________________
તા. ૧-૮-૭૩
પ્રબુદ્ધ જીવન
ધારેલું ગમે તેમ કરીને પાર પાડવું એ એમની સહજ પ્રકૃતિ છે. આ મુખ્ય પ્રધાનના પલટાની છેલ્લી ઘટનાની જ વાત કરીએ તે એમણે જૂના મુખ્ય પ્રધાનને દૂર કરવા માટે જે યોજનાબદ્ધ ચળ- વળ ઉપાડી હતી તે ખરેખર હેરત પમાડે એવી હતી. છેલ્લા દિવસે માં
જ્યાં આ ચળવળનું કેન્દ્ર રાખવામાં આવ્યું હતું તે પંચવટી ફાર્મમાં કરવામાં આવેલ ખર્ચાની, સગવડની, ધારાસભ્ય મોજ માણે એવી સવલતેની, ૬૦ - ૭૦ - ૮૦ જેટલી (એક માથાદીઠ એક લેખી શકાય એટલી બધી) મોટરોની એવી કંઈ કંઈ જાતની દંતકથાઓ લોકોમાં પ્રચલિત બની છે. આવી બધી તૈયારી કરવી એ બાહશીનું કામ છે એમાં શક નથી, પણ આ બધા પૈસા અને ટોળેવળીને વારેવારે દિલ્હીની વિમાની સફરના ખર્ચને પૈસે શું ભ્રષ્ટાચાર વગરને અને દૂધે ધોયેલે આવ્યો હશે? જેના મૂળમાં જ નીતિપ્રામાણિકતા વિરોધી બીજ, ખાતર અને પાણી સીંચાયાં હોય એ નવો રાજકારોબાર લાંચરુશવતની બદીને કે ભ્રષ્ટાચારને નાબૂદ કેવી રીતે કરી શકે? - એ રીતે આપણે ઈતબાર ડગી જાય તે એમાં આપણો શો દોષ? પિતાના પક્ષમાં મત આપવા માટે જેમને સમજાવવામાં આવ્યા એમને રાજી રાખવાનું કામ કંઈ એાછું સહેલું નથી. બાવળ વાવીને કેરી મેળવવાની આશા કેવી રીતે ફળવાની છે?
વળી, જ્યારે લગભગ આખા ગુજરાતની પ્રજા વ્યાપક અને ભયંકર દુષ્કાળની મુસીબતમાં સપડાઈ હતી ત્યારે શ્રી કાંતિલાલ ધિયા અને શ્રી ચીમનભાઈ પટેલ, વધુ સત્તા હાથ ધરીને મુખ્ય પ્રધાન બનવા માટે, જે સતત હિલચાલ-ચાલુ રાખી શકયા હતા, એ બિના પણ, સત્તા લાલસાને કારણે, એમનાં દિલ કેવાં રીઢાં અને કઠોર બની ગયાં હશે એનો ખ્યાલ આપી શકે એમ છે. જેના દિલમાં સેવાવૃત્તિ, કરુણાદષ્ટિ અને સારાણસાઈ ડી પણ વહેતી હોય એનું દિલ હલી જાય અને લોકોનાં દુ:ખ દૂર કરવાના કાર્યમાં પોતાનાં ઊંધ-આરામને પણ વીસરી જાય એવું કારમું એ સંકટ હતું. એમણે કરેલી આ સંકટની ઉપેક્ષા કેવી રીતે વીસરી શકાય? આ પ્રકરણમાં શ્રી કાંતિલાલ ધિયાએ ભજવેલો ભાગ એક
થી તિલાલ દિયા ભવેલો ભાગ છે, ઓછો બુદ્ધિશાળી, સત્તાના જબરા શેખીને અને પિતાના સ્વાર્થ સિવાય બીજા કોઈની પણ વફાદારીમાં નહીં માનનાર વ્યકિત જેવો છે. તેઓ સત્તાધારીઓ અને રૂસણું લઈને બેસેલારો (ડિસીડન્ટ્સ) વરચે વિષ્ટિકાર તરીકે વાતચીત ચલાવતા હતા ત્યારે એક તબક્કો એમને (શ્રી ધિયાને) પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન પછીનું, નંબર બેનું (નાયબ મુખ્ય પ્રધાન તરીકેનું) સ્થાન આપવામાં આવે એવી વાત લઈને ગયા હતા! આવી વાત લઈ જનાર તે વિષ્ટ્રિકાર હોય કે પક્ષકાર ગણાય? એકવાર તે એમણે કહેલું કે હુ માર્ગ શોધવા માટે પ્રાર્થના કરું છું અને હવે તે પરોઢિયે ત્રણ વાગે ઊઠીને પ્રાર્થના કરવાને છું! પછી એમણે, જાણે પૂજ્ય ગાંધીજીનું અનુકરણ કરતા હોય એમ, જાહેર કર્યું કે મને પ્રકાશ દેખાતો નથી ! એમને,
શ્રી ચીમનભાઈ પટેલને કે એમના જેવા બીજાઓને કોણ કહેવાય જાય કે જ્યાં અંતરમાં સત્તાલોલુપતા અને સ્વાર્થપરાયણતાને ઘેર અંધકાર વ્યાખ્યું હોય ત્યાં પ્રકાશ કયાંથી પ્રગટે? શ્રી ઘનશ્યામભાઈએ રાજીનામું આપ્યું અને શ્રી ધિયાને લાગ્યું કે એમને મુખ્ય પ્રધાન બનાવવામાં નહીં આવે, એટલે એ શ્રી ચીમનભાઈનું ગુપ છેાડીને, પોતે મુખ્ય પ્રધાન બની શકશે એ આશાએ, સત્તાધારી ગુપ સાથે જોડાયા; અને સાધારી ગુપે એમને ગુખ્ય પ્રધાનપદ માટેના પિતાનું ઉમેદવાર તરીકે ઊભા પણ રાખ્યા. પણ ચૂંટણીમાં એ સફળ ન થયા. છેવટે શ્રી ચીમનભાઈના પક્ષ સાથે એ ફરી જોડાઈ ગયા અને નાયબ મુખ્ય પ્રધાન બન્યા!આમાં બુદ્ધિમત્તા કે વફાદારી કયાં રહી?
શ્રી રસિકભાઈ પરીખે આ પ્રકરણમાં જે ભાગ ભજવ્યો એ જોઈને એમ જ થાય છે કે એમને આ શું સૂઝયું? ૭૨ - ૭૫ વર્ષની જૈફ ઉંમરે અને અશકત થતા શરીરે ભગવાનને ભજવાનું તે દૂર રહ, ન્યાય - નીતિનો પક્ષ લેવાનું પણ દૂર રહ, છેવટે આવી બાબતમાં મૌન રહેવા જેટલું શાણપણ દાખવવાનું પણ ને ગમ્યું? જે બે મહારથએએ એમને ગુજરાતના પ્રધાનમંડળમાંથી રુખસદ અપાવવામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો, એમની સાથે તેઓ કયા કારણો જોડાયા હશે? આ સવાલને ખુલાસે કંઈક આવો મળે છે: પેટને બળે માનવી ગામ બાળવા નીકળે એમ શ્રી ઘનશ્યામભાઈ સાથેની અદાવત એમણે આવી અભદ્ર રીતે પૂરી કરી, પણ એથી એમણે શું હાંસલ કર્યું?
આ આખાય દુ:ખદ, શોચનીય અને ગંદા પ્રકરણમાંથી, કાજળની કોટડીમાંથી કોઈ વિરલ માનવી બહાર આવે એમ, અગર કોઈ ગૌરવ અને પ્રતિષ્ઠાભેર બહાર આવી શકહ્યું હોય તે તે શ્રી ઘનશ્યામભાઈ ઓઝા આવી શકયા છે, એમ મને લાગે છે. એમણે પેતાના પ્રધાનમંડળની રચના કરી ત્યાર પછી થોડા મહિના બાદ જ એમના સાથીઓએ એમની પજવણી શરૂ કરી હતી. છતાં એ કશાથી વિચલિત થયા વગર તેઓ પૂરી નિષ્ઠાથી પોતાની કામગીરી બજાવતા રહ્યા અને દુષ્કાળ રાહતનાં કામને પણ આગળ વધારતા રહ્યા. તેઓ છૂટા થયા તે પણ પોતાના વ્યકિતત્વનું અને પદનું ગૌરવ જાળવીને. એમનાં વિચાર, વાણી અને વર્તનમાં સદાય કલીનતા - આભિજાત્યની આભા પ્રસરેલી રહેતી, અને તે એટલા માટે કે તેઓ સત્તાની પાછળ ઘેલા નહોતા બન્યા, ભાન નહોતો ભૂલ્યા.
ધારાસભ્યના મનસ્વી વર્તનનું જે નવું અનિષ્ટ ઠેરઠેર વિસ્તરવા લાં છે, તેને નાથવાને એકમાત્ર ઉપાય, આપ રાચે છે તેમ, મનદારે ધારાસભ્ય ઉપર પોતાની ધાક બેસાડે રમે જ છે. પણ એ કામ થઈ કેવી રીતે શકે, એ જ સવાલ છે. કેઈક માર્ગ મળે તે કેવું સારું!
આવું આવું જોઈને મનમાં બેચેની થાય છે, એનું કારણ કંઈક આ હોય એમ લાગે છે : સ્વરાજ્યને હેતુ સર્વોદય હોવાની વાત પૂજ્ય ગાંધીજીએ આપણાં મનમાં બરાબર વસાવી દીધી હતી; અને સાથેસાથે નિસ્વાર્થ, નિર્મળ, પવિત્ર, સેવાપરાયણ, ત્યાગ - બલિદાનની ભાવનાથી શોભતું, સાદુ, રાષ્ટ્રનિષ્ઠ અને સદાચારી ઉચ્ચ
જીવન જીવી બતાવીને આપણી સમક્ષ એક ઉચ્ચ રખાદર્શ રજ કર્યો હતો. એને આપણે વીસરી ગયા, એ જોઈને ચિત્ત ખિન્ન થઈ જાય છે. પણ ગાંધીન્ચીંધ્યા માર્ગને ભૂલીને આપણે દેશને સુખી કરી શકવાના છીએ ખરા?
રતિલાલ દીપચંદ દેસાઈ ઉસને દૂધ ખેયા, મેં મિજાજ કર્યો છે બેઠું?
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને એક શિષ્ય તેમને માટે ગરમ દુધ લાવી રહ્યો હતો. તેની થોડી ગફલતને કારણે હાથમાંથી દૂધને ઝાલે નીચે પડી ગયો. તેને અવાજ પંડિતજીએ સાંભળ્યું. તેઓ સમજી ગયા કે તેમના શિષ્ય દૂધ ઢાળ્યું. આ વખતે તેમને કોધ આવે તે સ્વાભાવિક ગણાય.
પરંતુ પંડિતજીએ એ જ ક્ષણે વિચારી લીધું કે, એણે દૂધ ગુમાવ્યું એથી નુકસાન થયું, પરંતુ એને કારણે હું જો મારો મિજાજ ગુમાવું તે એથી વધારે નુકસાન થશે.
એ રીતે તેઓ અંતર્મુખ બન્યા એટલે મનને ગુસ્સે પ્રગટ થતા પહેલાં જ અદશય થઈ ગયો અને તેમણે હસતા વદને સેવકને કહ્યું કે, “ભાઈ, જે થવાનું હતું તે થઈ ગયું, હવે જલદી નું દૂધનો બીજો પ્યાલો લઈ આવે.”
પ્રસંગ માને છે, પરંતુ અંતર્મુખ દયાનીપુરુષ કેટલા જાગૃત • રહેતા હોય છે અને આવા પ્રસંગે પણ પિતાની સાધનાને આંચ આવવા દેતા નથી હોતા આ બાધ કીમતી ગણાય. અનુવાદક
મૂળ હિંદી શાંતિલાલ ટી. શેઠ
કાકા કાલેલકર