SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૭૩ પ્રકીર્ણ નેધ નિન બેઝનેવ મંત્રણ નિકસનના બીજા ઘણા દો અને ગુનાઓ છે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે, તેની વાસ્તવવાદી વિદેશનીતિથી જે મોટું પરિવર્તન થયું છે અને પરિણામે ઠંડા યુદ્ધનો અંત આવ્યું છે અને વિશ્વસંઘર્ષને ભય ટળ્યો છે તેને માટે નિકસન અભિનંદનને પાત્ર છે. બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકા, સકારણ એમ માનતું થયું હતું કે દુનિયામાં અમેરિકા એક જ મહાન સરે છે અને એક જ રહેવાની છે. દુનિયાની આગેવાની અને રખેવાળું કરવાની જવાબદારી માથે લીધી. આથી અભિમાન આવે તે સ્વાભાવિક હતું. યુરોપના દેશે, રશિયા, ચીન, જાપાન ભાંગીને ભૂક્કો થયા હતા. અમેરિકા પાસે જ અણુશસ્ત્રો હતાં. ૨૫ વર્ષમાં પરિસ્થિતિ પલટાઇ ગઇ. ભાંગેલા દેશે સમૃદ્ધ થયા. અમેરિકાની આગેવાની ખેંચવા લાગી. અમેરિકાએ સામ્યવાદને અને તેના બે દેશો ચીન અને રશિયાને એક નંબરના દુશમન ગણ્યા હતા. આ બન્ને દેશને નમાવવાના તેના પ્રયત્નો નિષ્ફળ ગયા. યુરોપના દેશો અને જાપાન જેને ઊંચે લાવવા અબજો ડોલર અમેરિકાએ રેડયા તેમને પણ અમેરિકાની છત્રછાયા અળખામણી થઈ પડી. વિયેટનામ અને કોરિયામાં અમેરિકાને પીછેહઠ કરવી પડી. લરનું અવમૂલ્યાંકન કરવું પડતું. વ્યાપાર ઘટતો ગયો અને Balance of Payment કથળતું ગયું. નિકસને હિંમતપૂર્વક વાસ્તવિકતા પારખી, પ્રતિષ્ઠાના ભૂતને કોરે રાખી, હારની નામેશીના કલંકને આઘાત પ્રજાને ન લાગે એવી કનેહથી, પાયાના ફેરફાર કર્યા. પ્રથમ ચીન અને પછી રશિયા સાથે મૈત્રીને હાથ લંબાવ્યો. અલબત્ત, આમ કરવામાં અમેરિકાને માટે સ્વાઈ હતી. તેથી જ અમેરિકન પ્રજાને અને ઉદ્યોગપતિએ તેમ જ મધ્યમ વર્ગ અને મજૂરને પણ નિકસનને ટેકો મળ્યો. ચીન અને રશિયાના નેતાઓએ પણ એવું જ વાસ્તવવાદી વલણ સ્વીકાર્યું. ભૂતકાળને ભૂલી જઈ નવી દિશામાં પ્રયાણ કર્યું. બેઝનેવની વોશિગ્ટનની મુલાકાત આ દિશામાં આગેકૂચ કરે છે. અમેરિકા અને રશિ”ા વચ્ચે અમુક ક્ષેત્રે તીવ્ર મતભેદો છે. ઇન્ડો-ચાઇના મધ્યપૂર્વ વગેરે પ્રદેશોમાં પરસ્પરવિરોધી હિતો છે. આવા વિવાદના પ્રશ્નો એક બાજુ રાખી, બને તેટલો સહકાર કરવાનો પ્રયત્ન કર્યો છે. વ્યાપારના ક્ષેત્રે પરસ્પરને લાભ થાય એવા મોટા પાયા ઉપર કરાર કર્યા છે. એક રીતે નિકસને યુરોપના દેશોને લાલબત્તી ધરી છે કે વ્યાપાર માટે અમેરિકા હવે યુરોપના દેશ ઉપર જ આધાર રાખતું નથી પણ ચીન અને રશિયાનું વિશાળ કોત્ર તેને સાંપડયું છે. રશિયાને આર્થિક સહાય મળી તે ઉપરાંત, યુરેપમાં તેનું સ્થાન નિશ્ચિત થયું. એક સમય એવો હતો જ્યારે એમ માનવામાં આવતું કે પૂર્વ યુરોપને મોટો ભાગ જે રશિયાએ પચાવી પાડે છે ત્યાં કોઇ દિવસ બળ કરાવી રશિયાની પકડમાંથી તેને છોડાવશે. રશિયાને હવે એ ભય રહ્યો નથી. વિલી બ્રાન્ટ અને નિસન બનેએ મળી આ બાબતમાં રશિયાને હાલ સુરત નિર્ભય બનાવ્યું છે. પેરિકા, રશિયા અને ચીનની આ નવી નીતિ દુનિયામાં મોટુ પરિવર્તન લાવશે. આયુદ્ધનો ભય ઓછો થયો. મધ્યપૂર્વમાં અરબ-ઈઝરાયલ સંઘર્ષમાં બન્ને દેશે મળી કાંઈક માર્ગ કાઢશે તેવી જ રીતે ઇન્ડોચાઈનામાં બન્ને પક્ષોને દબાવી કોઇક શાંતિ સ્થપ શે. - આ બધામાં આપણે કયાં? રશિયા સાથે આપણી મૈત્રી છે. અમેરિકા સાથેના સંબંધો સુધારવામાં રશિયા મદદ કરશે કે પછી પિતાને જ સ્વાર્થ જોશે? અમેરિકા આપણી સાથે સંબંધ સુધારવા ઇચ્છે છે, પણ આપણે નમતા જેવું એવી અપેક્ષા રાખે છે. ચીન સાથેના સંબંધો સુધારવામાં અમેરિકા સહાયભૂત થઈ શકે, પણ ચીનના વલણમાં હજી ફેર દેખાતો નથી. આ હકીકતમાં આપણી આંતરિક પરિસ્થિતિ સબળ ન થાય ત્યાં સુધી બીજા કોઈ આપણને મદદ કરી શકવાના નથી અને તેના ચિ હજી દેખાતા નથી. આંતરિક પરિસ્થિતિ, આર્થિક અને બીજી વણસતી છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી માટે ઘણો વિકટ માર્ગ છે, પણ અંતે તો પ્રજાને પુરુષાર્થ જ કામ લાગે. એ પુરુષાર્થ હાલ જણાતું નથી. . બિહારની લાલબત્તી બિહારમાં જે બન્યું તેથી શાસક કોંગ્રેસ અને તેના વરિષ્ઠ નેતાઓની આંખ નહિ ઊઘડે તે પક્ષને માટે મોટો ભય છે. શાસક કોંગ્રેસને વિરોધ પક્ષે તેડે તેના કરતાં પોતે જ આત્મવિસર્જન કરશે એવું લાગે છે. રાજ્યની ધારાસભામાં મોટી બહુમતી હોવા છતાં એવું કેમ બને છે? કારણ, પક્ષમાં કોઈ શિસ્ત નથી, ધ્યેયનિષ્ઠા નથી, પ્રામાણિકતા નથી, છે માત્ર તકવાદિતા, સત્તાલોલુપતા, સ્વાર્થ અને લાંચરુશવત. ૧૯૭૧માં શ્રીમતી ઈન્દિરા ગાંધીને અભૂતપૂર્વ સફળતા મળી અને પ્રજા અંજાઈ ગઈ. શાસક કોંગ્રેસની નાવમાં બેસવા બધા દોડયા. સામ્યવાદી આવ્યા, સમાજવાદી આવ્યા, મૂડીવાદી આવ્યા, સ્વતંત્ર પક્ષના આવ્યા, જનસંઘી ચાવ્યો અને મોટા પ્રમાણમાં જૂની કોંગ્રેસના આવ્યા. આ સંઘ દ્વારકા જાય નહિ. ગરીબી હટાવે, અસમાનતા દૂર કરે, સ્થાપિત હિતેનું વિસર્જન કરે; કાર્યક્રમ આકઈક થયું, પણ તેને અમલ કરવાની નિષ્ઠા અને કાર્યક્ષમતા કયાં? અલબત્ત, કઈ વિરોધ પક્ષ પણ શાસક કોંગ્રેસથી સારે નથી. બધા એ જ માટીને માનવી છે. હકીકતમાં ઈન્દિરા ગાંધીએ હિંમતપૂર્વક પક્ષમાં મેટી સાફસૂફી કરવી પડશે. અનિષ્ટ તત્ત્વોને દૂર કરવા પડશે પક્ષની નીતિમાં શ્રદ્ધા ન હોય એવાને હટાવવા પડશે. ગમે તે ભેગે બહુમતી બતાવવી અને પક્ષની સત્તા જાળવી રાખવી એથી પક્ષ નહિ સબળ થાય, નહિ ટકી શકે. બિહારમાં પાંડેની નિમણૂક ઈન્દિરા ગાંધીએ પોતે કરેલી, કેન્દ્રના એક કેબિનેટ મંત્રીની આગેવાની નીચે પાંડેને તેડી પાડયા, એ કેબિનેટમંત્રી ઈન્દિરા ગાંધીના વિશ્વાસુ માણસ ગણાય છે. પછી પા પિતે બીજા કોઈ આગેવાનની ચૂંટણી કરી ન શકયો અને ઈન્દિરા ગાંધી ઉપર છોડયું. કેવી વિચિત્રતા! શું ખાતરી કે બીજા આગેવાનની ઈન્દિરા ગાંધી નિયુકિત કરશે તેને પક્ષની વફાદારી મળશે? ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, માયસેર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બધે આ હોલ છે. આવું કયાં સુધી નભે? પરિસ્થિતિ વધારે વણસે તે પહેલાં મક્કમ પગલાં લેવાં જ જોઈએ. થીગડાં માર્યું નહિ ચાલે. ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન કર્યું પણ ધારાસભા ચાલુ રાખી છે. પક્ષના આ જ સભ્યો હવે વધારે જવાબદારીપૂર્વક વશે એવી ખાતરી છે? - ચૂંટણી પછીના ૧૮ મહિનાના ગાળામાં ઈન્દિરા બાંધીએ નીમેલ મુખ્ય મંત્રીઓને પિતાનું સ્થાન જાળવી રાખવાની યુકિતપ્રયુકિતઓમાં જ પોતાના સમયને માટે ભાગ આપવો પડતો હોય ત્યાં રાજ્યતંત્ર કેટલું કથળે તે કલ્પવું મુશ્કેલ નથી. અમલદાર પણ બેદરકાર અને ઉપેક્ષા કરતા થાય તેમ જ જવાબદારી ટાળતા થાય તેમાં આશ્ચર્ય નથી. શાસક પક્ષનો દર કહેવાતા રેડિકલ્સના હાથમાં ગયો છે. સામ્યવાદી સી. પી. આઈ–ને ટેકો મેળવ્યો, પણ સાપે છછૂંદર ગળ્યા જેવું થયું. સમાજવાદી ફોરમનું વિસર્જન કર્યું, પણ તેમને ટેકે ગુમાવ પોસાય તેમ નથી. જૂની કોંગ્રેસના પીઢ આગેવાનો અને કાર્યકર્તાઓને આ નવા માણસે સાથે મેળ નથી. તેમના હાથમાં દર ગયે અને પોતાને પાછળ રહેવું પડે છે એ આ આગેવાને અને કાર્યકર્તાઓને ગમતું નથી. આ નવા મણની રીતરસમ જુદા પ્રકારની છે. તેને કઈ મૂલ્ય નથી. જુની કોંગ્રેસવાળા કેટલાક શાસક કોંગ્રેસમાં આવ્યા તેમાં પસ્તાય છે, પણ જાય કયાં? આવું કયાં સુધી ચાલે?
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy