________________
તા. ૧૬-૧-૭૩
તો મોટી કિંમત ચૂકવીને કે મોટા ખર્ચ કરીને પણ એક વખત ધારાસભ્ય થઈ જવા જેવું, કે જિંદગીની નિરાંત. હિમાચલ પ્રદેશને એકટ મેં હજુ જોયો નથી. પણ વર્તમાનપત્રના અહેવાલ ઉપરથી જણાય છે કે સારા પ્રમાણમાં લાભ મેળવ્યો છે. પેન્શન તો અક્ષમ્ય છે. બીજાં રાજ્યો પણ આનું અનુકરણ કરશે? ધારાસભ્યો કે સંસદસભ્યો નસીબદાર છે કે પોતાનું વેતન કે બીજા લાભા પોતે જ નક્કી કરે છે. કોઈને પૂછવાનું નથી કે કોઈના અંકુશ નથી.
પૈસાદારોને સ્વેચ્છાએ ગરીબી સ્વીકારવા રાતદિવસ ઉપદેશ કરતા ધારાસભ્યો પોતાની ‘ગરીબી' પહેલા દૂર કરે છે. એ ખરું છે કે નિષ્ઠાપૂર્વક કામ કરનાર સભ્યને આ કામમાં ઘણા સમય આપવા પડે અને બધા ધારાસભ્યો પૈસાદાર નથી હોતા. પણ એ ભૂલવું ન જોઈએ કે ઘણા સભ્યો સુખી, ધંધાદારી કે સારી આવકવાળા બધા આજીવન સેવાવ્રતધારી નથી. વળી પોપદેશે પાંડિત્યમ્ ની કાંઈ અસર થાય નહિ. વળી સંસદસભ્યોને માસિક પગાર અને રોજના ભથ્થા ઉપરાંત બીજી સવલતા સારા પ્રમાણમાં મળે છે. એક ગણતરી મુજબ સંસદસભ્યનું વેતન કે ભથ્થાં લગભગ માસિક રૂપિયા ૪000 થવા જાય છે. ગરીબ દેશને આ પાસાય નહિ. સરકારી કર્મચારીઓને પગારવધારો આપવા વિરોધ કરતા સભ્યો ક્યા મેઢે પેાતાના પગાર
વધાર્યે જાય? તેમણે તે દાખલો બેસાડવા જોઈએ. વિયેટનામ અને નિક્સન
પ્રબુદ્ધ જીવન
નવા ‘ભગવાનેાથી ભગવાન મચાવે! ધાર્મિક અથવા તો આધ્યાત્મિક ક્ષેત્રે હમણાં એંધાદ્ધાનું સ્થાન અરાજકતાએ લીધું હોય એમ લાગે છે. ભગવાનો, પરમહંસા, જગદ્દ્ન ગુરુઓ, સંતો, સાંઈએ, યોગીએ, માતાજીઓની સંખ્યા વધતી જાય છે! આ દેશમાં સંપ્રદાયો તો ઘણા બધા હતા અને છે. હવે આ પ્રકારના કેટલાક મહાપુરુષની આસપાસ નવા સંપ્રદાય રચાતા હાય અને નવાં મંદિરો, આશ્રામા, મઠો સ્થપાતાં હોય એવું જોવા મળે છે! આવા ‘મહાપુરુષ'ની પૂજા, અર્ચના, ભકિત કંઈક જૂની રીતે અને કંઈક નવી રીતે ચાલુ થઈ ગયાં છે. એમની આસપાસ અનુયાયીઓના એક મોટો સમૂહ રચાય છે અને તેમાં કેટલાક આગેવાની લઈને વ્યવસ્થિત મંડળા સ્થાપી સભાઓ, શિબિરો, યાત્રા વગેરે ગાઠવે છે અને વિશાળ પાયા પર સામિયકો તથા પુસ્તકોનાં પ્રકાશના પણ કરે છે. વર્તમાનપત્રના કે પૂરો લાભ લેવામાં આવે છે. એવા લાભ જ્યારે સહજ રીતે મળતા નથી ત્યારે હજારો રૂપિયાને ખર્ચે જાહેરખબરો દ્વારા પોતાના મહાપુરુષની મહત્તાનાં દર્શન કરાવવામાં આવે છે! આવા મહાપુરુષો અંગે વિશેષ જાણવા જેવું એ છે કે એમના અનુયાયીઓ તેમને સર્વશ્રેષ્ઠ તરીકે સ્થાપિત કરે છે એટલું જ નહિ, પરંતુ ભૂતકાળમાં થઈ ગયેલા કે થઈ ગયેલા ગણાતા અવતારો, તીર્થંકરા, બુદ્ધો, સિદ્ધો કરતાં મેં તેમને ઊંચેરા કે અદ્ભુત દર્શાવે છે. ‘ભગવાન’ જેવું વિશેષણ પણ ઓછું પડતું હોય તેમ વિવિધ રીતે એમનું વર્ણન થાય છે!
લગભગ ૫૦ હજાર
વિયેટનામ વિશે ફરી ફરી લખવું પ્રાપ્ત થાય છે, કારણ કે આવું ભયાનક, સંહારક અને નિષ્પ્રયોજન યુદ્ધ ઈતિહાસમાં નથી. ઍટમ બૉમ્બ વાપરવા સિવાય બધી વિનાશક શકિતઓને અમેરિકાએ ઉપયોગ કર્યો છે. શા માટે અને શું અધિકારે અમેરિકા આ વિનાશ સર્જે છે તેના કોઈ જવાબ મળે તેમ નથી. આ યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધી એક લાખ કરોડ (એક હજાર અબજ) રૂપિયાનું ખર્ચ થયું છે. અમેરિકાના યુવાનો મરી ગયા, લાખા ઘાયલ થયા છે. ઉત્તર વિયેટનામની ખુવારી, જાનમાલની, બેસુમાર છે. પણ સૌથી વધારે ખુવારી તો અમેરિકા જેને બચાવવાના અને જેનું રક્ષણ કરવાના દાવા કરે છે તે દક્ષિણ વિયેટનામની થઈ છે. ત્રણ તરફથી તેના મરો છે. દક્ષિણ વિયેટનામમાં વિયેટકોંગ સામ્યવાદી છે. દક્ષિણ વિયેટનામના ઘણા પ્રદેશ વિયેટકોંગને કબજે છે. આંતરવિષ્ણુસિવિલ વૉર—ચાલે છે. એટલે પ્રદેશનો કબજો વખતેવખત બદલાતો રહે છે. વિયેટકોંગને શંકા થાય કે કોઈ ગામડામાં કોઈ
વ્યકિત થીયુ સરકારને મદદ કરે છે તો તેને દંડ —તેવું થીયુના લશ્કર તરફ્થી સામે પક્ષે વર્તન થાય. દક્ષિણ વિયેટનામની પ્રજાના મેટા ભાગને વિયેટકોંગ પ્રત્યે સહાનુભૂતિ છે અને ખાનગી મદદ કરે છે. ઉત્તર વિયેટનામનું લશ્કર સારા પ્રમાણમાં દક્ષિણમાં છે. વિયેટકોંગ અને ઉત્તરના લશ્કર ઉપર અમેરિકન લશ્કર અને બૉમ્બરોના સતત હુમલા ચાલુ છે. એટલે અમેરિકન લશ્કરે દક્ષિણની પ્રજાની ભારે ખુવારી કરી છે. આ પ્રજાની ત્રિવિધ બરબાદી, થીયુનું લશ્કર, અમેરિકન લશ્કર અને વિયેટકોંગ અને ઉત્તર વિયેટનામના લશ્કરથી થઈ રહી છે. જંગલો નાશ પામ્યાં છે, બૉમ્બમારાથી જમીન ખોદાઈ ગઈ છે.
આ બધું શેને માટે? દક્ષિણ વિયેટનામનું સ્વતંત્ર અસ્તિત્વ કાયમ કરવા, ઉત્તરના સામ્યવાદીઓથી તેને બચાવવા અને થીયુના લશ્કરી અમલને ટકાવવા, અમેરિકા શા માટે આ કરે છે? દક્ષિણપૂર્વમાં સામ્યવાદના ફેલાવા અટકાવવા. ચીન સાથેના સંબંધ બદલાયા પછી આ બધું પાકળ અને મિથ્યા છે. હવે માત્ર અમેરિકન પ્રતિષ્ઠા અને અભિમાનનો સવાલ છે. ત્યાંથી નીકળે જ છૂટકો છે. ‘માનભેર’ છૂટવાના દાવા છે. ક્રિસિન્ગરે, કેટલેક દરજજે ઈરાદાપૂર્વક ગોળગોળ, અસ્પષ્ટ શરતો કરી સમાધાન તૈયાર કર્યું. કોઈ વાતે નીકળવું હતું એટલે પછી જે થાય તે ખરુ, તેમ માની કરારના મુદ્દા નક્કી કર્યા. ચૂંટણીમાં સફળ થયા પછી નિક્સનનું વલણ બદલાયું અને વધારે સખત થયું. આ બધું માત્ર પોતાની પ્રતિષ્ઠા માટે. ઉત્તર-દક્ષિણ બન્ને એક જ પ્રજા છે, તેમને જ નક્કી કરવા દો.
ๆ
પેાતાની જાતને માંધાતા માનવાવાળા આ બધા કાળનાં રમકડાં છે. અમેરિકાએ ચ્યોંગ - કૈં - શેક ને ટકાવવા અનર્ગળ મદદ કરી, પણ તેને બચાવી ન શક્યા અને હવે તેને છેહ દીધા. માણસ અભિમાન કરે છે પણ અગમ્ય ઈશ્વરી લીલામાં તેનું બધું ધૂળધાણી થાય છે. માનવી - અહંકારની કાળ ક્રૂર મશ્કરી કરે છે. આ બધા પાપના દડ અમેરિકન પ્રજાએ ચૂકવવા પડશે.
ચીમનલાલ ચકુભાઈ
૨૦૯
આ બધું જોઈને, સાંભળીને, વાંચીને પહેલી મૂંઝવણ તા એ થાય છે કે આપણા આ દેશમાં ધર્મભાવના અને આધ્યાત્મિક જ્ઞાન તથા ઊંચેરા જીવન અંગે ખરેખર નવા પ્રકારની કોઈ તીવ્ર ભૂખ પેદા થઈ છે? લેાકસમુદાયમાં પરમતત્ત્વને જાણવાની અને પામવાની પવિત્ર પિપાસા પ્રગટી છે? આધ્યાત્મિક ક્ષેત્રે નૂતન ચેતનાના ઉદય થયો છે? જિજ્ઞાસાના હજાર - લાખ દીવડા પ્રગટી ઊઠયા છે? આ મહાપુરુષોની વ્યાખ્યાન - વાણી સાંભળવા હજારો લોકો જાય છે એમાં શંકા નથી. આમાં ‘સામાન્ય જનતા’ કહી શકાય એવા લોકો પણ સારી સંખ્યામાં હોય છે, પરંતુ આશ્ચર્યકારક તત્ત્વ એ છે કે મહાપુરુષની આસપાસના વર્તુળમાં અને સર્વ પ્રકારની એમની પ્રવૃત્તિના પ્રેરક અને સંચાલક તરીકે જે મોખરે હોય છે તેમાં મુખ્યત્વે ધનવંતો, અને કોઈક દાખલામાં સત્તાવંતો, નજરે પડતા હોય છે. દરેક મહાપુરુષની આસપાસનું આ વર્તુળ સામાન્ય રીતે ભેદી શકાતું નથી અને મોટા ભાગના સામાન્ય લોકો અને મહાપુરુષની વચ્ચે આ ધનવંતા અને સત્તાવંત દીવાલરૂપ હાવાથી મહાપુરુષો સાથેના એમના સંપર્ક પ્રમાણમાં ઘણા ઓછા હોય છે. આ મહાપુરુષોની રહેણીકરણી પણ બહુધા વૈભવયુકત હાય છે. આ દેશમાં સાધુ - સંતોની પર’પરાની આપણા ચિત્ત પર જે અસર છે તેની સાથે આવી રહેણીકરણીના કોઈ મેળ બેસતા નથી.
આધ્યાત્મિક જીવનની ઝંખના, ધર્મભાવના, જિજ્ઞાસાની તીવ્રતા, જ્ઞાન - ભકિત પ્રત્યેનું વલણ—એ બધું કેટલા પ્રમાણમાં સાચું, કેટલા પ્રમાણમાં ખાટું, કેટલા પ્રમાણમાં સ્વાભાવિક અને કેટલા પ્રમાણમાં દંભરૂપ તે સમજવા માટે તો માનવીના વિચાર, વાણી અને વર્તનના ગુણવિકાસની જ કસી હોવી જોઈએ. આ કસોટીએ તપાસતાં એવું પરિવર્તન ભાગ્યે જ કોઈ દાખલામાં જોવા મળે છે. કર્ણાંક ચમત્કારોની વાતો સંભળાય છે અને કર્યોક વાક્ચાતુરીનું વશીકરણ જોવા મળે છે. માનવીના ચિત્તને શાંતિ મળે, અન્ય માનવી ને પ્રાણીઓ પ્રત્યેના તેના સંપર્કોમાં ને સંબંધામાં સ્નેહ, સહકાર અને સહાનુભૂતિ અથવા પ્રેમ અને કરુણા