________________
બુદ્ધ જીવન
તા. ૧-૭-૭૩
હક્કો અને સ્વાતંત્રમાં સંસદ માત્ર સુધારે જ કરી શકે એવું નથી, પણ તે આ હક્કો રદબાતલ પણ કરી શકે, એ ફેંસલે સર્વોચ્ચ અદાલતની મોટા ભાગના ન્યાયમૂર્તિઓએ આપ્યું છે.
કમનસીબે બંધારણમાં વાણી અને અભિવ્યકિતસ્વાતંત્ર્ય, મંડળી રચવાનું અને હરવાફરવાનું સ્વાતંત્ર્ય વગેરે સ્વાતંત્ર્યોને મિલકતના અધિકારની સાથે જ જોડવામાં આવ્યાં છે. પ્રધાનમંડળ અને ન્યાયતંત્ર વચ્ચે જે કહેવાતા મુકાબલા થયા છે, તે આજ સુધી તે મિલકતના હકને જ સ્પર્શતી હોય તેવી બાબતોના રહ્યા છે. મિલકત એક સામાજિક સંસ્થી છે અને લોકશાહીમાં પ્રજાની નિશ્ચિત લેકશાહી ઈચ્છા મુજબના સામાજિક કલ્યાણની તેણે હમેશાં ખેવના કરવી જોઈએ. આવું સામાજિક કલ્યાણ, અલબત્ત, લેકશાહી રીતે જ સિદ્ધ કરવું રહ્યું. આમ, અમુક પ્રકારની મિલકતની ખાનગી માલિકીને મર્યાદિત, નિયંત્રિત અને જરૂર પડ્યે, ખતમ પણ કરી શકાય, પરંતુ લોકશાહીમાં
સ્વાતંત્ર્યના મૂળભૂત હક્કોને ટૂંકાવી કે નિયંત્રિત ભલે કરી શકાય, પણ તેમને છેક નાબૂદ કરી શકાય નહિ. લિબત્ત, રાષ્ટ્રીય કટોકટી, યુદ્ધ રાને બંધારણમાં નિર્દો શેલા અન્ય સંજોગોમાં, ટૂંક સમય માટે આવા હક્કોને તહકૂબ કરી શકાય.
' લોકશાહીને વરેલા કોંગ્રેસીએ તેમની શ્રદ્ધામાં અડગ હોય અને પૂરતી ચેપવાળા હોય તો, વર્તમાન કે ભવિષ્યની સાંસદ નાગરિકના મૂળભૂત અધિકારોનું ગળું ઘટવા માટે સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ગેરલાભ ન ઉઠાવે એ માટે ધ્યાન આપવાની તેમની ફરજ છે.
એ વાત ખરી છે કે વડા પ્રધાને અને તેમની પાના અન્ય પ્રકવતાએને અવારનવાર લોકોને એવી બાંયધરી આપી છે કે સ્વાતંત્ર્યના હક્કો છીનવી લેવાને અમારે લવલેશ ઈરાદો નથી. પરંતુ માત્ર હૈયાધારણ સત્તાનો દુરુપયોગ સામે કશું રક્ષણ આપી શકે નહિ. એટલે આવી ખાતરી ગ્ય લાગે તે સ્વરૂપમાં બંધારણમાં લેખિત રીતે આમેજ કરવાનું આવશ્યક છે.
કેટલાક કોંગ્રેસીઓ એવી દલીલ કરશે કે સમાજવાદનું અમારું સમાંતર, “કમિટમેન્ટ” લોકશાહીના અમારા “કમિટમેન્ટ” જેટલું જ મહત્ત્વનું છે: એટલે, સમાજવાદની સ્થાપના માટે, ઘણી વખત લોકોનાં વાણીસ્વાતય, ભિવ્યકિતસ્વાતંત્ર્ય, મંડળી સ્વાતંત્ર્ય તથા હેરફેરનું સ્વાતંત્ર્ય, જેવાં મૂળભૂત વાર્તા લઈ લેવાનું જરૂરી પણ બને. મને આશા છે કે આવા મિત્રો વધારે ઝીણવટપૂર્વક તપાસશે તે તેમને આ દલીલમાં રહેલા ભ્રમને-તોફાની તત્ત્વનો પણ–ખ્યાલ આવશે. આ માર્ગ લપસણે છે અને તેને અંત લોકશાહી સમાજવાદ નહિ પણ આપખુદ સામ્યવાદ છે.
લોકશાહી સમાજવાદીઓએ વારંવાર જાહેર કરેલે તેમને ઉદ્દેશ લેકશાહી પદ્ધતિથી સમાજવાદની સ્થાપના કરવાને છે. પરંતુ સમાજવાદની સ્થાપનામાં લોકોનાં મૂળભૂત સ્વાતંત્ર્યોને ભેાગ લેવાનું જરૂરી હોય તે પછી તેમાં લોકશાહી સાધને કયાં રહ્યાં? આ હક્કોનૈ દફનાવી દેવામાં આવે તે મુકત મંચ અને અખબાર, વિરોધ પક્ષો, મજૂર સંઘે તેમ જ શાસક પક્ષ સાથે અસંમત હોય એવા તમામ મંડળે અને સંસ્થાઓને ઉછેદ થશે. માત્ર સરકારી મજૂર સંઘે અને સંસ્થાઓ જ શેષ રહેશે.
આવું બધું આજે જ બનવાને ભય છે એમ હું નથી સૂચવતે. હું તો માત્ર અનિયંત્રિત રતાના શક્ય પરિણામ ભણી આંગળી ચીંધું છે. રોટલે મારી વડા પ્રધાનને તેમ જ તેમના લોકશાહી સમાજવાદી સાથએને એવી આગ્રહભરી વિનંતી છે કે તેઓ પક્ષાપક્ષીને ખ્યાલ છાડી દે ભાવિ ભણી મીટ માંડે અને વર્તમાન તથા આગામી પેઢીએને ખાતરી આપે કે તમારી સ્વતંત્રતા અકબંધ રહેશે, તમારી આપત્તિને અંત આવશે અને તમે મુકત, ન્યાયી તથા સમાન સમાજમાં જીવી શકશે. - હવે મારા અનુરોધના ઉત્તરાર્ધની વાત. ન્યાયતંત્રની સ્વતંત્રતાના સિદ્ધાંત પરત્વે કોંગ્રેસ તેમ જ તેના ટીકાકારો એકમત છે એમ ધારીને હું આગળ ચાલું છું. આ પ્રશ્ન પરત્વે દેશભરમાં એકમતી પ્રવર્તે છે. તેથી જ હું વડા પ્રધાનને અને તેમના સાથીઓને પૂછું છું કે સર્વોચ્ચ
અદાલતના નવા વરિષ્ઠ ન્યાયમૂર્તિની નિમણૂકની પદ્ધતિ એ સર્વમાન્ય સિદ્ધાંતની અદબ રાખે છે ખરી? કોઈ પણ તટસ્થ વ્યકિત કહેશે કે સરકારે આ સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું છે. અહીં હું ભારપૂર્વક એટલું ઉમેરવા માગું છું કે આ સ્થળે જે કાંઈ કહી રહ્યો છું તેમને કોઈપણ
અંશ વર્તમાન વરિષ્ઠ ન્યાયમૂર્તિની શકિતઓને પ્રમાણિકતાવિશે રજમાત્ર પણ શંકા ઉઠાવતો નથી. અત્રે આપણે કોઈ વ્યક્તિની નહિ પણ એક સિદ્ધાંત અને તેના નિષ્ઠાપૂર્વકના અમલની જ ચર્ચા કરી રહ્યા છીએ. તે વડા પ્રધાને અને એમના સાથીદારોએ પોતાના પગલાને વાજબી ઠરાવવા માટે જે કાંઈ કહ્યું તે બિલકુલ ગળે ઊંતરે તેવું નથી, એમ મારે ખેદ સાથે કહેવું પડે છે. એમાંનું ઘણું તો ગેરરસ્તે દોરનારું છે. સમનિરીક્ષકોએ આ બધું અખબારમાં ફોડ પાડીને સમજાવ્યું છે જ.
દેશે કઈ રીતરસમ અપનાવવી તે સૂચવવાની કક્ષા મારી નથી. ખુદ બંધારણમાં જ એક કાર્યપદ્ધતિ આપેલી છે:અદાલતના અન્ય ન્યાયમતિએની નિમણુક એ જ રીતે થાય છે. છેલ્લાં ૨૫ વર્ષથી ચાલતી એક પરિપાટી પણ હતી. જ. કાયદા પંચે, અલબત્ત, એક પદ્ધતિ સુચવી હતી; અને સરકારને એવો દાવો છે કે અમે તેને અનુસરી રહ્યા છીએ. પરંતુ ખરી વાત એ છે કે સરકારે પંચની એ ભલામણાને આંશિક જ મિલ કર્યો છે. અન્ય આવશ્યકારોની સરકારે ઉપેક્ષા કરી છે. મને લાગે છે કે અન્ય એગ્ય પદ્ધતિ જરૂર ખાળી શકાય. * સીધીસાદી વાત એ છે કે ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિની નિમમૂક સંપૂર્ણપણે વડા પ્રધાનના જ હાથમાં રહે - વર્તમાન કિસ્સામાં એમ જબ છે-તે દેશની સર્વોચ્ચ ન્યાયસંસ્થા સtl પરની સરકારનું રમકડું જ બની રહે.
એટલે મારી વડાપ્રધાનને એવી વિનંતી છે કે તેમણે સંસદમાંના તમામ પક્ષોનું પ્રતિનિધિત્વ કરતી એક સંસદીય સમિતિ, આ મહત્ત્વના પ્રશ્નોની વિચારણા કરવા તથા સંસદને ભલામણ કરવા માટે નીમવી. સ્વાભાવિક રીતે જ, આ સમિતિને નામાંકિત કાયદામંડિતે અને વકીલમંડળો સહિત પ્રજાજનોને મત જાણવાની સત્તા અપાવી જોઈએ. જે કાંઈ પદ્ધતિ આકાર પામે તે, વિગતેના ઘટતા ફેરફાર સાથે, વડી અદાલત (હાઈકેર્ટસ)ને પણ લાગુ પાડવી જોઈએ.
ટૂંકમાં, અમુક ખાસ સંજોગેામાં અને કામચલાઉ સમયાવધિ માટે મૂળભૂત સ્વાતંત્ર્ય તહકુબ કરવાં પડે એવી તાકીદની પરિસ્થિતિને બાદ કરતાં, નાગરિકોનાં મૂળભૂત સ્વાતંત્ર્ય નાબૂદ કરવાની સંસદની સત્તાને નિયંત્રિત કરતાં બંધારણીય પગલાં નહિ લેવાય; અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પતીજ થાય એવી રીતે જળવાય નહિ તે આપણી લોકશાહીના પાયા જ સમૂળગા નાશ પામશે.
જયપ્રકાશ નારાયણ જયપ્રકાશની અપીલનો જવાબ
| (અંગ્રેજી અનુવાદ) શ્રી જયપ્રકાશ નારાયણ ખૂબ જ સન્માનનીય આગેવાન છે અને તેઓ જે કહે છે તે ધ્યાનથી સાંભળવામાં આવે છે. લોકશાહી અને ન્યાયતંત્રના સ્વાતંત્ર્ય માટેની તેમની ચિતામાં સ્વાતંત્ર્યચહિક દરેક વ્યકિત સહભાગી થશે આમ છતાં ભવિષ્ય માટે ભયેની અતિશયોકિત કરવી એ જાહેર હિતમાં ન હોઈ શકે. તેમણે બે પ્રશ્ન ઉપસ્થિત કર્યા છે. એક પછી એક તે જોઈએ.
સંસદને કેઈપણ મૂળભૂત અધિકાર રદ કરવાની સત્તા છે એ બહુમતી ન્યાયમૂર્તિઓએ જેમાં ચુકાદો આપ્યો છે તે વરિષ્ઠ અદાલતના છેલ્લામાં છેલ્લા નિર્ણયને તેઓ ઉલ્લેખ કરે છે. તેઓ તેમને ભય દર્શાવે છે અને રોમ સુચવતા જણાય છે કે કોઈક દિવસે સંસદ નાગરિકોનાં બધાં જ મૂળભૂત સ્વાતંત્ર્યને કદાચ રદ કરી દે. તેઓ સ્વીકારે છે કે આ તાત્કાલિક ભય નથી પણ તેઓ અમર્યાદ સત્તાના પરિણામના નિર્દેશ કરવા ઇચ્છે છે. કદાચ તેમના ધ્યાનમાં નહિ હોય કે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી સંસદને હમેશાં આવી અમર્યાદ સત્તા હતી અને ગલકનાથ કેસમાં બહુમતી ન્યાયમૂર્તિઓએ જયારે ખોટી રીતે એમ ઠરાવ્યું કે સંસદને મૂળભૂત અધિકારને મર્યાદિત કરવાની પણ સત્તા નથી ત્યારે જ માત્ર, બંધારણમાં સુધારો કરવાનું જરૂરી બન્યું, જે દ્રારા ગાલુકનાથ ચુકાદા પૂર્વે પ્રવર્તતી હતી તે પરિસ્થિતિ પુન : સ્થાપિત થાય છે. તેઓ એ સાચી રીતે નિર્દેશ કરે છે કે હજી સુધી ડાંસદ અને ન્યાયતંત્ર વચ્ચે મુકાબલા મિલકત અંગેના અધિકારીને જ માત્ર લાગેવળગે છે. તેઓએ પણ સ્વીકારે છે કે ચોક્કસ પ્રકારની મિલકતની ખાનગી માલિકી નિયંત્રિત કરી શકાય અને જરૂર પડયે નાબુદ પણ કરી શકાય. આ છતાંય તેઓ સંસદને મૂળભૂત સ્વાતંત્ર્ય રદ કરતી. એકાવવા બંધારણીય સલામતીની જોગવાઈ ઈચ્છે છે.