SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬-૭૩ એકલપેટિચા “શત્રુને તો ઊગતા જ ડામવા જોઈએ” એવું સૂત્ર આપણને કોઈએ આપ્યું છે. એ સૂત્ર આપનારે શત્રુ કોને કહેવા તેની વ્યાખ્યા કે વિગતે આપણને પૂરી પાડી નથી એટલે જીવનનાં કોઈપણ ક્ષેત્રમાં આપણને અનિચ્છનીય લાગતી વ્યકિતના કાંટો કાઢવા મથતા હેઈએ છીએ. ઓફિસમાં કોઈ સહકર્મચારી આપણને ગમતા ન હોય કે સમાજમાં કાઈ કાર્યકર સાથે મનમેળ ન હોય અગર રાજકારણમાં વિરોધી વાર વ્યકત કરનારા નેતા ઊભા થયા હોય તે તમામને આપણે ઘરમાંથી ઉંદર, વાંદા અને છછુંદરને નષ્ટ કરવાના પ્રયાસ કરીએ છીએ તે પ્રકારે નાબૂદ કરવા પ્રેરાઈએ છીએ. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે જે પ્રકારે સ્પર્ધા ટાળવા માટે હરીફોને આર્થિક રીતે પાયમાલ કરવામાં આવે છે તે રીતે જીવનના દરેક ક્ષેત્રમાં આપણે પ્રતિસ્પર્ધીને ટાળવા પ્રયાસ કરીએ છીએ. પરંતુ કુદરત જગતમાં તમામ પરિબળાને સમતોલ રાખવા માટે પોતાની યોજના મુજબ કામ કરતી હોય છે. વસતિ વધી જાય એટલે ઉત્પાદન પણ વધતું જાય. એ પેદાશને ઉપભાગ વધવાની સાથે કચરો પણ વધે. આ કચરાનો નિકાલ કરવા માટે માણસ કંઈ ન કરે ત્યારે કુદરતે વધુ ઉંદરો પેદા કરવા પડે. કુદરત કાંઈ પેદાશ, આડપેદાશ કે “નકામી” પેદાશનું વર્ગીકરણ કરતી નથી. કુદરત તે સમતુલા ઈચ્છે છે, પણ આપણે કચરો એછે કરતા નથી અને ઉંદરને મારી નાખવાની નિતનવી દવાઓ શોધીએ છીએ. શત્રુને ઊગતા ડામવાની સાથે રોગને પણ ઊગતા ડામવાની વાત કહેવતમાં કહેવામાં આવી છે. બેાનિયા દેશના એક ગામડામાં અમુક પ્રકારના મેલેરિયાને નાબૂદ કરવા માટે ડી. ડી. ટી. છાંટવામાં આવ્યું. આ ડી. ડી. ટી.ને કારણે મચ્છરો મરી ગયા અને મેલેરિયા નાબૂદ થઈ ગયા. પરંતુ એક રસિક વાત એ બની કે એ ગામડાના વાંદા ટી. ડી. ટી.ને પ્રતિકાર કરી શકે તેવા બળવાન હતા. મચ્છરોની સાથેસાથ બાનિયોના વાંદાઓને પણ ડી. ડી. ટી.ની પ્રસાદી મળી હતી. એ પ્રસાદી વાંદાએ પેાતાના શરીરમાં ઝેરરૂપે સાચવી રાખી. વાંદાના નાસ્તા ગરોળી કરવા માંડી. આને કારણે ગરોળીના પેટમાં થોડુંક ઝેર ગયું. આ ગરોળીને નાસ્તા બિલાડીએએ કરવા માંડયો અને ઝેરના કારણે બિલાડી મરવા માંડી ! આને કારણે ઉંદરોને મારનારી બિલાડીએ એછી થવા લાગી અને ઉંદરોની વસતિ વધવા લાગી, બાનિયાના ઉદરોના દાંત એટલા મજબૂત હોય છે કે ખાવાનું ન મળે ત્યારે છાપરાનાં લાકડાં ચાવવા લાગે છે. આ વસતિ ઘટાડવા માટે બેિિનયાની સરકારે બિલાડીની એરોપ્લેનમાં આયાત કરવી પડી હતી! પ્રબુદ્ધ જીવન રાજકારણમાં પણ બાનિયોની સરકારની માફક આપણે બે શત્રુમાંથી એકને ઢીલા કરવા માટે બીજા શત્રુને નાછૂટકે મિત્ર બનાવીએ છીએ. જો કે શરૂમાં તે આપણા પ્રયાસે શત્રુને નામશેષ બનાવવાના હોય છે. લંડનની ઈમ્પીરિયલ કૉલેજ ઓફ સાયન્સ એન્ડટેક્નોલેજીના પ્રોફેસર રિચાર્ડ સ્કોરર બહુ સરસ તારણ કાઢ્યું છે કે વાતાવરણમાં પ્રદૂષણ અટકાવવા માટે આપણે વિવિધ જીવજંતુની હાજરીને આવશ્યક ગણવામાં જે ડહાપણ દાખવ્યું છે તેવું ડહાપણ આપણે કૃષિક્ષેત્ર, રાજકારણ અને અર્થક્ષેત્રમાં પણ દાખલ કરવું જોઈએ. પ્રોફેસર રિચાર્ડ કહે છે કે “આપણે વધુ ને વધુ એપેંટિયા બનવાની દિશામાં વળી રહ્યા છીએ. આપણે એક પ્રકારનું ‘મેનેકલ્ચર' ઊભું કરી રહ્યા છીએ.” આપણી ટેક્નોલોજીની સફળતાથી અંજાઈને આપણા રાજકારણીઓ અને ઉદ્યોગપતિએ એક જ મોટી બજાર, એક જ પ્રકારની વ્યાપારી પદ્ધતિ અને માટે પાયે પેદા થતી એક જ પ્રકારની ચીજોનાં સપનાં સેવવા માંડયા છીએ. યુરોપની જિ ૩૭ અનતા માનવી યારી બજારને વિસ્તારીને આખા વિશ્વને એક જ બજાર બનાવવાના ઘણાને વિચારો આવે છે. કુદરત પોતે આવું ઈચ્છતી નથી. ખેડત જુદી જુદી જમીનમાં જુદા જુદા પાક લે તે યોજના કુદરતને વધુ બંધબેસતી છે. લગભગ એકસે વર્ષ પહેલાં યુરોપમાં ખેતવાડીની બાબતમાં એક ગેરડહાપણ થયેલું. આયર્લેન્ડની જમીનને બટાટા ભાવતા હતા એટલે બટાટાનો પાક માત્ર આયલેન્ડ જ લેવા માંડયું અને આયલેન્ડમાં દુષ્કાળ પડયો ત્યારે બટાટાનું એક બટકું ય કર્યાંય મળતું નહોતું અને ગેારા લોકોની આંખ ઊઘડી ગઈ. ‘માનકલ્ચર' ને બદલે વિવિધ રંગી સર્જન હોત તો અન્ય પ્રદેશમાં થોડોક બટાટાનો પાક લોકોને જીવાડી શકયો હોત.અમેરિકા અને ઓસ્ટ્ર - લિયાની જમીનમાં ઘઉંના પાક બહુ સારો લેવાય છે એટલે વિશ્વના બીજા દેશો ઘઉંની ખેતી છેાડી દે તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ઘઉં”ના પાક નિષ્ફળ જાય તો જગત માટે મોટી આફત ઊભી થઈ જાય ! પ્રદૂષણ રોકવા માટે અને જગતનાં વિવિધ પ્રાણીઓ અને જળચરો, જીવજંતુઓ, માનવા અને જનાવરોની સમતુલા જાળવવા માટે જેમ પરિષદો ભરાય છે તે રીતે મેનાકલ્ચર'ને રોકવા માટે અર્થકારણ અને રાજકારણમાં પણ વિચારોનું વૈવિધ્ય જાળવવું જરૂરી બન્યું છે. એકપક્ષી રાજય ચાલનું હોય તેવા દેશોની સરકારો “પ્રત્યા ઘાતી વિચારો”થી ખૂબ ભયભીત બને છે. સાચી લેાકશાહી સરકારો પ્રત્યાઘાતી કે વિરોધી વિચારોથી ગભરાતી નથી. એકહથ્થુ રાજ્ય હોય ત્યાં “ભાંગફોડિયા વિચારો”ના ડર લાગે છે. એકહથ્થુ રાજ્ય છિનવાઈ જવાની સતત ભીતિ લાગ્યા કરે છે. વિભિન્ન વિચારો ધરાવતા રાજકીય પક્ષોને ખરેખરી સહ્રદયતાથી આપણે નિભાવી શકતા હોઈએ તે આવી ભૌતિ લાગતી નથી.રાજકારણમાં સહિષ્ણુતા ઓછી થાય તો લોકશાહી હોય તો પણ અંધાધૂંધી ફેલાય છે. ગુજરાત રાજ્યમાં શાસક પક્ષમાં અમુક બળવાખોર કોંગ્રેસીઓ છે. તાજેતરમાં અમદાવાદ જવાનું થયું ત્યારે આ બળવાખાર કોંગ્રેસીએને પોતાને સામાન્ય લાગે પણ આપણને વિચિત્ર જણાય તેવી ફરિયાદ જાણવા મળી. મુખ્ય પ્રધાન શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ જૂની કોંગ્રેસના (સંસ્થા કોંગ્રેસ) સભ્યોને અમુક કોર્પોરેશનોકે જિલ્લા સમિતિમાં કે બીજા' તંત્રામાં હોદ્દાઓ આપ્યા તેની સામે પાના બળવાખોરી વાંધો ઉઠાવે છે. આ લોકો માનોકલ્ચર' ઈચ્છી રહ્યા છે. વિરોધીઓને પક્ષે કંઈ પણ જાય તે તેમને ગમતું નથી. આ ‘મનોકલ્ચર' પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે કદાચ લોકોને એકસરખા આકારની અમુક પ્રકારની રોટી અને એકાદ વાટકો દાળ તો મળી રહે, પણ વિવિધતા ઈચ્છતા મનને કંઈ ખોરાક ન મળે એટલે તે મન મરતું જાય છે. વિરોધી વિચારની સાથે જીવતાં શીખવાની જરૂર પહેલાં કરતાં અત્યારે વધુ છે. આ પ્રસંગે મને ત્રીસ વરસ પહેલાંની એક બચપણની ઘટના યાદ આવે છે. વતનના ગામે અમારા ઘરના છાપરા ઉપર એક મેટો અજગર જેવડો સાપ જોયો. મારા પિતાને મે સાપ બતાવ્યો ત્યારે તેમણે કહ્યું “એ નિરુપદ્રવી છે, છે રહ્યો.” અને ખરેખર એ સાપ અમારા છાપરાને બીજા નાના જીવજંતુથી મુકત રાખતો હતો અને અમને ઉપદ્રવ કરતા નહોતા. આ પ્રકારે સાપ સાથે જીવવાનું આપણે શીખી ન શકીએ તે પણ વધુ પડતી સલામતીના ચાહક બનવું ન જોઈએ. વધુ પડતી સલામતીની તમનામાં આપણે આવશ્યક અને ઈચ્છનીય એવાં વિરોધી બળે કે જેને આપણે શત્રુ માનીએ છીએ તેવાં ઉપકારક બળાને પણ નષ્ટ કરી નાખીશું. “કાન્તિ ભટ્ટ V 1 l .
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy