________________
•}^ !P* *P
102
૧
Regd. No. MH. 117
પ્રબુદ્ધ જૈનનુ નવસંસ્કરણ વર્ષ ૩૫ : અંક : ૫
પ્રભુન જીવન
શિલિંગ : ૧૫
• :શ્રી મુ`બઈ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટક નલ ૦-૪૦ પૈસા
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
સુબઇ, જુલાઇ ૧, ૧૯૭૩ રવિવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે
VP 102 GIRGAO
નિરામિષ
.1
શ્રી રાંકાજીએ આગ્રહપૂર્વક આ વિષયેં કાંઈક લખવા મને કહ્યું છે એટલે લખું છું. હું શું લખું? માંસાહારની કલ્પના પણ મારા માટે શકય નથી, માંસાહારના વિચારે મારુ રૂંવાડે રૂંવાડુ ખડું થઈ જાય છે. કોઈ સંજોગામાં આહાર ન મળે તો હું મરી જવાનું પસંદ કરું પણ માંસાહારને કોઈ દિવસ વિચાર ન કર્યું. એમ માનું છું. એમ કહેા કે હું એવા સંસ્કારમાં ઊછર્યો છું કે મારી આવી માન્યતાઓ મારા આણુએ અણુમાં વ્યાપી ગયેલી છે, પણ આ માન્યતાઓ કોઈ પૂર્વગ્રહ નથી. વર્ષોના અનુભવે અને ચિન્તની દૃઢ થઈ છે. હુ જાણું છું કે દુનિયામાં મેટા ભાગના લોકો માંસાહારી છે, ભારતમાં પણ સારા પ્રમાણમાં માંસાહાર છે, કદાચ વધતો જાય છે. હું જાણુ છું કે માંસાહારી હોય એવા ઘણા લોકો સજજન, બીજી રીતે દયાળુ, પરોપકારી હાય છે. તેમાંના કેટલાક ખરેખર મહાપુરુષ હતા અને છે. છત, હું કોઈ પણ દષ્ટિએ માંસાહારનો બચાવ જોઈ શકતા નથી. માંસાહારીને હું પાપી નહિ કહું, પણ માંસાહાર હું સહન નથી કરી શકતો. તે છેડાવવા મારાથી બનતા બધા પ્રયત્નો કરું. જેઓ માંસાહારી કુટુંબમાં જન્મ્યા છે અને ઊછર્યા છે તેમને માટે માંસાહાર સ્વાભાવિક આદત બને છે. પણ જેઓ નિરામિષાહારી કુટુંબમાં જન્મ્યા છે અને ઊછર્યા છે. તેઓ માંસાહાર તરફ વળે ત્યા૨ે મને ખેદ થાય છે એટલું જ નહિ પણ ધૃણા થાય છે. દારૂની પેઠે આ વિષયે મારું અતિ તીવ્ર સંવેદન છે. વિદેશામાં ગયા ત્યારે અને અહીં પણ કેટલીક વખત માંસાહારી સાથે એક ટેબલ ઉપર બેસી જમવું પડયું છે, તે સહન કર્યું છે. બીજો કોઈ ઉપાય ન હતે. હું એ પણ જાણું છુ કે એવાં કુટુંબ છે જેમાં સ્રી નિરામિષહારી હોય અને પુરુષ માંસાહારી હાય. સ્ત્રી માંસાહાર બનાવી પણ આપે છે, કદાચ તે માંસાહારી થાય છે. મારું ચાલે તો હું સ્ત્રીને ભારપૂર્વક એટલું કહુ` કે તેણે પુરુષને નિરામિષાહારી બનાવવા સઘળા પ્રયત્ન કરવા અને નમતું ન મૂકવું. આપણા દેશમાં હિંદુઓમાં જ્યાં માંસાહાર છે ત્યાં પણ પવિત્ર દિવસેાએ, શ્રી વિધવા થાય તે એને માટે એવા પ્રસંગેાએ માંસાહાર તવા ઈષ્ટ ગણાય છે. મતલબ કે માંસાહારને ઉત્તેજન નથી પણ તેના ત્યાગમાં પુણ્ય કે ધર્મ છે એવી માન્યતા છે.
નિરામિષઆહારના પ્રચાર વિદેશમાં સારા પ્રમાણમાં થાય છે. તે વિશે વિપુલ સાહિત્ય બહાર પડયું છે, જેને તટસ્થભાવે વિચારવું હાય તેને માટે ખુષ્કળ સામગ્રી છે. બધી દષ્ટિએ આ પ્રશ્નના ગૃહન વિચાર થયું છે અને બતાવ્યું છે કે માંસાહાર સર્વથા બિનજરૂરી છે, અનિષ્ટ છે, અને નિરામિષહાર સર્વ રીતે લાભદાયક છે, પણ માણસને વ્યસનની આદત એટલી બૂરી છે કે તે છેડી શકતા નથી, એટલું જ નહિ પણ તેના સબળ બચાવ કરે છે. દારૂ પીવામાં વિનાશ છે, બીડી-સિગારેટમાં કેટલાક રોગાના ભય છે તે વૈજ્ઞાનિક રીતે હવે પુરવાર થયું છે, છતાં માણસ દારૂ પીવાનું કે સિગારેટનું વ્યસન છેડા નથી. આ વિશે જેણે વધારે જાણવું જોઈએ ડોકટરો—તે પણ આ વ્યસનના ભાગ બન્યા પછી તેને છોડી શકતા નથી. આવા ડોકટરો દરદીનું શું ભલું કરે ? ખાવાપીવાની માણસની આદતો, તેના માનસિક,
**=:
*
આહાર
✩
બૌદ્ધિક અને ચારિત્ર્યઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ૐઈ માણસ એમ કહે કે તેનાં વ્યસનોની તેનાં મન, બુદ્ધિ અને ચારિત્ર્ય ઉપર કોઈ વિપરીત અસર થતી નથી તે માણસ પોતાની જાતને છેતરે છે.
શારીરિક શકિત અથવા આરોગ્ય માટે માંસાહાર જરૂરી છે તે દીલ ટકી શકે તેમ નથી. બલ્કે માંસાહારથી ભયંકર રોગા થાય છે તે પુરવાર થયું છે. પૌષ્ટિક ખારાક નિરામિષ આહારમાં પૂરતા પ્રમાણમાં મળી રહે છે તે સિદ્ધ થયું છે. બધા લાકો નિરામિષ આહાર કરે એટલું અન્ન દુનિયામાં નથી અને બધા લોકો માંસાહાર છેાડી દે તે લોકો ભૂખે મરશે એ દલીલ પણ પાયાવિનાની છે. માણસ ધારે તે દુનિયાની ત્રણ અબજ વસતિને પૂરતા પ્રમાણમાં અનાજ પૂરું પાડી શકે એટલું ઉત્પાદન કરી શકે છે, તેનાં સાધનો છે, ખાસ કરીને વૈજ્ઞાનિક શેાધખોળ અને યાંત્રિક ખેતીના અનુભવે આ હકીકત પુરવાર થઈ છે.
આર્થિક દૃષ્ટિએ નિરામિષઆહાર કરતાં માંસાહાર મેઘે છે. માંસાહારી છે એવા લોકો પણ ખર્ચને કારણે કેટલાય દિવસ માંસાહાર કરી શકતા નથી.
નૈતિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ માંસાહાર સર્વથ ત્યાજ્ય છે. પોતાના માટે બીજા પ્રાણીનો જીવ લેવાનો માણસને કોઇ અધિકાર નથી. માણસનો આધ્યાત્મિક વિકાસ, હિંસામાંથી અહિંસા તરફ જવામાં રહ્યો છે. જેટલે દરજને હિંસા છેડે તેટલે દરજજે માણસની માનવતા વધે છે. માંસાહારના કારણે માણસ ક્રૂરતાથી ટેવાઇ જાય છે. તેના હૃદયમાં કરુણાનું ઝરણુ મંદ પડી ક્રૂરતા પેસે છે. વિશ્વ શાકાહાર પરિષદના પ્રમુખપદેથી ડો. રાજેન્દ્રપ્રસાદે કહ્યું છે કે યુદ્ધનું મૂળ માંસાહારમાં છે. પ્રાણી પ્રત્યેની દયા જે માણસ ગુમાવી દે, તે માણસ પ્રત્યે પણ દયાહીન થાય. । સ્વાઇત્ઝરે કહ્યું છે કે સંસ્કૃતિના પતનનું મૂળ કારણ એ છે કે જીવ પ્રત્યેના આદરReverence for life- માનવી ગુમાવી બેઠા છે. માંસાહાર કરવા, તેને ઉત્તેજન આપવું અને સાથે પ્રેમ, કરુણા અને મૈત્રીની વાત કરવી તે પરસ્પર વિરોધી છે.
દુર્યોધન પેઠે દરેક માણસનું એવું છે કે ધર્મ શું છેતે પોતે જાણે છે, અધર્મ શું છે તે જાણે છે છતાં, ધર્મમાં પ્રવૃત્તિ નથી કરતા, અધર્મથી નિવૃત્ત નથી થતા. દુર્યોધને કહ્યું, કોઇ ભૂત મારા મનમાં બેઠું છે તે દોરી જાય ત્યાં જાઉં છું. મોટા ભાગના લોકોનું પણ આવું જ છે. આપણુ જીવન પ્રમાદી, વિચારહીન- Thoughtless—પ્રવાહપતિત વહ્યો જાય છે.
માણસને માંસાહારથી છેડાવવાના એક ઉપાય મને સૂઝે છે. આઠ દિવસ તેને દેવનારના (મુંબઇ) અથવા કોઇ કતલખાનામાં રાખી સૂકવેા, તેનામાં જરા પણ માણસાઇ હશે તો,મને શ્રાદ્ધા છે કે માંસાહાર પ્રત્યે તેને ધૃણા થશે. મોટા ભાગના માંસાહારી લોકોએ પ્રાણીવધ જોયા નથી, લોહીની નદીઓવહેતી જોઇ નથી, કેટલું ઘૃણાત્મક છે તે અનુભવ્યું નથી. તેની અનહદ ગંદકી, મળમૂત્ર, લેહીનેા થતા ખીચડો, હાડમાંસના લેચા, આ બધું નજરે નિહાળે તે તેની આંખ ઊઘડે. સ્વાદિષ્ટ વાનગીએ અશ્ય રીતે ટેબલ ઉપર આવે છે એટલે તેની પાછળ કેટલી ભયંકર પ્રક્રિયાઓ પડી છે તેનું માણસને ભાન નથી. એક વખત અનુભવે તે જરૂરનું છે. માંસાહાર છેાડાવવાનો આ ઉપાય જરૂર અજમાવવા જેવા છે,
ચીમનલાલ ચકુભાઈ
જૈન જગત'ના આહાર વિશેષાંકમાંથી સાભાર]