SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮૭૩ મુદ્ધ જીવન રસ પડચા જયારે “જૈનોને રસ પડે એવી ગોકર્ણની યાત્રા” એ લેખ મેં શ્રી. ચીમનલાલભાઈ પર મેલ્યો, ત્યારે મે એમને એ અર્થનું ખાસ લખેલું કે “આ લેખ ન ગમે તે નહીં છાપતા.” મેં માન્યું હતું કે આવી સૂચના વાંચ્યા પછી લેખ વાં ીને જ એ છાપશે. એમણે એ છાપ્યો એમાં ખોટું નથી થયું. એ લેખ વાંચીને શ્રી. ખીમજીભાઈ ભૂજપુરિયાએ પોતાની પ્રતિક્રિયા લખી મોકલી અને ચીમનલાલભાઈએ એ પત્ર છાપ્યા, એટલે મારો ઉદ્દેશ સફળ થયો. » “જૈનોને રસ પડે” એમ મેં ખાસ લખેલું. “જૈનોની ભકિત જાગે”, એમ લખ્યું હોત તો એ ખોટું થાત, અનિષ્ટ પણ થાત, ગાર્ણ વિશેની પૌરાણિક વાર્તા ઐતિહાસિક સત્ય તરીકે વિશ્વાસપાત્ર છે જ નહીં. બધા જ ધર્મનાં પુરાણામાં આવી અસંખ્ય વાર્તાઓ લખેલી હોય છે. અમુક લોકો એ વાર્તામાં કાવ્ય જ એ છે. સામાન્ય આધળા જૈનસમાજ આવી કથાઓ સાી માનીને એમાંથી પોતાની ‘શ્રાદ્ધા’ માટે પોષણ મેળવતા આવ્યો છે અને કેટલાક પંડિતા “પરમાત્માને શું અશકય છે? પરમાત્મા ધારે તે કરી અને કરાવી શકે છે. કેવળ નાસ્તિકો જ આવી વાર્તાઓ ઉપર શંકા ઉઠાવે છે,” એમ કહી લોકોની અંધશ્રાદ્ધા મજબૂત કરે છે. એમાં એમને લાભ પણ હોય છે. મારા નાનપણમાં મેં મારા માતપિતા સાથે, સનાતની શ્રાદ્ધાથી, ગાકર્ણની યાત્રા કરી હતી. આગળ જતાં બુદ્ધિ ખીલી, મારી અંધશ્રદ્ધા ઘણે ભાગે મટી ગઈ. છતાં ‘સ્મરણયાત્રા'માં નાનપણનું જીવન રજૂ કરવું હતું માટે ત્યાં મેં એ પ્રકરણ લખ્યું. હું નથી માનતો કે એ પ્રકરણ વાંચી, ત્યારે કે અત્યારે કોઈપણ વાચક એ પૌરાણિક વાર્તાને ઐતિહાસિક સત્ય માની બેસે. જૈનીઓ આગળ આ વાર્તા મૂકવાના મારા ઉદ્દેશ બે. એ હવે જરા સ્પષ્ટ કરી દઉં. સનાતન હિન્દુ ધર્મની કેટલીય માન્યતાઓ નાપસંદ થવાથી, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બે સુધારક -ધર્મએ પોતાને અમાન્ય એવાં તત્ત્વોના વિર્ગંધ કર્યો અને સુધારાના જબરદસ્ત પ્રચાર કર્યો. એ સુધારો સામાન્ય જનતા સુધી લઈ જવાની એમણે હિંમત કરી; અને એમાં એ આશ્ચર્યકારક રીતે ફાવ્યા પણ ખરા. الم પણ એ સુધારા અમુક તત્ત્વ પૂરતા, અને એમના યુગ પૂરતો હતા, બૌદ્ધ ધર્મ અને જૈનધર્મમાં પણ સુધારા કરવા જેવાં તત્ત્વો હતાં જ. એવા સુધારા કરનારા બોધિસત્વ, બુદ્ધો અને તીર્થંકરો તૈયાર થવાના જ. ઈતિહાસક્રમે આવું બધુંથતું આવ્યું જછે. એકવાર સનાતન ધર્મની તે વખતની માન્યતાઓમાં અને પરિસ્થિતિમાં સુધારો કરનાર એક બ્રાહ્મણ નીકળ્યો—પરશુરામ. સનાતન હિન્દુ ધર્મે એને અવતાર તરીકે સ્વીકાર્યો. એને જ હરાવનાર નવા અવતાર આવ્યો. દાશરથી રામ. (જેને લીધે આપણને રામાયણ મળ્યું છે) . રામ સાતમે અવતાર. એના પછી આવ્યા આઠમા અવતાર શ્રીકૃષ્ણનો. એના પછીના નવમે અને ‘ચાલુ અવતાર’ તે ગૌતમ બુદ્ધ. આવી રીતે ક્રાન્તિ થતી જ જાય છે. (અને કો'ક કો’ક વાર ક્રાન્તિ ખોટો રસ્તા પણ લઈ શકે છે, પુરાણામાં બુદ્ધ પછી કલ્કી અવતાર થવાના છે એવી આગાહી લખેલી છે. એ જાતનો અવતાર આવે અને લડાઈ ચલાવે, એવું તો આપણે કોઈ ઈચ્છતા નથી. બુદ્ધ અને મહાવીર જેવા લોકોત્તર પુરુષોએ જે અધ્યાત્મના અને ધાર્મિકતાના પ્રચાર કર્યો અને સમાજરચના સૂચવી, તેના સ્વીકાર કરી, એમાં પણ સુધારા કરી આગળ લઈ જનાર કોઈ નવા યુગના મહાત્માને જ ભવિષ્યની દુનિયા દસમાં અવતાર તરીકે માન્ય રાખી શકશે. ગોકર્ણની કથામાં મેં વાંચ્યું કે “આસપાસના લેાકોમા જૈન ધર્મ ફેલાયા હતે. એમાંના કેટલાક જૈનાએ હિન્દુઓ માટે મંદિરો L عدل ૧ ખરા ! ✩ બાંધી આપ્યાં. એ તે ઠીક પણ કેટલાક જૈનો, જૈન મટી શિવઉપાસક થયા !' આ બધો ઈતિહાસ, અને તે વખતની પરિસ્થિતિ કેવી હતી, એની શોધખોળ કરવાનો રસ જૈનામાં જાગશે એમ મે માન્યું અને તેથી જ ઉમેર્યું કે “મારી જાણ પ્રમાણે ત્યાંના પૂજારીઓ આવા સંશાધકો માટે મુશ્કેલીઓ ઉત્પન્ન નહીં કરે, પણ ઉપયોગી થવા જેટલા ઉદાર દિલના છે.” આજે ધાર્મિકતાનો સાચો પ્રચાર કરનારા, સદાચારી ખંડિતભકતા જરૂર મળી આવે છે. પણ સામાન્ય જનતા એમના ઉપદેશ સાંભળી ‘ઠીક છે’ એટલું જ કહે છે. પણ જો કોઈ મહાત્મા ચમત્કાર કરી બતાવું, તમને મંત્ર આપે અને એની આસપાસના લોકો તમને કહે કે “મુક માણસે આ મંત્રનો એક લાખને જાપ કર્યો એને નાકરી મળી, એના ધનમાં વૃદ્ધિ થઈ, એનાં છેકરાંએ સારે ઠેકાણે પરણ્યાં.”તે। સામાન્ય લોકો તરત એની પૂજા શરૂ કરી દે છે. શાનપ્રચાર, કેળવણીમાં પ્રગતિ, વિજ્ઞાનની શોધખોળ, એ બધી કડાકૂટ શા માટે કરીએ, મંત્રનો જાપ કરો, મહાપુરુષના ગુણગાન કરો. બાકીનું બધું કરી આપવા મહાપુરુષ સમર્થ છે.”. આ જાતની ‘શ્રાદ્ધા' સામાન્ય જનતામાં તો શું, મેટામેટા લોકોમાં પણ કામ કરતી દેખાય છે. શ્રી ખીમજીભાઈ ભૂત્તુરિયાનું અભિનંદન કર્યું છે. કે એમણે લોકોની અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવ્યો છે. આખરે એક જૈનમાં ‘ગાકર્ણની યાત્રા’માં રસ જાગ્યો ખરો! મારો ઉદ્દેશ સફળ થયો. કાકા કાલેલકર તમારી તમામ મુસીબતા વચ્ચે પણ આગળ ધપા જ્યાં પણ જાઉં છું, જેને પણ મળું છું તે કોઈ ને કોઈ વ્યથાના દરિયે આકંઠ ડૂબેલું છે. સે. સૂરજવાળે દીવા લઈને શેકું છું, પણ કોઈ પરમસુખયેા જીવ જોવા નથી મળતા. “સુખી છું, એવી ઢોંગી માયાજાળ વણી બતાવનારા તે ઘણા છે. એમની આખા ને હાઠહસતાં હોય એમ પણબને, પણ ભીતર ભડકા પરંપાર. સ્મિતવંતા ફૂલોના ગજરા પાછળ તીખી શૂળોના સંસાર ધીખતા હોય. કયાં છે સુખ? કયાં છે સુખના સનાતન અણસાર ? જીવનચેતનાની મૂળ ગંગાત્રી સાથેનો સંબંધ જ કપાઈ ગયો હોય, ભીનાશથી છેટે ભાગતા ફરતા હાઈએ, ત્યાં પો! લાગે શી રીતે ? સુખની શોધ સફળ થાય કેમ ? સામે આસેાપાવ ઝૂલી રહ્યાં છે. એમનાં ઘણાં પાંદડાંચુકા ઈને નીચે પડી ગયાં છે. કેટલાંક પાંદડાં સુકાવાની અણી પર છે. પણ મજાની વાત એ છે કે સરસ મજાની લીલી કે પળા પ્રગટી પણ રહી છે. જીવનમાં મને વધારેમાં વધારે આશાયેશ લાગી હોય તે આ વાતની; જૂનાં પાંદડાં ખરે છે, ખાતર બને છે; નવાં પાંદડાં સરજાય છે. આમ એક સુંદર ચક્ર ચાલે છે. એક અજાણ્યા કવિએ ગાયું: “સમયકા પહિયા ફિરતા જાય.” તદ્ન સાચું. સમયચક્ર ફરે છે. સુખદુ:ખનો ચરખો ચાલે છે. આશાનિરાશા આંટાફેરા મારે છે. ઘટમાળ સતત ચાલ્યા કરે છે. એમાં આ પળે તમે કયાં ખડ઼ા છે? આનંદના કોઈ શિખર પર છે? તે તેને અંતિમ શિખર માનશે નહીં; એનાથી પણ કોઈક ઊંચેર શિખરે છે એ ભૂલશે નહીં. એ ઉચ્ચતર – ઉચ્ચતમ શિખરના આરાહણ માટે તમારા જન્મ થયેલા છે, એટલું યાદ રાખો, કોઈ ખીણમાં ખૂંપેલા છે? હદ આવી ગઈ છે? તો ચિંતા શી? છેલ્લી હદ છે ને? તળિયે પહોંચ્યા છે. ને? એ તે આર સરસ. હવે તમારે ઊંચે જ જવાનું, આગળ જ વધવાનું. નીચે જવાનું હતું તેટલા ગયા. હવે સાગરી વાદળની જેમ ઊંચે જવાનું આરંભે, પ્રત્યેક કુર, પ્રત્યેક નવું પાન, પ્રત્યેક વાદળ, પ્રત્યેક કળી, આજ સંદેશ આપે છે: આગળ ધા, વિકાસ સાધી, તમારી તમામ ચુસીબતો વચ્ચે પણ આ સંદેશ ઝીલા, જીવનને જગાડો, વિકાસયાત્રાનો આરંભ કરો. સંકલન : શાંતિલાલ ટી. શેઠ પ્રકાશ ગજજર
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy