________________
૧૬-૮-૭૩
પ્રબુદ્ધ જીવન
દેવા સાથેના એમના સંબંધ કેટલા નિકટના હશે તે આપણને એક બીજા ઋષિના સ્તવનમાંથી જાણવા મળે છે. એ કહે છે : “હે ઈંદ્ર, જો તારી જગાએ હું હોઉં તો મારા તાતા કેટલીય ગાયો ધરાવતા હોત.” અને એક બીજા સ્તાતા અગ્નિને મીઠો ઠપક આપતાં કહે છે: “જો તું મનુષ્ય હાત અને હું અમર (દેવ) હોત તે હું તને દીન અવસ્થામાં ન રાખત; મારી પ્રાર્થના કરનારો દુ:ખી તે! ન જ હોવા જોઈએ. તારા સ્થાને હું હોઉં અને મારી જગાએ તું હોય તે તારી ઈચ્છાઓ મેં કયારની પરિપૂર્ણ કરી હાત.”
પ્રાર્થનાની અસર કેવી થાય છે? એક ઋષિ કહે છે કે શ્ર્ચાઓ અમારૢ' કવચ છે- એ અમારુ રક્ષણ કરે છે.
તંત્રયુકત સ્તુતિ ઈંદ્રાદિ દેવાને આકર્ષે છે. કેવી રીતે ? તે એનું રહસ્ય ખાલતાં ઋષિ કહે છે: “હે વરુણ, અમે યંત્ર વડે તારું મન બાંધ્યું છે.” દેવે મંત્રવશ બનીને આવવું જ રહ્યું ! કનુભાઈ શાસ્ત્રી
વૈજ્ઞાનિકામાં પણ આવુ બને છે!
સાહિત્યને ક્ષેત્રે એક લેખકની વાર્તા કે કાવ્યની ઉઠાંતરી બાજા લેખક કરે તેવા ઘણા કિસ્સા આપણે સાંભળ્યા છે, પણ વિજ્ઞાનને ક્ષેત્રે કોઈ એક વિજ્ઞાનીએ કરેલા સંશાધનની ઉઠાંતરી બીજે વિજ્ઞાની કરે તેવા કિસ્સા ઓછા સાંભળવામાં આવે છે. ગત વર્ષે આ પ્રકારની વૈજ્ઞાનિક ઉઠાંતરીને સનસનાટીભર્યા કિસ્સા બહાર આવ્યા હતા. નવાઈની વાત એ છે કે વૈજ્ઞાનિક સંશાધનની ઉઠાંતરી કરવાના આક્ષેપ નોબેલ પારિતોષિકના વિજેતા એવા બે પ્રોફેસરા ઉપર થયો હતો ! ૧૯૫૯ની સાલમાં બે પ્રોફેસરો સર્વશ્રી એમિલીઓ સેગ્રે અને ઓવેન ચેમ્બરલેને પદાર્થવિજ્ઞાનના વિષયમાં જગતને ચરણે એક નવા સિદ્ધાંત ભેટ ધરવા બદલ તે બન્નેને સંયુકત રીતે નેબેલ પારિતાષિક મળ્યું હતું. ગત વર્ષે ૧૪મી જૂને કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રેર્ફેસર ઓરિસ્ટે પિકસીઓનીએ આ બન્ને પ્રોફેસર ઉપર આક્ષેપ સૂકા કે પદાર્થવિજ્ઞાનની તથાકથિત શોધના મૂળ વિચાર આ બન્ને પ્રોફેસરને નહોતા આવ્યા પણ પ્રોફેસર ઓરિસ્કે પિકીઓનીને તે વિચાર આવ્યા હતા.આપણે સામાન્ય જન તરીકે પદાર્થવિશાનની જે શેાધ હતી તેની ટેકનિકલ વિગત વધુ સમજી શકીશું નહિ, પણ એટલું જાણી લેવું જોઈએ કે ૧૯૫૪ની સાલમાં પ્રસર એરિસ્ટ પિકસીાનીએ પ્રોફેસર સેગ્રે અને પ્રેસર ચેમ્બરલેનને સૂચવ્યું કે હાઈડ્રોજન બોંબમાં જે આણુઓ વપરાય છે તેમાંથી અલગ સ્વરૂપના અણુઓને શોધી કાઢવાની પદ્ધતિ તેમણે શોધી કાઢી છે. અણુઓથી અલગ પડતા આ અણુઓને વિજ્ઞાનની ભાષામાં ‘એન્ટીપ્રોટોન' કહેવામાં આવે છે. પ્રેસર એરિસ્ટ પિકસીઓનીએ એન્ટીગ્રેટોન'ને ઓળખી કાઢવાની જે પદ્ધતિ સૂચવી હતી તે બંને પ્રેફેસરોએ અજમાવી જૉઈ અને તેનાં પરિણામે એક મેગેઝિનમાં લેખરૂપે પ્રગટ કર્યા. પરંતુ લેખમાં તેમણે પ્રોફેસર ઓરિસ્ટે પિકીઓનીના ઋણસ્વીકાર કર્યા નહિ. પ્રોફેસર ઓરિસ્ટને માલૂમ પડયું કે તેના મૂળ વિચાર ઉપરથી તે। આ બન્ને પ્રોફેસરોને નોબેલ પારિતોષિક મળ્યું છે એટલે તેમણે બન્ને પ્રોફેસરો ઉપર કેસ ર્યો. કોર્ટમાં કોઈએ પૂછ્યું કે “તમે આ કેસ કરવામાં આટલા બધા વિલંબ કેમ કર્યાં ? ' ત્યારે પ્રોફેસર ઓરિસ્ટે પિકસીઓનીઓ કહ્યું કે “હું આવા કેસ ન કરું તે માટે મને માર્ટી લાલચ આપવામાં ચાવી હતી. આ શેાધને મૂળ વિચાર મને આવ્યો છે તે બાબતમાં ચૂપ રહેવા માટે મેટાં આકર્ષણ ધરીને મને મોડે સુધી રોકી રાખવામાં આવ્યા હતા ! પણ પ્રોફેસરે પછી બહુ રોકાયા સિવાય કેસ કર્યો અને તેમણે બન્ને પ્રોફેસરા પાસેથી રૂ. ૯૬૦૦૦તી રકમને
7
૮૩
દાવા કર્યો છે અને એન્ટીબ્રેટોન'ની શોધના પ્રણેતા તરીકે તેમનું નામ ઉમેરવા માગણી કરી છે !
વિજ્ઞાનીનો બીજો એક ઝઘડા વળી જુદી જાતના છે. ગત ડિસેમ્બરમાં અમેરિકાના મિનિઆપેલીસ શહેરની કોર્ટમાં ડૉ. જોન વાઈલ્ડ નામના વિજ્ઞાનીએ મિનેસેાટા ફાઉન્ડેશન નામની એક ધર્માદા સંસ્થા ઉપર કેસ કર્યા હતા. ડૅ, જૉન વાઈલ્ડે આક્ષેપ કર્યા હતા કે આ સંસ્થાએ તેમને ચાર વર્ષ સંશાધન કરવા માટે ૭૦ લાખ ડૉલરની ગ્રાન્ટ આપી હતી, પરંતુ ચાર વર્ષ પૂરાં થાય તે પહેલાં અઢાર મહિના બાદ આ ગ્રાન્ટમાં મેટો કાપ મૂકવામાં આવ્યા હતા ૨૫ને તેવા કાપ મૂકવાથી તેમની બધી મહેનત ધૂળમાં મળતી હતી. કોર્ટે ડૉ. જોન વાઈલ્ડના દાવા મંજૂર રાખીને મિનૅસેટા ફાઉન્ડેશનને હુકમ કર્યો કે “ડૉ. જોનને ૭૦ લાખ ડોલરની પૂરી ઇમ ચૂકવી દેવામાં આવે !”
ત્રીજો એક ઝઘડાના કિસ્સા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન અને બીજા રોક વિજ્ઞાની વચ્ચેનો છે. શ્રી ડ્રમન્ડ જેકસન નામના એક વિજ્ઞાનીઓ દાંતનું ઓપરેશન કરતી વખતે દર્દીને બેશુદ્ધ બનાવવા અંગેની એક નવી ઔષધીય પ્રક્રિયા શોધી કાઢી હતી. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન તરફથી એક મેગેઝિન પ્રગટ થાય છે તેમાં શ્રી ડ્રમન્ડ જેકસનની શોધ ઉપર ટૌકાટિપ્પણી કરવામાં આવી હતી. શ્રી ડ્રમન્ડ જેકસને કોર્ટમાં કેસ કરીને દાવા કર્યો કે મેગેઝિનમાં પ્રગટ થયેલા લેખને કારણે તેમની શેાધ વિશે લોકોને ઊંધી છાપ પડે છે અને તેનાથી તેમને નુકસાન જાય છે. કોર્ટે આ મામલા ઘરમેળે પતાવવા કહ્યું એટલે શ્રી ડ્રમન્ડ જેકસનને બ્રિટિશ મેડિકલ એસેસિયેશન તરફથી બદલારૂપે મોટી રકમ મળી છે !
વિજ્ઞાનીઓની શેાધ અંગે નહિ પણ વિજ્ઞાનના લેખ અંગેની ઉઠાંતરીના આક્ષેપ ભારતના આંગણા સુધી આવી પહોંચ્યા છે, એવા આરોપ થયો છે કે ભારત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ખાતા દ્વારા તૈયાર થયેલા “વિજ્ઞાન અને ટેક્નોલોજીને લગતા અભિગમપત્ર”માં મુકાયેલા ઘણા ફકરાઓસીધેસીધા “મિનરવા” નામના બ્રિટિશ મેગેઝિનમાંથી ઉપાડી લેવામાં આવ્યા છે અને તે માટે આ મેગેઝિનને કે તેના લેખકના ઋણસ્વીકાર કરવામાં આવ્યો નથી ! જો કે આપણે માટે ગૌરવની વાત એ છે કે “મિનરવા” મેગેઝિનમાં લખાયેલા એ વૈજ્ઞાનિક લેખ બ્રિટનની સસેકસ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓના એક જૂથે તૈયાર કર્યા હતા અને તે જૂથમાં કેટલાક ભારતીય વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થતે હતો. પરંતુ સાયન્સ અને ટેક્નોલોજીને લગતી ભારતની રાષ્ટ્રીય સમિતિએ અભિગમપત્રમાં આ લેખના કરા સીધેસીધા ઉઠાવીને પોતાની મહેનત બચાવી છે!
કાન્તિ ભટ્ટ
( “ ન્યુ સાયન્ટિસ્ટ” નામના સાપ્તાહિક અને બીજી માહિતીને આધારે તૈયાર કરેલા લેખ)
પ્રભુનાં સાચાં સંતાન
કેટલાક મનુષ્યો પ્રભુને પેાતાના આત્મા આપે છે, કેટક પેાતાનું જીવન આપે છે, કેટલાક પેતાનું ધન અર્પે છે. માત્ર શેડાએક માણસા જ પ્રભુને પેાતાની આખી જાત આપી દેછે: પેાતાની પાસે જે કંઈ હાય-પેાતાના આત્મા, પોતાનું જીવન, કર્મ, ધન એ તમામ પ્રભુચરણે ધરી દે છે. પ્રભુનાં સાચાં સંતાન તે તેએક જ છે. બાકીના બીજા બધાએ પ્રભુને કશું જ આપ્યું નથી. જગતમાં એ લોકોના જે કઈ માભા હોય, તેમની જે કંઈ શકિત હોય કે સંપત્તિ હાય, પ્રભુનાકામ માટે તે તે બધાં કશાય મૂલ્યવિનાનાં મીંડાં જ છે. શ્રી માતાજી