________________
તા. ૧-૭-૭૩
પ્રબુદ્ધ જીવન
આ માગણી એ જ તર્ક પર મંડાયેલી છે જે ગેાલકનાથ કેસમાં મૂર્ત થયા હતા. એ છે સંસદના અવિશ્વાસ. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિએમાં અવિશ્વાસ રાખવા એ લેાકશાહી નથી. સંસદે તેની વિશાળ બહુમતીઓ છતાં, છેલ્લાં પચીસ વર્ષમાં, મિલકતના અધિકારો સિવાય કોઈપણ મૂળભૂત સ્વાતંત્ર્યને મર્યાદિત પણ કર્યું નથી ત્યારે હવે સંસદને તેની સત્તાઓ પર અંકુશ મૂકવા જણાવવું એ વધુ પડતું છે. વળી, બંધારણના ઘડનારાઓએ પણ એ આવશ્યક ગણ્યું ન હતું. એ પણ નોંધવું જોઈએ કે વર્તમાન સાંસદ સ્વેચ્છાએ તેની સત્તાઓ પર કોઈ નિયંત્રણ મૂકે તો પણ ભાવિ સંસદને આવું નિયં ત્રણ દૂર કરતાં અટકાવે તેવું કશું જ નથી. કદી સુધારી શકાય નહિ એવું બંધારણ રાખી શકાય નહિ. એવું બંધારણ જાતે જ ભારે જુલ્મરૂપ બની જાય.
તેમણે ઉપસ્થિત કરેલા બીજો પ્રશ્ન આ ન્યાયતંત્રના સ્વાતંત્ર્ય વિશેના તેમના ભયને છે. ત્રણ સિનિયર ન્યાયમૂર્તિઓને સુપરસીડ કરીને ન્યાયમૂર્તિ શ્રી એ. કે. રાયને મુખ્ય ન્યાયમૂર્તિને હા દે નીમવાના સરકારના પગલાને આ આભારી છે. ન્યાયમૂર્તિ શ્રી એ. કે. રાયની પ્રામાણિકતા અને કાર્યક્ષમતા વિશે તે કશી શંકા ઉઠાવતા નથી. એ ખરું છેકે સરકારનું પગલું પહેલી જવાર સિનિયોરિટીને અવગણે છે. આમ છતાં આવું અભૂતપૂર્વ પગલું લેવાનું સરકાર માટે જરૂરી કેમ બન્યું તેના શ્રી જયપ્રકાશે વિચાર કરવા જોઈએ. વરિષ્ઠ અદાલત અને સંસદ વચ્ચેના સંઘર્ષ ગેલનાથ કેસના ચુકાદાથી શરૂ થયો અને બેન્ક રાષ્ટ્રીયકરણ કેસના ચુકાદાથી ઘેરો બન્યો. શ્રી જયપ્રકાશ નારાયણે એ પણ તપાસવું જોઈએ કે આ સંઘર્ષ કોણે સજર્યા અને તે માટેનાં શાં કારણે હતાં. આગવાન ધારાશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે બન્ને કેસેના ચુકાદા સ્પષ્ટ રીતે જ ખોટા હતા. સરકારનું પગલું જો કે ઉતાવળિયું છે, પણ ન્યાયતંત્રના સ્વાતંત્ર્યમાં સુરંગ ચાંપવા સરકાર પ્રવૃત્ત થઈ છે એવા વધુ પડતા ભયા સર્જવા એ ખાટું ગણાશે. વડા પ્રધાને વારંવાર ખાતરી ઉંચ્ચારી છે કે ન્યાયતંત્રના સ્વાતંત્ર્યના સિદ્ધાંતને તેઓ વરેલાં છે. ગમે તેમ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ થવાને પાત્ર ગણાયેલી વ્યકિતઓની પ્રામાણિકતામાં આપણે શ્રાદ્ધા રાખીએ અને આપણા પોતાનાં વિશ્વાસથી ન્યાયતંત્ર વિશેની પ્રજાની શ્રાદ્ધાને ડગાવીએ નહિ.
પોતે ઈન્દિરાવિરેધી નથી અને તેમનું શુભ વાંછવાનું અને ઉત્તરોત્તર તેઓ વધુ ને વધુ સફળતા મેળવે તે જોવા ઈચ્છે છે એવું ભારપૂર્વક જાહેર કરે છે. કમનસીબે, તેમનાં જાહેર નિવેદનાએ મોટે ભાગે તો શ્રીમતી ઈન્દિરા ગાંધીના વિરોધીઓના જ હાથ મજબૂત કર્યા છે.
આપણે આંતિરક તથા બાહ્ય રીતે ઘણા કટોકટીના ગાળામાંથી પસાર થઈ રહ્યાં છીએ. લાકશાહી અને સ્વાતંત્ર્ય પર જેઓ ભાર મૂકે છે. તેઓ કયારેક, અસંપ્રજ્ઞપણે પણ યથાવત પરિસ્થિતિનો બચાવ કરે છે. શ્રી જયપ્રકાશ નારાયણ અને બીજા અનેકોએ સ્વાધીન ભારતનું જે સેનેરી સ્વપ્ન નિહાળ્યું હતું તેમાં માત્ર સ્વતંત્રતા જ નહિ, સ્થાન અને તકની સમાનતા તેમ જ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો પણ સમાવેશ થતા હતા. સ્થાપિત હિતી સાંગઠિત થઈ રહ્યાં છે. સમાનતા અને ન્યાયની ઉપેક્ષા કરીને, લોકશાહી અને સ્વાતંત્ર્યને નામે પોતાના હક્કોને બચાવ કરવાની તેમને સરસ ભૂમિકા મળી ગઈ છે. વર્ષો પૂર્વે, આર.એચ. ટાઉનીએ પ્રશ્ન પૂછ્યા હતા—માનવી સ્વેચ્છાએ સમાનતા અપનાવશે? એ પ્રશ્ન આજે પણ રહે જ છે. ડેમેકસી ઈન ક્રાઈસિસ -Democracy in crisis—એ પેાતાના ગ્રંથમાં હેરાલ્ડ લાસ્કીએ દર્શાવ્યું છે કે છેવટે જયારે પૂંજીપતિવર્ગ પર એક પાયાના આક્રમણની વાત આવે છે ત્યારે તેઓ પોતાનાં સર્વ શસ્રો વડે લડી લે છે. લીંકશાહી સમાજવાદનો પ્રયોગ અજોડ છે અને હજી સુધી કોઈ દેશ લાકશાહી રીતે, એટલે કે શાંતિમય સાધના દ્વારા સમાજવાદને પ્રવર્તાવવામાં સફળ થયા નથી. એકને બચાવવાના પ્રયાસમાં સામાન્ય રીતે બીજાના ભાગ અપાય છે. આપણે બન્નેને બચાવવાના પ્રયોગનો પ્રયાસ કરી રહ્યા છીએ. ગાંધીજીએ કહ્યું હતું કે જે શસ્ત્રોથી સામ્રાજયવાદી સામે લડયા તે જ શસ્રોવડે પેાતે ગૂડીવાદી સામે લડશે, ભૂખમરા વેઠવાનું અને મરણશરણ થવાનું જ સ્વાતંત્ર્ય માત્ર જેએ ધરાવે છે તેવા કરોડો લોકો જેનાથી વંચિત છે તે, જૂજ લોકોના સ્વાતંત્ર્યનું જતન કરવાના કોઈપણ પ્રયાસ, જનસમસ્તના સ્વાતંત્ર્યના વિલેપનમાં પરિણમશે. ચીમનલાલ ચકુભાઈ
૪૭
લાંચરુશવતની વધતી બદી આપણે કયાં જઈ અટકેશું? [એક ડોકટરને જાતઅનુભવ છે. –તંત્રી]
થોડા વખત પહેલાં ગુજરાત મેલમાં સેંકડ કલાસ સ્લીપિંગ ડબામાં મુસાફરી કરવાનું થયું. રિઝવે શન કરાવતી વખતે ફોર્મમાં ખાસ લખેલ કે હું દાદરથી બેસીશ છતાં દાદર ડબામાં ચડતાં જોયું તે મારી બર્થ ઉપર એક ભાઈ આરામથી સૂઈ ગયા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે ડબામાં સાથે રહેનાર ટિકિટચેકરે જ તેમને “જગ્યા આપી હતી. ટિકિટચેકરને પૂછતાં કહે કે તમે બબ્બે સેન્ટ્રલથી ન બેઠા માટે તમારી બર્થ કેન્સલ થઈ. છેવટે મેં તેને પડકારતાં તેણે મારુ Duplicate ફોર્મ જોયું અને તેમાં દાદરથી બેસીશ તેમ લખેલ હોવાથી મારી બર્થ મને આપવી પડી. આ વખતે મારા ડબામાં ત્રણ સીટ ખાલી હતી. કદાચ અનિવાર્ય સંજોગાને લીધે ટિકિટ લેનાર આવી નહિ શકયા હોય. આ ત્રણે સીટ ટિકિટચેકરે રૂા. ૩૦ લઈ ૩ મુસાફરોને વેચી દીધી અને આમ તેને રૂા. ૯૦ મળી ગયા અને રેલવેને રૂા. ૧૨૬ ખાટ ગઈ કારણ મુંબઈથી અમદાવાદનું ભાડું રૂા. ૪૨ છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે ટિકિટચેકરને આવાં ઘી-કેળાં મળી જ રહે છે અને એક ટ્રીપમાં અંદાજે રૂા. ૧૦૦ની વધારાની આવક થાય છે. કોઈક વાર “માટાસાહેબ”નું ચેકિંગ હાય ત્યારે જરા ‘સંભાળી લેવું” પડે છે. મુસાફરોને પૂછતાં કહે કે એક તા રૂા. ૧૨ બચે અને લાઈનમાં ઊભા રહેવાની તકલીફ નહિ. તેમ આ ભાવમાં શું ખોટું?
મને લાગે છે કે જયાં સુધી દરેક ક્ષેત્રના લોકોની નીતિમત્તા નહિ સુધરે ત્યાં સુધી આમ ચાલવાનું જ. વગર ટિકિટે મુસાફરી, ચારી, ખાટાં કન્સેશન વગેરેથી રેલવેને કરોડોનું નુકસાન થાય છે. રેલવેમાં થતી ગજબનાક ચારીથી તે મેગલસરાઈ પાસે એક ગામ વસ્યું હતું તે આપણને સુવિદિત છે. આખરે તે આ બાજે આપણા પર જ પડે છે. દર વર્ષે ભાડામાં વધારા અને કાર્યક્ષમતામાં ઘટાડા થાય છે. કદાચ એમ લાગે કે વધતી જતી મોંઘવારીના પ્રમાણમાં ઓછા પગારને લઈને નાકર લાંચ લેવા લલચાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી જ આ સાચું છે. દા. ત. ઉપર જણાવેલ ટિકિટચેકર મહિને રૂા. ૨૦૦૦ વધારાના કમાય તે તેટલા પગારવધારા કેમ આપી શકાય? અને પાછા એટલા પગાર પર તેને ઈન્કમટેકસ કેટલા ભરવેશ પડે? આ ઉપરાંત દરેક સરકારી અર્ધસરકારી ક્ષેત્રમાં પૈસા વગર કામ થતું જ નથી. ઈન્કમટેકસ ઓફ્સિમાં રૂા. ૧ની ‘ફી’ ભરવાથી આપણી ફાઈલ કેટલી જલદી નીકળે છે તે આપણે જાણીએ છીએ. સેલ્સટેકસમાં તેથી પણ વધારે ખરાબ સ્થિતિ છે. લાંચરુશવત કોઈ કડક કાયદાથી બંધ થશે નહિ, તેના માટે મૂળ કારણાની તપાસની જરૂર છે. લાંચ આપનારને આપવાની જરૂર જ ન પડે તેવી વ્યવસ્થા થાય તા જ કંઈક ફરક પડે.
વધતા જતા ભાવે, સમાજનું સામૂહિક અધ:પતન અને ટોચના નેતાઓના અક્ષમ્ય ભ્રષ્ટાચાર વગેરે બાબતેની વિચારણા જરૂરી છે. કદાચ કોઈ ફરિયાદ કરે તે લાંચ સાબિત કરવી કેટલી અઘરી છે કે કોઈ તેવા ‘લફરા’માં પડવાની હિંમત નહિ કરે, માજી આયજનપ્રધાન ગુલઝારીલાલ નંદા લાંચ નાબૂદ કરતાં પોતે જ ‘નાબૂદ’ થઈ ગયા. તેથી આ બદી કેટલી વિસ્તૃત છે તેનો ખ્યાલ આવશે. આ સંજોગામાં આપણે શું કરીશું? ‘જમાનાની સાથે ચાલવું જોઈએ’ એમ કહીને લાંચરુશવત ચલાવી લઈશું? કે પછી “વેદિયા” અથવા ‘“સિદ્ધાંતવાદી” કહેવડાવવાનું જેખમ વહેારીને પણ તેને પ્રતિકાર કરીશું ? ડૉ. વિસ્તાદ વી. શેઠ