SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Pr ૭૨ પ્રબુદ્ધ જીવન એવી ગાકણની યાત્રા : એક પત્ર જેને રસ પડે [કાકાસાહેબ કાલેલકરનું કોઈ લખાણ બુદ્ધ જીવન માટે હેય જ નહિ, ગેાકર્ણની યાત્રા વિષે તેમને લેખ આવ્યા ત્યારે પ્રકટ કરવા આપી દીધું. શ્રી ખીમજીભાઈ ભુજપુરિયા બધી બાબતે પણ કાકાસાહેબના આ લેખ વાંચી થઈ હશે,તેથી તેમાને પત્ર અહીં આદરણીય કાી ચીમનલાલ ચકુભાઈ શાહ, માના તંત્રી, ‘પ્રબુદ્ધ જીવન’ સુશી, સવિનય નિવેદન કે, “ જૈનાને રસ પડે એવી ગેાકર્ણની યાત્રા” એવા શીર્ષક નીચે તા. ૧૬-૩-’૭૩ ના “પ્રબુદ્ધ જીવન ” માં પૂંજ્ય ” કાકાસાહેબ કાલેલકરે મેકલેલું લખાણ આપે પ્રગટ કર્યું છે તેમાં દર્શાવેલી મોટા ભાગની હકીકત તદ્દન અસંગત, અશકય તેમ જ ઉપજાવી કાઢેલ એટલે કપાળકલ્પિત છે. ગેાકર્ણ તીર્થનું મહત્ત્વ વધારવા માટે લોકોએ ઉપજાવી કાઢેલી અને કિવદંતી તરીકે પ્રચલિત રહેલી વાત કાકાસાહેબે તેમની ‘સ્મરણયાત્રા ’માં લખીને પ્રગટ કરાવી છે તેને આપણે ન ગણકારીએ, જો કે તેમ કરવું એ પણ હિતાવહ તે। નથી જ, પરંતુ આજના વિકસિત એટલે વૈજ્ઞાનિક જમાનામાં એ કાળકલ્પિત વાતને પ્રગટ કરવા માટે તેઓ મોકલી આપે અને આપ પણ તેને યથાવત ્ પ્રગટ કરી દેવાની સગવડ આપે એ મારી નજરે ભારે દુ:ખદ છે. એવી કાલ્પનિક કથાને આપણા પત્રમાં સ્થાન આપ્યું એ મને ઠીક લાગ્યું નથી બલ્કે શેાચનીય લાગ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક પંથેાનાં ધાર્મિક પુસ્તકોમાં અને ખાસ કરીને આપણા જૈનોનાં ધાર્મિક પુસ્તકોમાં ઘણી બધી શકય, અસંભવિત તેમ જ કાલ્પનિક કથાઓ રજૂ કરવામાં આવી હેાય છે. એ સઘળું જે સમયકાળ દરમિયાન લખાયું છે તે વખતના સંજેંગાની નજરે કદાચ તેમ કરવાનું યોગ્ય લાગ્યું હશે એમ કલ્પના કરવાની રહે છે. પરંતુ આજે એવી કાલ્પનિક કથાઓને પ્રગટ કે પસાર કરવાનું હું માનું છું ત્યાં સુધી આ જમનાની નજરે બિલકુલ યેગ્ય નથી, સમાજના વિચારશીલ સજ્જને પણ એવું માની રહ્યા છે. આપ પણ એમ માનતા હશે એમ મારી નમ્ર સમજ છે. વળી એ ગેકર્ણતીર્થની ઉત્પત્તિને ઈતિહાસ--કાકાસાહેબની કલમે લખાયેલેા, આપણા “પ્રબુદ્ધ જીવન”માં પ્રગટ કરાયા છે તેને વાંચી જોતાં સમજાય છે કે એ ઈતિહાસની લીટીએલીટીમાં કેવળ કાલ્પનિક અને તદ્દન અસંગત અને અસંભવિત રજૂઆત સિવાય બીજું શું છે? ' * ; પૂજ્ય ગુરબ્બી શ્રી કાકાસાહેબ જેવા વિચારશીલ લેખકવયે પોતાની “સ્મરણયાત્રા”માંથી ઉતારો કરીને આપણા પત્રમાં તેને પ્રગટ કરવા સારુ મોકલવાના હેતુ તેમની નજરે એવે લાગે છે કે અમુક સ્થાનના જૈને પણ એ તીર્થ પ્રત્યે ભાવ ધરાવી રહ્યા છે અને એ તીર્થના પૂજારીએ રાષ્ટ્રવાદી વિચારસરણીવાળા છે, તેથી જૈને અને જૈનેતરીને પણ એ પ્રેરણાત્મક નીવડે. આપણે જાણીએ છીએ કે દીર્ઘચિંતન તેમ જ મનાથન પછી સમાજના હિતની અનેક બાબતો પર પૂજ્ય કાકાસાહેબ પોતાનો નિષ્કર્ષ સમયે સમયે રજૂ કરતા રહે છે, જેમાંથી અનેક વાચકોને ઘણું ઘણુ જાણવાનું મળતું રહે છે. જ્યારે એમની “ સ્મરણયાત્રા”ના ઉતારામાંથી મેલેલા ગેાકર્ણતીર્થના આ ઈતિહાસ જૈનો માટે કેટલે અંશે હિતકારક છે એ એમની કલ્પનાને આધીન છે પરંતુ, મારી નગ્ન નજરે એ ઈતિહાસની વાત ભારે અહિતકર તેમ જ નુકસાનકારક છે. આવાં જ કાલ્પનિક અને ચમત્કારિક તથા કપાળકલ્પિત તા. ૧-૪-૭૩ આવે એટલે તેને પ્રકટ કરવું કે નહિ તેવા કઈ પ્રશ્ન મારે માટે તેમાં લખેલું કે “ જૈનેને રસ પડે તેવી, ” તેથી વાંચ્યા વિના મેં બુદ્ધિપૂર્વક વિચારે છે. તેમને જેવી લાગણી કદાચ બીજાઓને પ્રકટ કરું છું. “riત્રી] ઈતિહાસ અને કથાએ ધર્મના ઓઠા નીચે વખતેવખત રજૂ કરવામાં આવે છે. તેને પરિણામે લાખા ભારતવાસીઓ એવા ચમત્કારોમાં હજુ પણ માની રહ્યા હેાય એવું સતત દેખાયા કરે છે અને તેને લઈને અનેક સ્થળે વખતોવખત ભારેહિ સાકારક દુર્ધટનાઓ બની રહેતી દેખાય છે. આપને એ યાદ હશે જ કે સૌરાષ્ટ્રમાં થેાડાંક વર્ષ પહેલાં એક બહેનને કોઈ માતા સહાયમાં છે અને તેથી તેના હાથમાંથી કંકુ પ્રગટ થવા પામે છે એવી ઘટના આપણાં વર્તમાનપત્રનાં પાને ચઢી જવા પામી હતી. પરિણામે એ ચમત્કારને સાચા માનવાવાળા, એ નાનાશા ઝીંઝકા ગામમાં દિનપ્રતિદિન વધુ ને વધુ માણસે આવવા લાગ્યા હતા અને એક દિવસ તા લોકોને એવા ધસારા એટલી હદ સુધીના થવા પામ્યા હતાકે સે। જેટલાં માનવીએ ત્યાં ને ત્યાં જ ચગદાઈને કરુણ રીતે મરણ શરણ થયાં હતાં. એ બાબતમાં આપને ખ્યાલ હશે જ કે એ બહેને બગલમાં રાખેલી રબરની કોથળીમાં પ્રવાહી કંકુ છુપાવી રાખેલું અને તે ચાલાક માણસે શેાધી કાઢયું એટલે ચમત્કારનું આખું તૂત ખુલ્લું પડી જવા પામ્યું હતું. એથી ઊલટી રીતે, કોઈપણ ન ગમતી અથવા દેખાવમાં કદરૂપ એવી સ્રીને અનેક સ્થળે ડાકણ તરીકે માની લઈને અંધશ્રદ્ધાનુએ બહુ જ કરુણ રીતે મારી નાખતા હેાવાનું ઘણી યે વાર બને છે. આપણા ભારતમાં દેવદેવીઓનાં નામ કે અન્ય પ્રકારના ચમત્કારોના નામે આવા તે અનેક કરુણાજનક દાખલા બનતા રહે છે, પરંતુ તેમાંની કોઈ કોઈ વાત જ છાપામાં પ્રગટ થાય છે ત્યારે જ આપણી જાણમાં આવવા પામે છે. તાત્પર્ય એટલું જ કેઆવી ધર્મના નામે પ્રચલિત થતી કાલ્પનિક અને ચમત્કારિક વાતોને ધાર્મિક પુસ્તકોના કે ધર્મના એ નીચે રજૂ કરવામાં આવે તે પણ પ્રબુદ્ધ એવા આપણા પ્રિયસામા યિકમાં પ્રગટ કરવાનું ન રાખે એવી મારી નમ્ર વિનંતી છે. એમ કરશે! તા તે ભારે ઉપકારક થશે. અવિવેકની ક્ષમાયાચના સાથે લિ. આપના જ ખીમજી મા. ભૂજપુરિયાનાં વંદન આપણા સાહિત્ય વારસા લોકમિલાપ ટ્રસ્ટ-ભ!વનગર તરફથી આવતા જાન્યુઆરીમાં પ્રગટ થનારો બીજો સેટ જેમાં નીચેનાં પુસ્તક છે: (૧) બાંધ ગઠરિયા (૨) કલાપીનાં કાવ્યો (૩) દૂિફની વાત (૪) પ્રકૃતિના આનંદ (૫) ભારેલા અગ્નિ એકંદર પાંચ પુસ્તકોનાં ૭૫૦પાનાં થાય છે. અને પ્રકાશન પછી રૂપિયા ૧૦ની કિંમતે વેચાનારો સંપુટ ૧૫મી ઓગસ્ટ સુધીમાં આગતરી વરદી નોંધાવનારને માત્ર રૂપિયા ૬માં મળશે. સોંઘના કાર્યાલયમાં રૂપિયા છ મેાકલી આપી, ઉપરોકત પુસ્તકોના ઓર્ડર નોંધાવી શકાશે. ચીમનલાલ જે. શાહ સુબાભાઈ એમ. શહ મંત્રીઓ, મુંબઇ જૈન ખુવક સંઘ w
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy