SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૭૩ ** પ્રબુદ્ધ જીવન કદાચ આ સત્ય તમને નહિ સમજાય! લાગણીઓ ભમ થયા પછી તે લાગણીઓનાં સ્મરણા સાચવી રાખવાને પણ નિર્બળ પ્રયાસ; એ અમારું જીવનચરિત્ર ! –એ અમારી સમાધિ પણ છે: તમે એમાંથી શું મેળવવાની અપેક્ષા સેવે છે? ભ્રમમાં ભૂલા પડેલા સદીના નાજુક જીવે!! તમે મને સમજવામાં ઘણી ઘણી ભૂલે! કરી છે! કોઈકે મને સંત કીધા, કોઈકે મહાન ભકત, કોઈકે વળી કેવાં ય બિરુદેશ આપ્યાં – પણ તમે બધા સર્વાંશે જૂઠ્ઠા છે! હજુપણ આ સમયની નીચે કચરાઈને ધૂળ બની ગયેલી મારી લાગણીઓ પાસેથી કાંઈક ઈચ્છે છે? તમે બધા લાલચથી ઘેરાયેલ છે! પણ તમને ભૂતકાળમાં ભરખાઈ ગયેલી વાતો કણ કહે ? જાણી લ્યો, મારી તરવ્યથા, અમારી ભાવનાઓ, સુખા અને મહત્ત્વાકાંક્ષા – બધું જ અમારું હતું : એ કદી તમારાં બનવાનાં નથી ! તમે તમારી અધૂરપમાં, તમારા સમયને વેડફી રહ્યા છે!: અગરબત્તી, ઘીના દીવા કે ફ લે ચડાવીને તમારી આશાના મિનારા ચણાવી લેશે ? મારી કોઈની આ રીતે કૉંક્ષા પૂર્ણ થઈ હાય એવું નહાનું જોયું ! કદાચ આ સનાતન સત્ય; વેગભર ધપતી સદીઓના પગરવમાં ને તપારા સ્વભાવના ઘોંઘાટમાં તે તમને નહીંરાંભળાય ! અમારી અનેકોની આ કથા હતી —તમારી પણ આવી જ કથા છે: બીજું સત્ય સમજીલ્લો, તમે જે અમારે માટે જે કલ્પના કરી રહ્યા છે! એવી જ કલ્પના, અણજન્મ્યા ભવિષ્યના લોકો તમારે માટે કરવાના છે ! અન! કપાળકલ્પિત તરંગેાથી તમે અમને ન ચીતા! બહેતર તા એ છે કે જે અગાધ શક્તિએ ભૂત અને ભવિષ્યનું ભીતર સર્જ્યું છે, તેની સમા તમે નમી જાવ! તારે હવે સજાગ બનવાની જરૂર છે: પણ તમે કદી એ સત્ય સમજવાના નથી કે તમારી લાલસારા ને ઇચ્છાઓ! કેટલી અમર્યાદ છે. ભૂતકાળના ખપ્પરમાં હાઈ ગયેલા, અમારા જેવા સમાધિસ્થ જીવને છંછેડવા કરતાં, તમારી સાથે શ્વાસ લઈ રહેલાં, તમારે હાથે અન્યાય અને અનાદર પામતા આત્માઓને સ્નેહથી સત્કારો! સંસારના નિર્મળ સ્નેહવારિમાં પડતા અંધકારના પડછાયાએને દૂર કરશે ત્યારે જ સમયની સમાધિમાં સૂતેલા અમે બધા તમને આશિષેાથી વધાવવા સાનંદ સજીવન થઈશું. અમે અમારી જાતનાં જે બલિદાને આપ્યાં છે, પણ તે કાંઈ. આજે તમે આપે છે એ કીતિનાં લેાભના ખાતર તો નહીં જ! અમને, એક વખત બિચારા ભવભૂતિ, કાદિાસ અને શેક્સિપયર જેવાઓની દયા આવતી હતી! ત્યારે પણ લેકો તમારી જેમ એની સમય – સમાધિને છંછેડતા ! “લોકો બહુ બહુ તો નામઠામ જાણે, કે જયંતીએ ઊજવે તેથી શું? અમને પાંચ પેઢી પરના પિતામહની જિંદગી કેવી હતી તે જાણવાની ઉત્સુકતા કે નવરાશ નહાતી ! તે પછી સૌકાઓના પૂરમાં ઘસડાતા અને એકાદ છેાળથી લેાક - સ્મરણના ખડક પર તણાઈ આવેલા કોઈ કાલિદાસ, ભવભૂતિ, વાલ્મીકિ, શેક્સપિયર વિશે શું જાણીએ ? ” —ને પેલા વ્યાસ મુનિ ! એની તો અમે દયા ખાતાં ! લોકો એના કથાનાયક શ્રીકૃષ્ણની પ્રશંસામાં એને તે સમૂળગા ભૂલી જ ગયા ! –ને રામનામ સત્યના પુકારો થાય, રામાયણ ગવાય—પણ કોઈરામના ભકતને ઉત્સુકતાથી કે ભકિતભાવથી બોલતા સાંભળ્યો છે કે “રામાયણના કર્તા ઋષિ વાલ્મીકિની જય હો!” તમને કદાચ ખબર નહીં હાય, આ બધાં કીર્તિ પામે લાએ!ની, સમકાલીનાને હાથે કેવી દશા હતી તે! ઈર્ષા અને વેરથી ચીરતા અને ચીરાતા તેમના હૈયાના ગરમ રુધિરથી દાઝેલી પૃથ્વી હજુ ય કંપે છે કૃતના તરસ્યા દેવ! દાનવા વિષ નહાતા પચાવી શકે તેમ ! શિવજીએ વિષપાન ન કર્યું હાત તેમ? શયતાનની ઝાળી અને કીર્તિના ખપ્પરની માયાની મહત્તા સરખી છે! શયતાનની ઝેાળી ભરાય તે કરતાં લાલ કીર્તિનું ખપ્પર વધુ ઊભરાય છે. આવી જ માયાને વશ થઈ, જીવનઝરાનાં નિર્મળ નીર મેલાં કરી, કલાકારોએ પણ કળાના મિનારા ચડ્યા, પિરામિડ રચાયું, રાજાએ યુદ્ધો લડયા, સ્ત્રીઓનાં હરણ કર્યાં, ‘સતી’ ના ઓઠા નીચે આશાભરી સ્ત્રીઓને સળગાવી! સ્નેહથી ઊભરાતાં હૃદયાને કચડીને કલ્પનાની ટોચે લટકતી કીર્તિનો પાલવ પકડવા જ્ઞાનીઓએ પણ દોટ મૂકી! ના રે, અમે એવી કીતિની કમાણી નથી કરી, જેની પછવાડે પેલા ધૂણતાં ભૂવાએ ડાકલાં વગાડે! મેાતનાં મરશિયાં ગવરાવવા માટે કીર્તિના મેહ રાખવા એના કરતાં તે કીતિ ન રાખવી ભલી ! તમે રખે ભૂલી જતાં, દિશા વિનાના ભેમમાં, અંત વિનાની ધરામાં – કર્યાંય પણ સ્પર્શ અને સ્નેહી માયામાં કે પછી અશાત અસ્તિત્વની દુનિયામાં – સમયની સમાધિમાં વિલીન બની ગયેલા અમે, તમારા મેલા કીતિધૂપથી મેાહ પામી જઈશું ! –ગુણવંત ભટ્ટ સઘ સમાચાર કાર્યવાહક સમિતિમાં સભ્યાની પુરવણી તા. ૨-૭-'૭૩ના રાજ સંધની નવી કાર્યવાહક સમિતિની પ્રથમ સભા મળી હતી ત્યારે તેણે નીચે મુજબના પાંચ સભ્યોની કાર્યવાહક સમિતિમાં પુરવણી કરી હતી. (૧) શ્રી ધીરજલાલ ફૂલચંદ શાહ (૨) લાભશંકર જી. મહેતા દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી (૪) (૨) (3) .. (4) 22 જગજીવનદાસ પી. શાહ મફતલાલ ભીખાચંદ શાહ 23 શ્રી મ. મે. શાહ સાર્વજનિક વાચન)લ્ય અને પુસ્તકાલય સમતિ આ સમિતિના, પ્રસ્તુત વાચનાલય અને પુસ્તકાલયના નીચેના પાંચ ટ્રસ્ટીઓ અધિકારની રૂએ સભ્ય ગણાય છે. (૧) શ્રા? ચીમનલાલ ચકુભાઈ શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી ૩૩ 23 મે 33 ૬૧ 37 મનુભાઈ ગુલાબચંદ કાપડિયા ચીમનલાલ જે. શાહ નિમણૂક કરવામાં આવી હતી. (૧) શ્રી શાન્તિલાલ દેવજી નન્દુ-તંત્રી હરિલાલ ગુલાબચંદ શાહ (૩) કે. પી. શાહ પ્રવીણભાઈ મંગળદાસ શાહુ 23 સુબોધભાઈ એમ. શાહ .. આ ઉપરાંત કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યાની 22 આ રીતે વાચનાલ્ફ અને પુસ્તકાલ્ય સમિતિ નવ સભ્યોની બને છે અને શ્રી શાન્તિલાલ દેવજી નન્દની આ સમિતિના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા ઓગસ્ટ માસની ૨૪મી તારીખથી સપ્ટેમ્બર માસની ૧લી તારીખ સુધી- એમ નવ દિવસની ગાવવામાં આવી છે. તેના વ્યાખ્યાતાઓ નક્કી કરવા માટેનો પત્રવ્યવહાર ચાલી રહ્યો છે. આગામી અંકમાં ઘણાંખરાં નામે પ્રગટ કરી શકીશું એવી ધારણા છે. અત્યાર સુધીમાં શ્રીયુત ચીમન લાલ ચકુભાઈ શાહ, શ્રી. રોહિત મહેતા, શ્રીમતી શ્રીદેવી મહેતા, ફાધર વાલેસ, શ્રી મનુભાઇ પંચોળી (દર્શક) શ્રી નિર્મળાબહેન દેશપાંડે વગેરેની સંમતિ આવી ગઇ છે. ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy