SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૭૩ સામાજિક અને આર્થિક પાપ છે તેનું આપણને હજુ ભાન નથી. ધનિક વર્ગ પણ હવે સુખી નથી, કારણ કે તે ભયભીત છે, ભાવિની અનિશ્ચિતતા તેને મૂંઝવે છે. વેપારઉદ્યોગમાં પડેલ અને શહેરોને મજૂર વર્ગ પણ પિતાને જ સ્વાર્થ જુએ છે. વેતન, ઉત્પાદન સાથે સાંકળવાને બદલે મોંઘવારીના આંક સાથે સાંકળે છે. દેશના મોટા ભાગના લોકોને અન્નવસ્ત્ર પણ મળતાં નથી તે તરફ દુર્લક્ષ છે. મેટા ઉદ્યોગ, કરોડોના મૂડીરોકાણ છતાં, અતિ મર્યાદિત રોજગારી આપી શકે તેમ છે. લાખો-કરોડને રોજગારી આપવા માટે જરૂરી એવા ગ્રામકલ્યાણ અને ગ્રામ રોજગારના કાર્યક્રમ પ્રત્યે દુર્લક્ષ રહ્યું છે અને હજ છે. હરિયાળી ક્રાન્તિ છતાં આ વર્ષના દુષ્કાળે બતાવ્યું છે કે ગામડાંઓ પ્રત્યે કેટલી ઉપેક્ષા થઈ છે. મેટા કરવેરા, સંપત્તિ અને આવકની મર્યાદા વગેરે સામે વિરોધ કરનાર વર્ગ એવી દલીલ કરે છે કે આવું થશે તે કામ ' કરવા આકર્ષણ–Incentive-નહિ રહે. આ આકર્ષણ માત્ર અમર્યાદ આવક અને સંપત્તિ હોય તે જ જાગે? સુપ્રીમ કોર્ટને જજ માસિક ૪000 રૂપિયા પગાર લઈ સર્વોચ્ચ ન્યાયાલયનું અતિ જવાબદારીભર્યું સ્થાન સ્વીકારે અને મોટા વકીલે રોજના ૪૦ રૂપિયા ફી લે તેમાં સામાજિક ન્યાય છે? આવા વકીલોને સામાજિક ન્યાયની, વ્યકિતસ્વાતંત્ર્યની, મૂળભૂત હક્કોની સુફ્રિાણી વાતે કર- વાને અધિકાર છે? સ્થાપિત હિતોનું રક્ષણ લોકશાહી અને વ્યકિતસ્વાતંત્રયને નામે જ થાય છે. સમાનતા અથવા ભાતૃભાવની ભાવનાને તેમાં બહુ અવકાશ રહેતું નથી. આ સમગ્ર પ્રશ્ન આર્થિક નથી પણ માનસિક અને નૈતિકPsychological and moral છે. પાલખીવાળાએ તેમના પ્રવચનમાં કહ્યું છે કે છેવટે આ પ્રશ્ન સમર્પણ અને સ્વૈચ્છિક શિસ્તને છે. સમાજના આર્થિક રીતે સુખી વગે મેટા ખર્ચાને અંકુશમાં રાખવાની તેને ફરજ પાડે એવા કાયદાની રાહ જોયા વગર, તે માટે પિતાને મનાઈ કરતે વટહુકમ અમલમાં છે એમ સમજવું જોઈએ. આવાં સમર્પણ અને સ્વૈચ્છિક મર્યાદા સ્વીકારવા આપણે તૈયાર છીએ? દેશની ગરીબાઈ આજે નવી નથી. દાદાભાઈ નવરોજજી અને ગોખલેએ પકારીને તે તરફ આપણું ધ્યાન ખેંચ્યું હતું. ગાંધીજીએ ગરીબાઈ હટાવવાને રાજમાર્ગ બતાવ્યા છે. સ્વૈચ્છિક ગરીબી સ્વીકારવી અને પોતાની જાતને મિલકતના ટ્રસ્ટી માનવા. ખાનગી ક્ષેત્રમાં કાર્યક્ષમતા લાવી ઉત્પાદન વધારવાની જેની શકિત છે તેવી વ્યકિતઓ જાહેર ક્ષેત્રે યોગ્ય વેતન લઈ શા માટે સેવા ન આપે? બધા વર્ગોએ પોતાની માનસિક દિશા પલટાવવાને અને પિતાની નૈતિક જવાબદારી સમજવાનો પ્રશ્ન છે. આવી રહેલ આંધીમાંથી બચવાને સાચે નવા માર્ગ આ છે. આ દિશામાં નથી શાસક પક્ષને જવું કે નથી વિરોધ પક્ષોને, ન વેપારી કે ઉદ્યોગપતિને કેન મજરને, ન' શિક્ષકને કે ન બુદ્ધિજીવી વર્ગને. બધાને પૈસે, સત્તા અને ઉ” જીવનધોરણ – ઉપભેગમય–જોઈએ છે અને પરસ્પર દેષ કાઢી પોતાના દેને ઢાંકવા છે. ૧૭૩. ' ચીમનલાલ ચકુભાઈ વિમલા ઠકારના સાનિધ્યમાં યોજાયેલ શિબિર શ્રી વિમલા ઠકારના સાનિધ્યમાં એક “સ્વશિક્ષાણ શિબિર' નું આયોજન “રગ્બી હોટેલ માથેરાન (મહારાષ્ટ્ર) ખાતે શુક્રવાર તા. ૨-૨-૭૩ થી બુધવાર તા. ૨-૭૩ સુધી કરવામાં આવ્યું છે. શિબિરને વ્યકિતગત ખર્ચ ૯૦ રૂપિયા થશે. જેઓ શિબિરમાં ભાગ લેવા માંગતા હોય એમણે તા. ૨૪-૧-૭૩ સુધીમાં શિબિરનો ખર્ચ શ્રી ચંદ્રાબહેન પારેખ, ‘ચંદ્રકિરણ, ૬૩, વલ્લભનગર સોસાયટી, નર્થ સાઉથ રોડ, નં. ૧, જૂહુ-પાલ, ડેવલપમેન્ટ સ્કીમ, વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ-પ૬, (ટે. . ૫૭૩૦૯૫) એ સરનામે મોકલી આપ, એમ શિબિરસંચાલન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે. આધૂ અને તેલંગણ * આ બન્ને વિરતારોમાં તેફાને વધતાં રહ્યાં છે. પોલીસને લગભગ રોજ ગેળીબાર કરવા પડે છે અને બે - ત્રણનાં મૃત્યુ થાય છે. કરફ્યુની અસર નથી. જાહેર મિલકત, ખાસ કરી, રેલવેને પારાવાર નુકસાન થાય છે. બન્ને વિસ્તાર અલગ થવા માગે છે. આશ્વના નવ પ્રધાનેએ આ મુદ્દા ઉપર રાજીનામાં આપ્યાં. જુવાળ એટલે ચડે છે કે બીજી વાત સાંભળવા કોઈ તૈયાર નથી. શાતિ સ્થાપવાના કેન્દ્રસરકારના પ્રયત્નો સફળ થતા નથી. આ રાજયનું વિભાજન કેન્દ્ર-રારકાર સહેલાઈથી ન સ્વીકારે તે સ્વાભાવિક છે, કારણ કે તેનાં પરિણામે ગંભીર અને વ્યાપકે છે. ભાષાકીય જોરણે આશ્વ પહેલું રાજ્ય થયું. તે પણ એક વ્યકિતના આમરણાન્ત ઉપવાસ અને મૃત્યુના દબાણ નીચે રચાયું. હૈદરાબાદનું વિસર્જન થયું ત્યારે તેના તેલુગુભાષી પ્રદેશ તેલંગણને આશ્વમાં સમાવેશ કર્યો અને મરાઠીભાષી મરાઠવાડા મહારાષ્ટ્રમાં. ' તેલંગણ પછાત વિસ્તાર છે અને તેને આર્થિક વિકાસમાં અન્યાય થયો છે તે કારણે તેને અલગ કરવાનું આંદોલન કેટલાય વખતથી ચાલે છે. તેને કાંઈક શોના પાડયું ત્યાં મુલકી નિયમોથી આધૂને કહેવાતા અન્યાયને કારણે અલગ થવા બહાનું મળ્યું. આમ વિચારીએ તે બહુ નાને પ્રશ્ન છે. માત્ર સરકારી નોકરી કોઈ વિસ્તારને ઓછી મળે કે વધુ, તેટલું જ મુદ્દો છે. પણ જેને બે અલગ વિભાગો કરવામાં સ્વાર્થ છે એવાં રાજકીય અને બીજાં સ્થાપિત હિતેાએ આ તકને ઝડપી લીધી છે અને વિકરાળ સ્વરૂપ આપ્યું છે. કેન્દ્ર-સરકાર હજી મક્કમપણે વિભાજનની વિરુદ્ધ છે અને અત્યારે મામલે શાન્ત પાડવા રાષ્ટ્રપતિ–શારાનો વિચાર કરતા લાગે છે. પણ અંતે જબરજસ્તીથી ક્યાં સુધી ભેગા રાખી શકે તે જોવાનું રહે છે. - જો વિભાજન થાય તો બીજો ખળભળાટ થશે. મહારાષ્ટ્રમાંથી વિદર્ભ જુદું થવા ઈચ્છે છે. મરાઠવાડા મૂળ હૈદરાબાદને વિભાગ હતું, તેને ફરી તેલંગણ સાથે જોડવાની માગણી થાય. સૌરાષ્ટ્રમાં ઊહાહિ થાય. ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશ બહુ મોટાં રાજ છે અને વિવિધ વિસ્તારનો સમૂહ છે, તેના વિભાજનની માગણી થાય. એક ભાષા અથવા એક ધર્મ, એક રાજ્યરચના માટે મહત્ત્વનું કે જોડનાર તત્ત્વ નથી, જેટલું આર્થિક હિતની સમાનતા છે. ભાષાકીય ધોરણે થયેલ રાજ્યરચના ભૂલ હતી. સુધારવામાં ખોટું નથી પણ વળી અસ્થિરતા આવે તે ભય છે. પંજાબ અને હરિયાણા જુદાં કરવાં જ પડયાં. આસામમાંથી નાગાલેન્ડ, મેઘાલય રચવા પડયાં. આસામનો કચાર જિલ્લે બંગાળમાં જવા માગે છે. સમર્થ અને પ્રભાવશાળી તેમ જ અપ્રિય થઈને પણ નીડર નેતાર્ગીરીને અભાવ જણાઈ આવે છે. છેવટે પરિસ્થિતિ એટલી કાબૂબહાર જાય કે કોઈના હાથની વાત ન રહે અને અનિચ્છાએ પણ ઘસડાવું પડે. એક્ષ સમાજવાદની જોરશોરથી વાત કરતા ધારારાભ્યો અને સંસદસભ્યો પોતાના સ્વાર્થ માટે કેવા ઉત્સુક રહે છે તેના બે નમૂના તાજેતરમાં જોવા મળ્યા. મધ્ય પ્રદેશની ધારાસભાએ તેના સભ્યોને પગારવધારે કરી લગભગ બમણા કર્યો. તેથી બે ડગલાં આગળ જઈ હિમાચલ પ્રદેશની ધારાસભાએ નિવૃત્ત થતા ધારાસભ્યો માટે માસિક રૂપિયા ૪00નું પેન્શન નક્કી કર્યું. નિવૃત્તિ કોને કહેવી? એક વખત પાંચ વર્ષ સભ્ય થઈ જાય અને પછી ચૂંટણીમાં ઊભા ન રહે અથવા હારી જાય તેને નિવૃત્તિ ગણવી?
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy