SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૭૩ નું હવામાન બદલાઈ રહ્યું છે? : જગતના વૈજ્ઞાાનિ ને હવે પૃથ્વીનું હવામાન બદલાઈ રહ્યાની ચિતા પેઠી છે તથા તેને તેના સંશોધનમાં પડયા છે કે હવામાન કેટલું બદલાયું છે, કેમ બદલાયું છે, તેની પાછળ શા કારણે છે. અને માતબર દેશ અમેરિકા જયાં વૈજ્ઞાનિક સંશોધન પણ ધનવ્યયનું એક સરસ સાધન બની રહ્યું છે ત્યાં ઉપરાઉપર વૈજ્ઞાનિકો વિજ્ઞાનનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં આ વિષયની નૂકતેચીની કરવા લાગ્યા છે. અમેરિકાની પ્રખર સંશોધન સંસ્થા માસાચુસેટસ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકોલેજમાં જગતની એક દેશમાં ઉષ્ણતામાન, હવામાં ભેજનું પ્રમાણ, પવનની ગતિ વગેરે પ્રકારની હવામાનની વિગતે નોંધનારાં સેંકડે કેન્દ્રોએ દાયકાઓથી એકત્ર કરેલ માહિતીના ડુંગર જેવડા ખડકલાને દીને દરેકે દરેક કેન્દ્રમાં પાંચ વર્ષના સમય દરમિયાનમાં ઉષ્ણતામાન અને હવામાં રહેતા ભેજના પ્રમાણમાં થયેલા ફેરફારના આંકડાનું તારણ કાઢયું છે. સર્વપ્રથમ દરેકે દરેક કેન્દ્રની માસિક સરેરાશ, પછી એક વિસ્તારનાં સર્વે કેન્દ્રોની માસિક સરેરાશ, પછી વાર્ષિક સરેરાશ અને પછી એ બધાં જ કેન્દ્રોના આંકડાને એકઠા કરીને ઉત્તર ગોળાર્ધમાં આ પાંચ વર્ષના સમય દરમિયાનમાં ઉષ્ણતામાન અને હવાના ભેજના પ્રમાણમાં થયેલા ફેરફારનું તારણ કાઢયું છે. માત્ર એક મહિનાની સરેરાશ કાઢતાં દેઢ લાખથી બે લાખ જેટલી નોંધે ઉથલાવવી પડેલી એવા આ વૈજ્ઞાનિકોની વિધાન પરથી પાંચ વર્ષના સમયના હવામાનના ફેરફારોની વિગતે એકત્ર કરતાં તેઓને એક કરોડ જેટલી માહિતીની નોંધન સાગરનું કેવું મંથન કરવું પડયું છે તેને કંઈક ખ્યાલ આવશે. તેઓએ જે પંચન ક્યું છે તેને સારભાગ એવો છે કે ૧૯૫૮ની ત:0 ૧લી મેથી ૧૯૬૩ની તા૦ ૩૦ એપ્રિલ સુધી પૂરાં થતાં પાંચ વર્ષમાં ઉત્તર ગોળાર્ધના ઉષ્ણતામાનમાં સરેરાશ એક અંશના સાઠ શતાંશ જેટલો ઘટાડો થયે છે. !! જ સમય દરમિયાનમાં ઉત્તર ગોળાર્ધના વાતાવરણમાં રહેલા ભેજના પ્રમાણમાં લગભગ અઢી ટકાનો ઘટાડો થયું હતું. એટલે કે સામાન્ય રીતે વાતાવરણમાં કુલ હવાના ત્રણ શતાંશ ટકા જેટલું પાણીની વરાળનું જે પ્રમાણ હોય છે તેમાં અઢી ટકાને, એટલે કે ચાલીસમા ભાગને ઘટાડે થયે છે. હવામાનમાં જે ફેરફારો થયા છે તે અધિકાંશે ઉષ્ણ કટિબંધ એટલે કે વિષુવવૃત્તથી ત્રીસમા અક્ષાંશના પટ્ટામાં થયા છે અને ત્રીસ સંશથી ઉત્તર પ્રા.વ સુધીના વાતાવરણમાં થયેલા ફેરફાર એાછા છે. વર્ષો સુધી ચાલેલા તેમના સંશોધનને આ પરિપાક પ્રકટ થયા બાદ અન્ય સંશોધકોએ પણ એ જ દિશામાં પેતે કરેલા પ્રયાસનાં પરિણામે પ્રકટ કરવા માંડયાં છે તથા ઉષ્ણ કટિબંધના દેશે, એટલે કે આફ્રિકાના દેશે, અરબસ્તાન અને ઈરાનના અખાતના દેશે તથા ભારતમાં હવામાનમાં ભારે ફેરફાર થવાની આગાહી કરવા માંડી છે. એક સંશોધકે તો જાહેર કર્યું છે કે આ વિસ્તારમાં છેલ્લાં પચાસ વર્ષના થયેલા વરસાદના આંકડા એકત્ર કરતાં તથા તેનું અન્વેષણ કરતાં તેમને જણાયું છે કે એકંદરે આ વિસ્તારોમાં વરસાદના પ્રમાણમાં લગભગ અડધ ઘટાડો થયો છે. દુનિયાના હવામાનમાં છેલ્લાં અઢી વર્ષથી થઈ રહેલા ફેરફોરોનું અન્વેષણ કરતાં એક બીજા વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે અઢારમી સદીના આરંભથી ૧૯૨૦ સુધી ઉત્તર ગોળાર્ધમાં ઉષ્ણતામાન વધતું જતું હતું, પણ ત્યાર બાદ કમ ઊલટાયો છે તથા ૧૯૪૦ બાદ ઉષ્ણતામાન ઘટવા લાગ્યું છે, જેને પરિણામે આઈસલેન્ડ ટાપુમાં બરફરેખા આગળ આવતી જાય છે, ઉત્તર ગોળાર્ધમાં શીત કટિબંધમાં બરફ જામવાનીઃ રેખા પણ આગળ વધવા લાગી છે તથા બ્રિટનમાં ખેતીપાક લેવાની ફસલ બે અઠવાડિયાં જેટલી ટૂંકી થઈ ગઈ છે. ભારે પરિશ્રમ કરી વૈજ્ઞાનિક સત્યોને તાગ મેળવવા મથતા આવા વૈજ્ઞાનિકોનાં તારતમ્પ સામે આપણા જેવા સામાન્ય માણસને કંઈ કહેવા જેવું હોય નહિ. પણ એક વાત કહેવી જોઈએ કે દુનિયાના હવામાનમાં સ્થિરતાની કલ્પના કરવી નકામી છે. કારણ કે હવામાનને જેના પર આધાર છે તે તમામ તત્ત્વમાં સતત ફેરફાર થયા જ કરે છે. સૂરજની ગરમી, વાતાવરણમાં પવનને સંચાર, સાગરને જલનિધિ અને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવમાં પડેલા જબરદસ્ત. હિમપર્વતે તથા હિમસરિતાઓ કયારેય સ્થિર હોતાં નથી. સૂર્યની આસપાસના પૃથ્વીના પરિભ્રમણમાં તેનું અંતર ઓછુંવત્તું થાય તેમ તેમ સૂર્ય પાસેથી પૃથ્વીને મળતી ગરમીમાં વધઘટ થયા જ કરે અને આ રમંતરમાં પણ ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના ફેરફાર થી જ કરતા હોય છે. છેલ્લાં સિત્તેર હજાર વર્ષમાં પૃથ્વી પર ચાર હિમયુગે આવી ગયા. હિમયુગે એટલે હાલના યુરોપ-અમેરિકાના સમશીતેણ દેશના મોટા વિસ્તારમાં હિમનું આચ્છાદન થઈ રહે. છેલ્લે હિમમુગ દસથી બાર હજાર વર્ષ પૂર્વે પૂરો થયો , અને હવે નવા હિમયુગનાં મંડાણ થઈ રહ્યાં હોય તે , કેણ કહી શકે તેમ છે? પણ હિમયુગેની ય મર્યાદા છે. પૃથ્વીનું અસ્તિત્ત્વ તે ચારથી પાંચ લાખ વર્ષથી છે અને એ લાંબા કાળમાં હિમયુગોનો સંચાર હજ હમણાં જ, છેલ્લાં લાખ બે લાખ વર્ષમાં કેમ થયે રને રમેથી પહેલાં હિમયુગનાં મંડાણ કેમ નહોતાં થયાં છે પણ એક પ્રશ્ન છે. આવા જ પ્રશ્નો હવામાનના ફેરફારની આગાહી વિશે ઉપસ્થિત થઈ શકે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ઓછુંવત્તું થાય તેમ તેમ સૂર્ય પરથી આવતી ગરમીના પ્રમાણમાં વધઘટ થયા કરે છે. પણ આ ગરમી પૃથ્વી પર પહોંચે અને હવામાનના સર્જનમાં તેનો ઉપયોગ થાય તેમાં પણ ઘણાં સાવરણ ઊભાં થવાનો સંભવ છે. પૃથ્વી પર વાદળેનું આચ્છાદન વધી પડે તે સૂર્યની ગરમીનાં મોજાં તેની સાથે ભાઈને પાછાં ફરી જાય. વાતાવરણમાં ઓઝાન તથા કાર્બન ડાઈ એકસાઈડ જેવા વાયુઓનું પ્રમાણ વધે અથવા તે જવાળામુખીએ ફાટતાં અથવા તે અન્યથા વાતાવરણમાં પ્રસરતાં રજકણનું પ્રમાણ વધે તે પણ પૃથ્વી પર રમાવતી ગરમીના પ્રમાણમાં ઘટાડે થવાની શક્યતા છે. આ બધી શકયતારાને. વૈજ્ઞાનિકો જાતે જ સ્વીકાર કરી રહ્યા છે તથા હવામાનના ફેરફારો પાછળનાં કારણેની ચર્ચા– વિચારણામાં રહેલાં અનેકવિધ અનિશ્ચિત તો વિશે વાચકોને ચેતવી રહ્યા છે. મેહનલાલ પી. ગાંધી સાભાર-સ્વીકાર સંત શિષ્યની જીવનસરિતા (સ્વ. કવિવર્ય પ. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર) પ્રેરક: મુનિશ્રી ચુનીલાલજી મહાર જ‘ચિન’, લેખક: પ્રતાપકુમાર જે. ટોલિયા, પ્રકાશક : મનહરલાલ પી. સંઘવી, પ્રમુખ કવિશ્રી નાનચંદ્રજી મહારાજ સ્મારક ટ્રસ્ટ, જન્મભૂમિ. ચેમ્બર્સ, કોટ, મુંબઈ- ૧: કિંમત : પાંચ રૂપિયા. મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું આ જીવનચરિત્ર કવિશ્રી. નાનાંદ્રજી મહારાજ સ્મારક ટ્રસ્ટ તરફથી પ્રગટ કરવામાં આવ્યાં છે. જીવનચરિત્ર શ્રી પ્રતાપ ટોલિયાએ શ્રી. ચુનીલાલજી મહારાજના સહકારથી તૈયાર કર્યું છે. જીવનચરિત્રમાં મુનિશ્રી નાનચંદજી મહારાજના જીવન અને કાર્યનાં વિવિધ પાસાંને વિગતે ખ્યાલ મળી રહે છે. એના આમુખમાં શ્રી ચીમનલાલ, ઠુભાઇએ જણાવ્યું છે કે “કવિશ્રી નાનચાંદ્રજી મહારાજે તેમના પ્રભાવશાળી વ્યકિતત્વ અને પ્રગતિશીલ વિચારોથી સેંકડો હજારો જૈન- જૈનેતર ભાઇઓ અને બહેનોને પ્રભાવિત કર્યા છે. તેમનું આ જીવનચરિત્ર દીકાળ સુધી જૈન સમાજને પ્રેરણા આપશે.' આ જીવનચરિત્રની નકલે પ્રકાશક ઉપરાંત શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, લોકમાન્ય, તિલક રોડ, બોરીવલી (વેસ્ટ), મુંબઇ-૯૨, શ્રી દેવરાંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, ચેરાપ, લીંબડી (સૌરાષ્ટ), શ્રી સાધના મંદિર, શ્રી સ્થાનકવાસી જૈન સંઘ (લીંબડી સંપ્રદાય) સાયલા (સૌરાષ્ટ્ર) એ ઠેકાણેથી મળી શકશે . '
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy