________________
તા. ૧-૭-૭૩
પાસેથી એ ઉડ્ડયનનાં નવાં શિખર તરફ દેરી જતી દીક્ષા લે છે. જોનાથન પૂછે છે: ‘આપણે અહીંથી કયાં જઇએ છીએ? સ્વર્ગ જેવી કોઇ જગા જ નથી શું?”
પ્રબુદ્ધ જીલા
ચ્યાંગ કહે છે: ‘તા, જેનાથન, આવી કોઇ જગા નથી. સ્વર્ગ એ સ્થળ નથી, સમય નથી. સ્વર્ગ એટલે સંપૂર્ણતા...' અને પછી કહે છે, ‘તું સંપૂર્ણ ગતિ સિદ્ધ કરીશ એણે સ્વર્ગને પણ સિદ્ધ કરીશ...’
ચ્યાંગ એને વિચારની ગતિએ ઊડતાં શીખવે છે. એક ક્ષણમાં આ સ્થળેથી બીજા ગ્રહમાં પણ એ લોકો પહોંચી શકે છે. સ્થળને અતિક્રમતા શીખ્યા પછી એ સમયને અતિક્રમતા શીખવે છે. પણ કપર ઉધન એ પછી શરૂ થાય છે. સ્થળ અને સમયને અતિક્રમે એટલે કરુણા અને પ્રેમનું ક્ષેત્ર આવીને ઊભું રહે છે. પ્રેમ અને અનુકંપાનું જગત જેમ વિશાળ બનતું ચાલે છે, એમ એને પૃથ્વી પર, જ્યાંથી પોતે બહિષ્કૃત યેા હતો એ સમાજ પાસે જવાની ઉત્કટ ઝંખના જાગે છે.
સુલિવાન એને રોકવાનો પ્રયત્ન કરે છે ત્યારે જોનાથન કહે છે: જો આપણી મૈત્રી સ્થળ અને સમય જેવી બાબતો પર નભતી હાય, તે જ્યારે એ બંનેને આપણે અતિક્રમી જઇએ ત્યારે મૈત્રી નષ્ટ થઇ જાય. પરંતુ સ્થળને અતિક્રમીએ અને ‘અહીં’રહી જશે; સમયને અતિક્રમીએ અને ‘હમણાં’રહી જશે. આ અહીં અને હમણાંની વચ્ચે આપણે એકાદ-બે વાર એકમેકને નહીં જોઇએ?”
જોનાથન પૃથ્વી પર આવે છે ત્યારે એને પોતાની જેવા જ એક બહિષ્કૃત પંખીનો ભેટો થાય છે: સમાજપ્રત્યે ધિક્કારથી છલકતા આ પંખીને એ પ્રેમના માર્ગ, ઉડ્ડયનનો માર્ગ બતાવે છે...
આવાં બીજા છએક બહિષ્કૃત શિષ્યા જોનાથનને મળે છે. આ શિષ્યની તાલીમના ચોક્કસ તબક્ક એ સમાજમાં પાછા ફરવાનો વિચાર કરે છે.
પૂર્ણયોગ સિદ્ધ કર્યા પછી પૃથ્વી પર આ વેગ અવતારવા મથતા યોગી જેવા આ વિર છે. શિષ્યને એ મંજૂર નથી, પણ જોનાથનના આગ્રહ આગળ તેએ નમતું આપે છે. સમાજ બહારથી તે તેમના તિરસ્કાર કરે છે પણ તેમની સિદ્ધિઓથી વિસ્મય અનુભવે છે અને તેમને સમાજમાંથી એક વધુ શિષ્ય મળે છે. પછી માયનાર્ડ ગલ નામનું પાંખ કપાઇ ગયેલ પંખી જેનાથન પાસે આવીને કહે છે: ‘મારે ઊડવું છે...’
‘અલ, આપણે શરૂ કરીએ...' ોનાથન કહે છે.
“પણ મારી પાંખ જ હું હલાવી શકતે નથી,’ એ અપંગ પંખી કહે છે.
“માયનાર્ડ ગલ, તને તું છે! એ થવાની સ્વતંત્રતા છે, અહીં અને હમણાં, કશું જ તારા રસ્તા રોકી ન શકે....
એટલે હું ઊડી શકું...??
કૃષ્ણમૂર્તિની ચપળતાથી શ્વેતાથત ઉત્તર આપે છે: ‘હું કહું છું કે તું મુકત છે.'
અને મુકિતની આ ક્ષણમાં અપંગ પંખી ઊડે છે અને સમાજની આંખ ખૂલી જાય છે.
પંખીઓના સમાજ અને ચમત્કાર અને છે. જોનાથન દેવપંખી છે એવું કહે છે, ત્યારે જોનાથન નિસાસે મૂકી વિચારે છે: ‘તમને કોઈ ન સમજી શકે એની આ કિંમત છે. તેઓ તમને શયતાન કહે, અથવા તો ભગવાન કહે...’
અહીં એનઃ પ્રમુખ શિષ્ય છૅચર ગલને થતા એક અનુભવ આવે છે. એ એક ખડક સાથે અથડાય છે. એ માને છે કે પોતે મૃત્યુ પામ્યા છે, પણ જોનાથન કહે છે કે આ તે તારી ચેતનાની અવસ્થા બદલાઈ છે. ખડકમાંથી પણ રસ્તા કરી શકે એવી આ વસ્થા છે. તું એ સ્થિતિમાં રહી શકે, અથવા પાછા આવી શકે.
ફ્યુચર પાછા આવવાનું પસંદ કરે છે, લેચરને નવજીવન પામતા જોઈ ટોળાબંધ સમાજ જોનાથનને શયતાનની શકિત ધરાવનાર માની તેના પર ધસે છે. જોનાથન અને ફ્લેચર ઊંચે ઊડે છે અને પંખીએનાં ટોળાએની ચાંચ ખાલી હવામાં બચકાં ભરે છે...
ફ્યુચર આ ટાળાની આક્રમકતા નથી ભૂલ્યો, પણ જોનાથન તા હજી એને પ્રેમ કરે છે. ફલેચર પૂછે છે: 'જે પંખીઓના ટોળાએ તમને મારવાનો યત્ન કર્યો હતા તેને તમે ચાહી કેમ શકે?” જોનાથન કહે છે: ‘આપણે ધિક્કાર કે દ્રષને પ્રેમ નથી કરતા. આપણે તે
7
૪૯
આ બધામાંથી સાચા પંખીને શોધી કાઢવાનું છે–અને સૌ પોતાની જાતે એ સમજી શકે એ કરવાનું છે. મારે મન જ પ્રેમનો અર્થ છે...'
અને જોનાથન આ પૃથ્વી પરથી વિલય પામવાના નિર્ણય કરે છે; એના દેહ પારદર્શક બનવા લાગે છે. એ કહે છે: ‘આ લેાકા મારા માટે ખાટી ફ્યાએ ન લાવે કે મને ભગવાન ન ગણી કાઢે એ જોજે... તારી આંખ જે કહે એન માનતા, આખા મર્યાદા બતાવે છે. તારી સમજણથી જોજે, અને તું જે જાણે જ છે એ શેાધી કાઢજે ને તને. ઉડ્ડયનનો માર્ગ મળશે...’
જોનાથન હવામાં પીગળી જાય છે...
લેચર પેાતાને જોનાથને જે શબ્દોથી તાલીમ આપવી શરૂ કરી હતી, એ જ શબ્દોથી પોતાના શિષ્યોને ઉડ્ડયન શીખવવાનું આરંભે છે– અને કથા અહીં અંત પામે છે.
રિચડ બાકની આ થામાંના દર્શન સાથે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરે દર્શનાને સાંકળવામાં આવ્યાં છે; પણ બાકને આવું કોઈ ચેાક્કસ દર્શન અભિપ્રેત હય કે કેમ એ વિશે શંકા રહે છે. આ માણસની વાત છે. માણસ ખાવામાંથી અને લડવામાંથી ઊંચા આવતા નથી અને જીવવાની કલાના પરમ સત્યને ભાગ્યે જ પામે છે. કોઈક વિરલ વ્યકિત આ સત્ય પામે છે ત્યારે એ પેલી ‘ગેરસમજૂતી’ને ભાગ બની કે શયતાન, કાં ભગવાન બની જાય છે.
માણસમાં ાતામાં જે જ્ઞાન રહ્યું છે તેને શોધી કાઢવાની વાત કદાચ લેખકને કહેવી છે. માણસ સ્થળથી બદ્ધ છે. પણ સ્થળનાં બંધન તૂટે તે। એ સર્વત્ર ‘હીં’ને! અનુભવ કરી શકે. માણસ કાળથી બદ્ધ છે. જો એ કાળનાંબંધના કાપી શકે તો હમેશાં ‘હમણાં’ને જ અનુભવ કરી શકે.
હયાતીની આ ‘અહીં’ અને ‘હમણાં’ વચ્ચેની ક્ષણને ઝડપવામાં જો સર્જકને સફળતા મળે તો એને શાશ્વતીનું વરદાન મળે છે, જે ‘અહીં’ છે એ બધે છે અને અહીં નથી એ કયાંય નથી. જે ‘હમણાં’ છે એ ત્રણે કાળમાં છે. જે હમણાં નથી, એ કયારેય નથી.
મૃત્યુ, જન્મ, પુનર્જન્મ, આ બધું જ ઉપલક બની જાય છે, જો આ ‘અહીં’ અને ‘હમણાં’ વચ્ચેની ક્ષણ મળી શકે તે,
લેખક કહે છે: ‘જોનાથન આપણા સૌમાં પ્રજળતી પ્રકાશિત જ્યોત છે. જયારે આપણે સંપૂર્ણતાને પહોંચીએ એવી ક્ષણામાં જ એ પ્રગટે છે.
લેખકો દાવે આ કથા પેાતાને કોઈ અવાજ દ્વારા કહેવાઈ હાવાના છે. પ્રત્યેક ઉત્તમ કથા આવા જ કોઈ અવાજ દ્વારા કહેવાતી હાય છે. એટલે જ આ અવાજની રહસ્યમયતા કોઈ પણ સંજોગામાં ઓછી થતી નથી. જોનાથન લિવિંગ્સ્ટન એ રિચર્ડ બાક નથી, તમે નથી, હું નથી ; છતાં બાકમાં, તમારામાં, મારામાં સૌમાં એ વસે છે. બાકે પેલા જોનાથનની માફક જ પોતે જે જાણે છે એને શોધવાના, પોતાની સર્જકતાના વિશેષને પામવાના પ્રયત્ન કર્યો અને તેનું પરિણામ આ નવલકથા છે.
આ કથા કદાચ જગતના અભિજાત ગ્રંથોની હરોળમાં ન બેસી શકે. હેમિંગ્વેના સાગર કે વૃદ્ધ માછીમારનાં રૂપકો બાકના સીંગલ કરતાં વધારે જીવંત પરિમાણ ધરાવે છે:કારણ કે એ નિષ્ફળ પણ જાય છે; અને જીવનના સંઘર્ષમાં નિષ્ફળતામાં પણ જે ગૌરવ રહ્યું છે એને મહિમા કરે છે. બાકના જોનાથન નિત્શેના સુપરમેનની માફક એક પછી એક કોષ્ઠતાની કક્ષા પર પહોંચે છે. પણ એની ખરી ખૂબી પ્રેમ અને કરુણાના વિસ્તારમાં રહી છે. જોનાથન સુલિવાનને છેડી પૃથ્વી પર પાછા ફરે છે, એનાથી આખી કથામાં માનવીય પરિવર્તન આવે છે. પૃથ્વી પરનાઅવતારો કદાચ ક્રુણા અને પ્રેમનો આવા જ વિસ્તાર ધરાવતા હશે. અને એટલે જ ‘ગેરસમજૂતી'ની કઈ રચનાત્મક ક્ષણે તેઓને દેવ બનાવી દેવાયા હશે.
આ લઘુકથાને તમે અસાધારણ માના, કે ન માનો, એકવાર તેની પાસે જવા જેવું છે. કારણ કે જોનાથન લિવિંગ્સ્ટન સીગલને પામવાના પ્રયત્ન તમારી જાતને પામવા જેવું છે.
44
તમે સ્થળને અતિક્રમે તે ‘અહીં છે; સમયને અતિક્રમે તે ‘હમણાં’ છે; અને ! બંને વચ્ચેની કોઈક ક્ષણમાં જોનાથન લિવિસ્ટન સીગલ વાસ કરે છે.
હરીન્દ્ર દવે