________________
તા. ૧-૮-૭૩
પ્રબુદ્ધ જીવન
પ્રારબ્ધ અને પુરુષાર્થ
એક મિત્ર મુશ્કેલીમાં હતા. તેએ પેાતાની મુશ્કેલીની વાત એક બીજા મિત્રને કરી રહ્યા હતા. પેલા મિત્રે એમને સલાહ આપી કે “તમારી મુશ્કેલી સાચી છે, પણ એમાં આપણાથી કંઈ થઈ શકે નહિ. બધો આધાર આપણા નસીબ, પ્રારબ્ધ પર છે. આપણે નકામી દેડાદોડી કરીએ છીએ. એ દોડાદોડીથી કંઈ વળવાનું નથી. માટે શાન્ત બેસી રહો અને પ્રારબ્ધના ખેલને જોયા કરો. જેઆવી પડે તે, સમય સુધરે નહિ ત્યાં સુધી, સહન કરી લીધા સિવાય છૂટકો નથી.”
આ તે। મિત્ર વચ્ચેની વાતચીત છે પણ જીવનમાં વખતે વખત આપણને આવા ઉદ્ગારા સાંભળવા મળે છે. માણસ કંઈક કામ હાથમાં લે અને ઘેાડી મુશ્કેલી ઊભી થાય અથવા તે કુટુંબમાં કંઈક તકલીફ આવી પડે તે શરૂશરૂમાં આપણે એને પ્રતિકાર કરીએ છીએ પણ એકથી વધુ વાર મુશ્કેલી ઊભી થાય કે કયાંક નિષ્ફળતા મળે તે પછી આપણે એમ કહેવા લાગીએ છીએ કે નસીબ જ વાંકું લાગે છે, એમાં કોઈ વાત સીધી ઊતરે જ નહિ, ગમે તેટલી વાર મથીએ પણ જે પ્રારબ્ધ જ આવતું હશે તે એમાં કંઈ વળવાનું નથી, એવી માન્યતા પછી આપણામાં દૃઢ થતી જાય છે. અને આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ, આપણને કોઈ કામ કરવાનું સૂઝતું નથી, પછી આપણુ કઈ લક્ષ્ય રહેતું નથી, કોઈ નિશાન આપણે રાખતા નથી.
આ જાતની પ્રારબ્ધવાદી મનેવૃત્તિ આપણી જે થઈ જાય તે એ આપણને ઘણું નુકસાન કરે છે. એક તા આપણામાંથી જ આપણા વિશ્વાસ ઊઠી જાય છે. પુરુષાર્થ આપણને અર્થહીન લાગે છે; અને કશા માટે પ્રયાસ કરવાની ઈચ્છા જ આપણે ગુમાવી બેસીએ છીએ. આપણે યંત્રની જેમ જીવીએ છીએ. આપણા જીવનમાં આપણને આનંદ, સંતાષ કે સુખની લાગણી જેવું રહેતું નથી,
આપણે જે આપણી આ સ્થિતિ વિશે થાડાક પણ ઊંડા ઊતરીને વિચાર કરીશું તે આપણને એમ લાગશે કે નસીબ - પ્રારબ્ધનો વાતના આપણે પછી આપણી ઊણપોને ઢાંકવા માટે, આપણી નિષ્ક્રિ યતાને છાવરવા માટે ઉપયોગ કરીએ છીએ. આપણે એમ માનીએ છીએ અને બીજાના મન પર એ હકીકત ઠસાવવા માગીએ છીએ કે આપણું પ્રારબ્ધ તે અગાઉથી નક્કી થઈ ચૂકેલું છે, એમાં આપણે જરા પણ ફેરફાર કરી શકીએ એમ નથી. અને એમ કહીને આપણે આપણી સ્થિતિને સુધારવામાટે, આપણા જીવનને બરાબર જીવવા માટે કોઈ પ્રવૃત્તિ કરવામાંથી આપણે બચી જવા માગતા હાઈએ છીએ.
પણ આપણું આ વલણ બરાબર નથી. અલબત્ત, ઘણીવાર એવું બનતું હોય છે કે માણસને ઉપરાઉપરી નિષ્ફળતા મળે, ઉપરાઉપરી દુ:ખના, તકલીફના, મુશ્કેલીના પ્રસંગ આવે અને માણસ ભાંગી પડવા જેવા થઈ જાય. પરંતુ માણસ ધારે તે આ બધામાંથી બહાર આવી શકે છે. માણસમાં સંકલ્પ અને ઈચ્છાશકિત હાય તો નિષ્ફળતાની અને મુશ્કેલીની પછડાટામાંથી છેવટે એ બહાર આવી શકે છે અને પેાતાના જીવનને પાતે ધારી હાય તે દિશામાં લઈ જઈ શકે છે.
ઘણીવાર એવું પણ બને છે કે પ્રારંભની નિષ્ફળતા માણસના જીવન વિશેના અભિગમને પલટાવી નાખે છે. એને જીવન પ્રત્યેનો દષ્ટિકોણ એવી રીતે ઊલટાઈ જાય છે કે પછીએ સીધી રીતે વિચારી શકતા નથી. એના વિચારો એક પછી એક મળેલી હતાશાને લીધે નકારાત્મક થઈ ગયા હોય છે, એટલે કશું વિધાયક એનાથી વિચારી શકાતું નથી અને જ્યાં સુધી એ પોતાના વિચારોમાં પરિ
૩૫
✩
વર્તન ન લાવે, પ્રારબ્ધ અને નસીબની વાતોમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી જીવનમાં અને કોઈ માર્ગ મળતા નથી.
જો માણસ પાતાના જીવનને સ્વસ્થ અને સારું બનાવવા માગતા હોય, જીવનના અસંતોષમાંથી મુકિત મેળવવા . માગ હાય તે. એણે સૌપ્રથમ તે પ્રારબ્ધવાદ સાથે છેડો ફાડી નાખવા પડશે. જો ‘એ આટલું દઢતાથી અને નિશ્ચયાત્મકતાથી કરી શકે તે અર્ધા વિજય તા એને મળી ગયો જ સમજવા. પ્રારબ્ધવાદમાંથી એ મુકત થાય એટલે ભૂતકાળની નિષ્ફળતા અને હતાશા, જેને લીધે એનું જીવન નિષ્ક્રિય બની ગયું હાય છે એમાંથી છૂટવાને રસ્તો પણ એને માટે ખુલ્લા થાય છે. અને પછી એવી રીતે વિચારવા લાગે છે કે જો શરૂઆતમાં નિષ્ફળતા મળે તે આખા જીવન દરમિયાન નિષ્ફળતા જ મળશે. એવું માની લેવું. બરાબર નથી, માણસ વિશ્વાસ અને શ્રાદ્ધાથી આ રીતે મળેલી હતાશાને એક બાજુ રાખીને પોતાને માટે વિચારેલ જીવનધ્યેય ભણી આગળ વધી શકે, એવું પણ એને સમજાવા લાગે છે. આ સમજણ એને પછી એના બંધિયારપણામધી-એના પ્રારબ્ધવાદી વિચારોમાંથી એને બહાર લાવે છે.
માણસમાં જૉ આ પ્રારબ્ધવાદ અને હતાશાએ આણેલી, નિષ્ક્રિ યતામાંથી બહાર આવવાની પ્રબળ ઈચ્છા જાગે તે પછી એ એને અનુરૂપ પેાતાના વિચાર અને વર્તન ભણી વળે છે, એનામાં આત્મવિશ્વાસ આવે છે, એનામાં ચેતના આવે છેઅને એનું મન પ્રારબ્ધવાદને છેડીને આશાવાદી દષ્ટિકોણમાં પરિવર્તન પામે છે. એ પછી નકારાત્મક રીતે વિચારવાને બદલે એ પાતાના પુરુષાર્થ પર આધાર રાખે છે.
એમ કહેવાય છે કે માણસ જે વિધાયક રીતે વિચારતા હોય, પેાતાના વિચારો સાકાર થઈ શકે તેમ છે એવી એને શ્રાદ્ધા હોય, અને પોતાનામાં એ શકિત છે એવા જૉ એને આત્મવિશ્વાસ હાય અને આત્મવિશ્વાસની સાથે જે એનામાં પુરુષાર્થ કરવાની તમના હાય અને સંકલ્પશકિત હોય તો પછી એ પેાતાની ઈચ્છા- આકાંક્ષાને પરિપૂર્ણ કરી શકે છે. આ માટે સૌ પ્રથમ તો પ્રારબ્ધવાદ જ આપણા જીવનમાં સૌથી વધુ મહત્ત્વના ભાગ ભજવે છે એવી મનેવૃત્તિમાંથી મુકત થવું જોઈએ. શિવમ ્
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા શુક્રવાર તા. ૨૪ મી ઓગસ્ટથી શનિવાર, તા. ૧લી સપ્ટેમ્બર સુધી એમ નવ દિવસ માટે ભારતીય વિદ્યા ભવનમાં રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦વાગ્યા સુધી યાજવામાં આવી છે. આ વ્યાખ્યાનમાળામાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી રોહિત મહેતા, શ્રીમતી શ્રીદેવી મહેતા, શ્રી પાંડુરંગ શાસ્ત્રી, શ્રી મનુભાઈ પંચાલી (દર્શક), ફાધર વાલેસ, શ્રી પુરુષોત્તમ માવલંકર, શ્રી નારાયણ દેસાઈ, શ્રીમતી નિર્મળા દેશપાંડે, શ્રી દલસુખભાઈ માલવણિયા, શ્રી નવલભાઈ શાહ, શ્રી પ્રબોધ ચોકસી, શ્રી ભંવરમલ સિંધી, પ્રો. રમેશ ભટ્ટ તથા વૈદ્ય શ્રી પ્રાગજીભાઈ રાઠોડ વગેરે વ્યાખ્યાતાએ વ્યાખ્યાન આપવા માટે પધારશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ હવે પછીના અંકમાં પ્રગટ કરવામાં આવશે.
• ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ