું કાવતરું શરૂ કર્યું છે. એને કબાલા કરવામાં આવ્યા છેઅને બે વર્ષ પહેલાંની રેવન્યુ રસીદ પણ મેળવવામાં આવી છે. કાનૂન જ એવે છે કે જેમાં દરેક પ્રકારના અન્યાય માટે અવકાશ રહે છે. આ થેાડાંક છૂટાછવાયાં દષ્ટાંત થયાં. સમગ્ર બિહાર અને દેશભરમાં અનીતિ, અન્યાય અને જુલમની એવી ઘણી ઘટનાઓ બનતી હશે જે ખબારો સુધી પહેાંચતી પણ નહિ હાય. જે ગરીબ જુલમને શિકાર બને છે . એને પેકાર નિ:શ્વાસ-આહ બની જાય છે અને નિ:શ્વાસમાં જ એ વિલીન થાય છે. જુલમની આવી ઘટનાએ સ્વતંત્ર ભારતનાં વણલખાયેલાં પાનાં બની જશે. આ નિ:શ્વાસને સાંભળીને એ વિશે કંઈક કરવાની કોને ફુરસદ હશે? હંમેશની માફક આ વખતે પણ ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન મનાવવામાં આવ્યા. સ્વાતંત્ર્ય દિન ઊજવવામાં આવે એ બરાબર જ છે. સ્વતંત્ર દેશના નાગરિકોને પેાતાની સ્વતંત્રતા પર ગર્વ ન હેાય તેા પછી બીજી કઈ ચીજ માટે ગર્વ હાઈ શકે? પણ પ્રશ્ન એ છે કે આાપશું ધ્યાન સ્વતંત્રતાના છવ્વીસ વર્ષે એવા સવાલ પ્રત્યે પણ ખેંચાશે ખરુ'કેવતંત્રતા આપણા કરે દેશવાસીઓને માટે સાર્થક કેમ નથી બની? આપણી પેાતાની સરકાર આટલી બધી બેટી અને નિરંકુશ કેમ બની રહી છે? સ્વતંત્ર થયા પછી પણ આપણે આટલા બધા અસહાય કેમ છએ? સરકાર અને સમાજની નીતિ ઝેરી સર્પિણી બનીને ગરીબાને ડંખ દેવા માટે નીકળી પડી છે એવું લાગે છે. મુંગેરની પેલી ગર્ભવતી સ્ત્રીએ જ્યારે તપાસ સમિતિ સમક્ષ ડૂસકાં ખાતાં ખાતાં કહ્યું કે ‘મને પણ એ લોકોએ છેડી નહિ' ત્યારે તા. ૧-૯-૨૩ લોકોની ખામાંથી આંસુ સરી પડયાં હતાં. પણ એથી શું થશે? તપાસ ચાલશે, મુકદ્મા ચાલશે. હત્યારા છૂટતા રહેશે અને જલમે પણ થયા કરશે. તાંજોરમાં ૪૨ હરિજનેને જીવતા સળગાવી મૂકનાર હત્યારાએ હાઈકોર્ટમાં છૂટી ગયા! સ્વતંત્ર ભારતના સરકારી તંત્રે જાણે કે લોક-તંત્ર પર લડાઈ આદરી છે. કાં છે લેાકકલ્યાણકાર રાજયના કાનુન અને એના ન્યાય? સૂત્ર તેા ગરીબી હટાવવાનું પેકારાય છે પણ થઈ શું રહ્યું છે ? જે ઉપર છે એ વધુ ઉપર જઈ રહ્યા છે, મધ્યમાં છે એ નીચે ખસી રહ્યા છે અને ગરીબ કંગાળ બની રહ્યા છે તેમજ કંગાળ ગૂંગળાઈને ખતમ થઈ રહ્યા છે. હવે પ્રશ્ન રો નથી રહ્યો કે દેશના કેટલા ટકા લોકો ગરીબીની રેખાથી પણ નીચે પહોંચી ગયા છે. પ્રશ્ન રો છે કે કેટલા ટકા લોકો અત્યંત પતિત જીવન વિતાવવા માટે મજબૂર-વિવશ બની ગયા છે. સરકાર રાને સમાજની વિનાશકારી નીતિઓ અને શકિતઓ એમને જીવવા પણ નથી દેતી ૨ાને રવા પણ નથી દેતી. ખરેખર તે પશુના જીવનથી એનું જીવન કેટલે અંશે ભિન્ન રહેવા પામું છે? વાત બગડી ચૂકી છે—ખૂબ બઢી છે. દેશમાં સભ્ય જીવનની સઘળી માન્યતાઓ, મર્યાદાઓ, વ્યવસ્થા લગભગ તૂટી ગઈ છે. દેશ ત્યારે તો ક્યાંક ટકી રહેલા સંસ્કારો પર જ જીવી રહ્યો છે. ૨૨ે પણ કયાં સુધી ટકશે? કાનૂન, વિકાસ, શિક્ષા, પ્રશાસન અને જીવન—કોઈપણ ક્ષેત્રમાં ગતિ કે દિશા રહ્યાં નથી, ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, ઈજજત નથી, ભવિષ્ય પણ નથી— આવું જ જીવન કરોડો ભારતવાસીઓનું છે. સવાલ આશા-નિરાશાના નથી, પ્રશ્ન પરિસ્થિતિને પારખવાનો છે. પરિસ્થિતિના સ્પષ્ટ સંકેત છે કે સરકાર અને સમાજને સમગ્ર ઢાંચા નકામેા જ નહિ પણ અસહ્ય બની ગયો છે. સ્વતંત્ર દેશના નાગરિકોએ એને ક્ષણભર પણ હવે બરદાસ્ત નહિ કરી લેવા જોઈએ.આપણી સ્વતંત્રતા પુઠ્ઠીભર લોકોના સ્વાર્થ અને અધિકાર-લિપ્સાનું સાધન બની ગઈ છે. એમણે સ્વતંત્રતાને પેાતાના હાથમાં બન્દી બનાવી દીધી છે. રોટલા માટે જે ચાપણી સામે પ્રથમ સવાલ તા આ બંદી' બનેલ સ્વતંત્રતા કઈ રીતે મુકત બની શકે ો છે. મુકત થઈને જો સામાન્ય લોકોના જીવનમાં ઊતરી શકશે, સ્વતંત્રતા જો લોકજીવનમાં સાકાર ન થાય તો એની સાર્થકતા શી રીતે રહેશે? વસ્તુત: રી એકવાર આપણે ૧૯૪૨ની સ્થિતિમાં આવી ગયા છીએ. એ વખતે શાપણે કહ્યું હતું : ‘સ્વતંત્રતા યા મેાત’. આજે એમ કહેવાના વખત આવી ગ્યો છે: મુકિત યા માત’. દરેક દેશમાં એક એવા અવસર આવે છે કે જયારે એના લાકોને આ બેમાંથી એકની પસંદગી કરવી પડે છે. ચાપણી સમક્ષ પણ આજે એ જ અવસર છે. સદિય’માંથી સાભાર રામભૂતિ ધીરા સા ગંભીર કુદરત હમેશાં શાન્ત ગતિએ આાગળ વધે છે. એક વૃક્ષને સંપૂર્ણ વિકાસ પામતાં વર્ષો લાગે છે. શરૂમાં બંધાયેલાં માટાં શહેરો વર્ષોની જહેમતનું પરિણામ છે. નદી ખીણ અને પર્વતાને પણ પોતાની પૂર્ણતા માટે વર્ષો લીધાં છે. કુદરત ઉતાવળ કે ધાંધલ જેવું જાણતી નથી. માણસે આ બધુંદુનિયામાં ઊભું કર્યું છે. મોટાં શહેરોમાં વસતા લોકો ધાંધલધમાના સાવ જ ગુલામ બની ગયા છે. બધામાં ઉતાવળખાવું, પીવું, લખવું, વાંચવું, અરે ! શ્વાસ લેવામાં પણ ઉતાવળ ને ! એક પુષ્પ જે ક્રમે પાંગરે છે કે નદી જે રીતે પેાતાના વળાંક બદલે છે એમાં કશું જ બગડી જતું નથી. કામ એની રીતે જ થાય છે. થોડા ધીરા પડો! પરિપકવતા હમેશાં સમય માગે છે. કશાનું ફળ હાય, કોઈ પરિસ્થિતિની પ્રતીક્ષા હોય કે આપણા મોટા આદર્શની સિદ્ધિ હાય— કર્યોય. ઉતાવળે આંબા પાકતા નથી. મૂળ અંગ્રેજી: અનુવાદક: શારદાબેન બાબુભાઈ શાહ 6
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy