________________
તા. ૧૬-૬-૭૩
પ્રબુદ્ધ જીવન
૩૩
પગલું લીધું છે, હિટલરે ૬૦ લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં મારી નાખ્યા. આ અભૂતપૂર્વ પાપનું જાણે પ્રાયશ્ચિત્ત કરવા વીલી બ્રાન્ટ ઈઝરાયલ ગયા છે. ઈઝરાયલે આમંત્રણ આપ્યું તે પણ વીલ બ્રાન્ટની શુભનિષ્ઠામાં તેને વિશ્વાસ બતાવે છે. ભૂતે બાંગલા દેશ જય અથવા નિકસન ઉત્તર વિયેટનામ જાય. તેના કરતાં પણ વિશેષ હિંમતભર્યું આ પગલું છે. વિશ્વમાં શાન્તિ માટે સાચી ઝંખના હોય તે પ્રતિષ્ઠાના ભૂતને અળગું રાખી શું કરી શકાય તે વીલી બ્રાન્ડે કરી બતાવ્યું છે. એક આગેવાન આખી પ્રજાના માનસમાં કેટલો પલટો લાવી શકે છે તે વીલી બ્રાન્ચે પુરવાર કર્યું. જે જર્મનીને કારણે બે વિશ્વયુદ્ધો થયાં તે જ જર્મની હવે શાન્તિને માર્ગે દુનિયાને નવો રાહ બતાવે છે. વલી બ્રાન્ટને નોબેલ પીસ પ્રાઈઝ આપ્યું તે સર્વથા યથાર્થ હતું. અવળી દિશામાં
વિલી બ્રાન્ટથી વિપરીત દાખલો નિસનને. વિયેટનામમાં ભયંકર બૉમ્બમારાથી અને અન્યથા અમાનુષી અત્યાચાર કર્યા છતાં પ્રતિષ્ઠા ગુમાવી જવું પડયું. હજી કમ્બોડિયા અને લાઓસમાં બૉમ્બમારો અને લશ્કરી દરમિયાનગીરી ચાલુ રાખી છે. અમેરિકન સેનેટ અને પ્રજામતના વિરોધ છતાં ઈન્ડોચીનની પ્રજાની સત્તાના જોર ઉપર ખાનાખરાબી કરી. દુનિયામાં કેટલાંય સ્થળમાં યુદ્ધનું કારણ અમેરિકા રહ્યું છે. શસ્ત્રસામગ્રીને અમર્યાદ ઉત્પાદનને કારણે દુનિયાના ઘણા દેશોને એ સંહારનાં શસ્ત્રો પૂરાં પાડે છે. દક્ષિણ અમેરિકાના કેટલાય દેશોમાં બળવાઓ કરાવ્યા. કોરિયા, ગ્રીસ, ટર્કી, સ્પેન, ઈઝરાયેલ, આફ્રિકાના કેટલાય દેશે, પાકિસ્તાન, બધાને શસ્ત્ર- સામગ્રી પૂરી પાડી, પરસ્પર લડવાનાં સાધન આપ્યાં. હવે આરબ રાજ્ય અને ઈરાનને મોટા પ્રમાણમાં શસ્ત્રસામગ્રી પૂરી પાડવાનું શરૂ કર્યું છે. અમેરિકાના ઉધોગે સારા પ્રમાણમાં લશ્કરી સરંજામ અને સાધના ઉત્પાદનમાં રોકાયેલ છે. તે ઉદ્યોગને ચાલુ રાખવા અને ટેકે આપવા, સંહારને વેપાર અમેરિકા કરે છે. રિપબ્લિકન પક્ષના વડા તરીકે નિટ્સન મૂડીવાદી અર્થરચનાને વરેલ છે. મેટા ઉદ્યોગપતિઓને તેને ટેકો છે અને તેમને નિસનને ટેકે છે. એક કારણ એમ આપવામાં આવે છે કે અમેરિકા શસ્ત્રો ન આપે તે બ્રિટન, ફાન્સ વગેરે દેશે આપશે અને આપે છે. તેથી અમેરિકા પાછળ રહી જાય. નિકસન પિતાની જાતને શાન્તિદૂત તરીકે મનાવવા પ્રયત્ન કરતા હતા અને નિસનને નોબેલ પીસ પ્રાઈઝ મળવું જોઈએ એવા પ્રયત્ન થાય છે. શાન્તિની સાચી ઝંખના શું કરી શકે તે વીલી બ્રાન્ડે બતાવ્યું છે. નિકસનને નોબેલ પીસ પ્રાઈઝ મળે તે વિધિની વક્રતા જ લેખવી જોઈએ. એક જ વ્યકિત વિશ્વશાંતિ માટે કેટલું કરી શકે અને અશાંતિ માટે કેટલું કરી શકે તેના નમૂનાઓ વીતી બ્રાન્ટ અને નિક્સન છે. જર્મનીએ બે વિશ્વયુદ્ધમાં વિનાશને અનુભવ કર્યો તેને કાંઈક પાઠ જર્મન પ્રજા શીખી છે એમ લાગે છે. અમેરિકાએ પિતાની ભૂમિ ઉપર યુદ્ધ અનુભવ્યું નથી અને વિનાશની વેદના જાણી નથી. તેથી તેની સમૃદ્ધિ અને ઉત્પાદન શકિત દુનિયાને શાપરૂપ થઈ રહી છે. ૧૩-૬-'૭૩
ચીમનલાલ ચકુભાઈ સંઘ સમાચાર
એક આવકારદાયક પ્રસંગ તાજેતરમાં સંઘની કારોબારીના ઉત્સાહી સભ્ય શ્રી બાબુભાઈ જી. શાહ તરફથી તેમની પુત્રી ચિ. મીતાનાં શુભ લગ્ન પ્રસંગે આપણી રસ્થાને રૂ. ૧૦૦૧ને ચેક મળ્યો છે. થોડાક સમય પર ચિ. મીતાની સગાઈ પ્રસંગે પણ શ્રી બાબુભાઈએ સંધને યાદ કરીને રૂા. ૧૦૧ને ચેક મેકલ્યા હતા. આ રીતે સંઘ પ્રત્યે પિતાને પ્રેમ
અને સદભાવ દાખવવા બદલ અમે શ્રી બાબુભાઈ જી. શાહ આભાર માનવા સાથે આviદ પ્રગટ કરીએ છીએ.
આ વાત આમ તે નાની છે, પણ આપણા સૌ માટે લક્ષમાં રાખવા જેવી છે, માટે જ અમે એની આટલી પણ જાહેરાત કરીએ છીએ. આપણા સૌના જીવનમાં આવા શુભ પ્રસંગે તેમ જ મેટી તપસ્યાના પારણા જેવા ધાર્મિક પ્રસંગો પણ આવે છે અને તેવા પ્રસંગોએ આપણે સારે એ ખર્ચ પણ કરીએ છીએ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના અત્યારે ૪૮૦ સામાન્ય સભ્ય છે અને ૧૭૪ આજીવન સભ્ય છે. આ સૌ મિત્રે આવા પ્રસંગોએ સંઘને ન ભૂલે એ અમારે અનુરોધ છે.
આ વાતની સાથે એની પણ નેધ લેવી ઘટે કે દેશની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને શ્રી બાબુભાઈ અને શારદાબહેને લગ્ન ખૂબ સાદાઈથી ઊજવ્યાં હતાં. એમના પિતાના દેવનારના નિવાસસ્થાને સાદે મંડપ બાંધ્યો હતો. કશે ખોટો ભપકો નહીં, કોઈ ફેટોગ્રાફરોની ‘કલીક’ ‘ક્લીક' નહીં, કોઈ ઊં'૨ સ્ટેજ કે વરકન્યા માટે શણગારેલી ખુરસીઓ નહીં, કશી ખાટી ધમાલ નહીં. આજના આંખને આંજી દે એવા ભપકાના જમાનામાં ખાવી સાદાઈ અપનાવવા માટે આ દંપતી આપણાં અભિનંદનનાં અધિકારી બને છે.
આપણે સાહિત્યવારસો લોકમિલાપ ટ્રસ્ટ- ભાવનગર તરફથી આવતા જાન્યુઆરીમાં પ્રગટ થનાર બીજો સેટ જેમાં નીચેનાં પુસ્તકે છે:
(૧) બાંધ ગઠરિયા (૨) કલાપીનાં કાવ્યો (૩) દ્વિરેફની વાતો (૪) પ્રકૃતિને આનંદ (૫) ભારેલા અગ્નિ. - એકંદર પાંચ પુસ્તકોનાં ૭૫૦ પાનાં થાય છે અને પ્રકાશન પછી રૂપિયા ૧૦ની કિંમતે વેચાનાર આ સંપુટ ૧૫મી ઓગસ્ટ સુધીમાં આગોતરી વરદી નોંધાવનારને માત્ર રૂપિયા ૬માં મળશે.
સંઘના કાર્યાલયમાં રૂપિયા છ મેકલી આપી, ઉપરોકત પુસ્તકોને ઓર્ડર નોંધાવી શકાશે.
ચીમનલાલ જે. શાહ
સુધભાઈ એમ. શાહ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ દુઃખ અને દુઃખનું નિવારણ ભગવાન મહાવીરે એક વખત એમના શિષ્યોને આમંત્રિત કર્યા અને કહ્યું, “આર્યો! કહો, પ્રાણી કોનાથી ડરે છે?” - પ્રશ્ન સાંભળી મુનિએ વિચારમાં પડી ગયા. ભગવાને શા આશયથી એ પ્રશ્ન પૂછ્યો હશે એ સૌ વિચારવા લાગ્યા. આખરે ગૌતમે કહ્યું: “ભગવાન, આપને જે કષ્ટ ન થાય તે એને ઉતાર આપ જ કહે.”
મહાવીરે કહ્યું, “આર્યો ! પ્રાણી દુઃખથી ડરે છે.” પછી પૂછયું, “કહો, દુ:ખની સૃષ્ટિ કોણ રચે છે?”
ગૌતમે કહ્યું, “ભગવાન, અમે આપના મુખે જ એ સાંભળવા ઈચ્છીએ છીએ.” ' મહાવીરે કહ્યું: “આર્યો, મનુષ્ય પોતાના પ્રમોદથી જ દુ:ખની સૃષ્ટિ રચે છે, જેવી રીતે કરેળિયે પોતાના જ જાળામાં ફસાય છે.” પછી પૂછયું, “કહે, આર્યો, દુ:ખની મુકિત કોણ કરે છે?”
Zતમે કહ્યું, “આપ જ કહો, ભગવન ”
મહાવીરે કહ્યું: “આર્યો, મનુષ્ય પોતે જ પોતાની મહેનતથી દુઃખમાંથી મુકિત મેળવે છે.”