SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ - પ્રબુદ્ધ જીવન તા. ૧-૯-૭૩ અને ભગવાન મહાવીર નિર્વાણુ–મહત્સવ 5 નિર્વાણ કલ્યાણક અમારા પૂજનીય ગુરુવર્યોની નિષ્ઠાપૂર્વક જ કરવાના છીએ. આ પત્રિકામાંથી કાંઈ અર્થ નીકળી શકતો હોય તો તેને સાર આ પ્રમાણે કહેવાય? ૧. પ્રજાકમાનસને ધારણે આ ઉત્સવ ઊજવી ન શકાય. ૨. આ ઉજવણી જૈન ધર્મમાં સરકારને સીધે હસ્તક્ષેપ છે. ૩. જે વસ્તુ રાષ્ટ્રીય અને તેને અમે પુજય ગણી શકીએ નહિએ અમારા ધર્મગ્રન્થમાં પાઠ છે. ૪. મુખ્ય આચાર્યોની આજ્ઞા મેળવીને જ કોઇપણ મહાન ધર્મકાર્ય કરવાનું શાસ્ત્રોમાં ફરમાન છે. - પ. આ મહોત્સવ નિમિત્તે કલા, કારીગીરી, વનસ્થળી, બાલકેન્દ્રો, ગ્રામ લાયબ્રેરી, સ્કોલરનું ઉત્પાદન, જૈન યુનિવર્સ્ટિ, રેડિશે, ટેલિવિઝન ઉપર પ્રચાર, આ બધું અમારા શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે. ૬. આ ઉજવણી જૈન શાસન, જૈન ધર્મ, જૈન સંઘ, જૈન શાઈ તથા જૈન સંસ્કારસંપત્તિને ભારે હાનિ પહોંચાડનારી છે. - ૭, ભારત સરકાર કેઇપણ ધર્મ કે સંપ્રદાયની ઉજવણી કરી શકે નહિ. તે કે ધર્મોવાળા પાતતાની સમીપે જ ઉજવણી કરી શ્વેતામ્બર મૂર્તિપૂજક રામાજના કેટલાક આ ૨:ો. અને તેમના અનુયાયી શાવકો તરફથી આ મહોત્સવ, રાષ્ટ્રીય સ્તરે સરકારના રહકારથી ઉજવાય તેનો વિરોધ થઇ રહ્યો છે. તેમના તરફથી પત્રિકાએ બહાર પડે છે, કેટલાક સંધે પાસે વિરોધના ઠરાવે કરાવ્યા છે, સરકાર, ઉપર તા–ટપાલ થાય છે અને એવું વાતાવરણ ઉત્પન્ન કરવા પ્રયત્ન થાય છે કે જાણે સમસ્ત જૈન સમાજ આ મહોત્સવને વિરોધી છે. એવી એક પત્રિકા જમનગરથી બહ!’ , ી છે તે નમૂનારૂપે અહીં આપી છે. બધી પત્રિકામાં લગભગ આવા પ્રકારનું લખાણ હોય છે. જામનગર તા. ૧૨-'૩૩ રવિવારે મળેલ ૫.પૂ. આચાદેવ વિજય વિનયચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્યદેવ હિમાંસુ, સૂરીશ્વરજી મ.સા, આચાર્યદેવ નરરતનસૂરીશ્વરજી મ.સા. ૧. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર તથા મુનિરાજ શ્રી ભદ્રશીલવિજયજી તથી પૂ. લબ્ધિસાગરજી મ.સા. આદિની તથા ધ્વીજી ભગવંતની શુભનિશ્રામાં આથી, જામનગર ચતુવિધ જૈન સંઘ ઠરાવ કરે છે કે - શ્રી તીર્થકર ભગવંતના પાંચે કલ્યાણી ત્રણે જગતના જીવને વિશિષ્ટ રીતે કલ્યાણકારી હોય, તેની આરાધના કર્મ-નિર્જરાના ધ્યેયથી કરવાની હોય છે, તે આરાધના જિનાજ્ઞાનુસાર અમારે શ્રી ચતુવિધ જૈન સંઘ પરંપરાથી કરી જ રહ્યો છે. આજે તીર્થકર ભગવાન મહાવીર પરમાત્માની ભકિતના નામે ૨૫૦૦ માં નિર્વાણ દિનની ઉજવણી ભૌતિકવાદી ધોરણ, પ્રજાલકમાનસના ઘોરણે, ભારત સરકાર અને કેટલાક નાની-જૈન સંઘની સંમતિ તથા ધામિક ધોરણ વગરની બનેલી સમિતિ તરફથી થનાર છે. તે ઉજવણી અમારા જૈન ધર્મમાં સીધે હરક્ષેપ કરનાર છે અને તેનાથી અમારા ધર્મની ઘેર આશાતના થઇ રહી છે, આથી અમે તેને સખત વિરોધ કરીએ છીએ. - જે વસ્તુ રાષ્ટ્રીય અને તેને અમે પૂજય ગણી શકીએ નહીં એ અમારા ધર્મગ્રન્થમાં પાઠ છે. ભગવાન મહાવીરને ૨૫૦૦મે. નિર્વાણ દિન જે રાષ્ટ્રીય બની રહ્યો છે. તે અમારા માટે એ દિન પૂજ્ય દિન નહીં રહેતાં અમારી ધાર્મિક લાગણી ખૂબ દુભાય છે. જૈન ધર્મશાસ્ત્રોએ સંવિગ્ન ગીતાર્થ મુખ્ય આચાર્યોની આજ્ઞા મેળવીને જ કોઇપણ મહાન ધર્મકાર્ય કરવાનું ફરમાન કર્યું છે, જેને આ રાષ્ટ્રીય ઉજવણી કમિટીએ ઉઘાડે ભંગ કર્યો છે. અને આ ઉજવણીઉજવવાની સંમતિ શારાનનાયકે પાસે લેવામાં આવી નથી. આ મહત્સવ નિમિત્તે ફિલ્મ, કલા, કારીગરી, રેકર્ડો, ઝિયમે, વનસ્થળી, બાલકેન્દ્રો, ગ્રામ્યલાયબ્રેરી, ઍલરનું ઉત્પાદન, જૈન યુનિવસટી, આકાશવાણી, ટેલિવિઝન તેમ જ આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ઉજવણી પ્રદર્શન વગેરે વગેરે જેકાંઇ કરવાનું છે તે બધુંય અમારા શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે. કેમકે જયાં માથામાર્ગને અભિલાષા નથી, ત્યાં વાસ્તવિક ધર્મ નથી. એવા ફરમાનને કારણે ઉપરોકત બધી બાબતે અધર્મસ્વરૂપ બને છે. આથી અમે મહાવીરના નામે આવે અધર્મ જોઇ શકીએ નહીં તથા આ ઉજવણી જૈન શાસન, જૈન ધર્મ, જૈન સંઘ, જૈન શાસ્ત્ર તથા જૈન સંસ્કાર સંપત્તિ વગેરેને ભયંકર હાનિ પહોંચાડનાર બની છે. આથી ચાર પુરુ પાર્શની સંસ્કૃતિનું પાયામાંથી નિકંદન નીકળી રહ્યું છે. માટે આ ઉજવણી સદંતર બંધ રાખવા અમે ભારત સરકારને ભલામણ કરીએ છીએ, કારણકે ભારત સરકાર કેઇપણ ધર્મ કે સંપ્રદાયની ઉજવણી કરી શકે નહીં અને ધર્મમાં હરગિઝ પ્રવેશ કરી શકે જ નહીં. તે તે ધર્મોવાળા પત- પોતાની સમીપે જ ઉજવણી કરી શકે છે અને એ રીતે અમે અમારી શાસપદ્ધતિ મુજબ શાસનપતિ, તીર્થકર, પરમાત્મા, મહાવીરદેવનું સાચું કહું તો આવા લખાણ વિશે શું કહેવું તે સમજણ પડતી નથી. શાસ્ત્રને નામે સાધુ વાત કરે અને શ્રાવક શાસ્ત્રમાં શું લખ્યું છે તે જાણ ન હોય એટલે તહત વચન ગુરુદેવ, કહીને ઊભા રહેવા સિવાય તેને માટે માર્ગ નહિ. પોતાની સામાન્ય બુદ્ધિથી સ્વતંત્ર વિચાર કરવાને અવકાશ રહેવા દેતા નથી, કારણકે વાત, શાસ્ત્રને નામે થાય છે. પછી શાસ્ત્રને કેઈ આધાર ટાંક્ય ન હોય તેની કોઈ પૂછપરછ કરશે નહિ. કયા શાસ્ત્રમાં લખ્યું છે, કે પ્રજાકમાનસને ધારણે આવો ઉત્સવ ઊજવી ન શકાય? અથવા જે વસતુ રાષ્ટ્રીય અને તેને પૂજય ગણી ન શકાય, એવો ક્યા ધર્મગ્રન્થમાં પાઠ છે? પ્રજાલકમાનસને ધરણે નહિ, તે શું પ્રજાકમાનસને અવગણીને આ મહોત્સવ ઉજવવાને? રાષ્ટ્રીય બને તે પૂજય નહિ. તે શું મન્દિર કે ઉપાશ્રયની ચાર દીવાલમાં પૂરી રાખેલ હોય તે જ પૂજય ગણાય? આચાર્ય ભગવંતની આજ્ઞા વિના કોઈ ધર્મકાર્ય ન થાય માટે આનો વિરોધ કરે છે તેજ શું આચાર્ય ભગવંતો? અને બીજા આચાર્ય ભગવંતો જે આ મહોત્સવને આશીર્વાદ આપે છે અને જેમાંના આગેવાન આચાર્યો અને મુનિરાજ રાષ્ટ્રીય સમિતિના સલાહકાર છે તે આચાર્ય ભગવંત ભૌતિકવાદી, જમાનાવાદી,શાસ્ત્રથી અજ્ઞાન છે એમ ગણવું? જૈન યુનિવર્સિટી થાય, ભગવાન મહાવીરને નામે બાલકેન્દ્રો કે ગ્રામ લાયબ્રેરીએ થાય, ભગવાનને ઉપદેશ અને સંદેશ રેડિયે, ટેલિવિઝન ઉપર પ્રસારિત થાય, એક ભવ્ય વનસ્થલી થાય કે જેમાં તૂપે રચાશે અને તેના ઉપર ભગવાનનાં વચનો કોતરાશે, જેમાં જૈન સ્થાપત્ય અને ક્લાકારીગરીના નમૂનાઓ મુકાશે, જેન કળા, સ્થાપત્ય, હસ્તપ્રત વગેરેનું ભવ્ય મ્યુઝિયમ થશે, આ બધું શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે? ભારત સરકાર જૈન ધર્મમાં હસ્તક્ષેપ કરે છે કે જૈન ધર્મનું ગૌરવ કરે છે? આવું બધું વાંચીને એટલે બધે ઊંડે ખેદ અને વેદના થાય છે કે આ અમારા આચાર્ય ભગવંતે અમારા ગુરુદેવ છે, જે જૈન ધર્મને તેમની આશામાં, તેમની નિશ્રામાં અને તેમના જ બીબામાં પૂરી રાખવા માગે છે? જૈન સમાજ એટલે મૂર્ખ છે કે ભગવાનને સંદેશ દેશવિદેશમાં પહોંચડવાને ભવ્ય અવસર મળે ત્યારે તેને જ વિરોધ કરે? સરકાર ઉપર આવા તાર - ટપાલ જાય તે આપણી કેટલી હાંસી થાય છે? અન્ય ધર્મો અને સમાજો સરકારનો અને દેશવિદેશની
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy