________________
, પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૭૩.
જોવા મળે, તેનાથી સહજ ભાવે લોકકલ્યાણનાં કાર્યો થતાં રહે, ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ તે કશાથી ઉદ્વેગ પામે નહિ અને કોઈના ઉદ્વેગનું કારણ બને નહિ. આપણે વિચારવું જોઈએ કે જેમને આજે મહત્તા મળી છે તેમાંથી કેટલાની આસપાસ આવું કંઈક પ્રગટતું, વિકસતું, વિલસતું જોવા મળે છે?
આ બધું અવલોકતાં કેટલીક વાર તે મન ઉપર એવી અસર પેદા થાય છે કે આ ભગવાને, પરમહંસે, જગદ્ગુરુઓ, સંત, સાંઈએ, વેગીએ, માતાજીએ પોતાની જાતને આ દુનિયાના સામાન્ય સુખદુ:ખથી પર સમજે છે અને એમના અનુયાયીઓના મન ઉપર પણ એવી અસર ઉપજાવે છે કે સંસારના સામાન્ય જીવોનાં સુખદુ:ખ પ્રત્યે દુર્લક્ષ સેવવાથી ઊંચેરી અવસ્થાએ પહોંચી પરમસિદ્ધિ પામી શકાય છે !જે વ્યકિત પોતા પર આવતાં સુખદુ:ખની અસરથી મુકત રહી શકે તે મહાન છે એમાં શંકા નથી, એણે એટલા પ્રમાણમાં આત્મતત્વ એાળખું છે ને દેહતત્ત્વ વિચાર્યું છે એમ જરૂર કહી શકાય, પરંતુ જે જાતે દુન્યવી સુખોમાં આળોટે કે કશા સંકોચ વિના તે માણે, પરંતુ બીજાં દુખિયાંથી દૂર રહી અન્ય સુખિયાંએની સાથે જ નિરતર સંબંધ રાખ્યા કરે તેમને વિશે શું કહેવું? જે મહાપુરુષની વાણી સાંભળીને અને જીવન જોઈને આપણા રાગદ્વેષ મેળા પડતા હોય, ત્યાગ - સમર્પણ સહજ બનતાં હોય, વિચાર, વાણી અને વર્તનમાં સર્વ જીવો પ્રત્યે પ્રેમ અને કરુણાનાં ભાવ - ઝરણ પ્રગટતાં હોય તે મહાપુરુષ જરૂર વંદનાને ગ્ય છે. અન્યથા, આ નવા ભગવાનેથી આ દેશને અને સમાજને ભગવાન બચાવે એવી જ પ્રાર્થના કરવી રહી ! આજના સંગમાં જેમને ભગવાન, પરમહંસ, જગદ્ગુરુ, સંત, સાંઈ, યોગી, માતાજી કે એવું બીજું કોઈ બિરુદ મળેલું હોય તે સૌને હાથ જોડીને કહીએ કે દેશના અને દુનિયાનાં દુઃખ દૂર કરવાને ઈલાજ બતાવો. એ ચમત્કાર સજ કે અન્ન, પાણી, વીજળી પ્રાપ્ત થાય; લેકહૃદયમાં સમાનતાને એવો ભાવ પ્રગટાવે કે શોષણખોરી અટકી જાય; આજના જગતમાંથી યુદ્ધહિંસા, અન્યાય, જૂઠાણાને જલાવી દેવા માટેની કોઈ સાધના દર્શાવે અને તમારી સિદ્ધિને પણ એવી કોઈ કસેટીએ ચડાવે. એમને એમ પણ કહીએ કે આવું કંઈ કરવાને આપ જો સમર્થ ન હો તે આ દેશના અને દુનિયાના લોકોના પુરુષાર્થને હણી નાખનારી ચમત્કારની પ્રવૃત્તિથી દૂર રહો અને અમને અમારું ફોડી લેવા દે. [‘અભિનવ ભારતી’માંથી]. મેહનલાલ મહેતા-પાન
વાચન અને વિચાર પ્રબુદ્ધ જીવનને તા. ૧૬ ડિસેમ્બરને એક એક બેઠકે . વાંચવાનું લાંબે સમયે બન્યું. વર્તમાન કટોકટી, દૂષિત હવામાનથી જીવમાત્રને થતું નુકસાન, ટેકનોલોજીના વિકાસથી સર્જતાં અનિષ્ટો વિશેને તંત્રીલેખ વિચારણીય છે.
આ વિષય પર છેલ્લાં બે વર્ષમાં ખૂબ ચિંતન, વાચન અને એ અનિષ્ટો જ્યાં વધુ ફેલાયેલાં છે એવા દેશોની યાત્રાના જાતઅનુભવ પછી એવા નિષ્કર્ષ પર પહોંચ્યું છું કે આટલા મડેમોડા પણ જો આ સૃષ્ટિને બચાવવી હોય તે હવે ગુરજીફે (Gurdjeiff) કરેલી, અને આપણે નાનપણમાં રમતા હતા તે “પ” (Stop) ની “રમત” “રમવા” સિવાય બીજો ઉપાય નથી. . માનવીએ Reproduction અને Production ઉભય હાલના સ્તર પર યા એથી પણ નીચી સપાટીએ સ્થગિત કરી દેવા જોઈએ. કોઈ પણ ખાસ દિશામાં, પછી તે ટેકનોલેજી હોય કે વિજ્ઞાન હાય, વિકાસ ન થાય તે જ આપણે, જીવમાત્રને, શારીરિક અને માનસિક હૃાસ અને વિનાશ રોકાશે. Produce or Perish નહિ, પરંતુ Produce and Perish એ સુત્ર હવે સાચું લાગે છે.
આધ્યાત્મિક બાબતમાં પણ Stop કહેવું, અને Stop કરવું, કયાં ખોટું છે? આધ્યાત્મિકતા પણ વિચારે, વિવાદે, વાચન, પરિસંવાદ, ચર્ચાઓથી નહિ, પરંતુ એ બધુંય બંધ કરવાથી આવવાની શકયતા વધુ છે.
It is indeed true that, time and again, we have to stop to think about so many things worth thinking about, but it is equally necessary that as often as that, we stop thinking, stop all thoughts, and enter the state of "No Mind."
ભાઈશ્રી યશવંત દોશીને ‘ચહેરા અને મહારા’ વિશેને લેખ અભ્યાસ કરવા જેવા છે. મારું માનવતાને જ અંશ છે એ સાચું ગણીએ તો ય માનવમાં રહેલે જે ઈશ્વર અંશ છે તેને એ અંશ નથી. માનવી જે એ દિવ્ય અંશને પહોંચવાનો - અડવાને - વારંવાર પ્રયત્ન કરતો રહે તો મહોરાનો ઉપયોગ આપમેળે ઓછા થઈ જાય.
જયાં સંસ્કૃતિ અને સભ્યતા છે ત્યાં થોડો દંભ તો હેવાને જ. દા.ત. હું એક ચિત્રકાર હોઉં અને મારા ચિત્રની કોઈ પ્રશંસા કરે તે હું લખનવી ભાષામાં એને જવાબ વાળી શકું કે “આપ જેવાના આશિષ છે,” યા “આપ જેવાની કૃપાથી આ ચિત્ર શકય બન્યું છે.” વગેરે; આમાં ચાપલુસી અને દંભ છે. પણ હું માત્ર સ્મિત કરી, હાથ જોડી, દંભરહિત મૌન રહી શકું છું, યા “આપને આ ચિત્ર ગમ્યું તે જાણી રાજી છું” એમ સહજતાથી કહી શકું છું. માનવનિમિત આધુનિક સમાજમાં શરીરને વસ્ત્ર વિના ન ચાલે, તેમ જ સામાજિક સંબંધોને અમુક પ્રકારનાં આભૂષણ, આવરણરૂપી સ્નિગ્ધતા વિના ન ચાલે; પરંતુ એને ઉપગ ન્યૂનતમ કરવાનું તે ચક્કસ આપણા હાથમાં છે. એક સમય હતો જયારે મને ‘હાઉ ટુ વીન ફ્રેન્ડસ એન્ડ ઈન્ફલુઅન્સ પીપલ’ની વાતે ગમતી, કારણ એ સાચી લાગતી; એ પુસ્તક મેં છ-સાત વેળા તે વાંચ્યું જ હશે. આજે એની કોઈ ખાસ ઉપયોગિતા જણાતી નથી, કારણ મિત્રોને જીતવા મા લોકોને પ્રભાવિત કરવાની વાસના ક્ષીણ થઈ ગઈ છે. જેના જીવનમાં બહારની વસ્તુઓ કે વ્યકિતએ તરફની દોડ ઓછી થઈ, અંદરની યાત્રા શરૂ થાય છે, તેને મહારાની જરૂરિયાત ઓછી પડે છે. ઝેન બુદ્ધોમાં જે મૌલિક ચહેરો ઓળખવાની (Know your original face) વાત કહેવાઈ છે તે આ સંદર્ભમાં જ છે.
શ્રીપાલનગરમાં આરસના મન્દિર પાછળ રૂપિયા બાવીસ લાખ ખર્ચાયા તે તેમ જ ખેટા પ્રતિષ્ઠામહોત્સવ, બેન્ડ-વાજાના વરઘોડા, નાહકના ઘોંઘાટ અંગેની આપની ટીકા પણ મનનીય છે. તા. ૧૨ ડિસેમ્બરના ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં મદુરાઈના મીનાક્ષી મન્દિર વિશે પણ એને મળતા જ સમાચાર વાંચેલા કે દેવીને માથે તેર લાખ રૂપિથાને હીરાજડિત મુગટ તાજેતરમાં ચઢાવવામાં આવ્યા હતા, અને સાત કિલોગ્રામ સેનાથી મઢેલે એક ઝબ્બો પણ દેવીને પહેરાવવામાં આવ્યો. દર વર્ષે દેશભરમાં નાણાંને આ દુર્ણય કુલ કરોડ રૂપિયા કરતાં પણ વધુ થતો હશે. કહેવાતા ધાર્મિક, પણ વાસ્તવમાં ધર્માધ, લોકોને દુષ્કાળ, ગરીબી, બેરોજગારી, કશું જ નજરે ચઢનું નથી ! દિવસ સુધી એક વેળાનું સરખું ભેજન ના મળતું હોય એવી દશામાં લાખો લોકો મરવાને વાંકે જીવી રહ્યા છે; એ ગરીબ લોકો પૈસા વેડફી નાખતા ધનિકોને કયાં સુધી સાંખી લેશે? સામ્યવાદ આવે તે દેષ કોને ?
છેવટે “ચિન્તા કર્યો ચાલશે ના’ને લેખ, જેમાં ઘણું ચિતનીય છે. એમાં આ લેખકના Art of Health ના Stresses of Lifeવાળા પ્રકરણને પડધે છે.
ર્ડો. એમ. એમ. ભમગરા