SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વર્તનશીલ અને આગળ ધપતા હોવા જોઈએ. એક નદીના પ્રવાહની માફક તેની માનસિક શકિતના સ્રોત વહેવા જોઈએ. આ નદીના પ્રવાહને રૂધવામાં આવ્યો કે માનસિક બીમારીની શરૂઆત થાય છે. માણસની અંદર રહેલી આ માનસિક શકિતના પ્રવાહને રૂધવાથી કેવાં પરિણામ આવે છે તેને એક બહુ જ સુંદર અને સાચા બનેલે દાખલા જેવા વેશ છે “ બુદ્ધ જીવન thus diminishing the person, ૨ામ શકિતનો ઉપયોગ થવા જ જોઈએ. જો શકિત વપરાયા વગરની રહે તે તે રાગનું કેન્દ્ર બની જાય છે અને પછી માનવીને હીણે બનાવી મૂકે છે. માણસ હીણપત અનુભવવા માંડે એટલે તેને વિકાસ સ્થગિત થઈ જાય છે અને એ પછી આવા માનવી ‘બારડમ'-કંટાળાથી ગ્રસ્ત થઈ જાય છે. કંઈ કરી શકતા નથી અને પેતેિ સમાજને ભારરૂપ છે એમ માનીને પેાતાને ધિક્કારવા લાગે છે. વાધક્કારનું રૂપાંતર આત્મપીડનમાં થાય છે અને એ રીતે તે ગૂંગળાયા કરે છે. ગૂંગળામણની આ સ્થિતિ સ્ફોટક બને ત્યારે માણસ રચનાત્મક બનવાને બદલે આત્મ ઘાતક બની જાય છે. શરીરના આરાગ્યને માટે જે પ્રકારે વ્યાયામ કરીએ છીએ અને તેને સ્વસ્થ રાખવા આરોગ્યનાં તમામ પાસાંને જાળવીએ છીએ તેમ મનને સ્વસ્થ રાખવા તેને વ્યાયામની જરૂર પડે છે. શ્રી કાલિન વિલ્સન તેના વિચારોનું સમાપન કરતાં કહે છે કે “The mentally healthy individual is he who habitually calls upon fairly deep levels of vital reserves." શરીરની ચેતનાને વારંવાર ડૂબકી મારીને જગાડનારી મણરા જ માનસિક રીતે સ્વસ્થ રહી શકે છે. જો મનને સુપ્ત જ રાખ્યા કરીએ તે તે બેકાર બની જાય છે અને પછી આપણે માત્ર તેની ઉપલી સપાટીને જ સ્પર્શી શકીએ છીએ. લેાહીનું પરિભ્રમણ સ્થગિત થઈ જાય ત્યારે જે સમસ્યા ખડી થાય તેવી સમસ્યા મનનું ‘પરિભ્રમણ’ સ્થગિત થઈ જાય ત્યારે ઊભી થાય છે. ઉદ્દેશપૂર્ણ જીવન હોય ત તે પાર પાડવા અવારનવાર આપણને સુપ્ત શકિતઓની વહાર લેવી જ પડે છે. કાંતિ ભટ્ટ લેરી નામના યુવક બુદ્ધિશાળી હતા. ભાષાએ જલદીથી શીખી જતા હતા, તેના પિતા એક વર્તમાનપત્રના માલિક હતા. પિતા જરા કડક મિજાજના હતા, લેરી માતાને ચાહતો હતો પણ પિતાને ધિક્કારતે હતા. પાંચ ભાઈઓમાં તે સૌથી નાના હતેા અને બચપણમાં જ તેણે ફિલસૂફીનાં પુસ્તકો વાંચીને “જીવનની નિરર્થકતા” અંગે બુદ્ધ વિચારો ઘડી કાઢ્યા હતા. જો કે તે ૨૨ વર્ષની વયે ગ્રેજયુએટ થયા અને પછી એક મેગેઝિનમાં લખતા પણ થયા. એ પછી તેની માતાનું મૃત્યુ થયું, જે લેરી માટે બહુ આઘાતજનક હતું. લેરીને પિતાની માલિકીના અખબારમાં કામ કરવાનું આવ્યું. લેરી ઘણે નિરાશાવાદી બની ગયા હતા, માટે ભાગે તે કામ પર જવાને બદલે “મૂડ નથી” એમ કહીને ઘરે પડશે રહેતા, પુસ્તકો વાંચતા. જમ્યા પછી કોઈ વખત તેને ઊલટી થઈ જતી, અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં પડયું ત્યારે લેરીએ સૈનિક તરીકે જોડાવા મરજી બતાવી પણ તેનાપાસ થયો, પેાતાના ઘરની એક નોકરડી સાથે તે પરણ્યા અને બન્ને ઘણાં વર્ષ સાથે પણ રહ્યાં. લગ્નને કારણે તેના મનની ગમગીની દૂર ન થઈ. ઊલટાનો તે વધુ ગમગીન અને બેચેન રહેવા લાગ્યા, છ મહિના પછી લશ્કરી ખાતાએ તેને પાસ કર્યા ત્યારે તે લડાઈને ધિક્કારવા લાગ્યા અને થોડા વખત સૈન્યમાં રહીને છૂટા થયા.તેને પિતા મરી ગયા તે પણ તેને બહુ ગ્લાનિ ન થઈ અને ઘરે બેસીને ‘ક્રોસવર્ડ પઝલ' (શબ્દવ્યૂહ) ભરવામાં મશગૂલ રહેતા અને બાકીના સમય ગમગીનીમાં ડૂબેલા રહેતા. કોઈ વખત તે રાઈ પડતા. માનસ-ચિકિત્સકોના ઉપચારા વિફળ રહ્યા. એક વખત તેની પત્ની જે લેરીની સેવા કરતી હતી તે પોતે જ બીમાર પડી ગઈ. એટલે લેરી પેાતે જ તેની પત્નીની સેવા કરવા લાગ્યું; અને તે દરમિયાન લેરીના મિજાજ, તેનું આરોગ્ય અને માનસિક હાલત ખૂબ જ ટોચે કહેવાય તેવી સ્થિતિમાં રહ્યાં. આ પરદેશને દાખલે છે પણ આપણા દેશમાં કોઈક જગ્યાએ આવું બનતું જોવામાં આવશે. એક વૃદ્ધ માતાને છાતીનું કેન્સર થયું હતું પણ સૌરાષ્ટ્રના ગામડામાં રહેવાથી છાતીનું કેન્સર છે કે ગૂમડું છે તેના ભેદ વૃદ્ધ માતા પારખી શકી નહિં, તેની પુત્રી સખત બીમાર હતી. છાતીના કેન્સર સહિત માતાએ આઠ માસ સુધી પુત્રીની શુશ્રુષા કરી. નવમે મહિને પુત્રી સાજી થઈ અને ત્રીજે જ દહાડે માતા મરી ગઈ! માણસની અંદર રહેલી શકિત વપરાવા માટે તલપાપડ હોય છે. એ શકિત વપરાય છે ત્યારે સર્જક બને છે, ઉપરના દાખલામાં લેરીએ ફિલસૂફીનાં ઘણાં થેથાં વાંચ્યા પછી જીવન નિરર્થક છે” એમ તારણ કાઢયું છતાં તેની પત્નીને સાજી કરવાના ‘અર્થા’ સાંપડયે ત્યારે તેની ગમગીની ચાલી ગઈ. તેની અંદર સૂતેલી શકિત બહાર આવી. તેવી જ રીતે કેન્સરથી પીડાતી માને જેપુત્રીની સેવા કરવાની ન હોત તે તે આઠ મહિના પછી નહિ પણ ત્રીજે મહિને જ મરી જાત તેમ ડાકટરોનું કહેવું થયું હતું. શ્રી કાલિન વિલ્સન ૨ાને અમેરિકાના બીજા વિખ્યાત મનાવેજ્ઞાનિક શ્રી.માસલેા આ બાબતમાં સરખા વિચારો ધરાવે છે. મારાલા કહે છે કે “Capacities clamour to be used, and cease their clamour only when they are well used. The unused capacity or organ can become a disease centre, તા. ૧૪૭૩ 26 શ્રી આત્મસિદ્ધિ’ અને શ્રી ભકતામર સ્તોત્રની રેકર્ડના ઓર્ડર નોંધાવવા વિષે માહિતી વર્ધમાન 'ભારતીના ડિરેકટર પ્રા. પ્રતાપકુમાર જ, ટેલિયા બેંગલેારથી જણાવે છે કે :(A) “શ્રી આત્મસિદ્ધિ” (શ્રીમદ્ રાજચન્દ્ર કૃત) મૂળ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કોમેન્ટ્રી અને વિવિધ રાગેમાં ભાવપૂર્ણ સંગીત સાથેની લોંગ-પ્લે સ્ટિરિયા રેકર્ડ (૧૪૨માંપૂર્ણ ગાથાઓ) જે આગામી દીપાવલી આસપાસ તૈયાર થશે. (સંગીત નિર્દેશન : પ્રા પ્રતાપકુમાર જ.ટેલિયા, પ્રકાશન : વર્ધમાન ભારતી, બે ગલાર)રૂા. ૧૦૧ અર્થ સહાય રૂપે મૂલ્યા, ૧૫ સપ્ટેમ્બર ૧૯૭૩ સુધીમાં અગાઉથી નામ નોંધાવી. રકમ મેકલનારને રૂા. ૯૦/-માં અપાશે. . (B) તે જ રીતે “શ્રી ભકતામર સ્તોત્ર” (સિદ્ધસેન દિવાકર કૃત) મૂળ સંસ્કૃત, પરંતુ હિન્દી - અંગ્રેજી ભાવાર્થ, કોમેન્ટ્રી, ધ્યાન મય વર્ણન, શુદ્ધ ઉચ્ચારણ, ભાવવાહી વિવિધ સત્સંગીત, રાગરાગિણીઓ, છંદો અને વિશિષ્ટ એવા પ્રાકૃતિક ધ્વનિએ (શ્લોકોના અર્થ અનુસરીને) સાથેની લોંગ-પ્લે સ્ટિરિયા રેકર્ડ (૪૮ મિનિટની કુલ) (પૂર્ણ ૪૮ ક્ષ્ાકની) જે પણ આગામી દીપાવલી આસપાસ તૈયાર થશે. (સંગીત નિર્દેશન-પ્રકાશન : પ્રશ્ન રૅકર્ડ મુજબ) અને જેનું અર્થ સહાયરૂપે મૂલ્ય રૂા. ૫૧/રહેશે, તે પણ ૧૫ સપ્ટેમ્બર ૧૯૭૩ સુધી અગાઉથી નામ નોંધાવી રકમ. મેકલનારને રૂા. ૪૫/ માં અપાશે. નામા અને રકમ રોકડા કે ક્રોસ ચેક / ડ્રાફ્ટથી (૧) શ્રી મુંબઈ જૈન ખુવક સંઘ કાર્યાલય, ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રાામ સામે, મુંબઈ - ૪, (≥. નં.૩૫૦૨૯૬) અથવા (૨)વર્ધમાન ભારતી,’ ‘અનંત,’૧૨, કેમ્બ્રિજ રેડ, અલ્સર, બેગલોર - ૮ (ફાન નં. ૫૦૪૪૩) ના સરનામે મેક્કી શકાશે. to
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy