SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૭૩ પ્રબુદ્ધ જીવન ૪૫ અને હવે ગુજરાતમાં પણ બિહારની નોંધ લખી તેને બીજે દિવસે જ છાપામાંથી જાગ્યું કે શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ રાજીનામું આપે છે. બિહાર વિશે લખ્યું છે તેમાં ઘણું ગુજરાતને લાગુ પડે છે, પણ ગુજરાતમાં કેટલીક વિશેષતા છે. શ્રી ઘનશ્યામભાઈ સામે વિરોધીઓને આક્ષેપ છે કે તેમણે પકાની નીતિને બરાબર અમલ નથી કર્યો, ખાસ કરી, ખેતજમીનની ટોચમર્યાદા તેમ જ ઘઉંને જથ્થાબંધ વેપાર સરકાર હસ્તક લેવા બાબત. વિશેષમાં એમ કહેવાય છે કે જૂની કોંગ્રેસ પ્રત્યેનું તેમનું વલણ સહાનુભૂતિનું રહ્યું છે. આ સાચાં કારણે નથી. સાચું કારણ એ છે કે શ્રી ઘનશ્યામભાઈ ધારાસભા પક્ષના •સૂંટાયેલ નેતા નથી પણ ઈન્દિરા ગાંધીના નિમાયેલ છે. ધારાસભાની ચૂંટણી પછી મેટી બહુમતી મળી તે પણ પક્ષના સભ્ય આગેવાન ની ચૂંટણી કરી શકયા નહિ અને બધાએ સર્વાનુમતે ઈન્દિરા ગાંધી ઉપર છેડયું. છતાં ઘનશ્યામભાઈની પસંદગી થઈ તેને વફાદારીપૂર્વક સ્વીકારવાને બદલે શરૂઆતથી જ વિરોધ રહ્યો અને તે વધતે રહ્યો. ઘનશ્યામભાઈને સ્વરથતાથી કામ કરવાની તક ન મળી. ત્રણ મહિના પહેલાં આ વિરોધે ઉગ્ર સ્વરૂપ લીધું ત્યારે વરિષ્ઠ મંડળ સુરત ધારાસભા પક્ષની મીટિંગ બોલાવી હોત તે સંભવ છે ઘનશ્યામભાઈને પક્ષે સારી બહુમતી હોત. પણ કોઈ અકળ કારણે આવું સીધું પગલું લેવાને બદલે, બન્ને પક્ષોએ પરસ્પર મળી સમાધાન કરવું. એ આદેશ વારંવાર આખે રાખ્યો. અથવા આ વિરોધને શરૂઆતથી જ આગળ વધવા દેવે જોઈ તે નહોતે, અને વરિષ્ઠ મંડળ તેમ કરી શકત, હકીકતમાં, પક્ષના કેટલાક આગેવાન સભ્ય ભૂતકાળને ભૂલી શકતા નથી અને જૂના અંગત વિરોધે એટલા જ ચાલુ છે. આ સંઘર્ષને નીતિ સાથે કોઈ સંબંધ નથી. પક્ષની મીટિંગ બેલાવવી, બળાબળની ચકાસણી કરવી અને પરિણામે કડવાશ વધારવી એવું, શી કેદાર પાંડે પેઠે કરવાને બદલે, શ્રી ઘનશ્યામભાઈએ રાજીનામું આપી દીધું તે તેમની સજજનતા બતાવે છે. પક્ષ હવે નવા આગેવાન ચૂંટશે, પણ જે તડ પડી છે તે સંધાય તેમ જણાતું નથી. આપણે આશા રાખીએ કે ગુજરાતના હિતમાં, પક્ષના સભ્ય હવે સૌ સાથે મળી કામ કરવાનો નિર્ણય કરશે અને પ્રજાને વિશ્વાસ ગુમાવ્યો છે તે ફરી મેળવશે. અવકાશી પ્રયોગશાળા-સ્કાયલેબ અવકાશના અવગાહનમાં અમેરિકા અને રશિયા કરોડે ડોલરનું ખર્ચ કરે છે. આ શોધખોળ ઉત્તરોત્તર આગળ વધતી રહી છે. ચન્દ્ર ઉપર અનેક વખત ઉતરાણ કરી, દરેક વખત લાંબે સમય ત્યાં ગાળી, માહિતી મેળવી. હવે અમેરિકાએ પાંચ ટન વજનની અને સંખ્યાબંધ મંત્રોથી ભરપૂર એવીઅવકાશી પ્રયોગશાળામાં ત્રણ અવકાશયાત્રીઓએ ૨૮ દિવસ અવકાશમાંરહી, સૂર્યમંડળની વિશેષ માહિતી પ્રાપ્ત કરી. તેમાં કેટલાંક વિદને આવ્યાં તેને પાર કર્યા. આઅદભૂત પ્રયોગે છે. કેટલાક એમ માને છે કે આટલા માટે ખર્ચ નિરર્થક છે. અને દુનિયાની ગરીબીને વિચાર કરતાં આ ખર્ચ બિનજરૂરી છે. આ એક દષ્ટિ છે. પણ મને એમ લાગ્યું છે કે આવા પ્રયોગથી વિશ્વના રહસ્યને કોઈક તાગ પામી શકીએ અને માત્ર કલ્પનાના ઘોડા દેડાવ્યા કરતાં, વાસ્તવિક હકીકત જાણીએ તે ખર્ચા અગ્ય નથી. શાસ્ત્રોમાં બ્રહ્માંડનાં રોચક વર્ણન છે. સ્વર્ગ, નરક, દેવલોક, સિદ્ધશિલા, ઘણું વાંચીએ છીએ. માનવીની જિજ્ઞાસા અપાર છે. હું તે ખાસ કરી એ જાણવા ઈંતેજાર છું કે આ પૃથ્વી ઉપર જેવું જીવન -Life છે, એવું અથવા તેથી ભિન્ન પ્રકારનું પણ જીવન કયાંય છે કે નહિ? હજુ સુધી તે વિશે કાંઈ માહિતી મળી નથી. કરોડો જોજન દૂર તારા કે ગ્રહે નિહાળી શકીએ છીએ. પણ ચેતન તવનો અનુભવ કયાંય થયું નથી. માનીની બુદ્ધિએ કલ્પનાતીત સિદ્ધિ મેળવી છે. હજુ કદાચ વિશેષ પ્રગતિ કરશે. મને આશ્ચર્ય એ થાય છે કે સકળ બ્રહ્માંડમાં આ નાનકડા ગ્રહ ઉપર જ આવું બુદ્ધિશાળી અને ચેતનવંત પ્રાણી કેમ? કઈક દિવસ આ પ્રશ્નને જવાબ મળશે એવી આશા રાખું છું. ચીમનલાલ ચકભાઈ લોકશાહીની રક્ષા માટે [બંધારણમાં ફેરફાર કરવાના પાર્લામેન્ટના અધિકાર વિશે સુપ્રીમ કેર્ટને છેલ્લો ચુકાદ તથા વડા ન્યાયમૂર્તિની નિમણૂક બાબત શ્રી જયપ્રકાશ નારાયણે એક અપીલ બહાર પાડી છે. તેને ગુજરાતી અનુવાદ શ્રી વાડીલાલ ડગલીએ 'પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશન માટે મને મેકલાવ્યો છે. આ બન્ને વિષયમાં મેં પ્રબુદ્ધ જીવનમાં વિગતથી લખ્યું છે. મને એમ લાગ્યું હતું કે શ્રી જયપ્રકાશ નારાયણે આ બન્ને વિષયની બધી બીજ પૂરી વિચારી નથી. તેથી તેમની અપીલને મેં રાંકોપમાં જવાબ આપ્યા હતા, જે ઈન્ડિયન એકસ્પેસ'માં પ્રકટ થયું છે. તેમની અપીલ તથા મારો જવાબ અહીં પ્રકટ કરવામાં આવે છે. – તંત્રી | સર્વોચ્ચ અદાલતના તાજેતરના ચુકાદા વિશે અને નવા વરિષ્ઠ ન્યાયમૂતિની નિમણુક વિશે એટલું બધું કહેવાયું અને લખાયું છે કે મારે આ ગોકીરામાં ઉમેરો કરવાની કોઈ આવશ્યકતા ન હતી. પરંતુ એક જૂની મુકિતલડવૈયા તરીકે મને તાજેતરની ઘટનાઓથી એટલી બધી યાતને અને ચિંતા થઈ છે કે મારી ચિંતામાં મારા દેશબાંધવાને હિસ્સેદાર બનાવ્યા વિના હું રહી શકતું નથી. મારા સાથી ગુકિતલડવૈયાઓને–ખાસ કરીને શાસક પક્ષના—મારી આ ફિકરમાં મારે સહભાગી બનાવવા જોઈએ એમ હું માનું છું. આઝાદી પછી પણ મારી શ્રેષ્ઠ શકિત અનુસાર મારા દેશની અને જનતાની સેવા કરવાને યજ્ઞ. મેં પ્રજવલિત રાખે છે. દેશની સ્વતંત્રતા કાજે લડનારા અને વેદના ઝીલનારા લાખ માણાની જેમ મેં પણ સ્વતંત્ર ભારતનું એક સેનેરી સેલું સેલું હતું. આજે એ સ્વપ્ન સાથે હું વાસ્તવિક સ્થિતિની સરખામણી કરું છું ત્યારે મારું ચિત્ત ગ્લાનિ અને વિષાદથી ભરાઈ જાય છે અને વર્તમાન ઘટનાઓમાંથી મને ભાવિનાં જે એધાણ મળે છે તેની કલ્પનાથી મારું હૃદય બેસી જાય છે. મારા સાથી મુકિતલડવૈયાએની લાગણીઓ આથી ભિન્ન હોય એમ હું માની શકતા નથી. આ માન્યતા સાથે હું આ લખાણ લખવાનું સાહસ કરી રહ્યો છું. મારો ઉદ્દેશ દોષદર્શી કે વિવાદાસ્પદ ૨જુઆત કરવાનું નથી. આ લખાણ તો વડા પ્રધાન અને લોકશાહી તથા સમાજવાદમાં પોતાની શ્રદ્ધા જાહેરમાં વ્યકત કરનારા કોંગ્રેસીઓ માટે એક અંત:કરણની અપીલ સમું છે. તાજેતરના ભૂતકાળમાં જયારે જયારે મેં મતભેદ કે ટીકા ટિપ્પણ વ્યક : કર્યા છે ત્યારે ત્યારે મને તોછડાઈપૂર્વક ઈન્દિરાજીવિરોધી અને જમણેરી પ્રત્યાઘાતીઓને પ્રવકતા કહીને ઉતારી પાડવામાં આવ્યો છે. મારા નિંદકોમાંના મોટાભાગના તે છેલ્લા કેટલાય દાયકાઓથી મારા પર પ્રહારો કરવાની અને મને બદનામ કરવાની એક ય તક જતી નહિ કરનાર વળનો જ છે. હમણાં હમણાં એ લોકો એવું વર્તન કરી રહ્યા છે કે તેઓ એકલા જ જાણે વડા પ્રધાનના ખરા મિત્રો અને ટેકેદારો તથા વિશ્વાસપાત્ર માણસે છે. પરિણામ એ આવ્યું છે કે બીજએ જે કાંઈ કહે છે તે બધું જ વાગડંબરનાં ઢોલવાજમાં ડુબાડી દેવામાં અાવે છે અને તેને નિર્લેપભાવે વિચાર થતું જ નથી. એટલે હું સ્પષ્ટ રીતે એ જણાવવા માગું છું–જો કે આવી ચેખવટ કરવી પડે એ વાત જ ખેદજનક છે-કે મારે ઈન્દિરાજીવિધી બનવાનું કઈ કારણ નથી. ઊલટું, હું તો તેમનું રૂડું ઈચ્છું છું અને તેઓ એક પછી એક સફળતાનાં પાન સર કરે એવી મારી શુભકામના છે. ભૂતકાળમાં મેં જે કાંઈ કહ્યું હોય, હાલ જે કાંઈ કહી રહ્યો છે અને ભવિષ્યમાં જે કાંઈ કહીશ તે બધાને ગાશય દેશ અને તેના ભાવિ માટેની મારી ચિંતા સિવાય કશું જ નથી. જે “શાળામાં હું ઊછર્યો છું તેમાં મને એવું ભણાવવામાં આવ્યાં છે કે ફરજ બજાવવામાં અંગત સ્નેહ અને આદરની લાગણી આડી આવવી જોઈએ નહિ, મારા વ્યવસાયી નિદકે આ બધી દલીલ માનશે નહિ, પણ મને એવી આશા છે કે આ શબ્દો મેં જેમને સંબોધ્યા છે તે કોંગ્રેસીઓ અને વડા પ્રધાન આ અપીલ ઉપર અવશ્ય વિચારણા કરશે. મારા અનુરોધ બે બાબતો પરત્વે છે: (૧) નાગરિકના મૂળભૂત અધિકારો, અને (૨) ન્યાયતંત્રની સ્વતંત્રતા નિષ્ણાતેનાં વિશ્લેષણ પરથી એમ જણાય છે કે બંધારણમાં દર્શાવેલાં નાગરિકોનાં મૂળભૂત
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy