________________
Regd. No. MH, iin
બિન્દુ જીવન
પ્રબુદ્ધ જેનું નવસંસ્કરણ વર્ષ ૩૪ : અંક: ૧૮
મુંબઈ, જાન્યુઆરી ૧૬, ૧૯૭૩, મંગળવાર વાર્ષિક લવાજમ રૂ. ૭, પરદેશ માટે શિલિંગ: ૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૦-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
>
કઈ દિશામાં ?
-
કેરળના મુખ્ય મંત્રી શ્રી અય્યત મેનને ત્યાંના સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશનના કામદારોને દરખાસ્ત કરી છે કે કોર્પોરેશનને વહીવટ કામદારી સંભાળી લે. આ દરખાસ્ત કરવાનું કારણ એ છે કે કામદારો વધુ અને વધુ વેતનની માગણીઓ કરે છે, કોર્પોરેશનને મેટી ખેટ છે – ચાર કરોડની- કામદારો બરાબર કામ કરતા નથી, વહીવટ કથળી ગયો છે અને રાજ્ય હવે લાંબા સમય સંભાળી શકે તેમ નથી. આ પરિસ્થિતિમાંથી છૂટવાનો માર્ગ શ્રી મેનનને એ જ જણાય છે કે કામદારો વહીવટ સંભાળે તે કદાચ તેમની સાન ઠેકાણે આવશે. તેમણે શરત એટલી કરી છે કે વધારે મૂડીરોકાણ કામદારોએ રાજ્ય પાસેથી માગવું નહિ. વરસબે વરસમાં કામદારે. કદાચ તેને વધારે ખાડે નાખશે તેની ચિતા તેમણે કરી જણાતી નથી. શ્રી મેનન સામ્યવાદી છે. હમેશ કામદારોને પક્ષ લેતા આવ્યા છે, એટલે કામદારે જ્યારે તેમને અને પ્રજાને પરેશાન કરે છે ત્યારે યુગોસ્લાવિયામાં જેમ કામદારો ઉદ્યોગો ચલાવે છે તેવી પદ્ધતિને તેમણે વિચાર કર્યો છે.
જાહેર ક્ષેત્રના ઉદ્યોગો અને બીજાં આર્થિક તંત્રો, બેન્કો, વીમે વગેરે જેનું રાષ્ટ્રીયકરણ થયું છે, ત્યાં પણ કાર્યક્ષમતાને અભાવ, ઉડાઉ ગેરવહીવટ અને લાંચરુશવતની ફરિયાદો છે. જાહેર ક્ષેત્રની ક્ષતિ પ્રત્યે ખાનગી ક્ષેત્રના આગેવાને સતત આંગળી ચીંધ્યા જ
શકાય તેવી છે; કદાચ ફકત કાર્યક્ષમતાને જ ધ્યાનમાં લઈને ગરીબી હટાવવા માટે નો માર્ગ પસંદ કરવાને ગ્ય સમય હવે આવી પહોંચ્યો છે.”
શ્રી પાલખીવાળાના મતે આ નવો માર્ગ એટલે ખાનગી કોત્રને પૂરો અવકાશ આપ, મોનેપેલી હાઉસીઝના વિસ્તરણને ઉત્તેજન આપવું, તેમને મેટા પ્રમાણમાં અને ઝડપથી વધવા માટે સક્રિય મદદ કરવી. પાલખીવાળા કહે છે કે જાહેર વિભાગનો અર્થ જાહેર જનતાનું ભલું જ અને ખાનગી વિભાગને
અર્થ ખાનગી લાભ જ એવો થતો નથી. જાહેર અને ખાનગી વિભાગ એવા ભેદ ભૂલી જઈ રાષ્ટ્રીય વિભાગ જ, એ વિચાર કરીએ.
જ્યારે બીજી તરફ જોઈએ તે સરકારની આર્થિક નીતિ જાહેર ક્ષેત્રને વિકસાવવાની અને ખાનગી ક્ષેત્રને વધુ અંકુશમાં લેવાની અને મર્યાદિત કરવાની રહી છે. તાજેતરમાં, કલકત્તામાં કેંગ્રેસનું અધિવેશન થયું તેમાં આ નીતિનું સમર્થન થયું. વેપારઉદ્યોગ અને બીજાં આર્થિક ક્ષેત્રમાં વધારે સરકારી અંકુશે અને નિયંત્રણ લાદવાની સરકારી નીતિ છે. ખાનગી ક્ષેત્રમાં રહેલી બેફામ નફાખોરી અને કાળા બજાર ડામવાને બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. ગરીબી હટાવાનું સૂત્ર જોરથી પોકાર્યું ત્યારથી આ દિશામાં વેગથી પ્રયાણ કરવું એવી નેમ રહી છે.
શ્રી પાલખીવાળાની માન્યતા એવી જણાય છે કે કાર્યક્ષમતા ખાનગી ક્ષેત્રે જ હોઈ શકે. તેમણે એમ કહ્યું છે કે સામાજિક ન્યાય અને ગરીબી હટાવવાની વાત કરીએ તે પહેલાં આર્થિક વિકાસ સાધવો જોઈએ; અને આર્થિક વિકાસ ખાનગી ક્ષેત્રને પૂરો અવકાશ આપવાથી જ સાધી શકાશે. વેપારી વર્ગના અને સુખી મધ્યમ વર્ગના મોટા ભાગની આ માન્યતા છે.
અનુભવ એમ કહે છે કે કાર્યક્ષમતાનો અભાવ, ગેરવહીવટ, લાંચરુશવત, વગેરે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બન્નેનાં દૂષણો છે. કોઈ તેનાથી મુકત નથી. ખાનગી ક્ષેત્રે વિશેપમાં નફાખોરી છે. સરકારની મૂર્ખતા, ખાટી અથવા અવળી આર્થિક નીતિ, રાજકારણી વ્યકિતઓ અને અમલદારોની અપ્રામાણિકતા, આ બધાને પૂરો લાભ ખાનગી ક્ષેત્રે લીધો છે અને લઈ રહ્યો છે. ભારે કરવેરાની ફરિયાદ કરવાવાળા મોટી કરચોરી કરે છે અને ભારે કરવેરા જાણે મોટી કચેરીને બચાવ હોય એમ કહેવાય છે. ખાનગી ક્ષેત્રના અગ્રણીઓને પણ હવે સામાજિક ન્યાય અને ગરીબી હટાવવાની આવશ્યકતા સ્વીકારવી પડે છે. પણ આર્થિક વિકાસને નામે સામાજિક ન્યાય પછી તબક્કો ગણાય છે. સરકારી અંકુશ અને નિયંત્રણોની વધુમાં વધુ ફરિયાદ કરવાવાળા, પિતાના વેપારઉદ્યોગને વિકસાવવા પૂરા પ્રયત્નશીલ છે અને વધુમાં વધુ નફો બતાવવો એ કંપનીની કાર્યક્ષમતાની નિશાની ગણે છે. સરકારી અંકુશે અને નિયંત્રણોએ વિનાકારણની ઘણી હાડમારીઓ અને વિલંબો ઊભા કર્યા છે તે ખરું છે. પણ આ બધાને બોજો છેવટ તે પ્રજા ઉપર જ પડે છે. ગમે તે ભેગે પૈસે મેળવવો એ જ વૃત્તિ સર્વત્ર છે.
આપણે ગરીબીના અફાટ સહરાના રણ વચ્ચે સમૃદ્ધિના ટાપુઓ રચ્યા છે તે જોઈ શકતા નથી. આ નિર્ધન દેશમાં અતિશય ઉપભેગ,
ખાનગી ક્ષેત્રના અગ્રતમ પ્રવકતા શ્રી પાલખીવાળાએ તાજેતરમાં એ, સી. સી. ના ચેરમેન તરીકેના પોતાના શેરહોલ્ડરોજોગ કરેલા પ્રવચનમાં સરકારની આ નીતિની સખત ઝાટકણી કાઢી છે. તેમણે કહ્યું છે કે “સમુદ્રની ભરતીએ એક રાજાના હુકમ મુજબ પાછી વળવાનો ઈનકાર કર્યો હતો, તેવી જ રીતે ગરીબીએ પણ સત્તા ઉપરના માણસ તરફથી ઉચ્ચારવામાં આવેલ “ગરીબી હટ જા”ના સખત અને વારંવારના હુકમ છતાં પણ ભારતને છોડી જવાનાં કોઈ ચિ બતાવ્યાં નથી. ગરીબી જો કે મજબૂત છે, પણ હટાવી