SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન. તા. ૧-૮-૭૩ અને વધતાં જાય છે. સમાજના હિતચિંતકે ત્યવહારશુદ્ધિના પ્રયત્નો કરે છે. શ્રીનાથજીએ એક વ્યવહારશુદ્ધિ મંડળની સ્થાપના કરી હતી. આચાર્ય તુલસી અણુવ્રતદ્વારા કાંઈક એવો પ્રયત્ન કરે છે. કેટલાક ઉદ્યોગપતિઓએ ફેર ટ્રેડ પ્રેકિટસ મંડળ કર્યું છે, જેમાં સારાં ભાષણે થાય છે. શ્રી જયપ્રકાશ નારાયણ ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતને અમલી બનાવવા હાલ મુંબઈ આવ્યા છે. આ વિશે આ અંકમાં અન્યત્ર લખ્યું છે. શ્રીમદે બતાવે કે જીવનની જરૂરિયાત ઓછામાંઓછી રાખવી અને એટલી જરૂરિયાતને પહોંચી વળવા અનિવાર્ય હેય એટલું જ કમાવાની ઉપાધિમાં પડવું. લાખે-કરોડ કમાવા અને પછી તેમાંથી થોડું દાન કરવું અથવા એ બધી મિલકતના પિતાની જાતને ટ્રસ્ટ માનવા એવી ઉપાધિમાં પડવા કરતાં, જરૂરિયાત કરતાં વધારે ધનપ્રાપ્તિ જ ન કરવી. અનાયાસે વધારે આવી મળે-વારસથી અથવા પ્રામાણિકમાર્ગે–તો દાન આપવું કે ટ્રસ્ટી થવું. પણ અનચિરિથી ધન પ્રાપ્ત કરવું અને પછી દાન કરવું કે ટ્રસ્ટી થવું તે સાચે માર્ગ નથી એમ શ્રીમદે કહ્યું છે. આ આચારધર્મ સહેલું નથી. મારા એક મિત્ર છે. મેટા વેપારી છે. તેમની બજારમાં બે-ત્રણ એસેસીએશનના અધિકારી છે. કાંઈક ધભીર છે. વ્યવહારમાં પણ મર્યાદા રાખવી જોઈએ એમ માનવાવાળા છે. જે નવા વર્ગ સાથે તેમને કામ કરવું પડે છે તે ફાવતું નથી. આ વર્ગ તેમના પ્રત્યે આદર રાખે છે પણ તેમનું માન નથી. ભલા માણસ છે એમ કહી પિતાના માર્ગે જાય છે. એસેસીએશનનું કામ આવે એટલે ખાટું થયું હોય તે પણ સરકારમાં અને બીજી રીતે બચાવ કરવો પડે છે તે તેમને ગમતું નથી. એક દિવસ મને કહે, શું કરવું, આ બધું છોડી દઉં? મારાથી કહેવાઈ ગયું. There is no half way house. શ્રીમદે કહ્યું છે કે અલ્પ અનાચાર સંજોગોવશાત સેવવો પડે તો પણ મહાશચથી સેવ અને પ્રાયશ્ચિત્ત ધ્યાનમાં રાખવું. અત્યારે તે સરિયામ નિર્લજ શેષણ ચાહ્યું છે અને તેમાં સફળતાને ગૌરવ માનવામાં આવે છે. ' Ruthless Exploitation and pursuit of wealth. " આ બધું લખવી હું અનધિકારી છે. શ્રીમદ્દનું લખાણ વાંચો હતા તેમાંથી વિચારો સર્ર્યા તે નમ્રતાથી ટપકાવું છું. ૨૨-૭-'૭૩ ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નેંધ ગુજરાત - ગુજરાતમાં છેવટ નેતાની ચૂંટણી થઈ અને ચીમનભાઈ પટેલની વરણી થઈ. ચીમનભાઈ પટેલને ઈન્દિરા ગાંધી સામે બળ હતો તેમાં સફળ થયા. ઈન્દિરા ગાંધીએ નિયુકત કરેલ વ્યકિતને હટાવી એટલું જ નહિ પણ વરિષ્ઠ મંડળના સમાધાનના અથવા દરમ્યાનગીરીના બધા પ્રયત્ન નિષ્ફળ બનાવ્યા અને પિતાની રીતે જ ચૂંટણી કરાવી. રાજ્યકક્ષાએ ઈન્દિરા ગાંધી સામે આવો મક્કમ વિરોધ પહેલ છે. છેવટના હથિયાર તરીકે વરિષ્ઠ મંડળે જાહેર કર્યું. હતું કે કોઈને ૮૫થી ઓછા મત મળશે તો નેતા તરીકે સ્વીકારવામાં નહિ આવે અને ચીમનભાઈ પટેલે ભારપૂર્વક જાહેર કર્યું હતું કે તેમને ટેપ અથવા વધારે મત મળશે. મતપત્રકો દિલહી લઈ ગયા અને ચીમનભાઈને ૭૨ મત મળ્યા, પણ રારદાર સ્વર્ણસિંગે તુરત જ તેમને નેતા તરીકે જાહેર કર્યા. આધારભૂત માહિતી મુજબ ઈન્દિરા ગાંધી, સરદાર સવર્ણસિંગ તથા ઉમાશંકર દીક્ષિતે નિર્ણય કર્યો હતો કે જેને ૮૫ અથવા વધારે મત મળે તેને જ નેતા તરીકે સ્વીકારવા અને. થ જાહેર પાગ કર્યો હતો. છતાં આમ કેમ કર્યું? પિતાના નિર્ણયને અમલ કરવાની વરિષ્ઠમાંડળની એટલી અનિછા અથવા અશકિત. વળી એક વધારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાને અપયશ વહેર નહિ હોય. વિશેષમાં ચીમનભાઈ પટેલ પણ ઈન્દિરા ગાંધીનું નેતૃત્વ સ્વીકારે છે. ઈન્દિરા ગાંધીએ વિચાર્યું હશે કે પોતાનું નેતૃત્વ રહેલું હોય તે મુખ્ય મંત્રી કાંતિલાલ ધિયા હોય કે ચીમનભાઈ પટેલ, તેમાં તેમને શું ફેર પડે છે? આ રીતે પણ કૅન્ચેસનું શાસન ગુજરાતમાં રહેવું હોય તે તેને જોખમમાં શા માટે મૂકવું? ઘનશ્યાભાઈ ઓઝાને ઈન્દિરા ગાંધીએ, મધ્ય પ્રદેશમાં પી. સી. શેઠીને આખે તેમ સબળ ટેકો આપ્યો હોત તે કદાચ આવું પરિણામ ન આવત. જે થયું તે. આ સમય દરમ્યાન ઘણું અનિરછનીય બન્યું છે. હવે ધાજી સુધારી લેવી. ચીમનભાઈ પટેલે પોતાનું મંત્રીમંડળ જાહેર કર્યું છે, તે ખરેખર નવા સ્વરૂપનું છે. ધિયા – અદાણી જૂથ ( આ જૂથમાં ધિયા ખરા કે?)ની ૫૦ ટકા પ્રતિનિધિત્વની માગણી હતી તે ચીમનભાઈ પટેલે સાફ ઈનકારી કાઢી અને તેમાં વરિષ્ઠમંડળને તેમને ટેકો મળ્યું છે. એક રીતે આ સારું થયું છે. મંત્રીમંડળમાં પણ જૂથબંધી ચાલુ રહે તે ઈષ્ટ નથી. મુખ્ય મંત્રીને પિતાના સાથીએ નક્કી કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. ખરી રીતે વિરોધી જૂથે એમ કહેવું જોઈતું હતું કે અમારે આ પ્રધાનમંડળમાં જોડાવું નથી અને તમને ઠીક લાગે તેવા સાથી શોધી લો. અલબત્ત, રાજકારણમાં આવું બનતું નથી, કારણકે સત્તાસ્થાને ન હોય તેવાનું જૂથ ટકતું નથી. ૧૧ સભ્યએ તે તુરત જાહેર કર્યું કે તેઓ ચીમનભાઈ જૂથમાં જોડાય છે. ધિયા પણ એ નાવમાં બેસી ગયા. કદાચ ઘિયાનું નાયબ મુખ્ય મંત્રી થવું પૂર્વયોજિત, સમજણનું પરિણામ હશે. પણ ચીમનભાઈ પટેલને પેતાની પસંદગીનું મંત્રીમંડળ રચવા દેવા બીજું સબળ કારણ છે. ઘનશ્યામભાઈ ઓઝા સામે તેમને આરેપ હતો કે પક્ષની નીતિનો તેમણે અમલ નથી કર્યો. એ જ સાથીઓ ફરીથી લે અથવા લેવા પડે તો તેમને બહાનું મળે કે પક્ષની નીતિને અમલ ન થાય તે પોતે જવાબદાર નથી. હવે તે તેમની રાંપૂર્ણ જવાબંદારી છે. પક્ષની નીતિને ઝડપથી અમલ કરવાનું તેમણે વચન આપ્યું છે. એ વચન તેમણે સિદ્ધ કરવું પડશે, ચીમનભાઈ પટેલે બીજું વચન આપ્યું છે કે સ્વચ્છ અને કાર્યક્ષામ વહીવર્ટીતંત્ર આપશે. આ પણ મેટું કામ છે. ચીમનભાઈ પટેલે જાહેર કર્યું છે કે હવે તેમાં કોઈ એક જૂથના નેતા નથી પણ શાસક પક્ષના નેતા છે. આ દાવે સફળ કરવા તેમણે ઘણી ઉદારતાથી વર્તવું પડશે. અત્યારે તે વિરોધી જૂથના બધા આગેવાનોને ઈરાદાપૂર્વક સત્તાસ્થાનેથી દૂર રાખ્યા છે. વિરોધી જૂથમાંથી જે કોઈ સભ્ય નવા પ્રધાનમંડળમાં લીધા છે તે કંઈ વિરોધ કરે અથવા કરી શકે તેવા નથી. બલ્ક પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું તે માટે પોતાની જાતને ભાગ્યશાળી માને. એટલે જૂની નેતાગીરી, ખાસ કરી સૌરાષ્ટ્રની, સત્તાસ્થાનેથી હટાવી, નવી આગેવાન હરોળ ઊભી કરવાના પ્રયત્ન છે. આમ કરવામાં પકે કિનારી નહિ રહે તે સારું થશે. યુદ્ધ એટલું તુમુલ થયું હતું કે ઘા રૂઝાવા અથવા ડંખ જવો સહેલો નથી. જેના હાથમાં સત્તા છે તે ઉદારતાથી વર્તી અને વિધીનાં મન જીતી લે તે જ સંપ થાય. ગુજરાતના હિતમાં આપણે આશા રાખીએ કે હવે એક નવું પ્રકરણ શરૂ થાય છે અને જે મોટા અને ગંભીર પ્રશ્ન ગુજરાત સમય પડયો છે તેને અંશત: પણ ઉકેલ લાવવામાં નવું મંત્રી મંડળ સફળ થાય. તેમને આપણાં અભિનંદન અને શુભેચ્છાઓ છે લીંબડીમાં થયેલ ગેળીબારની અદાલતી તપાસ શ્રી ચીમનભાઈ પટેલે જાહેર કર્યું છે કે લીંબડીમાં થયેલ ગોળી. બારની અદાલતી તપાસ કરવામાં આવશે. જેની વિગતે હવે પછી
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy