SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન એ પત્રા [પંડિત બેચરદાસજી વખતે વખત તેમના વિચારો મને લખતા રહે છે. તે પ્રક્ટ કરવાની હમણાં તેમની ઈચ્છા નથી. પણ તેમના છેલ્લા તા. ૧૦-૫-’૭૩ અને ૮-૭-’૭૩ના પત્રમાં પ્રાસંગિક કેટલુંક લખાઈ ગયું છે તે, ‘પ્રબુદ્ધ જીવન’ના વાચકો સમક્ષ રજૂ કરવાની લાલચ તંત્રી રોકી શકતા નથી સ્નેહીથી ચીમનભાઈ, ૫૮ અમદાવાદ તા. ૧૦-૫-’૭૩ જેમ જેમ વિચારું છું તેમ તેમ મને જણાય છે અને ઘણીવાર પ્રત્યક્ષ અનુભવ જેવું થાય છે કે બ્રહ્માંડ અને પિડ વચ્ચે ભેદ નથી. આખું જ બ્રહ્માંડ આપણુ એક વિરાટ શરીર છે એટલે વ્યકિતગત સુખ કે વ્યકિતગત નિર્વાણની કલ્પનામાં ઘણી જ સંકુચિતતા લાગે છે. જીવા અને જીવવા ઘો એ સૂત્રને બદલે જીવવા ઘો અને જીવા એમ શબ્દરચના વિશેષ ઉચિત છે. જીવ અને જીવવા દો એમાં જીવા એ મુખ્ય સ્થાન લે છે અને મને લાગે છે કે એમાં સ્વાર્થની ગંધ વિશેષ છે. ત્યારે જીવવા દો અને જીવે એમાં જીવવા ઘો એનું પ્રધાન સ્થાન છે અને તે વિશાળ વૃત્તિનું—વિશાળ ભાવનાનું સૂચક છે. બીજી એક વાત, જગતમાં જે જે ચીજ - રાખ, ટી, ધૂળ. સુદ્ધાં આપણા પેષણમાં નિમિત્તરૂપ છે. એટલે મનુષ્ય તે જગતની તમામ ચીજોના ઉપકાર નીચે છે. આ ઉપકારનો બદāા મનુષ્ય ત્યારે જ ઘેાડેઘણે વાળી શકે જ્યારે ઉપકાર કરનારી ચીજોના ઉપયોગ વિશેષ સંયમથી કરે અને મર્યા દાથી જ વર્તે. આનું જ નામ સંયમ અથવા અહિંસા.એમ અનુભવાય છે કે આખા જગતમાં સહકારનું સામર્થ્ય છે. એક એક મનુષ્ય અને પશુપક્ષી તથા પાણી, ઘાસ, પ્રકાશ, પવન વગેરે તમામને પરસ્પર સહકાર છે, તેથી જ જીવી શકાય છે. આમ છે તેથી, સહકારીને સંઘર્ષ ઓછા અપાય તે સંયમનું કે અહિંસાનું લક્ષણ છે. જેના ઉપકારમાં હાઈએ અથવા જેના સહકારથી જીવન ટકી રહેલ છે તે ઉપકારી અથવા સહકારીની વિશેષ રક્ષા થાય તે જ વિચારણા રહેવી જોઈએ. જો કે જીવન તો સંઘર્ષ વિના ચાલવાનું નથી જ પણ, જેમ ઓછે સંઘર્ષ રહે તેમ તમામ પ્રવૃત્તિની યેજના કરી શકાય તે સંયમ અને અહિંસાને રસ અનુભવાય. આજેતે ઉપર જે લખેલ છે તે સ્વાભાવિક રીતે તમારા ઉપર લખાઈ ગયેલ છે. [૨] અમદાવાદ: તા. ૮–૩–’૭૩ મેં જે તમને લખેલું કે જગતના તમામ નાનામેટાં ગૂલ્યવગરના કે મૂલ્યવાળા પદાર્થો આપણા ઉપકારી છેઅને એ દષ્ટિએ સયમ અને તપની વર્તમાન જીવનની વ્યકિતગત કે સમષ્ટિગત શાંતિ માટે વિશેષ જરૂર છે. સંયમ અને તપને જેટલે વર્તમાન જીવન સાથે સંબંધ છે તેટલેા બીજી કોઈ ક્રિયાના નથી. વર્તમાનકાળમાં રહેનારા માનવસમૂહ અને પ્રાણીસમૂહ શાંતિને પામે એ જ દષ્ટિએ સંયમ અને તપની મહત્તા છે. તપના અર્થ નર્યો કાયલેશ સમજવાથી ભારે હાનિ થઈ રહેલ છે. જે પ્રવૃત્તિથી પ્રવૃત્તિ કરનાર શાંતિને અનુભવે, પ્રવૃત્તિ કરનારનાં શરીર, મન અને ઇન્દ્રિય કાર્યક્ષમ અને સાધનાામ બની રહે તે પ્રવૃત્તિનું નામ તપ છે. જ્ઞાનસારમાં શ્રી યશેાવિજ્યજી ઉપાધ્યાયે સ્પષ્ટ જણાવેલ છે કે येन योगा न धीयन्ते क्षीयन्ते नेन्द्रियाणिच तदेव हि तपः कार्यम् शेष लांघनकं विदुः (ઈત્યાદિ) પણ જ્યારથી તપન સંબંધ બાહ્ય પ્રભાવના, ધર્મનો મહત્તા અને તપ કરનારની પ્રતિષ્ઠા, યશકીર્તિ સાથે જોડાય ત્યારે તપ વિશેષ વિકૃત થઈ ગયું. સૂતાં સૂતાં પથારીમાં પડી રહીને કરાનું તપ એ તપ નથી એ વાત ભુલાઈ ગઈ છે. તા. ૧૬-૭-૭૩ લેાકામાં એવી છાપ ઊઠેલ છે કે જૈને શરીરને શત્રુ સમજે છે અને જૈનેને શરીર સાથેના વ્યવહાર જોતાં એ છાપ ખાટી કેમ કહેવાય ? શરીર સાધન છે એ વાત ગૌણ થઈ ગઈ અને શરીર વિઘ્નકર છે એ વાત મુખ્ય બની ગઈ. ખરી રીતે શરીર વિઘ્નકર જ નથી પણ અયગ્ય સંસ્કાર અને અયગ્ય વિચાર તથા તેનું મુખ્ય સાધન ચિત્ત અથવા મન એ તમામ અનિષ્ટતાનું મૂળ છે. તે અંગે ચિંતન, મનન અને વિચાર દ્વારા શુદ્ધિકરણના પ્રયત્નને બદલે, શરીરને જ દમવાના પ્રયત્નોને પ્રધાનતા તથા પવિત્રતા મળી અને એમ થવાથી શરીરદમનનું પરિણામ વિશેષત: વર્તમાનકાળમાં શૂન્યતામાં આવેલું જોતાં તેના ફળરૂપે સ્વર્ગની ઈન્દ્રઈન્દ્રાણી કે અપ્સરા થવાની લાલચાવાળી કથાઓ ઊભી થઈ અને એમ તપ ઉધારરૂપ થઈ ગયું, જે રોકડું ફળ આપનારું છે તેનું તે ઉધારરૂપ થઈ ગયું. જગતના તમામ પદાર્થો આપણા જીવનના ઉપકારી છે એ કલ્પના પ્રાચીન લોકોના પણ ધ્યાનમાં હતી જ, તેથી તત્ત્વાર્થ સૂત્રમાં મૂળકાર ઉમાસ્વામીજીએ એ ઉપકાર પાંચમા અધ્યાયના ૧૭મા સૂત્રથી માંડીને ૨૨મા સૂત્ર સુધી બતાવેલ છે. એ અંગે સ્પષ્ટપણે મનન કરવાથી એ સૂત્રાને પરમાર્થ સમજી શકાશે, અને આ વિચારને જ અવલંબીને પ્રાચીન સૂત્રકારોએ જેમ જીવકાયિક સંયમ એટલે જીવા સાથે સંયમમુકત વ્યવહાર બતાવેલ છે તેમ આજીવકાયિક સંયમ એટલે અજીવા સાથે પણ સંયમમુકત વ્યવહાર એ બે મેા બતાવેલા છે. જીવા સાથેના સંયમમુકત વ્યવહાર ત્યારે જ બની શકે જ્યારે પરિગ્રહભાવ ઓછા થાય. ધારા કે આપણે બે ખુરસીની જ જરૂર હાય છતાં બાર ખુરસીએ શેાભા માટે રાખીએ તે આજીવકાયિક અસંયમ થયા. પરિભાષા પ્રમાણે જે જે જીવ પદાર્થો આપણા વ્યવહારમાં આવે છેતે બધા જ જીવહિંસા વિના શકય જ નથી, એથી હિંસાને ટાળવા સારુ અજીવકાયિક સંયમ અને અજીવકાયિક સંયમને સમજાવેલા છે. અજીવકાયિક સંયમ પાળવામાં પેલા ઉપકારનું પણ ધ્યાનમાં આવે છે અર્થાત ્ જે જે પદાર્થો મારા ઉપકારી છે તેની સાથે પણ યમુકત મર્યાદિત વ્યવહાર કરવા એ ફજરૂપ છે. જે સાધક હાય તેને માટે અને જે વિશેષ વિચારક હાય તેને માટે મરણભય વિશે તમે જે નોંધ લખી તે ઘણી આકર્ષક છે, પણ મહાન સંત આનંદઘનજીએ તો જણાવેલ છે કે “મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહ વાત નહીં ખાટી, એમ કહે સાધ્યું, તે નવિમા, એ કહી વાત છે મેટી હા કુંભુજિન મનડું કમહિન બાઝે હા..." શ્રી કુંદ્યુજિન સ્તવન જેને મરણભય નાબૂદ થયેલ છે તેને સંપ્રદાય, કામ વગેરેના ભય હાઈ જ ન શકે, તેમ કીર્તિપ્રતિષ્ઠા વગેરેના ભાગે પણ સાચું કહેવાના પ્રસંગે પણ કોઈ જાતને ભય ન હોઈ શકે. એટલે તમે હવે સમાજસુધારક તથા ધર્મસંશાધકનું કામ કરવા જરૂર વિશેષ યોગ્યતાવાળા થયા એમ મારું માનવું છે. તમને નમ્ર વિનંતિ છે કે હવે તમે સામાજિક રૂઢિઓ અને ધાર્મિક રૂઢિઓ અંગે મુકત વિચાર જરૂર જણાવી શકા છે, જો એ અંગે તમે મુકત વિચારો ગાઠવેલા હોય તે. મૂર્તિપૂજા અંગેને કદાગ્રહ અને મૂહપત્તી અંગેનો કદાગ્રહ તથા નગ્નતા અંગેના કદાગ્રહ–એ બધા કદાગૃહાએ આખા જૈન સંઘને છિન્નભિન્ન કરી નાખેલ છે અને સાધર્મિક ભાવને વિશેષ વિકૃત કરી નાખેલ છે. મુહપત્ની બાંધવાનું કોઈ અપેક્ષાએ કોઈ વ્યકિતને મતે યોગ્ય કદાચ ગણી શકાય, પણ ચાવીસે કલાક અને સૂતી વખતે પણ બાંધવાની ઘેલછા ભા૨ે હાનિકારક છે, તેમ મૂર્તિપૂજા એ એક પ્રકારના સત્સંગ છેઅને સત્સંગથી સત્સંગ કરનારમાં ધીરે ધીરે ગુણાને લાભ એ જ પ્રધાન ઉર્દૂ શ છે. એને બદલે લેક પૂજામાં જ મંડયા અને ઘરેણાં, આારાના પણ પૂજામાં ઉપયાગ થવા માંડયા છે ત્યારે પૂજા કરનારની વ્યવહારશુદ્ધિ વિશે કશા વિચાર જ નહીં અને આ બધી ક્રિયાને વર્તમાન જીવનમાં ફળદાયી થવાને બદલે મરણ પછી ફળદાયી બનાવવી પડી. વિશેષ પછી. લિ. બેચરદાસ 4
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy