________________
તા. ૧૬-૭–૭૪
આપી ન હતી. નિક્સનને બચાવવાના આ ભગીરથ પ્રયત્ન કહેવાય. નિકસન પ્રત્યેની વફાદારીથી આમ કહ્યું કે બીજા કાઈ કારણે છે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. હજી નિક ્સનના બીજા બે નિકટના સાથીએની જુબાની બાકી છે. અમેરિકન પ્રજાની પ્રતિષ્ઠા ખાતર પણ નિકસનને નામેાશીમાંથી બચાવી લેવાના પ્રયત્ન થાય તે તેમાં કાંઈ આશ્ચર્ય જેવું નથી.
રાષ્ટ્રપતિ ગિરિની ચૂંટણીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ ત્યારે શ્રી ગિરિએ પોતે કોર્ટમાં હાજર થઈ જુબાની આપી અને ઊલટતપાસ આવકારી. નિક્સને સેનેટ કમિટી સમક્ષ હાજર રહી જુબાની આપવાની તેમ જ પ્રેસિડન્ટના ખાનગી કાગળા અને દસ્તાવેજો સેનેટ સમક્ષ રજૂ કરવાની સાફના પાડી છે. પણ યોગ્ય સમયે પેાતે ખુલાસે કરશે એવું જાહેર કર્યું છે. રાષ્ટ્રપતિ ગિરિ સામેની અરજીમાં મેરારજી દેસાઈ અને બીજા ઘણા આગેવાનોએ શ્રી ગિરિ સામે જુબાની આપી. કોર્ટે ઠરાવ્યું કે શ્રી સંજીવ રેડ્ડી સામે જે પત્રિકા બહાર પાડવામાં આવી હતી તે શ્રી ગિરિની સંમતિ અથવા જાણથી બહાર પાડી હતી એવું પુરવાર થયું નથી. પણ લાંબા ચુકાદાને તે એક વાકય લખ્યું:
A number of witnesses have not told the whole truth. As a matter of fact we are depressed to see truth being sacrificed at the altar of political advantage by these witnesses.
કેટલાય સાક્ષીઓએ પૂરું સત્ય કહ્યું નથી. હકીકતમાં, આ સાક્ષીઓએ રાજકીય લાભ માટે સત્યને ભાગ આપ્યો છે તે જોઈ અમને દુ:ખ થયું છે. નિકસનની બાબતમાં પણ કાંઈક આવું જ થશે. શ્રી કલ્યાણજીભાઈ મહેતા
શ્રી કલ્યાણજીભાઈ મહેતાનું, મરેલી ખાતે ૮૨ વર્ષની ઉંમરે અવસાન થયું તે સાથે જૂની પેઢીના એક સન્નિષ્ઠ અને આજીવન સેવકને આપણે ગુમાવ્યા, ૫૦ વર્ષથી વધારે સમય એકધારી રીતે પ્રજાની સેવામાં કલ્યાણજીભાઈએ જીવન સમર્પણ કર્યું. ગાંધીજીના પ્રભાવમાં ગુજરાતમાં હજારા વ્યકિતઓએ દેશસેવાનું વ્રત લીધું તેમાં કલ્યાણજીભાઈનું નામ મેાખરે રહેશે. ખાસ કરી, સુરત, બારડોલી જિલ્લાએ માં અને પછાત વર્ગમાં તેમનું કામ અનન્ય હતું.
સરદારને જે નિષ્ઠાવાન સાથીએ મળ્યા તેમાં કલ્યાણજીભાઈ અગ્રસ્થાને હતા. શિક્ષક, કવિ, પત્રકાર, સહકારી ક્ષેત્રના અગ્રગણ્ય કાર્યકર ખેડૂતોના આગેવાન, ગુજરાત ધારાસભાના પહેલા સ્પીકર, આઝાદીની લડતના લડવૈયા, એવી અનેકવિધ સેવાએ તેમની હતી. ૧૯૩૦માં શ્રીમતી મીઠુબહેન પીટીટ સાથે મરોલીમાં કસ્તુરબ આશ્રમની સ્થાપના કરી ત્યારથી તે આકામ તેમના કાર્યક્ષેત્રનું મધ્યબિન્દુ બન્યું. શિક્ષણ, તબીબી રાહત, અને બીજી સમાજસેવાની પ્રવૃત્તિએ!નું આ આશ્રમ કેન્દ્ર છે. મરોલી આશ્રમ દક્ષિણ ગુજરાત માટે પ્રેરણાનું ધામ રહ્યું છે.
મને અકસ્માત કલ્યાણજીભાઈના સહવાસમાં આવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું. મારી પત્નીને માનસિક બીમારી થઈ ત્યારે શ્રી મંગળદાસ પકવાસાએ તેને મરેલી આશ્રામમાં રાખવાનું સૂચવ્યું અને બે મહિના સુધી મે તેને ત્યાંરાખી. તે સમય દરમ્યાન વખતોવખત મારે મરેલી જવાનું થતું ત્યારે કલ્યાણજીભાઈ અને મીઠુબહેનને પરિચય થયો. મારી પત્નીની આવી સ્થિતિમાં ત્યાં તેને એકલી રાખી અને શ્રી મીઠુબહેને માતા પેઠે સંભાળ રાખી. શ્રી કલ્યાણજીભાઈ સ્પષ્ટવકતા, કાર્યકુશળ અને સ્વચ્છ જીવનના આગ્રહી હતા. ગાંધીજીના વિચારોથી પૂરા રંગાયેલા હતા. તેમણે તે પેાતાનું જીવનકાર્ય, [દીર્ઘ સમય પર્યંત કર્મયાગી પેઠે પૂરું કર્યું. મીઠુબહેને
3
પ્રબુદ્ધ જીવન
૫૭
સાથી ગુમાવ્યો. તેમની પણ ૮૧ વર્ષની ઉંમર થઈ છે. આ બન્ને વ્યકિતગાનું સુરત-બારડોલી જિલ્લાના જાહેર જીવનમાં ચામર સ્થાન રહેશે.
આપણા પડોશીઓ
પાકિસ્તાન સાથેના સંબંધમાં કાંઈ સુધારો થતા નથી. ભૂત વધારે આક્રમક નિવેદન કરતા રહે છે. અમલદાર કક્ષાએ મંત્રણા ગાઠવાઈ છે, પણ વાતાવરણ અનુકૂળ નથી, અમેરિકાના વલણ ઉપર આધાર રહે છે. આપણા દેશ પ્રત્યે નિકસનના વિરોધી વલણમાં કાંઈ ફેર પડયો હાય તેમ જણાતું નથી. પાકિસ્તાન નબળું પડ્યું અને ભારત સામે સતત ભય ઊભા રાખવાનું સાધન નથી તેથી ઈરાનને તૈયાર કરે છે. ઈરાનના શાહ કાંઈક સ્વપ્ન સેવતા હોય તેમ જણાય છે. બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, બધેથી મેાટા પ્રમાણમાં લશ્કરી ‘સરંજામ’ મેળવવા શરૂ કર્યો છે. પાકિસ્તાનના રક્ષણહાર હાવાની જવાબદારી માથે લીધી છે અને જાહેર કર્યું છે કે પાકિસ્તાનના વિશેષ ભાગલા કોઈ સંજોગામાં થવા નહિ દે. ભૂતો ઈરાનની મુલાકાતે જઈ આવ્યા,હવે અમેરિકા જાય છે. પાકિસ્તાનને ભય સતત આપણી સામે ઊભે! રાખવા, જેથી આપણુ' લશ્કરી ખર્ચ વધતું જ રહે અને આપણા અર્થતંત્રને હાનિ થાય એ એક મુરાદ છે. છેલ્લાં દસ વર્ષમાં આપણી લશ્કરી તૈયારી સારી રહી છે, તેથી પાકિસ્તાન સાથેના બે યુદ્ધોમાં સફળ થયા, પણ લશ્કરી ખર્ચ ખૂબ વધી રહ્યો છે. ઈરાનપાકિસ્તાન- અમેરિકાની ધરી સામે સાવચેત રહેવા સંરક્ષણમંત્રી શ્રી જગજીવનરામ રશિયા ગયા છે. ચીનના વલણમાં હજી કોઈ ફેર જણાતા નથી. તે સંજોગામાં રશિયાની મદદ ઉપર વધારે આધાર રાખવા પડે એ સ્થિતિ ઊભી થઈ છે. ભૂતોને લેશમાત્ર વિશ્વાસ થઈ શકે તેમ નથી. સિમલા-કરારમાં આપણે ઉદાર રહ્યા તેના તેણે લાભ લીધા છે. પકિસ્તાન નેશનલ એસેમ્બ્લીએ બાંગ્લા દેશને સ્વીકૃતિ આપવાની ભૂતોને સત્તા આપી છે, પણ નજીકમાં એવી સ્વીકૃતિ આપે તેવું સંભવ નથી. પાકિસ્તાનની પ્રજાનું પીઠબળ પેાતાને છે તેટલું બતાવવા આવી સાત લીધી છે, પણ તેની મેલી રમત ચાલુ છે. તાત્કાલિક આક્રમણને કોઈ ભય નથી પણ તંગદિલી ચાલુ રહી છે અને નિકસન-ભૂતાને! એ જ ઈરાદો છે. આપણી આંતરિક રાજકીય અને આર્થિક સ્થિતિ સબળ ન થાય તે આ દબાણ વધશે ૧૩-૭-’૭૩ ચીમનલાલ ચકુભાઈ
વિરાધી મન
જીવનની કેડી પર ચાલતાં ચાલતાં કયારેક એવા અનુભવ થાય કે અકળાઈ જવાય, અસ્વસ્થ થઈ જવાય. જીવનના રંગે સતત બદલાયા કરે; કયારેક ખૂબ જ અંધકાર છવાઈ જાય ત્યારે કશુંય ન સૂઝે અને દુ:ખનો અનુભવ થાય. રોજબરોજના જીવનમાં બનતા નાના મેોટા પ્રસંગોનો નિચોડ સાર, દુ:ખ નીકળે.
જીવનનો ચેપડો લખતાં એકાએક દુ:ખ-સુખના આંકડા માંડતાં, ચાંકી જવાયું. સમજાયું કે કોઈની સતત હાજરી એ જ મારા દુ:ખનું કારણ હતું. એ કોણ હતું? અમારા ભેટા થયો.એ હતું મારું ‘વિધી મન.' મનના સતત વિરોધને કારણે જીવનમાં ઘર્ષણ થતું હતું. નાનીમેટી ક્રિયાઓમાં એના વિરોધથી ન સમજાય એવી વિષમતાથી જીવન ભરાઈ જતું અને રહેતાં ફકત દુ:ખ, થાક અને કંટાળે,
મનને સમજાવ્યું, “તું મારુ' મિત્ર થઈ જા, તું મને ચલાવ નહિ, પણ ચલવામાં સાથ આપ.” જીવન અને મન બન્ને એક થઈ જાય તે?!! નિરંતર ચાલતા વિધિ અટકી ગયા. જીવનમાં સંવાદિતાનો અનુભવ થયો. દુ:ખનું કારણ બહાર નહિ પણ ભીતર હતું. –અને જીવનની દિશા બદલાઈ ગઈ.
નીરુબેન સુબભાઈ શાહ