________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૪-૭૩
જાહેર થશે. શ્રી ઘનશ્યામભાઈ ઓઝા સામેના વિરોધમાં એક કારણ એ આપવામાં આવતું હતું કે તેમણે અદાલતી તપાસની માગણીને અસ્વીકાર કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લેકિસભાના સભ્ય શ્રી રસિકભાઈ પરીખે આ બાબત ભારપૂર્વક માગણી કરી હતી, શ્રી ઘનશ્યામભાઈ સામેના વિરોધનું એક બીજું કારણ સુરેન્દ્રનગર જિલ્લાના કલેકટરે ત્યાંની જિલ્લાપંચાયતના કેટલાક સભ્યા સામે કરેલ કેસનુંઆપવામાં આવતું. શ્રી ધનશ્યામભાઈ સામેના વિરોધનાં વાસ્તવિક કારણેા જદાં હતાં, પણ આ બે કારણેા પ્રજામત માટે અને સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્યોને શ્રી ચીમનભાઈ પટેલની તરફેણમાં ખેંચવા પૂરતાં હતાં. શ્રી રસિકભાઈ પરીખે અને તેમના માર્ગદર્શની સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ધારાસભ્યોએ શ્રી ચીમનભાઈ પટેલને ટેકો આપ્યો તે નિર્ણયાત્મક નીવડયા. તેના ફળસ્વરૂપ આવી અદાલતી તપાસની માગણી હવે મંજૂર થશે તેવી ધારણા સ્વાભાવિક હતી.
અદાલતી તપાસની માગણીને મુખ્ય હેતુ અમલદારોની બેદરકારી અથવા ગફલતી પુરવાર કરવાને છે. પણ તે સાથે, આ આખી પરિસ્થિતિ જે કારણે ઊભી થઈ .તે જનસંઘનું આંદાલન અને તેનું સાચું સ્વરૂપ પણ અદાલતી તપાસમાં રજૂ કરવામાં આવશે એવી આશા રાખવી વધારેપડતી નહિ ગણાય. રાજકીય હેતુથી પ્રજાને ગેરમાર્ગે દારવી અને પછી તેનાં દુષ્પરિણામે આવે ત્યારે રાજકીય આગેવાનોએ દોડી જઈ, આશ્વાસન આપવાનો દેખાવ કરવે તે સામે પ્રજાએ ચેતવું જોઈએ. આ હકીકતો બરાબર બહાર આવે તે દાલતી તપાસને હેતુ સફળ થયે લેખાય. શ્રી મીઠુબહેન પીટીટ
શ્રી કલ્યાણજીભાઈને શ્રાદ્ધાંજલિ અર્પી નોંધ ગયા અંકમાં લખી ત્યારે મને કલ્પના પણ ન હતી કે શ્રી મીઠુબહેનને શ્રાદ્ધાં જલિ અર્પવાનો વખત તુંરત આવશે. મીંઠુબહેનના ભાઈ, શ્રી દીનશા પીટીટે મને કહ્યું કે કલ્યાણજીભાઈના અવસાનના આઘાત મીઠડુબહેન સહન કરી ન શકયાં. કલ્યાણજીભાઈના અવસાન પછી મૌઠુબહેને અન્ન છેડી દીધું હતું અને પાંચ દિવરામાં જ તેમનુ અવસાન થયું. લગભગ ૫૦ વર્ષ સુધી બન્ને એકબીજાના સાથી રહ્યાં. શ્રી મીઠુબહેન કરોડપતિ પિતાની પુત્રી, ગાંધીજીની પ્રેરણાથી ગરીબાની સેવામાં જીવન સમર્પણ કર્યું. હજારો આદિવાસી અને પછાત વર્ગના ભાઈ – બહેનેાના તે ખરેખર માયજી હતાં. આવી ત્યકિતઓનાં ત્યાગ અને બલિદાનથી જ આ જગત નભે છે. મીઠુબહેનના સ્નેહભરપૂર માતૃવત્સલ જીવનને આછેઃ અનુભવ મને થયો હતો. મારી પત્નીની માનસિક અવસ્થા સારી ન હતી ત્યારે તેને એકલી મરેાલી આટ્રામમાં મૂકી હતી અને મીઠુબહેને તેની સંભાળ લીધી હતી. મીઠુબહેનના અવસાનના મારી પત્નીને ખબર આપ્યા ત્યારે તેને બહુ આઘાત થયો. એક વાત તેણે મને કહી, મીંઠુબહેન પાતે તે દિવસેામાં બધાની સાથે જુવારના રોટલા ખાતાં, પણ મારી પત્ની માટેઘઉંની રોટલી બનાવતાં. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડાયાબિટીસ અને બીજા કારણે તેમની તબિયત સારી ન હતી પણ અંત સુધી આશ્રમની સેવામાં રહ્યાં. પારસી વિધિ છેડીને, તેમની ઈચ્છા મુજબ તેમના દેહને આશ્રામની ભૂમિમાં જ દફનાવ્યો. ડૉ. સ્વાઈત્ઝર અને તેમનાં પત્નીના દેહ પણ તેમની કર્પભૂમિ ગેબનમાં જ દફ્નાવ્યા છે, તે યાદ આવે છે.
કલ્યાણજીભાઈ અને મીઠુબહેનના અવસાનથી કસ્તુરબા આશ્રામ અને દક્ષિણ ગુજરાતને એવી ખોટ પડી છે જે કોઈ પૂરી શકે તેમ નથા.
ચીમનલાલ ચકુભાઈ
o
૭
“તારા જીવનપથ ઉજાળ !”
[અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થી આશિષ માથુર ચાલુ વર્ષે એસ. એસ. સી. ની પરીક્ષામાં, બેર્ડમાં આમો આવતાં યશસ્વી સફળતા પામ્યો. તે પ્રસંગે એના ગુરુ ફાધર આર
ટેગાએ એને અભિનંદન આપતા પત્ર લખ્યો હતો. તેમાંથી જીવનને
માર્ગદર્શક લખાણનો અનુવાદ આપતાં આનંદ થાય છે, ગી. પ. ] પ્રિય આશિષ,
...તુ એવા અનેક લેકેને જોઈશ કે જેઓ સમયને માત્ર બરબાદ કરે છે, નવરા બેઠા નખ્ખાદ વાળે છેઅને જીવનનું સત્યાનાશ કરે છે. એ લોકો કોઈને કશા ખપમાં આવતા નથી. તેઓ પેાતાની પેાતાના લોકોની, સમાજની, રાષ્ટ્રની તેમ જ અંતમાં ઈશ્વર પ્રત્યેની કોઈ જવાબદારી અદા કરતા નથી. આવા હારીબેઠેલા લોકોને જોવા એ પણ એક કમનસીબ છે.
તું બીજા એવા પણ લે!કાને જોઈશ કે જેઓ ઝાઝી મહેનત કરતા નથી અને રામમનું વહી જવા દે છે. આવા લેકે જીવનમાં સર્વ હોદ્રે સામા ય રહેનારા જૂથમાં ઉમેરો કરે છે.
આશિષ, તું દરેક ક્ષેત્રે હંમેશાં પેાતાનાથી બને તેટલું કોષ્ઠ પ્રદાન કરવાના આદર્શ જીવંત રાખજે. જે તારાથી “શ્રેષ્ઠતર” શકય હોય તે। “શ્રેષ્ઠ’થી સંતોષાઈ ન જતો. અને જે કોષ્ઠતમ” શકય હાય તે નું “ોતર”થી સંતોષાઈ ના જતે,
આ આદર્દી આચરી શકાય તેવા છે એ તુ સારી રીતે જાણે' છે. અને સાચા અર્થમાં “માનવી” થવા માટે તારું વ્યકિતત્વ વિકસાવવાનાં સર્વ ક્ષેત્રામાં સર્વ સમયે એ આદર્શ જ તારું લક્ષ્ય બનવા જોઈએ. હા, તારા અભ્યાસમાં, તારી અન્ય લેકા સાથેની વર્તણૂકમાં, તારી જીવન પ્રત્યેની દષ્ટિમાં, તારી કર્તવ્યોમાં, તારી ઈશ્વર, દેશ તથા કુટુમ્બ પ્રત્યેની ફરજેમાં નું આ આદર્શનું લક્ષ્ય રાખજે,
શું ખૂબ મિલનસાર થા પરંતુ તારો પાયો મજબૂત કર અને ધ્યાન રાખ કે તું તારી જવાબદારી અદા કરવામાં કદી પાછે! ના પડે. હું તારાં કર્તવ્યોમાં કદી બાંધછેડ ના કરીશ.
તારાં માતાપિતા, કુટુમ્બ, સમાજ, ભારત અને વિશ્વ આવા યુવાના માટે આતુર છે. આપણી દુનિયા જોઈએ એટલી રાારી નથી, કારણકે આપણે ત્યાં આવા યુવાનો બહુ થંડા છે. બીજી રીતે ક તો, માત્ર આવા યુવકો જ દુનિયાને પલટીને સુધારી શકે એમ છે. તેઓ આ દુનિયાને એવી કરશે કે જયાં સૌ શાંતિપૂર્વક માનવતાભર્યું સુઘડ અને સુખી જીવન જીવતા હાય.
માનવી એ બે તરહનાં વ્યકિતત્વના સમન્વય છે—બુદ્ધિશાળી પ્રાણી અને સાત્ત્વિક વ્યકિત. માનવીનાં આ બેઉ મહત્ત્વનાં પાસાં વિકસાવવાં, સંભાળવાં અને ખૂબ જીવંત રાખવાં જરૂરી છે. તે જ “માનવી” નામને યોગ્ય વ્યકિતત્વ પરિણમે.
વહાલા આશિષ, મને વિશ્વાસ છે કે તું આમ કરી શકીશ. અને હા, જો ત્તું કદીક આ આદર્શને અનુસરવામાં પાછે પડે તો તેથી તારે હતાશ થઈ જવાની જરૂર નથી. એને અમલ ક્ષણેક્ષણે કરવે તો મુશ્કેલ પણ છે. આ તે તને આપણી નિર્બળ માનવ પરિસ્થિતિનો ખ્યાલ આપું છું. એને પરિણામે તું એને માનવતાપૂર્વક અપનાવીને જાગૃત કરે, જાત વધુ સજાગ થાય, એ માટે વધારે ને વધારે પુરુષાર્થ કરે; અને કદી પણ પાછા ના પડે—કદાપિ વ્યર્થ રીતે જીવન વેડફી નાખનાર તુચ્છ સમૂહમાં (Good for nothing group) માં જોડાઈ જઈને તારા જીવનમાં ક્ષુદ્રતાને સહેજ પણ પ્રવેશવા નહીં દે—એવું હું પ્રાર્થુ છું. જ્યારે માનવરસહજ નિર્બળતા આપણને પતન તરફ ખેંચે અને આપણું મનોબળ નિષ્ફળ જતું લાગે ત્યારે આપણી સંકલ્પશકિત મજબૂત કરવાનો અને પ્રભુને વધુ ને વધુ હ્રદયપૂર્વક પ્રાર્થવાના તથા વિચારવાનો સમય આવી પહોંચ્યો ગણવા. દુનિયામાં મૂર્ખ ઓછા નથી, કારણકે તેઓ નથી વિચારતા કે નથી ભકિત કરતા. શું એ યાદ આપવું જરૂરી છે કે માનવી થવું એટલે સાચે! પ્રેમ આપવા-એટલે કે વિશ્વ આખું સમજી ને માણી શકે તેમ વર્તવું અને પ્રેમ કરવા એટલે સ્વાર્પણ કરવું, નિ:સ્વાર્થભાવે ચાહવું. ખરેખર, આ દેશમાં સર્વ અનિષ્ટોનું મૂળ જ સ્વાર્થ છે. અનુવાદક: ગીતા પરીખ
ફાધર ઓરટૅગા