________________
તા. ૧૬-૭-૭૩
પ્રબુદ્ધ જીવન
કાયદા અને કેતલ
રાજદૂતા,
ભારતનાં જંગલેામાં સિત્તેર વર્ષ પહેલાં ૪૦,૦૦૦ વાઘ હતા. હવે આ વાઘની વસતિ ઘટીને માત્ર ૧૯૦૦ની રહી છે. ત્રણેક મહિના પહેલાં વડા પ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી અને નેપાળના રાજા મહેન્દ્ર વાઘની વસતિનું જતન કરવાનું નક્કી કરેલું ત્યારે ભારતમાં ૨૦૦૦ વાઘ હતા અને ત્રણ મહિનામાં ગેરકાયદે એકસે જેટલા વાઘની શિકારને નામે કતલ થઈ ગઈ છે. વાઘને બચાવવા માટે “વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ” નામની સંસ્થાએ રૂા. ૭૬ લાખનું ભંડોળ ઊંભું કર્યું છે. ભારતે પોતે જ રૂા. ૪.૦૮૫ કરોડને ખર્ચે વાઘ માટે નવેક મેટાં જંગલે રચવાનું નક્કી કર્યું છે અને વાઘ કે ચિત્તાની ચામડીના ઊંચા ભાવ મેળવવાની લાલચે વાઘની ગેરકાયદે કતલ ન થાય તે માટૅ ૧૯૭૦ની સાલથી રાની પશુઓની રુવાંટીવાળી ચામડી નિકાસ કરવા ઉપર પ્રતિબંધ ચૂકયા છે. એકએક ચામડી રૂા. ૧૦,૦૦૦થી માંડીને રૂા. ૩૦,૦૦૦ સુધીની પણ કિંમત ઉપજાવી શકે છે એટલે હજી પણ વાઘ અને ચિત્તાને ચારીછૂપીથી મારીને તેની ચામડીની દાણચારીથી નિકાસ થાય છે.
બંગલાદેશ, પાકિસ્તાન, નેપાળ અને ભારતમાં ખેતીવાડીન પાકને રક્ષવા માટે અમુક જંતુનાશક દવાઓ વિશ્વસંસ્થા તરફ્થી ભેટ મળે છે. “ડિયેલડ્રીન” અને “લ્ડ્રીન” નામની આ દવા ઘણી વખત જંગલ નજીકના ખેડૂતા મેલી ભેંસના મડદામાં ભેળવી દે છે અને તે મડદાને વાઘ ખાય છે એટલે તેને ઝેર ચઢે છે અને વાઘ મરી જાય છે.
નવાઈની વાત એ છે કે વરસેક પહેલાં નવી દિલ્હીમાં રહેતા એક યુરોપિયન રાજદૂતે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરહદ ઉપરના એક ગામડાના ખેડૂતને ઝેરી દવા પૂરી પાડીને અને વાઘને મારીને તેની ચામડી લાવવા માટે રૂા. એક હજારની લાલચ આપી હતી. ગામડિયાએએ એક વાઘને આ રીતે મારી નાખ્યો. વાઘની રુવાંટીવાળી સુંદર ચામડી ગેરા સાહેબે પેાતાના નિવાસસ્થાનમાં ટીંગાડીને ઘરની શાભા વધારી. પરંતુ નવેક મહિનામાં આ ચામડી ઉપરની તમામ રુવાંટી એક પછી એક ઊડી ગઈ અને ચામડી સાવ રુવાંટી વગરની બની ગઈ! એક વિજ્ઞાનિકે પછી એ રાજદૂતને જણાવ્યું કે વાઘને ઝેર દેવાયું તેને કારણે આમ બનવા પામ્યું હતું!
આવા અનુભવની બાતમી બીજા રાજદૂતોને મળી ગઈ એટલે એ રાજદૂતે ઝેર દીધેલા વાઘની નહિ પણ ચેખે શિકાર કરેલા વાઘની
ચામડી માગતા થઈ ગયા છે અને તે માટે ભારતના જંગલના રખેવાળા અને ફોરેસ્ટ ઑફિસરોને ભ્રષ્ટાચારી બનાવી રહ્યા છે. કેટલાક એલચીએ અને હાઈકમિશનરાને વાઘની ચામડીમાં રસ હોય છે એટલું જ નહિ પણ તેમને તે શિકાર પણ કરવા હેાય છે. પ્રતિ બંધિત ચીજને ઉપભાગ જેમ આપણને ગમે છે તેમ પાકિસ્તાન, નેપાળ, બંગલાદેશ અને ભારતમાં વાઘના શિકાર ઉપર પ્રતિબંધ મુકાયો છે એટલે રાજદૂતોને વાઘના શિકાર કરવાનું ચાનક વધુ ચડયું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી વી.પી. નાઈક શિકારના શેખીન છે. થેાડા સમય પહેલાં તેમણે નેપાળની મુલાકાત લીધેલી ત્યારે નેપાળના રાજા મહેન્દ્ર તેમને નેપાળનાં જંગલામાં વાઘ સિવાયનાં જંગલી પ્રાણીઓ અને પંખીને શિકાર કરવા લઈ ગયા હતા. ભારતમાં જંગલી પશુ કે પંખીના શિકાર અંગે કેટલાક કાયદા કરાય! છે. અમુક પંખી કે પશુને શિકાર બિલકુલ થઈ શકતા નથી. ભારતમાં જે પશુપંખીના શિકાર પ્રતિબંધિત છે તે નેપાળમાં નથી. એટલે નેપાળમાં જનારને આવા પ્રતિબંધિત પશુને શિકાર કરવાની માજ પડે છે. ગુજરાતના દારૂબંધી વિસ્તારમાંથી આવેલાને મહારાષ્ટ્રમાં ‘પીવા’ની જે રીતે મેજ પડે છે તેવી જમેજ નેપાળમાં શિકાર માટે જનારાને પડે છે.
07
૬૩
✩
આપણે ગુજરાતીઓ તે શિકાર કરવાના બહુ શોખીન હાતા નથી. પૈસાના શિકાર પાછળ પડયા હાઈને પશુઓના શિકાર વિશે બહુ ઓછે. રસ ધરાવીએ છીએ. છતાં ભારત સરકારે અને ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારોએ જંગલી પશુપંખીના શિકાર માટે તેમ જ રાની પશુની ચામડીને વેપાર કરવા અંગે તેમ જ તેવી ચામડીની બનેલી ચીજો ધારણ કરવા અંગે જે કાયદાઓ કર્યા છે તે જાણી લેવા જોઈએ.
વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ ૧૯૭૨ નામને ધારા પસાર કરીને ગુજરાતે ૧લી ફેબ્રુઆરી ૧૯૭૩ અને મહારાષ્ટ્ર ૧લી જૂન ૧૯૭૩થી જંગલી પશુપંખીના રક્ષણ માટે જોગવાઈ કરી છે. તે ધારા પસાર થતાં વગર પરવાને મુકત રીતે શિકાર કરવા હાય તે માત્ર વરુ, ઝરખ, કાગડા, શિયાળ અને ઉદરના જ શિકાર થઈ શકે છે. તે સિવાયનાં તમામ પશુઓના શિકાર માટે પરવાના મેળવવા પડે છે, લગભગ ૬૧ જેટલાં પશુપંખી તે એવાં છે કે જેને શિકાર કરી જ શકાતા નથી, એમાં વાઘ, સિંહ અને રાષ્ટ્રીય પંખી મેરનો પણ સમાવેશ થાય છે. પશુપંખીના પાંચ વિભાગ કરવામાં આવ્યા છે. એમાં પ્રથમ વિભાગમાં ૬૧ પ્રાણી છે તેને શિકાર થઈ શકતો નથી અને બીજા, ત્રીજા અને ચેાથા વિભાગનાં પ્રાણીઓના શિકાર માટે પરવાના લેવા પડે છે. વાંદરા કે હાથીના શિકાર માટે કે હરણ અને સસલાના શિકાર માટે પણ પરવાના લેવા પડે છે.કઈ મેાસમમાં શિકાર કરવા અને શિકાર કરતી વખતે કેવાં હથિયાર વાપરવાં તે બાબતમાં પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. મશીનગન વાપરી શકાતી નથી છતાં પશ્ચિમ જર્મની અને આરબ દેશેાના ઘણા રાજદૂતે વાઘને ગેરકાયદે શિકાર કરવા માટે મશીનગન વાપરી રહ્યા છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશનાં જંગલામાં તે શિકાર કરવા માટે દાણચેરીથી લાવેલી બંદૂકો ચેરીછૂપીથી વેચાતી હોય છે. પાકિસ્તાનને આરબ દેશે! તરફથી બહુ નાણાસહાય મળે છે એટલે જ્યારે આરબ દેશના રાજદૂત જંગલમાં વાઘને શિકાર કરવા માટે ઈચ્છા બતાવે છે ત્યારે કેટલાક ઑફિસરા કાયદાનું ઉલ્લંઘન કરવામાં મદદરૂપ થાય છે. ભારતમાં આ પ્રકારે અધિકાઓની મદદ મળી શકતી નથી ત્યારે જંગલ ખાતાના નાના માણસોને પૈસાથી ફોડીને વાઘને રોમાંચક શિકાર કરવામાં આવે છે. ભારતીય લશ્કરમાં કામ કરતા કેટલાક શિકારના શેાખીન અફસરે પણ લશ્કરનાં અદ્યતન હથિયારોથી નિર્લજ્જ બનીને વાઘના શિકાર કરતા હોય છે.
વાઘને શિકાર કરીને વાઘની ચામડી હવે તે ચારીછૂપીથી વિદેશમાં માકલી દેવાય તે જ ગેરકાયદે શિકાર કરનાર બચી શકશે. કારણ કે ૧લી જૂનથી દિલ્હી, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે કાયદો અમલમાં આવ્યો છે તે મુજબ રાની પશુની ચામડીમાંથી બનાવેલું આસન, સ્કર્ટ, ફરકોટ કે પર્સ ખરીદનારે તેવી ચીજોને જે તે રાજ્યના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન પાસેથી આવી ચીજ ધારણ કરવાનું સર્ટિફિકેટ મેળવવું પડશે. જેમની પાસે જૂના વખતની રાની પશુની ચામડીની ચીજો હોય તેમણે પણ આ પ્રકારનાં સર્ટિફકેટ મેળવી લેવાં પડશે. દિલ્હીમાં રહેનારાઓએ ૩૦મી જૂન સુધીમાં આવાં સર્ટિફિકેટ મેળવવાનાં હતાં. આવી ચીજોના દુકાનદારે પણ રાની પશુની ચામડીને વેપાર કરવા માટે પરવાના લેવા પડશે અને તેની પાસેની ચીજોનું આવકજાવકનું રજિસ્ટર રાખવું પડશે.
M
ભારતમાં વસતા રાજદૂતે પાતાની ગેરકાયદે શિકારની પ્રવૃત્તિ કરીને વાઘની મૂલ્યવાન ચામડી પેાતાના ઘરમાં રાખે તો તેને આ કાયદા સ્પર્શી શકતે! નથી. એટલે એ રાજદૂતે દ્વારા થતી આ ગેરકાયદે કતલ તે હજુ ચાલુ જ રહેશે તેમ જણાય છે.
કાન્તિ ભટ્ટ