SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૬ -૭૩ પબદ્ધ જીવન ૩૫ આપણે કૃતિશૂન્ય બનવાનું છે. વિશાનયુગની સાધના વ્યકિતગત ન રહેતાં સામૂહિક સાધના હશે. માનવજાતિની સેવા પણ આધ્યાત્મિક સાધનાનું એક અંગ છે.” શીલાબેને અધ્યાત્મને ખૂબ સુંદર રીતે પરસ્પર અનુરાગ’માં અંકે કરી બતાવ્યું. સમારોપમાં નિર્મળાબેને કહયું: “પરમાત્માપ્રાપ્તિનો પ્રયાસ અને સામાજિક ક્રાંતિ - આ બંને ધારાઓનો સંગમ ગાંધીજીવનમાં જોવા મળે છે. વ્યકિતગત ચિત્તશુદ્ધિના પાયા પર સામાજિક ક્રાંતિ થશે તે તે સમૂળી અને સર્વાંગી ક્રાંતિ થશે. બ્રહ્મવિદ્યા એટલે નિત્યપ્રસન્નતા. નિરંતર આનંદની જ એ જ આધ્યાત્મિક સાધના છે.” છેલ્લે દિવસે સામાજિક ક્રાંતિમાં સ્ત્રીઓનો ફાળોને વિષયપ્રવેશ કરાવતાં મેં કહ્યું કે માનવ ફકત પોતાનામાં રહી શકતો નથી, એને પિતાને શોધવા બીજે કશેક, પિતાની બહાર જવું પડે છે ત્યાંથી જ સામાજિકતાનો આરંભ થાય છે અને ચારિત્ર્યનો આરંભ પણ ત્યાંથી જ થાય છે. મનુષ્યોને પારસ્પરિક સંબંધ કયાં મૂલ્યો પર પ્રતિષ્ઠિત છે તે ઉપરથી માનવસમાજનું મૂલ્યાંકન થઈ શકે. જંગલનાં પ્રાણીઓને સંબંધ પરસ્પર હિતવિરોધ પર ઊભે થયેલો છે. માનવીઓને પરસ્પર સંબંધ સ્નેહ, સૌહાર્દ અને સંવાદના મૂલ્ય પર સ્થપાય. આ સંબંધોની ક્રાંતિ એ જ મારે મન સામાજિક ક્રાંતિ છે. ગાંધી–વિનેબાની ક્રાંતિને આ રીતે જ હું મૂલવું છું. મા-બાપ, ભાઈ-બહેન, પતિ-પત્ની, મજૂર-માલિક, વેપારી–ગ્રાહક, શાસક- શાસિત વગેરે પ્રત્યેક સંબંધમાં આજે ક્રાંતિની જરૂર છે. માનવોના પારસ્પરિક સંબંધોમાં એકતાની સ્થાપના, અભેદની સ્થાપના એ ક્રાંતિનું લક્ષ્ય છે, એનું સાધન સંઘર્ષ નહીં પણ સમન્વય છે. સર્વક્ષેત્રે નવાં મૂલ્યોની સ્થાપના કરવાની છે. વૈશ્વિક સ્તરે જગતનું સંચાલક પરિબળ હિંસા નહીં પણ અહિંસા બને, કૂરતા નહીં પણ કરુણા સામ્રાજ્ઞી બને, રાજનૈતિક સતરે ચાલક શકિત દંડશકિત નહીં, પણ લેકશકિત બને; સામ્રાજ્ઞી સત્તા નહીં, સેવા બને. આર્થિક સ્તરનો આધાર સ્પર્ધા નહીં પણ સહકાર બને. લોકજીવન સરકાર-બાઝાર મુકત બને આ અહિંસક કાંતિનાં કેટલાંક પાયાનાં મૂલ્ય છે. આ નવાં મૂલ્યોને સ્થાપવા સ્ત્રી ઘરબહાર નીકળે. આજે સ્ત્રી ઘરબહાર નીકળી છે પણ આયુધો એનાં જરીપુરાણાં છે. જે મૂલ્ય પર પુરુષપ્રધાન સમાજરચના ચાલતી આવી છે એની જ પૂર્તિ સ્ત્રી કરે છે. એથી સ્ત્રીના સમાજપ્રવેશને વિશિષ્ટ લાભ સમાજને થતો નથી. સ્ત્રી એના સ્ત્રીત્વ સાથે બહાર આવે અને પ્રત્યેક ક્ષેત્રને પિતાની આંતરિક શકિતને રંગ લગાડે એ ઈષ્ટ છે. મુંબઈનાં મંગળાબેને કહ્યું કે આપણે શોષણમુકત, શાસનનિરપેક્ષ સમાજ રચવો છે. પ્રત્યક્ષ કાર્યક્રમની દિશામાં મુંબઈમાં ૧૫ સ્વાધ્યાય કેન્દ્રો શરૂ કરવાનું નક્કી થયું, એકબરની રથી ૮ સુધી સ્ત્રીશકિત જાગરણ સપ્તાહ ઉજવવાનું સંયોજન શ્રી પૂર્ણિમાબેન પકવાસાને સોંપાયું. ટ્રસ્ટીશિપની દિશામાં મુંબઈમાં પ્રયાસો શરૂ થયા છે, તેની જાણકારી ડૉ. ઈંદિરાબેને આપી. ઉપસંહારાત્મક પ્રવચનમાં નિર્મળાબેને જાગતિક સંદર્ભમાં સર્વોદય વિચારને મૂલવતાં કહ્યું કે શબ્દની શકિત અચિત્ય છે, અસીમ છે. આપણી પાસે “બ્રહ્મવિદ્યા’ શબ્દ આવ્યો છે. માણસમાં અમાપ શકિત પડેલી છે. વિજ્ઞાન અતિસૂક્ષ્મ પરમગુના ગર્ભમાં જે પ્રકાંડ શકિત પડી છે તેને પ્રગટ કરે છે, આત્મજ્ઞાન અગાધ અંતરિક શકિતને વિસ્ફોટ કરશે. બંનેના સંગથી જ માનવભૂમિની સમસ્યાઓ ઉકેલાઈ શકશે. ભારતની પાસે વિશિષ્ટ ચિંતન છે. સ્વાતંત્ર્ય અને રામાજવાદ બંને મુને એકસાથે રાખી શકે એવું દર્શન ભારત પાસે છે. ત્રણ દિવસનું અતિઅલ્પ સંખ્યકેનું નાનકડું સંમેલન. પણ જીવનક્ષિતિજ પર એક નવી આભાને પ્રસરતી કેટલાંએ જોઈ જીવનનું એક બંધ બારણું ખૂલતાં નવી હવા, નવી સફતિ, નવી તાઝગીનો અનુભવ કેટલાકે કર્યો. - મીરાં ભટ્ટ મારા છેક નાનપણમાં જે એક મહત્ત્વની યાત્રા મેં કરી હતી એને વિશે ‘સ્મરણયાત્રામાં મેં લખ્યું જ છે. વાચકો એ ચોપડીમાંથી એ બધું વાંચે એવી અપેક્ષા રાખવાને બદલે એ યાત્રાધામનું મહત્ત્વ ટૂંકમાં કહી દઉં એ વાચકે પ્રત્યે ન્યાય ગણાય. ગેકર્ણ-મહાબળેશ્વર એ કારવાર તરફના કર્ણાટકમાં આવેલું અત્યંત મહત્ત્વનું તીર્થસ્થાન છે. ધર્મગ્રંથોમાં એને દક્ષિણકાશી કહ્યું છે અને ઉમેર્યું છે કે કલિયુગમાં બનારસ કાશીનું મહત્તવ ઓછું થઈ જવાનું. એ બીક ગોકાઈને નથી. અને તેથી કેટલાયે સનાતની લોકો કાશીયાત્રા કરતાં પણ ગેકર્ણયાત્રાએ ખસૂસ જાય છે. એની વાર્તા ટૂંકમાં આ પ્રમાણે છે: (ાંકાના રાવણની મા અત્યંત શિવભકત. એણે દીકરાને કહ્યું, મારો દીકરો આવડો મોટો સમ્રાટ અને હું શું સામાન્ય માણસની પેઠે માટીના કે પથરીના શિવલિંગની પૂજા કરું? કૈલાસ, માનસરોવર જઈને ત્યાંથી પ્રત્યક્ષ શંકર ભગવાન પાસેથી એનું આત્મલિંગ પૂજા માટે મને કેમ ન આણી આપે? માતૃપકત દીકરો કહે, “એ મારું કામ. ગયો હિમાલયની પેલી પાર કંલાસ પર્વત પર અને રોજ માનસરોવરમાંથી હજાર કમળા ભેગાં કરી શિવની પૂજા કરવા લાગ્યું. એક દિવસે શું ભાગ્ય ? ‘પૂજામાં દસ કમળ છાં નીવડયાં. 'પૂજામાંથી ઉઠાય નહીં. રાવણે તલવાર લઈને પિતાનું એક એક શિરકમળ તેડીને પૂજામાં અર્પણ કર્યું. નવ કમળો અપાયાં-દસમું માથું ઉતારવા જાય છે ત્યાં શિવજીએ પ્રગટ થઈ એને હાથ ઝાલ્યો અને કહ્યું, “ધન્ય છે તારી ભકિત. તારી પૂજા મને માન્ય છે. માગ તારે શું જોઈએ છે?” રાવણે કહ્યું, મારી મા તારી ભકિત કરે છે. એને પૂજા માટે તારું આત્મલિંગ જોઈએ છે. એ માગવા આવ્યો છું.’ ભકતાધીન શિવજીએ કહ્યું, ‘મને માન્ય છે.' શિવજીએ પિતાની છાતી ખેલીને અંદરથી આત્મલિગ કાઢયું અને કહ્યું, “આ લઈ જા” પણ શરત એ કે આ આત્મલિંગ જમીન પર રખાય નહીં. જ્યાં રાખીશ ત્યાં સ્થિર થઈ જશે. માટે એને ઉંચકીને દોઢતે જા, અને માં કહે ત્યાં રાખ.” રાવણે કહ્યું, એ મારું કામ. ઊંચકર્યું આત્મલિંગ અને દોડવા લાગ્યા. અહીં સ્વર્ગમાં દેવની અંદર હાહાકાર થશે. શિવજીનું આત્મલિંગ ભારત બહાર લંકામાં પહોંચી જાય એ કેમ પસાય? એમણે શિવજીના દીકરા ગણેશને મદદમાં લીધા અને કહ્યું, ગમે તે કર, પણ આ શિવલિંગ ભારત બહાર જવા ન દે. ગણપતિએ બે હાથવાળા ભરવાડનું રૂપ લીધું અને કર્ણાટકમાં સમુદ્રકિનારે ગાય ચારવા લાગ્યા. હવે રાવણ આત્મલિંગ લઈ દોડને જાય. દેવેની ઈરછા પ્રમાણે એના પેટમાં બધાં તીર્થો પહોંચી ગયાં. એને લઘુશંકાની જબરદસ્ત હાજત ઉત્પન્ન થઈ. હવે શું કરાય? નજીક એક ભરવાડ દેખાયો. રાવણે કહ્યું, 'અલ્યા, શિવલિગ રૂપે તારા હાથમાં ઝાલી રાખ, જમીન પર રાખીશ નહીં. હું પેશાબ કરી આવું છું. તારા હાથમાંથી લઈ લઈશ અને તને ભારે બક્ષિસ આપીશ.' - ગણેશે શિવલિંગ હાથમાં લેતાં કહ્યું, “આ તે બહુ ભારે છે. લાંબા વખત સુધી ઊંચકીને નહીં રાખી શકું.' રાવણે કહ્યું, ‘અલ્યા પેશાબ કરીને હમણાં આવું છું.’ ભરવાડ ગણેશે કહ્યું, ‘ભાર અસહ્ય થાય તો ત્રણવાર તને બૂમ પાડીશ. એટલામાં ન આવે તો તારી વાર્તા જાણે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy