SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ . ८० પ્રમુદ્ધ જીવન ટ્રસ્ટીશિપઃ એક ક્ષેત્ર [ મારાં લખાણો જે કેટલાક ભાઈઓ કાળજીપૂર્વક વાંચે છે તેમાં એક છે, ગાંધીજીના પૌત્ર ડૉ. કાન્તિલાલ હરિલાલ ગાંધી, ટ્રસ્ટીશિપ ઉપરના મારા લેખ સંબંધે તેમના એક પત્ર વિચારણીય હોઈ અહીં પ્રકટ કર્યો છે. એટલું ઉમેરું કે માણસમાં રહેલ સદ્ વૃત્તિઓની વાસ્તવિકતા પૂરી પિછાનવી તેનો અર્થ એમ નથી કે ઈશ્વરમાં ઓછી શ્રદ્ધા છે. ઈશ્વર આપણી મારફત જ પોતાનું કામ લે છે.તંત્રી ] મુ. શ્રી. ચીમનભાઇ, “પ્રબુદ્ધ જીવન”માં આવનું આપનું લખાણ હું હંમેશ રસથી વાંચું છું. “મિલકતના ટ્રસ્ટી બના” વાંચતાં આપનું એક વાકય “પણ માનવમાં રહેલ અસવૃત્તિઓના એછે ક મૂકીએ તો નિરાશા જ રહે” એ સમજાયું નહીં તેથી ફોન કર્યો. પણ જ્યારે આપે કહ્યું કે “સવૃત્તિ” બરાબર છે ત્યારે મે ફરી વિચાર કર્યો અને મને લાગેલું કે આપ “સવૃત્તિ” શબ્દ વાપરવા ઈચ્છતા હશો. પણ પછી મને જે સમજાયું તે, ને તેના ઉપરથી વિચાર આવ્યા તે લખું છું. આપના ઉપરના વાક્યથી એમ લાગે છે કે નિરાશ ન થવાય માટે આપ માનવમાં રહેલી અસહૃત્તિનો આંક આછા ન મૂકવા સલાહ આપે છે. એટલે કે જો આપણે બહુ આશા રાખીશું કે મૂડીવાદીઓ ટ્રસ્ટી થઈ જશે તે . એમાં નિરાશા જ મળશે. કેમ કે માનવમાં અસવૃત્તિઓ પણ પ્રમાણમાં છે. પણ આપે જેમ એ જ લખાણમાં બીજે લખ્યું છે તેમ માંનવની માનવતામાં અખૂટ શ્રાદ્ધા રાખવી એ ઈશ્વરમાં શ્રાદ્ધા રાખવાનું લક્ષણ છે. એટલે માનવમાં જેટલી શ્રદ્ધા ઓછી કેટલી ઈશ્વરમાં આસ્થા એછી. તેથી ખરી રીતે જો આપણે આપણામાં ઈશ્વરાદ્ધા એટલે માનવની માનવતામાં શ્રાદ્ધા રાખવી હોય તો એની સવૃત્તિઓના અંક વધારતા જ જવું જોઈએ અને એની અસવૃત્તિઓનો આંક ઓછા જ કરતાં જવું જોઈએ. આશા-નિરાશા કર્તવ્યના પરિણામ ઉપર નિર્ભર છે. પરિણામ ધારેલું ન આવે તે સામા માણતાં “સવૃત્તિનું પ્રમાણ ઝાઝું હતું ને આપણે એના આંક આછે મૂકેલા એમ માનવું એ ઈશ્વરમાં શ્રદ્ધા ઓછી છે એમ બતાવે. એને બદલે તે વખતે એમ વિચારવું જોઈએ કે પેાતાની સવ્રુત્તિ ને તેને અનુરૂપ વર્તનમાં કયાંક ખામી હશે, આમ કરવાથી નિરાશા ન થાય. વર્ગવિગ્રહને વિચાર પણ ન આવે. આપણા પોતાના અંતરમાં વિગ્રહ થાય. ટ્રસ્ટીશિપનો સિદ્ધાન્ત બાપુજીએ રજૂ કરેલ એ સમગ્ર જીવનદર્શનનું એક અંગ હતું તે તદ્દન સાચું છે. અર્થારચના ગાંધીજીના અહિંસક સમાજનો પાયો છે એ પણ સાચું છે. એ અર્થરચના અમલમાં મુકાય તે ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના ઉપયોગની જરૂર ન પડે. પણ ગાંધીજી વ્યવહારિક હતા ને તેથી આજના યંત્રયુગમાંથી નીપજતી આર્થિક અસમાનતા દૂર કરવા એમણે ઉપાય સૂચવ્યો કે મૂડીવાદીએ પેાતાની મિલકતના ટ્રસ્ટી થાય. જયપ્રકાશ તેમ જ તેમના સર્વોદયવાદી સાથીઓ આ વિકેન્દ્રિત અર્ધરચના કરવામાં નિષ્ફળ ગયા છે. ભૂદાન, ગ્રામદાન ઈ. એક પછી એક નારાના ચક્રમાં ફસાવાથી બાપુજીના વ્યવસ્થિત ગાઠવેલ બધાં જ રચનાત્મક કાર્યો પાછાં પડયાં. “હરિજનબંધુ” ના તંત્રી મગનભાઈ દેસાઈએ અનેકવાર આ તરફ લોકોનું ધ્યાન ખેંચેલું. ગાંધીવાદી તેમ જ સર્વોદયવાદીઓને કોંગ્રેસમાં રહી અને વિકેન્દ્રિત અર્થ રચના તરફ વાળવા પ્રયત્ન માટે એમણે પ્રેરેલા પણ એ એમને ગળે ન ઊતર્યું. એટલે વિનોબાજીની બધી પ્રવૃત્તિએ મુખ્યતયા વિચારપ્રચારની જ રહી ગઈ. આદર્શોને આચારમાં ઉતારવાનું કોંગ્રેસને ભાગે જ રહ્યું. કોંગ્રેસે તા સર્વોદય અર્ધરચના સ્વીકારેલ જ નહીં. આ પરિસ્થિતિનો લાભ લઈ મૂડીવાદીઓ ને સામ્યવાદીએ કોંગ્રેસમાં ઘૂસી ગયા. એ બે વચ્ચેની સત્તાની સાઠમારીમાંથી જ કોંગ્રેસનું વિભાજન થયું. સત્તાધારી કોંગ્રેસની શકિત વધતી ગઈ. સામ્યવાદીઓ ફાવતા ગયા, લેાકાને ગાંધીજીના રસ્તા-સત્યાગ્રહના રસ્તા- વ્યવહારિક માર્ગ બતાવનાર કોઈ રહ્યું નહીં. અને એટલે જ આજની પરિસ્થિતિ વર્ગવિગ્રહને કિનારે આવી ઊભી છે. એટલે હવે જયપ્રકાશજી ટ્રસ્ટીશિપ પાછળ જોર કરવા લાગ્યા છે. તમે સૂચવા છે એમ કાઈને કરોડો કમાવા દેવામાં આવશે જ નહીં એમ કહેવાની કે ન કમાઈ શકે એવી વ્યવસ્થા કરવાની વધુ ૬૮રૂર છે. તે સરકાર દ્વારા જ થઈ શકે. કમનસીબે હજી જયપ્રકાશજી, ક્રિપલાનીજી કે મેરારજીભાઈને ઈન્દિરાબહેનને સાથ આપી દેશને કમ્યુનિસ્ટોના કબજામાં આવતા રોકવાની જરૂર નથી દેખાતી, અસ્તુ. લિ. સેવક, કા. હું. ગાંધી મેહુલા વરસ્યા મેહુલા વરસ્યો ધરતી ભીંજી, સાડી થૈ હરિયાળી ! ડાંગર ડાંગર વાવી રસાયણ ખાદે, ભે થૈ રસહીણી !' વાવણી આવી વર્ષા, નાવાવણી કરી ફરી જે ફક્ક ફક્કા ! પ્રિયદર્શ શું પ્રિયદર્શ, શ્યામ વૃક્ષ, ઊમટી અમીધાર ! સ્નેહ ઢેલું મલકી, મોરલાને ભાળી, ને તલખે હાં ! ભૂમિ વાયરા વાયા. વાદળ ઊમટયાં. ના ભૂમિ ભીંજાણી ! ઈન્દ્રગોપ તા. ૧૬-૮-૦૩ ઈન્દ્રગાપની હેલે છલકે, વિખ કે પ્રેમસ્રોત? વર્ષો [ હાઈ કું] વડ મેઘ વરસ્યા, વડ હરખ્યો, ઝર્યા" મેાતીબિન્દુડાં ! મેઘવારી આવ્યા વર્સાદ, મોંઘા પ્રસાદ, સસ્તાં માનવબાળ ! આત લપસી પડયા. બધા હસ્યા. કહ્યું : “જે ભગવાન ! ” ભેસ ભેંસ નહાયે, નિત્ય વર્ષામાં, હૈયે, ના શીતળતા ! યુગલ રાત કાળી ને દિવસ ઉજમાળે. જુગલ જોડી ! દીવાસળી હા, દીવાસળી સૂકી, ખાખું ભીનું ! ના ચિનગારી ! પપૈયા પયા મળે કાણા, વર્ષાશે. એની તૃષા મિટાવે ? પ્રા. હરીશ વ્યાસ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy