________________
i
æ
૭૬
不
પ્રબુદ્ધ જીવન
“ કાન ગલી ગધે। શ્યામ”
“મહેમાને હમણાં જ ગય છે, નહીં નહીં તે! યે રાતના અગિયાર વાર્ગી ગયા છે. ગાળ ડાઈનિંગ ટેબલ પર એક ટ્રેમાં પાણીના ગ્લાસ અને બીજી ટ્રેમાં ચાના કપ ખાલીખમ થઈને પી રહ્યા છે. પેલી, સફેદ મીણબત્તીઓનું ઝૂમખું ટાંગ્યું હોય એવા લમ્પ કાચનું અજવાળું પાથરી રહ્યો છે. એશ - ટ્રેને દિવસ પણ સાવ ખાલી નથી ગયા. રાખથી એ ભરાઈ ગઈ છે- ઊભરાઈ ગઈ છે.
સામેની દીવાલ પર પવનની લહેરખીએ ઝૂમી ઊઠેલા વૃક્ષના ફોટોગ્રાફ છે. છબીકારે કોઈ એવીણમાં ચિત્ર ઝડપ્યું છે કે વૃક્ષાનું ડૉલન અહીં બેઠા બેઠા પણ અનુભવાય છે. ધરતી પરથી ભલે અમે વૃક્ષોને ઉખેડી નાખ્યાં, પણ ઘરની દીવાલ પર પણ સ્થાન ન આપીએ એવા અમે કૃપણ નથી. એમ અમે ઘરમાં કરમદાંને ‘મિની પ્લાન્ટ' પણ રાખ્યા છે. નાનકડા કુંડાના કમમાં કમ સ્કવેર ફોટમાં જ એને જીવવાનું છે. આજે કોઈ ટોલ્સ્ટોય. જન્મે તે How much land does a plant require’— એ વિષય પર વાર્તા તો લખી શકે. કૂંડામાંની માટી જેઈ શકાય છે. એ માર્ટી પર કાંકરા કરતાં મેટા અને પથરા કરતાં નાના, એવા રળિયામણા Pebbles પણ ગાઠવ્યા છે. કાચનું અવાળું, ગાળ પંખાની હવા, દૌવાલ પર વૃક્ષ ચિત્ર,અને ખૂણામાં Mini Plant, ભા અત્રેની સંભળાતી “કીન ગલી ગયા શ્યામ” ની રેકોર્ડ. એક યુગ આથમે છે અને કોઈ બીજો નવા યુગ શરૂ થાય છે. ખબર નથી કે કાળની કઈ ગલીમાંથી સતત આવનજાવન થયા કરતી હશે.
નાના હતેા ત્યારની એક વાત યાદ આવે છે. શૈશવ તે ચાલી ગણું. હવે એને શબ્દોમાં જ જીવવાનું ને ! શબ્દ પણ જ્યારે સિક્કાનો જેમ જૂના થઈ જશે ત્યારે..! ત્યારે શું? કાળને વીંધીને તે કોણ જોઈ શકે? પણ ભૂતકાળની વાત પાસે પહોંચવું પડે એમ નથી, હું પગ નહીં ઉપાડું તે પણ આખો રસ્તો મારી આસપાસ અજગર થઈને પડયા છે.
એક દિવસ સાંજના નાળાના ચાર-છ છે(કરાઓએ કહ્યું હતું; “આજે સાંજે ફરવા જઈશું ? ”
“ કર્યાં ?'
“આપણે તે મિલિટરીના વિસ્તારમાં જવાનું છે.” “કેમ ?”
“ત્યાં સિગરેટનાં પાકીટ વીણવા .” “પછી પાકીટનું શું કરશું ? ” “એમાંથી ગાળ ચક્કર બનાવશું.” “ગાળ ચક્કરનું શું કરશું ?" “દીવાલ પર ટાંગશું.”
અને મને હજીયે યાદ છે કે Passing Showનાં પાકીટ રીણી લાવ્યા'તા. ખૂબ ભેગાં કર્યાં'તાં. એમાંથી એક ચક્કર પણ બન્યું'તું. શૈશવની દીવાલ પરથી હજીયે નથી ઊતર્યું .
f Passing Show— આ નામ જેણે રાખ્યું હશે એ માણસ ખરેખર કઇંક દષ્ટિવાળા તેા હશે જ. એકબે ક્ષણમાં જ ધુમાડે ધુમાડે સમેટાઈ જતી સિગરેટ જ નહીં પણ આપણી સમગ્ર જિંદગી અંતે તે એક Passing Show જ છે ને!
નાના હતા ત્યારે કશું વિચારતા જ નહેાતા, આ થોડાક મેટા
幾
વૃક્ષ નીચે
વૃક્ષ નીચે
બળદ છૂટયા ગાડા જેવું મન મારુ પડી રહ્યું :
બપારની વહી જાય વેળ
પથની તો નહીં કોઈ સ્પૃહા સમયની સાથે નહીં મળે કોઈ મેળ
મને મારા ઉપર તિરસ્કાર છૂટે
એની નીચે
પડ્યો પડ્યો
મૂળમહીં ખાડાયેલા પૈડાંની ગતિને હું લાગવું .
તા. ૧-૪-૭૩
થયા એટલે સિગરેટના ખાખાના નામને પણ ન છેડયું! ‘મોટા’ થવાની આ કેવી. મેટી સજા! જેને ઓશીકે જ ઊંઘ છે એવા સરળ મનના એક સજ્જને કહ્યું કે મારે તે I have to thinkwhat to think, `રાતના ઊંઘવા માટે ગેગીઓ નથી લેવી પડતી કે હાથમાં ચેપડી હેાય અને બે - ચાર પાનાં વેંચાય પછી જ ઊંઘ આવે એવું નથી. સૂતા કે એક ઊંઘે સવાર. જેમને ઊંઘનું સુખ છે એ માણો વિચારહીન હોય છે કે વિચાર કરવા અશકત હોય છે એવું નથી— પણ એ લોકો પણ મનને ખાલી કરવાની કળા જાણતા હોય છે. મન ખાલી થઈ જાય છે ઃ પછી જાણે અંદર એક આરસનું મંદિર હાય એવા અનુભવ થાય છે ને કાંતણયજ્ઞામાં આહુતિ થઈને પડનારા સદ્ભાગી -અભાગી જીવ તે રાતના સૂવાને બદલે Passing Showમાં પણ કાંઈક જોવાના પ્રયત્ન કર્યા કરે. રાતના સપનાની આછી સ્મૃતિ રહી હેાય છે. જ્યારે ચિરનિદ્રા સપનાંઓના Passing Show
સવારે જાગીએ છીએ ત્યારે ચા પૌએ ત્યાં સુધી ટકી - લટકી લઈશું ત્યારે આખી જિંદગી આ જેવી જ નહીં લાગે?
પહેલાં પાકીટ વીણતાં હતાં અને ચક્કર બનાવતાં હતાં. અત્યા વિચારા વીણી વીણીને વિષચક્ર તો નથી બનાવતાં ને?
આટલું જ લખીને બી બંધ કરો. ઓશીકે માથું મૂકયું. ચકો દેખાવા માંડયાં, નાનકડા હતા ત્યારે જેનાથી રમતા'તે એ ચકરડી. ભમરડે જે વર્તુળમાં ફરતા હતા – એ પણ એક ચક્ર. સેામથી શનિનું સ્કૂલનું ટાઈમટેબલ એ પણ એકચક્રી રાજ્ય કરતું હતું તેની યાદ પણ ખેંચવા માંડી. આજે સ્કૂલ નથી - પણ ટાઈમટેબલ છે. ઘડિયાળના કાંટાની પણ ચક્રગતિ.
કાઈક પ્રદર્શનમાં ફરતું ‘Merry-Go-Round અને Giant Wheel. કૃષ્ણનું સુદર્શનચક્ર અને કર્ણના રથનું પૈડું .
યાદી કરવા જેવું નથી.' ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું જશે, માટે અહીંયા જ અટકું .... સુરેશ દલાલ
માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪. ટૅ નં. ૩૫૦૨૯૬ મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૧.
12