SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ . ૫ પ્રબુદ્ધ જીવન મ હા વી ર 5 પ્રાચીન હિંદુ ધર્મના સિદ્ધાંતે અપનાવી લેવા છતાં તેની વિધિઓ, આચારો અને સમાજવ્યવસ્થાના પ્રખર ટીકાકારો તરીકે બુદ્ધ—મહાવીરનાં નામેા હમેશાં સાંકળી લેવામાં આવે છે. પણ આ બે મહાનુભાવાનાં સ્થાન અને કાર્ય વચ્ચે કેટલેક મહત્ત્વના તફાવત વીસરી જવામાં આવે છે. બુદ્ધ નવા સંપ્રદાયના સ્થાપક છે, જ્યારે મહાવીર પ્રસ્થાપિત ધર્મના સમર્થક અને પ્રચારક છે. મહાવીર જૈન ધર્મના પહેલા નહીં પણ છેલ્લા તીર્થંકર છે. જૈન ધર્મના આદિકાળ અંગે અથવા તે અગાઉ થઈ ગયેલા તીર્થંકરા સંબંધે આપણી પાસે જેકાંઈ સામગ્રી છે તે વિશ્વાસપાત્ર નથી, પણ “નિગ્ર થ” એવા નામે એળખાતા આ સંપ્રદાય ભારતમાં ઘણા પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવતા હતા તેમાં શંકાને સ્થાન નથી. આ તફાવતનું મહત્ત્વ એ છે કે બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંતામાં જે કાંઈ સારુંનર છે તેની તમામ જવાબદારી સર્વસ્વ રીતે ગૌતમ બુદ્ધની છે, પણ જૈન ધર્મની પ્રરૂઢ પરંપરા અને મહાવીરના અંગત ખ્યાલેદ અને મંતવ્યોને ચોકસાઈપૂર્વક ઠરાવીને અલગ પાડી શકાતા નથી. મહાવીરના જમાનાના અથવા તેમની અગાઉના જૈન સંપ્રદાયના આચારવિચારો અંગેની વિગતે આપણે જાણતા નથી તેથી મહાવીરે પોતે તેમાં કેવા અને કેટલા ફેરફારો કર્યા તે ઠરાવી શકાય તેમ નથી. પોતાના ધર્મના આચારવિચારો અનાદિકાળથી જેમના તેમ ચાલતા આવ્યા છે અને ચાલી રહ્યા છે તેવી શ્રાદ્ધાળુ લોકોની માન્યતા અપનાવી શકાય નહીં, કારણ કે જગતમાં કેઈ ખ્યાલા કે આચારો એવા નથી કે જે ઈતિહાસના પ્રવાહમાં દેશકાળ અનુસાર પલટાયા ન હોય. બુદ્ધની જીવનકથામાં તેમની બાહ્ય પ્રવૃત્તિએ ઉપરાંત તેમની વિચારધારા ઘણા મોટા પ્રમાણમાં જળવાઈ રહી હાવાથી તેમના વ્યકિતત્વનું યથાતથ વિશ્લેષણ કરવું આસાન બની જાય છે. મહાવીરના કુટુંબજીવન અને વિતરાગીપણાની વિગતે જળવાઈ હાવા છતાં તેમના મનેવ્યાપારની વિગત સાચવવામાં આવી નથી. અને તેથી ઈતિહાસની નિર્મમ દષ્ટિએ તેમનું આકલન મુશ્કેલ છે. જૈન સિદ્ધાંત અને આચારોના મહાવીર શા માટે અને કેટલા પ્રમાણમાં સ્વીકારઅસ્વીકાર કરતા હતા તે જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. સમાજની પ્રચલિત રૂઢિએ કોઈ વિભૂતિપુરુષ સંપૂર્ણપણે કબૂલ રાખે તેવું કદી બનતું નથી, કારણ કે સમાજના ચોકઠામાં બીબાઢાળ બેસી જનાર માણસા મટે ભાગે વિચારમૂઢ અને આકૃતિવિહીન હાય છે. મહાવીર માટે આ વિશેષણે વાપરી શકાય તેવું નથી અને છતાં સ્થાપિત પ્રણાલીએથી તેમની વિભિન્નતાના જ્ઞાનને લીધે તેમનું વ્યકિતત્વ ફિકકું અને વિશિષ્ટ અર્થવિહાણું જણાય છે. મહાવીરના જીવન અને ઉપદેશ અંગે જે કંઈ માહિતી ઉપલબ્ધ છે તે અતિશય તૂટકછૂટક છે. જૈન ધર્મના અગ્રણીને છાજે તેવા ઉગ્ર અને સફળ તપસ્વી તરીકે મહાવીરની છાપ ઊભી કરી શકે તેવા પ્રસંગા જ જળવાયા છે, જયારે તેમના ઉપદેશે-પ્રવચને!નું જોઈએ તેટલું સંગેાપન કરવામાં આવ્યું નથી. મહાવીર કથાનું બીજું અંગ તે ચમત્કારવર્ણન, જીવનમાં ચમત્કારો થતા જ નથી તેમ કહેવું વાજબી નથી. સમજી કે સમજાવી ન શકાય તેવા કેટલાક પ્રસંગેા આપણે જોઈએ, અનુભવીએ છીએ. પણ સમર્થ વિભૂતિઓનું મૂલ્યમાપન કરતી વખતે આવા પ્રસંગેા તરફ દુર્લક્ષ કરવું જોઈએ, કારણ કે ચમત્કારો થયા હોય કે ન થયા હાય તેનાથી તેમના વ્યકિતમત્વમાં કશે! ફરક પડતા નથી. સર્પદંશ થાય ત્યારે મહાવીરના અંગૂઠામાંથી દૂધ નીકળે કે પાણી નીકળે તેથી મહાવીરનું આધ્યાત્મિક મૂલ્ય રજમાત્ર પણ વધતું-ઘટતું નથી. મહાવીરના જીવનલક પર નજર ફેરવીએ ત્યારે કેટલીક રસપ્રદ બાબતે ઉપર તરી આવે છે. બુદ્ધ પેાતાનાં મા-બાપ અને પત્ની dll. 9-9-93 5 પુત્રને રડતાં-કકળતાં મૂકીને ઘર છેડયું, જયારે મહાવીરે પાતાનાં મા-બાપનું મન સાચવવા માટે તેમના અવસાન સુધી સબૂરી પકડી અને છેવટે મોટાભાઈની અનુમતિથી ગૃહત્યાગ કર્યાં. અંતેવાસીઓ પ્રત્યે આવી મમતા દાખવનાર મહાવીરને પોતાના સંબંધીએ અને અનુયાયીએનું શત્રુત્વ પ્રાપ્ત થયું એ મોટી નવાઈની વાત છે. તેમના જમાઈ જામાલી અને પટ્ટશિષ્ય ગેાશાલ બંને મહાવીરના કટ્ટર હરીફ અને ઉગ્ર ટીકાકાર બન્યા. બુદ્ધ સામે પણ દેવદત્તે ઉપાડી લીધા હતાપણ તેને ખાસ કશે। પ્રભાવ પડયા જણાતા નથી, જયારે ગેાશાલે તે મહાવીર સામે ઠીકઠીક ટક્કર લીધી જણાય છે.આ મતભેદ અંગેની પ્રચલિત પરંપરાઓ પર મનન કરીએ તે તે ઝઘડા સિદ્ધાંત નહીં પણ ચાર અને સંગઠન અંગેના મતભેદ હોય તેવી સ્પષ્ટ છાપ મનમાં ઊભી થાય છે. બુદ્ધ અને દેવદત્તા વચ્ચે સૈદ્ધાંતિક વલણનો તફાવત સ્પષ્ટ જણાય છે. આચારધર્મના ચુસ્ત અને કડક શિસ્તપાલનના મહાવીર કઠોર પુરસ્કર્તા હતા. તેમનાં મંતવ્ય હમેશાં આત્યંતિક હોવાનું જણાય છે. અપરિગ્રહનો ખ્યાલ તેમણે છેક દિગંબરત્વ સુધી પહોંચાડયો અને તપશ્ચર્યાને દેહકષ્ટ બનાવી, માથાના વાળ મૂંડી નાખવાને બદલે ખેંચી કાઢવામાં આત્મત્રાસ સિવાય શે। ફાયદો હશે તે સમજાય તેવું નથી. પણ આ મનોવૃત્તિના પરિણામે મહાવીરના હાથે ભારતીય સંસ્કૃતિના વિકાસમાં અત્યંત મહત્ત્વનો ફાળો નોંધાયો. આ ભારતીય વિચારધારામાં અહિંસાનો અસ્પષ્ટ, ચાક્કસ, ધૂંધળા ખ્યાલ વિકસી રહ્યો હાવાનું હિંદુ અને બૌદ્ધ ગ્રંથો પરથી જણાય છે. પણ આ ખ્યાલને સર્વાંગશુદ્ધ બનાવીને હિંસાની જોડેજોડે હિંસાના મૂળ કારણસમા માંસાહાર તજવાનો ઉપદેશ મહાવીર સિવાય અન્ય કોઇ વિચારકે આપ્યા નથી. કેવળ “પ્રાણાઘાતનિવૃત્તિ” જનહીં પણ પૂરેપૂરી અહિંસાની પ્રતિષ્ઠા કરવાનાં યશ મહાવીર સિવાય અન્ય કોઇને ખાંતે ફાળવી શકાય તેવું નથી. માનાી બૌદ્ધ અને જૈન સંઘે સ્થપાયા પછીની તેમની વિકાસ્નાથામાં ઘણા આશ્ચર્ય જનક તફાવત છે. બૌદ્ધ ધર્મ ઝડપભેર ફેલાયા,સામ્રાજ્યધર્મ બન્યા, દેશપરદેશમાં બહેાળા ક્ષેત્રમાં ફેલાયા, તેમાં ઘણાં ઘણાં પરિવર્તન થયાં અને છેવટે તેના ઉદ્ભવસ્થાન ભારતના પ્રધાન ધર્મ હિંદુ ધર્મમાં ધીમે ધીમે લોપાઈ જવાથી બૌદ્ધ સંઘને સમૂળે ઉચ્છેદ થયા. જૈન ધર્મ અતિશય ધીમે ધીમે ફેલાયા. તેના અનુયાયીએની સંખ્યા હમેશાં અતિશય મર્યાદિત રહી, તેમાં ઘણા ફાંટાફ^ટા પડયા અને આ બધાં જૂથા વચ્ચે ઉગ્ર ઝઘડાઓ પણ થયા. પણ તેના સ્વરૂપમાં ખાસ કશું પરિવર્તન પણ થયું નથી અને તેનો લેપ પણ થયા નથી. આધર્મ ભારતની બહાર કશે જફેલાયા નથી છતાં આટલાં વર્ષથી ભારતમાં માનાર્હ સંપ્રદાય તરીકેટકી રહ્યો છે. વર્ષાંભર વલ જેવા બૌદ્ધ ધર્મ અલાપ થઇ ગયા ત્યારે જૈન ધર્મનું આ નાનકડું તણખલું કાળના તોફાની પ્રવાહમાં જેમનું તેમ ટકી રહ્યું છે. આવું બનવાનાં બે કારણ વિચારી શકાય. બૌદ્ધ અને જૈન ધર્મની જીવનદષ્ટિ તત્ત્વત: વિભિન્ન છે. બૌદ્ધ ધર્મ જ્ઞાનપ્રધાન હેાવાથી નવા નવા ખ્યાલો અને વિચારધારાને પરિણામે તેના સ્વરૂપમાં સતત આવેલા પલટા-હિનયાન, મહાયાન, વજ્રયાન, સહયાનને લીધે તેના ઝડપી વિકાસ અને આખરી વિલેાપન શકય બન્યું. જૈન ધર્મ મુખ્યત્વે આચારપ્રધાન ધર્મ હાવાથી, પ્રસ્થાપિત થઇ ચૂકયા બાદ તેના વિકાસ કે અવનતિની સંભાવના શૂન્યવત્ બની જાય છે. આ આચાર અત્યંત કઠોર હોવાથી જૈન ધર્મ લોકપ્રિય બની શકયા નહીં. પણ સમાજશાસ્ત્રીઓ માટે વધારે રસપ્રદ કારણ તો આ બે ધર્મમાં જણાઇ આવતી સંગઠનભિન્નતા છે. આ બંને વિચારધારાઓ સંસારવિમુખ, વિતરાગી વિચારસરણીઓ છે. મર્યાદિત સમય પૂરતી પ્રવજયા” લેવાની છૂટ આપનાર બુદ્ધ કેવળ ભિષ્ણુએ માટે જ ધારાધેારણ ઘડયાં અને આચારવિચાર ઠરાવી આપ્યા. પૂર્ણ સંસાર 8
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy