________________
.
પ્રમુદ્ધ જીવન
મિલકતના ટ્રસ્ટી બના
શ્રી જયપ્રકાશ નારાયણ ૧૨ દિવસની મુલાકાતે મુંબઈ આવ્યા છે. ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતના પ્રચાર અને અમલ કરવાના ઈરાદે તેમણે મીટિગે ગાઠવી છે. ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ, પત્રકારો અને મંત્રીઓ, મજૂર આગેવાના, બે કા અને અન્ય નાણાકીય સંસ્થાઓના વડાઓ અને મિત્રાને મળવાના છે, તેમણે જે નિવેદન બહાર પાડયું છે તે આ અંકમાં આપ્યું છે. શ્રી જયપ્રકાશ જણાવે છે કોઈ પણ અગ્રતમ સામ્યવાદી અથવા સમાજવાદી ઇચ્છે તેટલી જ તીવ્રતાથી તેઓ પોતે મૂડીવાદના અંત લાવવા ઈચ્છે છે, પણ તેમને માર્ગ જુદો છે. હિંસાના ક્ષેત્રમાં આશ્ચર્યજનક બનાવે બની રહ્યા છે. તેઓ માને છે કે અહિંસાના ક્ષેત્રમાં તેથી પણ આશ્ચર્યજનક અને અકલ્પ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે. એવા અહિંસાના માર્ગે તેએ મૂડીવાદના અંત લાવવા પ્રયત્ન કરે છે.
કે
શ્રી જયપ્રકાશ કહે છે કે વ્યાપારીઓ અને ઉદ્યોગપતિઓની શકિત અને શાનના પૂરા લાભ સમાજકલ્યાણ માટે આપણે લેવા જોઈએ. ધનપતિઓને એમણે અપીલ કરી છે કે ખુશીથી કરોડો કમાવ પણ તે મૂડી તમારી નહિ પણ પ્રજાની છે અને તમારે તમારો વાજબી જરૂરિયાત પૂરતી રાખી બીજી બધી મૂડીના ઉપયોગ લોકકલ્યાણ અર્થે કરવાના છે. તમારો લાભ અને પરિગ્રહલાલસાને છેડી, મજૂરીથ્થુ પેટ ભરતા દેશના કરોડો માનવીઓની હરોળમાં તમારે આવવાનું છે. શ્રી જયપ્રકાશ ચેતવણી આપે છે કે સ્વેચ્છાએ આવા ત્યાગ નહિ કરો તો વર્ગવિગ્રહ અને લેાહિયાળ ક્રાન્તિ અનિવાર્ય બનશે, રાજ્યસત્તાના વિસ્તાર થાય તેથી તેઓ સખત વિરુદ્ધ છે. સ્વેચ્છાએ આ બધું થાય તેમાં જ તેમને લેકકલ્યાણ
લાગે છે.
કોઈ ચેોક્કસ ડાર્યક્રમ હજી તેમણે આપ્યો નથી, કદાચ હવે પછી જણાવશે. તેમણે જણાવેલ ભાવનાઓ અને આદર્શ નિરપવાદ આવકારપાત્ર છે. તેનો અમલ કેમ કરવા અથવા કરાવવા તે જ મુખ્ય પ્રશ્ન છે. માણસની માનવતામાં અખૂટ શ્રાદ્ધા રાખવી એ ઈશ્વર ઉપરની આસ્થાનું લક્ષણ છે. એવો શ્રદ્ધા ગુમાવી બેસીએ તે જીવન ઝેર થઈ જાળ, સામ્યવાદીઓ માને છે કે વર્તમાન ધનિક કે મૂડીવાદી વર્ગ સમજાવટથી કોઈ દિવસ માનવાનો જ નહિ. વર્ગવિગ્રહથી તેને નાશ કયે જ છૂટકો, જો કે સામ્યવાદ પણ માને છે કે ત્યાર પછી રાજ્યવિહીન, શેષણવિહીન, નવે માનવસમાજ રચાશે કે જેમાં લાભ નહિ હોય, પરિગ્ર નહિ હાય, ભ્રાતૃભાવ અને માનવતા જ હશે. સામ્યવાદનું આકર્ષણ આ ભવ્ય સ્વપ્ન છે. પણ માનવમાં રહેલ અસદ્ વૃત્તિઓને ઓછે. આંક મૂકીએ તો નિરાશા જ રહે,
હું સમજું છું ત્યાં સુધી ગાંધીજીએ ટ્રસ્ટીશિપના સિદ્ધાંત રજૂ કર્યો તે સમગ્ર જીવનદર્શનનું એક અંગ હતું. ગાંધીજી એમ પણ જાણતા હતા કેઆવા જીવનને મૂર્તિમંત કરવા સમાજની આર્થિક રચના પાયામાંથી બદલવી જોઈએ.
મૂડીવાદના ઉગમ અને વિકાસમાં ઉત્પાદનનાં સાધનાની ખાનગી માલિકી મુખ્ય કારણ છે. વિજ્ઞાનને કારણે અતિકેન્દ્રિત અર્થરચના થઈ, જેથી થોડી વ્યકિતએ અઢળક દોલતની માલિક થઈ શકે છે. વિકેન્દ્રિત અર્થરચના ગાંધીજીના અહિંસક સમાજના પાયો છે. રેંટિયા, ઘાણી, સ્વાયત્ત ગામડાઓ, આ બધું આવી અર્થરચનાને અંતર્ગત ભાગ છે. તે સાથે નૈતિક જીવનદૃષ્ટિ તેને પા છે. જીવનની જરૂરિયાતા ઓછામાં ઓછી રાખવી અને જીવનમાં
તી. ૧૮૭૩
સંયમ અને ત્યાગને પૂરું સ્થાન હોય તે જ આવી અહિંસક સમાજરચના શકય બને. મૂડીવાદ અને સમાજવાદ કે સામ્યવાદ કોઈને આ જીવનદૃષ્ટિ નથી, તેમની દષ્ટિ ભાગપ્રધાન છે. તેમ જ વિજ્ઞાને આપેલી ઘણી વસ્તુઓ અને શેધખેાળા સ્વેચ્છાએ જતી કરવા તૈયાર ન થઈએ ત્યાં સુધી વિકેન્દ્રિત અર્ધરચના સફળ ન થાય,
માત્ર ટ્રસ્ટીશિપને ઉપદેશ આપવાથી તે કામયાબ નથી થતો, માણસની દુવૃત્તિઓ ઉપર કંઈક દબાણ જોઈએ છે. ગાંધીજીનાં હથિયાર, સત્યાગ્રહ અને અસહકાર હતાં. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યારે એક મુલાકાત દરમિયાન તેમને પૂછ્યું હતું કે ધનવાને સમજાવટથી ન માને તે તમે શું કરશેા ? ગાંધીજીએ કહ્યું હતું (સ્મૃતિથી લખું છું) કે સામ્રાજ્યવાદને લડવા જે હથિયાર છે તે જ મૂડીવાદ માટે છે. શ્રી જયપ્રકાશ સમર્થ વિચારક છે. સામ્યવાદની ભૂમિકામાંથી પસાર થઈ, ગાંધીવાદ અને સર્વોદય તરફ તેમની યાત્રા રહી છે. સદ્ભાવથી પ્રેરાયેલ તેમના પ્રયત્નોને આપણે સફળતા ઇચ્છીએ, કોઈકને તે। અસર થશે,
પાયામાંથી ફેરફાર કરવા હાય તે ગાંધીજીનું સમગ્ર જીવનદર્શન લક્ષ્યમાં રાખવું પડશે. એ પણ સવાલ થાય કે પહેલા કરોડો કમાવા દેવા અને પછી વિનંતિ કરવી કે તમારી વાજબી જરૂરિયાત પૂરનું રાખી, બાકીની મિલકતના તમે ટ્રસ્ટી છે એમ માની સમાજકલ્યાણઅર્થે વાપરા, એને બદલે શરૂઆતથી જ એમ કેમ ન કહીએ કે માત્ર તમારી વાજબી જરૂરિયાત પૂરતું વળતર લઈ, બાકીનું સમાજની માલિકીનું જ ગણાશે, કરોડો કમાવા દઈએ તે જ તેમના જ્ઞાન અને અનુભવને લાભ મળે? તેમની વાજબી જરૂરિયાત પૂરતું જ આપીએ તે આ જ્ઞાન અને અનુભવના લાભ ન મળે? એવી અર્ધરચના શા માટે હાર્વી જોઈએ કે જેમાં કોઈ વ્યકિત કરોડો કમાઈ શકે ?
ઈંગ્લાંડ, અમેરિકા અને બીજા રામૃદ્ધ દેશેમાં મૂડીવાદને નાથવાના પ્રયત્ન થાય છે. અને રાજ્યસત્તાની સારી દરમ્યાનગીરી છે. ત્યાં પણ હજી મૂડીવાદનું વિકરાળ સ્વરૂપ જરાય ઓછું થયું નથી. The drive is towards gigantism Multi-National Companies have their Empires, far more subtle and powerful than political Empires.
ઈંગ્લાંડમાં જ છેલ્લા ત્રણચાર મહિનામાં એવા બનાવા બહાર આવ્યા છે કે કવેટિવ પ્રાઈમ મિનિસ્ટર મિ. હીથને કહેલું પડયું કે This is ugly face of capitalism.
લાનો (lonhro) કંપની છે, જેના આફ્રિકાના કેટલાય દેશામાં ઉદ્યોગા છે. ડાયરેક્ટરોના અંદરના વિખવાદથી વાત બહાર આવી કે તેના મેનેજિંગુ ડાયરેકટરને હજારો પાઉંડનો પગાર અપાય છે, અને ૬૩ લાખ રૂપિયાની કિંમતનું મકાન આપવામાં / હતું. બીજા ડિરેકટરને ૩૬ લાખનું મકાન આપવામાં આવ્યું હતું. તેના એક સલાહકાર ડંકન સેન્ડઝ, જે એક કેબિનેટ મિનિસ્ટર હતો તેમને માત્ર સલાહ આપવા માટે લગભગ ૨૫ લાખ રૂપિયા આપ
વાતી હતી.
ཟླ
સર ડેનિસ લેાસન લંડનની એક વખતના લૉર્ડ મેયરપચીસેક કંપનીઓના વડા છે. પોતાની જ કંપનીઓના શેરા લઈ, થોડા મહિના પછી. પેાતાની જ બીજી કંપનીઓને વેચ્યા અને રૂપિયા બાર કરોડનો નફો કર્યો. કોઈ પણ ડિરેકટર પોતાની જ કંપનીઓના શેરની લે વેચ કરે તે જાહેર કરવા જોઈએ, નહિ તે ગુનો છે.
રાઉન્ટ્રી મેકીન્ટોશ કંપની ચાકલેટ અને બીજી મીઠાઈએ બનાવે છે. તેના દલાલાએ,બાર્ડ ઓફ ડિરેકટરની જાણ વિના,કોકોને સટ્ટો કર્યો અને રૂપિયા ૪૦ કરોડનું નુકસાન કંપનીને માથે પડયું.
પોલસન નામનાં આર્કિટેકટે ઈંગ્લાંડ અને યુરોપમાં અનેક