SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-૯-૭૩ પાકિસ્તાન અને બંગલાદેશ. પણ મંત્રણાઓ બે પક્ષા વચ્ચે જ થાય છે. ગેરહાજર પક્ષને પૂછયા વિના અથવા તેની સંમતિ વિના આગળ વધાય તેમ નથી. તેથી ભારત કફોડી સ્થિતિમાં છે. સિમલાકરાર પછી, ધાર્યા પ્રમાણે તેનો અમલ ન થયો. છેવટ ભારત અને બંગ્લાદેશે મળી માનવતાના ધોરણે મુખ્ય ત્રણ સંયુકત દરખાસ્તે કરી. પાકિસ્તાનના બંગાળીઓને બંગલાદેશ જવા દેવા, બંગલાદેશમાં રહેતા બિહારીઓને પાકિસ્તાને પાછા લેવા, જેના ઉપર યુદ્ઘના અપરાધા માટે અદાલતી તપાસ કરવી છે એવા ૧૯૫ યુદ્ધકેદીઓ બાદ કરી બીજા ૯૦ હજાર યુદ્ધકેદીઓ ભારત પાછા સુપરત કરે. કોઈપણ યુદ્ધકેદી ઉપર બંગલાદેશ અદાલતી તપાસ કરે તેમાં પાકિસ્તાન વિરુદ્ધ છે. નહિ તે બંગાળીઓ ઉપર એવી તપાસ કરવાની ધમકી આપી છે. બંગલાદેશમાં વસતા બિહારીએ ત્યાંના નાગરિકો છે, તેમને પાછા લેવા પાકિસ્તાન તૈયાર નથી. ભારતે બધા યુદ્ધકેદી। તુરત પાછા સોંપી દેવા જોઈએ તેવી પાકિસ્તાનની માગણી છે.વિશ્વમત આમાગણીને મોટે ભાગે ટેકો આપે છે અને ભારત ખોટી રીતે યુદ્ધકેદીઓને રોકી રહ્યું છે એવા જોરદાર પ્રચાર છે. યુદ્ધકેદીઓને રાખવામાં ભારતને કાંઈ જ લાભ નથી, બલ્કે રોજનું દસ લાખનું ખર્ચ છે. આટલા મહિનામાં કરોડોનું ખં થયું. ખરી રીતે આ ત્રણે પ્રશ્નો સીધી રીતે પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેના છે. પણ પાકિસ્તાન બંગલાદેશને સ્વીકૃતિ ન આપે ત્યાંસુધી શેખ મુજીબુર રહેમાન, મિ. ભૂતો સાથે કોઈ વાટાઘાટ કરવા તૈયાર નથી. તેથી ભારતની સ્થિતિ સૂડી વચ્ચે સેાપારી જેવી છે. ભૂતે આવી રમતમાં હુશિયાર છે: ૧૯૫ યુદ્ધકેદીઓ રાખી બાકીના પાછા સાંપી દેવામાં કોઈ ચુસીબત ન હોવી જોઈએ. પણ પછી બિહારીઓને પાછા લેવા ભૂતા ઉપર કોઈ દબાણ ન રહે અને પાકિસ્તાનમાં રહેલ બંગાળીઓ રખડી જાય. બન્ને દેશમાં લાખો કુટુબા ભૂંડે હાલ છે—બંગાળમાં બિહારીઓ અને પાકિસ્તાનમાં બંગાળીએ. યુદ્ધકેદીઓનાં ૯૦ હજાર કુટુબા ટળવળે છે અને આપણે દર મહિને ૩ કરોડ ખરચવા પડે છે. આમાં કોની માગણી વધારે વાજબી કે ગેરવાજબી છે તે નક્કી કરાય તેમ નથી. બન્ને પક્ષે દલીલ થઈ શકે તેવું છે. હવે થાકીને કાંઈક નરમ પડયા છે. એમ લાગે છે કે ૧૯૫ યુદ્ધકેદીઓની અદાલતી તપાસ મુલતવી રાખવામાં આવશે. ત્યાં સુધી આપણે જ તેમને પાલવવા પડશે? ઠીકસંખ્યામાં બિહારીઓને પાકિસ્તાન પાછા લેશે. બંગાળીઓને બંગલાદેશ જવાની છૂટમળશે. પછી કદાચ જૂતા બંગલાદેશને સ્વીકૃતિ આપશે, એટલે બાકીના પ્રશ્નો માટે પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે સીધી વાટાઘાટના માર્ગ ખુલ્લા થશે. આવા જટિલ પ્રશ્નમાં બધાને પૂરો સંતોષ ાય એવા માર્ગ તુરત નીકળવા શકય નથી. જેટલું થાય તેટલાથી શરૂઆત કરવી. વખત વખતનું કામ કરશે અને છતાં હજારો, કદાચ લાખા બંગાળી અને બિહારી કુટુમ્બેાની યાતનાઓ ચાલુ રહેશે. પ્રબુદ્ધ જીવન (પૂરક નોંધ : આ લખાયા પછી સમાધાન થયું છે અને લગભગ અહીં જણાવ્યું છે તે ધારણે થયું છે. એકંદરે ત્રણે દેશમાં સંતોષની લાગણી રહી છે.) હરિજનો પર અત્યાચારો હજી પણ હરિજના પર દિલ કંપાવનાર અત્યાચારો થઈ રહ્યા છે. ચાસ્ત્રશ્યતા કાયદાર્થી રદ કરી, પણ હિન્દુ સમાજના અંતરમાંથી ગઈ નથી. તામિલનાડુ, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને અન્ય રાજ્યોમાં વખતાવખત ભયંકર અત્યાચારોના કિસ્સાઓ બહારઆવે છે. તામિલનાડુના એક ગામડામાં ૪૨ હરિજન મુખ્યત્વે સ્રીઓ અને બાળકોને જીવતાં બાળી મૂકયાં. ત્યાંના જમીનદારોએ આ ઘાતકી કૃત્ય કરેલું. ૪–૫ વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો અને બધા આરોપીઓ છટી ગયા. આરોપીઓ મોટે ભાગે જમીનદારો હતા. હાઈકોર્ટના નામદાર જજોએ એવું તારણ કાઢયું કે જમીનદારો એવા મૂર્ખ નથી કે આવું કૃત્ય કરવું હાય તો જાતે જઈને કરે, બીજાએ મારફત જ ૯૧ કરાવે, માટે તેમણે જાતે ગુનો કર્યો છે એવા પુરાવા નથી. બિહારમાં એક હરિજન શિક્ષક જે હરિજનામાં કાંઈક જાગૃતિ અને સંગઠનનું કાર્ય કરતા હતા, તેનું ખૂન કર્યું. આવા કિસ્સાવામાં અસ્પૃશ્યતા કારણભૂત નથી, કારણે બીજા છે. હરિજના સદીઓથી ગુલામે પેઠે મજૂરી કરે છે. મોટા ખેડૂતો અથવા જમીનદારો હરિજનોનું પૂરું શોષણ કરે છે. હરિજનામાં હવે જાગૃતિ આવી છે. વધારે રોજી માગે છે, જમીન માગે છે, કાંઈક સંગઠન કરે છે. હરિજનો માથું ઊંચકે, માણસ થઈને રહેવાના પ્રયત્ન કરે તે આ જમીનદારો માટે અસહ્ય છે. હરિજના જાગ્રત થયા, પણ લડવાની શકિત નથી. આર્થિક રીતે બેહાલ છે. જમીનદારો મજૂર તરીકે કામે ન રાખે તે ભૂખે મરે. તેમને જાગ્રત કે સંગઠિત કરવા જે કાર્યકરો કાંઈક કામ કરે છે તે, કાયમ તેમના સાથી તરીકે ઊભા રહે અને તેમની સાથે જીવે અને મરે એવા નથી હોતા. કેટલાક રાજકીય પક્ષ છે. ખરે ટાણે તમને સાથ કે હિંમત આપવાવાળા અને છેવટ સુધી તેમની સાથે રહી લડવાવાળા બહુ થોડા હાય છે. તેથી ફરીથી અસહાય થઈ વધારે જુલમ સહન કરવા પડે છે. સૌથી ખતરનાક વસ્તુ પેાલીસ છે, લાંચરુશવતમાં ડૂબેલી. જમીનદારા પૈસા ખરચી શકે. વર્ષો સુધી કોર્ટકચેરી કરે. તેાફાન થાય તે પેાલીસ હરિનેાને જ મારે, પીટે, પકડે,તેમના ઉપર કેશ કરે. કોર્ટના ખરા કરવાનું તેમનું ગજું નહિ. કોર્ટ-કાયદાથી આ સવાલ હલ થાય તેવા નથી. પેાલીસતંત્ર અને અમલદારતંત્ર પ્રમાણિક, સાવધાન અને શીઘ્ર પગલાં લે નહિ અને હરિજનોને પૂરું રક્ષણ આપે નહિ તે વધારે જુલમના ભાગ બનવાનું જ રહે. સામાજિક કાર્યકરો કેટલાક નિષ્ઠાવાન છે, પણ બહુ ગણ્યાગાંઠયા. પાયાના રોગ આર્થિક ગરીબાઈ છે, તે વધતી જાય છે. આ સંબંધે પ્રો. રામમૂર્તિનો એક લેખ આ અંકમાં આપ્યો છે તે ભયંકર ચિત્ર રજૂ કરે છે. શ્રી કપૂરચંદ મહેતાનું દુ:ખદ અવસાન શ્રી કપૂરચંદભાઇના અવસાનના દુ:ખદ સમાચારથી આઘાત અનુભવ્યો. શરૂમાં તેમની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી. તેઓ આપબળે પોતાની કુશાગ્ર બુદ્ધિના કારણે પ્રયત્નપૂર્વક ખૂબ આગળ વધ્યા.તેમણે ધંધાનાં અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી અને પેાતાની આવડતના કારણે ટૂંકા ગાળામાં ધનાઢય બન્યા. આમ છતાં તેમની સાદાઈ અનુકરણીય ગણાય એવી કાયમ રહી. જ્યારે અઢળક લક્ષ્મી પ્રાપ્ત થાય છે ત્યારે વ્યકિતમાં અનેક જાતનાં દૂષણા પ્રવેશતા હાય છે. શ્રી કપૂરચંદભાઇને એવાં દૂષણ। સ્પર્થા નહાતાં, એને તેમનું સદ્ભાગ્ય લેખી શકાય. તે વિનમ્ર તેમ જ સાત્ત્વિક વૃત્તના હતા. પોતે ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત નહેાતા કરી શકયા તે વાત તેમને ખૂબ ખૂંચતી હતી, એ કારણે આર્થિક સંકડામણવાળા વિદ્યાર્થીઓ પણ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી શકે એ આશયથી તેમણે શિક્ષણક્ષેત્રે તેમ જ સામાજિક ક્ષેત્રે લાખ રૂપિયાના દાનનો પ્રવાહ વહેતો કર્યો. તેઓએ પેાતાનાં નાણાંમાંથી ટ્રસ્ટો ઊભાંકર્યા એને એ ટ્રસ્ટોની ભાડાની તથા વ્યાજની આવક આજે દર વર્ષે આઠેક લાખ રૂપિયા આસપાસની છે, અને તે આખી રકમ દર વર્ષે આવાં કાર્યોમાં વપરાય છે. આ રીતે તેમના જીવનકાળ દરમિયાન તેમણે લાખો રૂપિયાનું દાન કર્યું. તેઓ પોતાની જાતને, પોતાની મિલ્કતના ટ્રસ્ટી લેખતા હતા. શિક્ષણસંસ્થાઓમાં તેમણે, મહાવીર જૈન વિદ્યાય, જૈન પ્રસારક મંડળ અને અમારા શ્રી સંપુખ્ત જૈન વિદ્યાર્થીગૃહને મોટાં દાને આપ્યાં છે. હમણાના છેલ્લા દુષ્કાળમાં સૌરાષ્ટ્રમાં તેમણે ચારેક લાખ રૂપિયાનું દાન કરેલું . તેમના ભાઇઓ શ્રી ઝવેરચંદભાઇ અને શ્રી કેવળચંદભાઈની પણ આવાં મેટાં દાÀમાં હમેશાં સંપૂર્ણ સંમતિ રહેતી. એ કારણે શ્રી કપૂરચંદભાઇના દેહવિલય પછીપણ એ કુટુંબના દાનના પ્રવાહ વહેતા રહેશે એવી પૂરી શ્રાદ્ધા બેસે છે. આવા એક ઉદારચરિત સજ્જનના અવસાનના આઘાત દરેકને લાગે, પરંતુ તેમના કુટુંબે તે દેારવણી આપનાર વડીલ મું શિરછત્ર ગુમાવ્યું છે, એ કારણે તેમને અસહ્ય આઘાત લાગે તે સ્વાભાવિક છે. આ આઘાત સહન કરવાની તેમનાં કુટુંબીજનોને ઇશ્વર શકિત આપે અને સદ્ગતના આત્માને પરમ શાંતિ મળે એવી પરમાત્માને અંતઃકરણપૂર્વકની મારી પ્રાર્થના છે. ચીમનલાલ ચકુભાઈ ૧૮-૮-૦૩
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy