________________
પદ
ભયથી જ સાન ઠેકાણે આવશે, પ્રજા એટલી નિરુપાય કે અસહાય નથી. અત્યારે કદાચ થોડી બહુમતીથી બીજા આગેવાનની ચૂંટણી થાય તા પણ જે વેરઝેર થયાં છે તેમાં સ્વસ્થ અને સ્થિર રાજતંત્ર શકય નથી, આવી અસ્થિરતા નિભાવી ન લેવાય. શાસક પક્ષને આટલી મેટી બહુમતી પ્રજાએ આપી. તેનું આવું પરિણામ આવશે એની કલ્પના પણ ન થાય.
કાગ્રેસ વરિષ્ઠ મંડળની “નીતિ ” વિશે શું કહેવું ? હજી પણ સમય છે ત્યાં સુધી સરતી જતી પરિરિથિતને કાબૂમાં નહિ લે તે, આવેલી મેાટી તક ગુમાવી બેસશે. ઈન્દિરા ગાંધી બહુ દનિશ્ચયી અને હિંમતવાન ગણાય છે. દુર્ભાગ્ય એ છેકે બીજો કોઈ રાજકીય પક્ષ દેશનું નાવ અત્યારે સંભાળી શકે તેમ નથી. સંભવ છે કે આ ધીમાંથી કેઈ નવી નેતાગીરી જન્મે, વર્તમાન પરિસ્થિતિ ઘેરી ચિન્તાનું કારણ બને છે. ૧૦-૭-’૭૩.
ચીમનલાલ ચકુભાઈ
પ્રકીણ નોંધ
કોંગ્રેસ મુસલમાનોને કર્યાં સુધી પાંપાળશે?
આઝાદી પછી, મુસલમાને ભયભીત હતા અને કોંગ્રેસ જ તેમને રક્ષણ આપી શકશે તેવી માન્યતાથી કોંગ્રેસને ટેકો આપતા, મુસ્લિમ લીગ લગભગ લાપ થઈ હતી અને મુસલમાન પૂરા રાષ્ટ્રવાદી અને બિનસાંપ્રદાયિક હોવાને દાવા કરતા. આ સ્થિતિ લગભગ ૧૫ વર્ષ ચાલી. કોંગ્રેસ દરેક ચૂંટણીમાં મુસલમાનોના મતા ઉપર આધાર રાખતી, ૧૯૬૨ પછી અને ખાસ કરીને ૧૯૬૭ પછી આ પરિસ્થિતિમાં પલટો આવ્યો. મુસલમાનોએ માથું ઊંચકવું શરૂ કર્યું. મુસ્લિમ લીગ સજીવન થઈ. મુસલમાનોને અન્યાય થાય છે એવે પ્રચાર શરૂ થયા, કામી તોફાન ઠેરઠેર થયાં તેમાં મુસલમાનને સારી પેઠે સહન કરવું પડયું, પણ તે સાથે અસરકારક પ્રતિકાર પણ કર્યો અને કેટલેક સ્થળે આક્રમક થયા, કોંગ્રેસ નબળી પડી તેમ મુસલમાનોના મત ઉપર વધારે આધાર રાખવા પડે એવી સ્થિતિ થઈ. તેમ મુસલમાને પણ જાગ્રત થયા અને કોંગ્રેસને ટેકો આપવા માટે પૂરી કિંમત માગતા થયા.
કેરળમાં મુસ્લિમ લીગનું જોર થયું. જો કે શરૂઆતમાં એમ જાહેર કર્યું કે આ જૂની મુસ્લિમ લીગ નથી, પણ રાષ્ટ્રપ્રવાહમાં સાથે રહી મુસલમાનોના હિતનું રક્ષણ કરવાની વાત થઈ. કેરળમાં સામ્યવાદી પક્ષનું જોર રહ્યું છે. તે પક્ષમાં ફાટફૂટ પડી, કોંગ્રેસમાં પણ ફાટફાટ થઈ, તેમ મુસ્લિમ લીગની કિ ંમત વધી. ત્રાજવાની દાંડી જાણે લીગના હાથમાં આવી હોય તેમ લીગને લાગ્યું. લીંગમાં મધ્યસ્થી - માડરેટ–બળે હતાં તે ધીમે ધીમે દૂર થયાં અને ઉદ્દામવાદી બળાએ જોર કર્યું.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૩૩
મામલે ઉગ્ર બનતી જાય છે. લીંગ મંત્રીમંડળમાંથી ખસી જાય તે કદાચ મંત્રીમંડળ ટકી ન શકે. તેથી કોંગ્રેસ વરિષ્ઠ મંડળે લીગના શિક્ષણમંત્રી સામે કોઈ કડક પગલાં લેવાને બદલે ધીરજ રાખવાની સલાહ આપી છે. કર્યો સુધી આવું ચાલે ?
ઉત્તર પ્રદેશમાં પણ એવી જ સ્થિતિ છે. ચૂંટણી નજીક આવી રહી છે અને મુસ્લિમ મત કોંગ્રેસ પક્ષે રાખવા આળપંપાળ શરૂ થઈ છે. અલીગઢ યુનિવર્સિટી એકટમાં કેટલાક જરૂરી ફેરફાર કર્યા. કેન્દ્રના શિક્ષણમંત્રી નૂરુલ હુસેને જ એ કર્યા, અને યુનિવર્સિટીના હિતમાં જરૂરી છે એમ ભારપૂર્વક કહ્યું. છતાં “ઉદ્દામવાદીઓએ તોફાના કર્યા', યુનિવર્સિટી બંધ કરવી પડી અને કાયદા થયાં હાવા છતાં તેને અમલ થતા નથી અને કરી શકાતા નથી.
હવે પરિસ્થિતિ એવી થઈ છે કે કોંગ્રેસ મુસ્લિમ લીગને પંપાળતી થઈ છે. કેરળના મંત્રીમંડળમાં શિક્ષણ ખાનું શુસ્લિમ લીગના પ્રતિનિધિના હાથમાં છે. નહેરુની જીવનકથા-ભારતરત્ન નામે “ પુસ્તક શાળાઓમાં પાઠ્યપુસ્તક છે. તેમાં ઐતિહાસિક દષ્ટિએ કહ્યું છે કે દેશના ભાગલા પાડવામાં મુસ્લિમ લીગે મુખ્ય ભાગ ભજવ્યો છે. તેમાં ઝીણાની કેટલીક ટીકા છે. રાષ્ટ્રનેતા તરીકે નહેરુની પ્રશંસા છે. આ બધું લીગના પ્રધાનને ન ગમ્યું અને આ પુસ્તકમાંથી આવા ભાગમાં કાઢી નાખ્યા એટલું જ નહિ પણ આવતા વરસથી આ પુસ્તક પાઠયપુસ્તક નહિ રહે એમ જાહેર કર્યું છે. આવા વર્તનથી કોંગ્રેસમાં ખળભળાટ થયા છે. શાસક કોંગ્રેસની બહુસંખ્યા નથી, સામે કેરળ કોંગ્રેસ છે, જે મુખ્યપણે કેથેલિક છે, જેને કોંગ્રેસ સામે વિરોધ છે. મુખ્ય પ્રધાન અચ્યુત મેનન - સી. પી. આઈ.ના છે, તે સી. પી. આઈ–એમ—લીંગ સાથે મળી તેમના પ્રધાનમંડળને તોડવા પ્રયત્ન કરે છે.
K
મુસ્લિમ ગત કાયદાએ- વારસ હક્ક, લગ્ન વગેરેમાં ફેરફારની જરૂર છે અને પ્રગતિશીલ તત્ત્વા ફેરફાર માગે છે, પણ મુસલમાન નારાજ ન થાય તે માટે કોંગ્રેસે જાહેર કર્યું કે મુસલમાનાની સસંમતિ વિના કાંઈ ફેરફાર નહિ થાય. હિન્દુ વારસાહક્ક, લગ્ન વગે૨ે કાયદાએમાં નહેરુએ ક્રાન્તિકારી ફેરફાર કર્યા, પણ ગુસલમાનને અહીં
ન શકાય.
આ બધી આળપંપાળ માત્ર મુસ્લિમ મતે! મેળવવા માટે થાય છે, તેમ ગુસલમાન વધારે માગણીઓ કરતા જાય છે, અને હવે તે મુસ્લિમ લીગના પ્રમુખ જાહેર કરે છે કે મુસ્લિમ લીગ તે પૂર્વની મુસ્લિમ લીગની જ વારસદાર છે અને ઝીણાના દાવા હતો તેમ કહે છે કે મુસલમાનોની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા છે. બ્રિટિશ ગુસલમાનને પંપાળ્યા. કૉંગ્રેસ પણ પોતાની સત્તા ટકાવી રાખવા આ જ માર્ગે જશે ? મુસ્લિમ કોમવાદ વધે તે સાથે હિન્દુ કોમવાદને બળ મળે છે. વફાદારી કે–?
વેટરગેટ પ્રકરણે અમેરિકામાં નિક્સન સામે મોટા વંટોળ ઊભે કર્યો છે. બે મુદ્દા છે. ડેમેક્રેટિક પક્ષની ઓફિસવાટરગેટ મકાનનું નામ છે. માં જાસૂસી કરવાની મેજના કરી તે નિક્સનની જાણ અને સંમતિથી થયેલી ? બીજું, આ કૌભાંડને ઘડો ફૂટયા ત્યારે તેના ઉપર ઢાંકપિછેડા કરવા ભારે પ્રયત્નો થયા તેનિક્સનની જાણ અને સંમતિથી હતા? જાસૂસી માટે બહુ ઊતરતી કક્ષાના સાત માણસા પકડાયા અને તેમના ઉપર કેસ ચાલ્યું. ત્યારે તેમનું મેઢું બંધ કરવા અને સાચી હકીકતો કોર્ટ સમક્ષા આવતી અટકાવવા કાંઈક કાવાદાવા થયા, લાંચે। અપાઈ, એ બધું નિક્સનની જાણ અને માહિતીથી થયું કે નિક્ સન તદ્ન અજાણ હતા ? ન્યાયતંત્રમાં દખલગીરી કરવી અને સાચી હકીકત બહાર આવતા અટકાવવી તે અતિ ગંભીર બાબત છે, અને અમેરિકાના પ્રમુખે પેતે આવું વર્તન કર્યું હોય તે પ્રમુખ
રહેવાને તે લાયક નથી એમ કહેવાય. વાત જેમ જેમ આગળ
વધતી ગઈ તેમ તેમ નિક્સન સુધી પગેરુ પહોંચ્યું. નિક્સને પરસ્પરવિરોધી નિવેદને કર્યાં. છેલ્લે તેના અતિ નજીકના એક સાથી ડીનની જુબાની થઈ તેમાં ચાંકાવનારી હકીકત બહાર આવી અને છ દિવસની સખ્ખત ઊલટતપાસ છતાં ડીન મક્કમપણે પેાતાનાં વિધાનોને વળગી રહ્યા અને નિક્સને કરેલ ઈનકાર જૂઠા હતા તેમ ભારપૂર્વક કહ્યું. અમેરિકાના પ્રમુખ જૂઠ્ઠું બોલે છે તે ક્ષમ્ય ગણાય. ટાઈમ મેગેઝીને એમ કહ્યું. Can Nixon Survive Dean? ડીને બહાર પાડેલ હકીકત પછી નિકસન ટકી શકે? પ્રફ્યુમે પ્રકરણમાં તેનું સ્વચ્છંદી વર્તન તેના પતનનું કારણ ન હતું પણ પાર્લામેંટમાં તે જૂઠ્ઠું બાલ્યું. તે પુરવાર થયું તેથી તેને રાજીનામું આપવું પડયું. હવે નિકસનના બીજા અતિ નિકટના સાથી મિચેલની જુબાની ચાલે છે. મિચેલે ભારપૂર્વક કહ્યું છે કે નિસન નિર્દોષ છે. તેમને ખબર ન હતી એટલું જ નહિ પણ મેં જાણી જોઈને નિકસનને ખબર