SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૭૩ પ્રબુદ્ધ જીવન વિશ્વનો અટળ નિયમ पापो पि पस्सति भद्रं याव पापं न पच्चति यदा च पच्चति पापं अथ पापो पापानि पस्सति । १ भद्रो पि पस्सति पापं याव भद्रं न पच्चति . ઘar જ જરુતિ Hદ્ર અથ મદ્રો ભદ્રાઉન gerfસ .... ૨ न अन्तलिक्खे न समुद्दमझे न पब्बतानं विवरं पविस्स . न बिज्जती सो जगति प्पदेसो यत्र ठितो मुञ्चेव्य पापकम्मा ३ अत्तना व कतं पापं अत्तजं अत्तसंभवं अभिमन्थति दुम्मेधं वजिरं व'म्हमयं मणि। ४ अत्ता हि अत्तनो नाथो को हि नाथो परो सिया। अत्तना हि सुदन्तेन ' ' नाथं लभति दुल्लभं । ५ अत्तना चोदय'त्तानं पटिमासे अत्तमत्तना सो अत्तगुत्तो सतिमा सुखं भिक्खु विहाहिसि । ६ यो सहस्सं सहस्सेन सग्डामे मानुसे जिने एक च जेग्यमत्तानं स वे सङगामजुत्तमो। ७ अत्ता है वे जितं सेय्यो या चायं इतरा पजा अत्तदन्तस्स पोसस्स निच्चं संयतचारिनो। ८ नेव देवो न गन्धब्बो न मारो सह ब्रह्मना जितं अपजितं कयिरा तथा रुपस्स जन्तुनो। ९ (૧) જ્યાં સુધી પાપ પાકતું નથી (તેનું ફળ મળતું નથી, ત્યાં સુધી પાપ કરવાવાળાને તે સારું લાગે છે. જ્યારે તે (પા૫) પાકી જાય છે, ત્યારે પાપ કરવાવાળાને પોતાનું પાપ દેખાય છે. (૨) જ્યાં સુધી પુણ્ય પાકનું નથી, ત્યાં સુધી પુણ્ય કરવાવાળાને પુણ્ય પણ પાપ જેવું લાગે છે. પરંતુ જ્યારે પુણ્ય પાકે છે ત્યારે પુણ્ય કરવાવાળાને પોતાનું પુણ્ય દેખાય છે. (૩) સંસારમાં એવું કોઈ સ્થાન નથી, નથી અંતરિક્ષમાં, નથી સમુદ્રમાં કે ગર્ભમાં, નથી પર્વતની ગુફાઓમાં કે જ્યાં ઘૂસીનેછુપાઈને - માણસ પાપકર્મથી (તેના કડવા ફળથી) બચી શકે. (૪) જેમ વજ પથ્થરથી પેદા થઈ પથ્થરને જ કાપે છે, તેમ દુદ્ધિ મનુષ્યનું પા૫, જેને પોતે જ જન્મ આપ્યો છે અને પોતે જ ધારણ કર્યું છે, તેને પોતાને જ નાશ કરે છે. (૫) પુરુષ પોતે પોતાને સ્વામી છે. પોતાને સ્વામી બીજે કોણ હોઈ શકે? પિતાનું ઠીક દમન કરે તો તે જ સુદાન્ત આત્મા દુર્લભ સ્વામી બની જાય છે. (૬) પોતે જ પોતાને પ્રેરિત કરે. પોતે જ પોતાની ચોકીદારી કરે. આવી રીતે પોતે જ પોતાની રક્ષા કરે અને સ્મૃતિમાન બની ભિખુ સુખવિહાર કરી શકે. (૭) યુદ્ધમાં સહસ્ર મનુષ્યને જીતવાવાળા કરતાં, તે પિતાની જાતને જીતવાવાળે આત્મવિજેતા મોટો યુદ્ધવિજેતા છે. (૮) આ બધા લોકોને જીતવા કરતાં પોતાની જાતને જીતવી શ્રેષ્ઠ છે. જેણે પોતાનું દમન કર્યું છે તે સંયમથી ચાલે છે; (૯) રોના જેવા પુરુષની જાતને હાર કરવાવાળા કોઈ દેવ નથી, કોઈ ગંધર્વ નથી, અને બ્રહ્મા સહિત માર પણ નથી. - આ ગાથાએ ધમ્મપદની છે. આવાં વચને અન્ય ભારતીય ધર્મો, જૈન અને હિન્દુ ધર્મગ્રન્થામાં મળી આવે છે. ભારતીય સંસ્કૃતિનો આ સર્વમાન્ય વારસે છે. બધા ધર્મોએ સદાચારનો ઉપદેશ આપ્યા છે. પણ ભારતીય દર્શને જ તેને પાયો શોધી કાઢયો છે. સદાચાર શા માટે? પાપ શું છે, પુણ્ય શું છે, તેનું તાત્ત્વિક દર્શન ભારતીય ધર્મોમાં મળે છે. What is the metaphysical foundation of ethical conduct? why good conduct? - ચા વચને અનુભવની વાણી છે. માત્ર બુદ્ધિ કે તર્ક પર આધારિત નથી. એવો અનુભવ થાય ત્યારે આત્મદર્શન થાય છે. આ સ્વાનુભવ પ્રમાણે સદાચારનો પાયો છે કસિદ્ધાંત. એ માત્ર વ્યવહારનીતિ નથી. Utility, એ સગવડિયો ધર્મ નથી. Honesty is the best policy માત્ર વ્યવહારનીતિ છે. કસિદ્ધાંત વિશ્વના અટલ નિયમ છે. Moral Law of the Universe. સકળ વિશ્વ તેને આધીન છે. બ્રહ્માંડ નિયમથી નભે છે. એ કોઈ ભૌતિક અધ0 dra-Blind material force 1.-It is a spiritual & moral Law. ઉપરની ગાથાઓ આ સિદ્ધાંતનાં બે પાસાંઓ બતાવે છે. એક, દરેક જીવે પોતાની કરણીનું સારુંનરસું ફળ અવશ્ય ભેગવવાનું છે. તેમાંથી કોઈ છૂટી શકતું નથી, છૂટી શકે નહિ. પાપ પાક ન હોય ત્યાં સુધી સારું લાગે, પાકે ત્યારે પાપ દેખાય. પુણ્ય પાકયું ન હોય ત્યાં સુધી પાપ જેવું દેખાય. પાકે ત્યારે પુણ્યની પ્રતીતિ થાય. પણ સારુંનરસું કર્યુ અવશ્ય ફળ આપે છે અને પોતે જ ભેગવવું પડે છે. આ કર્મસિદ્ધાંત અતિગૂઢ છે. તેનું રહસ્ય પામવા ચિત્તની નિળતા અને અંતર્મુખતા જોઈએ. કમસિદ્ધાંતને જૈન ધર્મો વધુમાં વધુ ઝીણવટથી ખે છે, સમજાવ્યો છે. તેનું બીજું પાસું એ છે કે અતિમાં પોતે જ પોતાના સુખદુ:ખને કર્યા છે, પોતાના ભાવિના સ્વામી છે. કોઈ પરપદાર્થ તેનું ભાવિ ઘડતું નથી, ઘડી શકે નહિ. મન: gવ મધ્યમ્ સરળ * बन्ध मोक्षयोः। आत्मैव आत्मनो बन्धुः, आत्मैवआत्मनो रिपुः કોઈ આંધળું પ્રારબ્ધ તેનું ભાવિ ઘડતું નથી. જેને પ્રારબ્ધ કહીએ છીએ તે પૂર્વકમ છે, પોતાનાં જ છે. કર્મસિદ્ધાંતમાંથી આત્માનું અસ્તિત્વ, તેનું નિયંત્વ, પૂર્વભવ, પુનર્જન્મ વગેરે ફલિત થાય છે. સદાચાર કે દુરાચારનું ફળ એક ભવમાં જોવા કે ભોગવવા ને પણ મળે. માટે, આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ, વળી ભેાકતા છે, મેક્ષ છે, મોક્ષ ઉપાય રાધર્મ. આ સુધર્મ એટલે સદાચાર. આ કર્મનો સિદ્ધાંત ન સ્વીકારીએ તે જિંદગીને મેળ મળતું નથી, આ જગતનું રહસ્ય સમજાતું નથી. કર્મસિદ્ધાંતથી જિદગીને તાળો મળે છે, મનનું સમાધાન થાય છે. પોતાની સારીનરસી કરણીનાં કડવાંમીઠાં ફળ પિતાને ભેગવવા ન પડતાં હોય તે આ Coreol 2015 2tuídlet RHC 3. Blind play. Then there is not left any meaning or purpose in life. Sala Bagid 240 2-1 BHL અતિગહન છે. સ્વાનુભવથી જ સમજાય, શ્રદ્ધાથી સ્વાનુભવની દિશામાં જવાય. એ શ્રદ્ધા એટલે કે કામ જ હોય, આમ જ હોવું જોઈએ, અને આમ જ છે. It can be so it must be so, it is so. આમ ન હોય તો ૨ જિદગી નિરર્થક છે. સોક્રેટિસને દેહાંત દંડની સજા થઈ. પછી અંતિમ ઉોધન તેણે કર્યું ત્યારે છેવટ કહ્યું : Still I have a favour to ask of them (my judges.) When my sons are grown up, I would ask you, O my friends, to punish them, and I would have you trouble them as I have troubled you, if they seem to care about riches or anything, more than about virtue, or if they pretend to be something when they are really nothing-then reprove them, as I have reproved you, for not caring about that for which they ought to care, and thinking that they are something when. really they are nothing. And if you do this, both I and my sons will have received justice at your hands. The hour of departure has arrived and we go our waysI to die and you to live, which is better God only knows. મારે મારા ન્યાયાધીશ સમક્ષ હજ યે એક વિનતિ કરવાની છે. મારાં સંતાનો મેટાં થાય ત્યારે જો તેઓ સદાચાર કરતાં સંપત્તિને કે બીજી કોઈ ચીજને વિશેષ મહત્ત્વ આપતાં લાગે તો, અથવા વસ્તુત: તેઓ કશું જ ન હોવા છતાં પોતે કંઈક હોવાને દંભ આચરે તે, મારા મિત્રો, તમે એમને શિક્ષા કરો અને જે રીતે મેં તમને પરેશાન કર્યા છે એ રીતે એમને પણ પરેશાન કરશે. એજ રીતે જેને એમણે મહત્ત્વ આપવું જોઈએ એને મહત્ત્વ નહિ માપવા માટે અને તેઓ સાવ કંઈ જ નહિ હોવા છતાં પોતે કંઈક છે એમ મિથ્યાભિમાન સેવે ત્યારે જેમ મેં તેમને ઉપાલંભ આપે છે તેમ એમને પણ ઉ લિંભ આપજો. જો તમે અાટલું કરશે તો મને અને મારા પુત્રને તમારા હાથે ન્યાય મળ્યો ગણાશે. વિદાયની પળ ચાવી ચૂકી છે અને આપણે આપણા માર્ગે પ્રયાણ કરીએ છીએ - હું મૃત્યુ પામવા અને તમે જીવવા માટે. આમાં કયું વધુ સારું છે એ તો ઈશ્વર જ જાણે છે.] ૧૮-૮-૭૩ ચીમનલાલ ચકુભાઈ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy