SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન . તા. ૧૬-૭-૭૩ માળાઓ, આકૃતિઓ અને મૂર્તિઓની સંવાદિતાને જોવાની સાચી દષ્ટિ કેળવીએ તો એ સંવાદિતા આપણને સ્વસ્થ પ્રસન્નતા તરફ દોરી શકશે. પિંજરામાં સપડાયેલો હોય એ રીતે માનવી પૃથ્વી ઉપર ટા મારી રહ્યો છે, કારણકે એ આકાશ તરફ જોવાનું ભૂલી ગયો છે. એ કયા પ્રશ્ન પૂછે છે?—હું કેવી રીતે સારી રીતે જીવી શકું? કેવી રીતે હું પૃથ્વીને સ્વામી બની શકુ? કેવી રીતે હુ આનંદ કરું? કેવી રીતે હું બધી સારી વસ્તુઓ મેળવું? કેવી રીતે હું મારા પિતાનાં જ સુખનાં સાધને સજું? બીજાઓ માટે ચિંતા કર્યા વિના અને તેમને સારો સમય મળે કે ના મળે તેની ચિંતા કર્યા વિના હું કેવળ મારી જાતને માટે જ કેવી રીતે રાખચેન માટે સમયુ મેળવી શકે? બીજાના સુખ કે દુ:ખને વિચાર કરવાને પ્રશ્ન તે હવે રહ્યો જ નથી. આનું નામ હવે માનવતા છે, અને માનવીરાની ખુદને માટેની ૨ પેજના છે. દરેક ચાધ્યાત્મિક અને પારમાર્થિક વિચારણાને ગણતરીની બહાર મૂકી દેવામાં આવી છે. ભવિષ્યને પ્રશ્ન, વિશ્વમાં આપણું અસ્તિત્વ, અસ્તિત્વની આપણી પરિસ્થિતિએનું મૂલ્ય કે અસલામતી વગેરે બધાને બાજુએ ધકેલી દેવામાં અાવ્યાં છે. રાપણા અસ્તિત્વના કેન્દ્રમાં રહેલો પ્રશ્ન-મૃત્યુને અર્થ–ભુલાઈ ગયો છે. આપણી વિચારણામાંથી અંતિમ ધ્યેયને એગિાળી નાખવામાં આવ્યું છે. કારણ કે આપણે તે પ્રત્યક્ષ પદાર્થો અને તાત્કાલિક ધ્યેયને દષ્ટિમાં રાખીએ છીએ. પરિણામે આપણે શું કરવું અને કયાં જવું એ હવે જાણતા નથી. આપણે ફકત જીવવી જ માગો છીએ; અને તેથી જીવવાનું અશકય બની ગયું છે. આપણી આજુબાજુ આપણે નજર નાખીએ. જગત દિશાશૂન્ય છે. અલબત્ત', વિવિધ પ્રકારની વિચારસરણીરાને કોઈ તોટે નથી. પરંતુ તેઓ આપણને ક્યાંય લઈ જઈ શકતી નથી. સુખની ઘેલછાએ સાચા આનંદને દૂર ભગાડી મૂકે છે. આપણી લહેરી, તરંગી ઈ 9:ગેડની વૃપ્તિદ્વારા સુખી અને જડતા તથા આપણામાં ઉછાળા મારી ઈચ્છાઓ-જે ઈરછા૨ ૨૫. ૧ વ્યકિતએની એવી જ ઈચ્છાએના સંઘર્ષમાં છે–નો લાભ ઉઠાવીને પ્રાપ્ત થતા મૃત્યુ- બે વિકલ્પ વચ્ચે હવે આપણે પસંદગી કરવાની છે. આપણે તો ચિતન કે ધ્યાનને રન પણ ભૂલી ગયા છીએ, દષ્ટિ પણ ગુમાવી બેઠા છીએ. એકાદ ક્ષણ માટે પણ સામાન્ય ઘોંઘાટ સામે ટક્કર ઝીલી એ ઘોંઘાટની શાંતિમાં ધ્યાન કેળવી શકતા નથી; જગતની નિકટતા કે દૂરતા આપણે જોઈ શકતા નથી. જગત સામે જોગને આનંદ આપણે ગુમાવી દીધું છે. અને તેમ છતાં જો આપણે સાચે જ આપણી આજુબાજુ એક નજર નાખીશું તે આપણને ફરી વાર આશ્ચર્યની તાઝગી પ્રાપ્ત થશે. એ બાળસુલભ આશ્ચ“ની પ્રાપ્તિ આપણને પૃથ્વીના સર્જનના પ્રથમ દિવસની તાઝગી અને નવીન્ય આપશે. એ આશ્ચર્યનું વરદાન આપણે વળી પાછું મેળવવું પડશે. ઊહાપેહ’ માંથી ટૂંકાવીને. યુજીન આયુનેસ્કો : અનુ: સનત ભટ્ટ સંધના આજીવન સભ્ય સંઘના આજીવન સભ્યોના ૧૭૫ નામે અગાઉ પ્રગટ થઈ ગયાં છે, નવાં નામે નીચે પ્રમાણે છે. ૧૭૬ શ્રી જયંતિલાલ રતનચંદ શાહ ૧૭૭ ,, હીરાલમીબહેન દીપરાંદ શાહ ૧૭૮ , મહેન્દ્રભાઇ દીપચંદ શાહ ૧૭૯, રવિચંદ સુખલાલ શાહ ૧૮૦ , નાગરદાસ ટી. શાહ ૧૮૧ ,, કલ્યાણજીભાઇ ડી. ઝવેરી ૧૮૨ ,, દામજી મેઘજી શાહ ૧૮૩ ,, નેણસી માણેક ફરિયા જે વાચકના વિચારો જ [શ્રી દિલાવરસિંહ જાડેજરને તેમના પત્રમાં બે વિચાર-નોંધ મોકલી છે, જે નીચે પ્રગટ કરવામાં આવી છે. –મંત્રી) - દાંભિકતા તંત્રીશ્રી, “પ્રબુદ્ધ જીવન, અાપની “પ્રકીર્ણ નોંધ હુ રસપૂર્વક વાંચું છું. તા૦ ૧૬-૬-'૭૩ના પ્ર. જી.'માં ઈંગ્લાંડના સ્વચ્છંદી સમાજ વિશે નોંધ લેતી વખતે આપે ઈંગ્લાંડના પ્રધાનમંડળમાંથી જાતીય ભ્રષ્ટાચારને કારણે રાજીનામું અાપનીર બે ઉમરાવ પ્રધાને જેલિકા અને લેબર્ટને ઉલ્લેખ કરી. એમની સ્વચ્છંદી વર્તણૂકની યોગ્ય રીતે ટીકા કરી છે. નોંધને અંતે અાપે ઉમેર્યું છે કે ભારતમાં પણ ખાસ કરીને શહેરોમાં અને પૈસાદાર લોકોમાં આવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. પરંતુ જાતીય અને અન્ય પ્રકારના ભ્રષ્ટાચારની બાબતમાં ઈંગ્લાંડ (પશ્ચિમી સમાજ) અને ભારત વચ્ચે એક ભેદ મને દેખાય છે. ભ્રષ્ટાચારમાં ખરડાયેલા રખાપણા દેશના સત્તાધારી અને શ્રીમતે દંભને આશ્રય લઈ દેશની જનતાને નીતિ, ન્યાય, પ્રામાણિકતા, ચારિત્ર્યશીલતા ઈ. વિશેનાં ઉપદેશવચને ઠંડેકલેજે સંભળાવે છે અને આપણી જનતા આવા દંભને ઠંડે કલેજે નિભાવી લેતી લાગે છે. વાઘને કોણ કહે કે તારુ મેહુ ગંધાય છે? એવી વ્યાવહારિક વૃત્તિા પણ દંભને પડદો ચીરવા આડે કદાચ કારણભૂત બનતી હશે. ગમે તેમ, હડહડતી દાંભિકતા એ આપણા રાષ્ટ્રીય જીવનને એક રોગ છે. અહીં મને પશ્ચિમની નિખાલસતા ગમે છે. પિતાના વર્તનની ભૂલ કબૂલ કરતી વખતે લૉર્ડ જેલિકોરને એને ‘ Credtulous Stupidity' તરીકે ઓળખાવી હતી. ભૂલને છાવરવાને કોઈ પ્રયાસ એમણે કર્યો નહોતે. અલબત્ત, પશ્ચિમના કે પૂર્વના ભ્રષ્ટાચારને ન્યાપ્ય ઠરાવવાને અહીં કોઈ હેતુ નથી, તે સ્પષ્ટ જ છે. કથાશ્રવણ અને જીવનવ્યવહાર ડોંગરેજી મહારાજે રામાયણની કથા થોડા વખત પહેલાં અમદાવાદમાં પારાયણ કર્યું હતું. રોજ હજારોની સંખ્યામાં લોકો હાજર રહેતા હતા. છેલ્લે દિવસે તે એ સંખ્યા, દૈનિક પત્રના અંદાજ મુજબ એક લાખ સુધી પહોંચી હતી. પારાયણ પ્રસંગે શ્રોતાજને ભેટ આપેલી રકમ ગુજરાતમાં પ્રવર્તી રહેલી દુકાળની આફતના નિવારણના નુત્ય કાર્યમાં વપરાવાની હતી. પારાયણના આજકો તથા ડોંગરે મહી જિને માનવતાના કાર્યમાં સહાયભૂત થવા માટે ધન્યવાદ ઘટે છે. આવું કથાશ્રવણ સત્તાંગ માટે લોકોને મેકો પૂરો પાડે છે. હાલની જીવનની હાડમારી અને ખેંચતાણમાં ધર્મકથાનું શ્રવણ લાક માટે રાસાયેશરૂપ બનતું હોવું જોઈએ. જનસમાજની તપ્ત અને તંગ મદશામાં ધર્મકથાનું મધુર શ્રાવણ શામક લાગણી જન્માવનું હશે. જીવનની ગતાનગતિક ઘટમાળમાંથી એક એસ્કેપ પણ કદાચ એ પૂરૂ પાડતું હશે. વિશાળ સમુદાયમાં બેસી સાંભળવામાં આવતી ધર્મચર્ચા લોકોને અને સમૂહનુભવ પણ પૂરો પાડતી હોવી જોઈએ. લેકોની ધર્મદ્ધિા દઢાવવામાં આવું થ્રીશ્રાવણ સહાયભૂત થતું હશે. - પરંતુ પાયાને પ્રશ્ન એ છે કે ધર્મકથાના શ્રાવણ બાદ લોકોના રોજિંદા જીવનવ્યવહારમાં નાનીસરખી યે સારા ફેરફાર થવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે? કે–પછી ‘વહી રફતાર બેઢંગી, જો પહેલે થી વહ અબ ભી હય !! જવાબ નિરાશાજનક લાગે છે. આ મુદ્દાના સંદર્ભમાં શ્રી કરસનદાસ માણેકનું આ મંતવ્ય વિચારવા જેવું છે: “જગતને પ્રવચને સામે જરાય વાંધો નથી. કથા-કીનિ સાંભળવાનો તે ઊલટાને એને શાખ છે, સિનેમા-નાટકનવલકથા વાચન રમાદિ શાખની સ્પર્ધા કરી શકે એટલે..જગતને વાંધે નિષ્ક્રિય શિખામણ અને સુફિયાણી સલાહ સામે નથી; પણ સક્રિય ટીકા અને કઠોર સત્યાગ્રહની સામે છે. શાસ્ત્રીઓ અને કથાકારોને સહન કરી લેવા એ તૈયાર છે, પણ પિતાને હૃદયપલટો અને જીવનપલટ થવે જ જોઈએ, એવો આગ્રહ રાખનારાઓને તે રને જીવતા નહિ મેલે! આ બાબતમાં જગત પહેલાંના જેટલું જ નૂની છે.” વલ્લભ વિદ્યાનગર દિલાવરસિંહ જાડેજા ૨૭-૬-૧૯૭૩
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy