________________
૩૬
પ્રમુદ્ધ અન
હા કહી રાવણ જનાઈ પાતાના કાન ઉપર ચઢાવી પેશાબ કરવા બેસી ગયા. હવે તે બાલાય પણ નહીં. એના પેટમાં બધાં તીર્થો પહોંચી ગયાં હતાં. પેશાબની ક્રિયા બંધ થાય જ શાની! ત્યાં ગણેશે રીતસર ત્રણવાર રાવણને બૂમ પાડી અને અરરર... કહી શિવલિંગ જમીન પર રાખી મૂકર્યું. ત્યાં એ એટલું તેા ઊતરી ગયું કે જાણે એના નીચલા છેડા પાતાળ સુધી પહોંચી ગયા. રાવણ આવ્યો. એણે શિવલિંગ ઊંચકવાને જોરથી પ્રયત્ન કર્યો. પણ એ શાનું હાથમાં આવે! એણે એ લિંગ ઝાલી મરડીને ખેંચ્યું. લિંગના માથાના ચાર કકડા. રાવણનાં હાથમાં આવ્યા. એ એણે ચાર દિશામાં ફેંકી દીધા અને ચિડાઈને ભરવાડને માથે મુક્કો માર્યો. નિરાશ થઈને લંકા ચાલી ગયો. આ ચાર કકડા એણે ચાર દિશાએ ફેંકયા તેના પણ આજે ચાર તીર્થો મનાય છે.
શિવજીના લિંગના ઉપરના ભાગ ગાયના કાન જેવા દેખાય છે. એટલે એનું ગેાકર્ણ મહાબળેશ્વર નામ પડયું. અસંખ્ય શિવભકત એની પૂજા કરવા ત્યાં ભેગા થાય. શિવલિંગને (કર્ણને) સ્પર્શ કરી ધન્યતા અનુભવે.
પૂજારીએ જોયું કે લિંગની શિલા સુંવાળી છે. ભકતાના સ્પર્શથી ઘસાઈ જાય છે. એમણે ઈ.ચૂના લઈ આવી એ લિંગની આસપાસને ભાગ ચણી કાઢયો. લિંગને માથે એક જળાધારી રાખી. એની વચમાં કાચુ રાખી ભકતોને કહ્યું, આ કાણામાં આંગળી નાખા તા શિવલિંગને સ્પર્શ થશે. દર્શન તે થાય નહીં, એ જ રિવાજ હજુ ચાલુ છે.
હવે ત્રીસચાળીસ વર્ષે (બરાબર આંકડા અત્યારે યાદ નથી) અષ્ટગંધ કરીને એક ઉત્સવ થાય છેતે વખત ઉપરની શિલ્પ અને આસપાસનું ચણતર કાઢી નાખી અંદરનું શિવલિંગ હાથ-દોઢ હાથ ઊંચું દર્શન માટે ખુલ્લું રખાય છે. આવી ધન્ય ઘડીનો લાભ લેવા માટે હજારો અને લાખો યાત્રીઓ ભેગા થાય છે. લિંગ અમુક દિવસ આમ ખુલ્લું રાખી, ફરી એની આસપાસ ઈ ચૂનાનું ચણતર થાય છે અને પછી તે જળાધારીના કાણામાંથી આંગળી દ્વારા ફ્કત લિંગના સ્પર્શ મેળવી શકાય છે.
મારા નાનપણમાં મારા પિતાશ્રીની બદલી સાતારાથી કારવાર થઈ. સન ૧૮૯૨નો સમય હશે. ત્યાં અમે સાંભળ્યું કે ગાકર્ણમાં અષ્ટબંધના ઉત્સવ થવાનો છે. આવી તક કોણ છેડે? મારાં માતાપિતા મને લઈને ગાકર્ણ પહોંચ્યાં. અમે પ્રત્યક્ષ શિવલિંગનાં દર્શન કર્યા. પૂજા કરી ધન્ય ધન્ય થયાં. પુરોહિતને મેઢ ગાકર્ણની આખી વાર્તા સાંભળી. પછી એ અમને રાવણના પેશાબને કુંડ જોવા લઈ ગયા. કુંડ મોટો હતો. ગંધાતો હતો, નાક પકડીને અમે ત્યાંથી પાછાં વળ્યાં. ત્યાં ગણપતિનું મંદિર હતું. બે હાથવાળી મૂર્તિ અને રાવણના માથા પરના ઘા પણ અમે જોઈ શક્યાં.
અમે જેવા ગયાં તેવાં, તદડી બંદરી પાછાં કારવાર આવ્યાં. રસ્તામાં સમુદ્રમાં ાન સહન કરવું પડયું. ત્રાકર્ણ મહાદેવની કૃપાથી માંડ બચી ગયાં, એનું બધું વર્ણન ‘સ્મરણયાત્રા’માં આપ્યું છે.
[ ૨ ]
સિત્તેરએસી વર્ષ પહેલાંની એ યાત્રા યાદ કરી મન થાય છે કે ફરી એકવાર ગોકર્ણ જઈ આવીએ. સાંભળું છું કે ત્યાંના પૂજારીઓ ઘણા સજ્જન છે. આપણી સ્વરાજ્યની હિલચાલના દિવસેામાં એ લોકોએ ગાંધીભકતાને અને કોંગ્રેસના નેતાઓને સારીસરખી મદદ કરી હતી અને છડેચેક અસહ્યોગ સિધ્યર્થમ્ સ્વરાગ્ય પ્રાપ્ત્યર્થના સંકલ્પ સાથે જાહેર પૂજાએ પણ કરી હતી.
· સ્વરાજયની લડત ચાલતી હતી તે પહેલાં અને તે દરમિયાન જે ક્રાંતિકારી લેકો ગુપ્તપણે ગાકર્ણ તરફ આવીને રહ્યા હતા તેઓ
તા. ૧૬૬
આખર સુધી સુરક્ષિત રહ્યા. સ્થાનિક લોકોમાંથી કોઈએ હીનવૃત્તિથી અથવા ગફ્ફતથી વિદેશી સરકારને એમની ભાળ મળવા દીધી નહીં. આવા સુંદર અનુભવ બીજા પ્રદેશેા વિશે નથી એમ જાણનાર લોકો કહેશે. ગોકર્ણના પૂજારીની દેશભકિત અને સ્વરાજ્યનિષ્ઠા અનેક રીતે ખુરવાર થઈ છે.
વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે પશ્ચિમ સમુદ્રને કિનારે આવેલા કર્ણાટકના એ પ્રદેશ ઉપર જૂના વખતમાં જૈન લોકોનું રાજય હતું. એ રાજાઓએ ગેાકર્ણના મંદિરની ઉત્તમ કદર કરી હતી. આગળ જતાં એ જ જૈન રાજાઓએ શિવપૂજાના લિંગાયત ધર્મ સ્વીકાર્યો અને કેટલીક રાણીઓએ ત્યાં સરસ મંદિરો પણ બાંધ્યાં છે. એ રાજાએ બધા ધર્મના લોકો પ્રત્યે આદર રાખે. એ જ આદરની ભાવના ગોકર્ણના પૂજારીઓમાં આજે પણ દેખા દે છે અને એ રીતે ભારતનાં તમામ તીર્થમાં ગોકર્ણની પ્રતિષ્ઠા ‘સર્વધર્મસમભાવ’ માટે વિશેષ છે.
દક્ષિણમાં ફેલાયેલા જૈનધર્મના ઈતિહાસ કન્નડ ભાષામાં લખાયેલા છે જ, કોઈ અંગ્રેજી ચેપડીમાં પણ એ મળવા જોઈએ. પણ ભગવાન મહાવીરના ૨૫૦૦ વર્ષના અસાધારણ ઉત્સવ પ્રસંગે ગુજરાતના કેટલાક જૈન ઈતિહાસ સંશોધકો એ પ્રદેશમાં કેમ ન જાય? અને એ આખા ઉદાર ઈતિહાસ ગુજરાતની પ્રજા માટે કેમ ન આપી દે? ગાકર્ણ તરફના મારા ગાંધીસ્નેહીઓ મને ખાતરી આપે છે કે ગેાકર્ણના પૂજારીએ અને કન્નડ ભાષાના સાહિત્યકો એમનું હાર્દિક સ્વાગત કરશે અને બનતી મદદ આપશે.
કાકાસાહેબ કાલેલકર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ –• વાર્ષિક સભા :–
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય રાભા જૂન માસની ૨૩મી તારીખે શનિવારે સાંજના સાડાપાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખત નીચે મુજબનું કામકાજ હાથ ધરવામાં આવશે:
(૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબોને મંજૂરી આપવી,
(૨) નવા વર્ષનાં અંદાજપત્ર મંજૂર કરવાં. (૩) સંઘના અધિકારીએ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી.
(૪) સંઘના તથા વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટરોની નિમણૂક કરવી.
ઉપર જણાવેલ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં સવિશેષ સૂચન કરવામાં આવે છે કે, ઉપર જણાવેલ સંઘને વૃત્તાંત, સંઘના તેમ જ વાચનાલય અને પુસ્ત" કાલયના એડિટ થયેલા હિસબા તેમ જ ચાપડા, સંઘના કાર્યાલયમાં ખુલ્લા રાખવામાં આવ્યા છે. સેામવારથી શનિવાર સુધીના દિવસેામાં બપેારના ૨થી૫ વાગ્યા સુધીમાં કોઈ પણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે.
વાર્ષિક સામાન્ય સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ : સંઘનું કાર્યાલય, લિ. ૩૮૫, સરદાર વી. પી. રોડ, ચીમનલાલ જે શાહ વનિતા વિશ્રામ સામે, સુબધભાઈ એમ. શાહ મુંબઇ-૪ મંત્રીઓ, મુંબઇ જૈન યુવક સંઘ
в